Watched in Gujarati Short Stories by Pravina Kadakia books and stories PDF | નિરખી રહ્યો

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

નિરખી રહ્યો

સુંદરતાનું રહેઠાણ કયું ? યાદ છે, ત્યાં સુધી’સુંદરતા’ નિહાળનારના નયનોમાં વસે છે.

એક ચિત્ર સામે પડ્યું હતું, આવનાર મહેમાન બોલ્યા,”વાહ”.

સુહાનીએ તેને કચરાપેટીમાં નાખવા મૂક્યું હતું. મહેમાનની વાહ સુણી,

 પૂછી બેઠી, ‘આ ચિત્રમાં તમને શું ગમ્યું ‘?

મહેમાન કોઈ બીજા નહીં તેના પિયરથી આવેલો તેનો મિત્ર હતો.

અરે, સુહાની ભૂલી ગઈ આ ચિત્ર પાછળ તું એક જમાનામાં ગાંડી હતી.

 ખળખળ વહેતી નદી. ડુંગર પાછળથી ડોકિયા કરતો સૂરજ અને પેલા

 ઝાડ નીચે કોણ બેઠું છે,તને યાદ છે ?

સુહાની ભૂતકાળમાં ડૂબી ગઈ, સૌમિલ સાથે બાળપણમાં નદી સુધી જતી.

 બંને જણા સાથે નદીને કાંઠે રમતાં અને સુહાની જ્યારે થાકે ત્યારે એ વૃક્ષ

 નીચે આરામ કરવા બેસે યા લાંબી તાણે. સૌમિલને બાળપણથી

ચિત્રકળાનો શોખ હતો. કોઈ શાળામાં ગયો ન હતો. કુદરતની કૃપા હતી.

સુહાની ભૂતકાળમાંથી વર્તમાનમાં આવીને પટકાઈ. ભૂલી ગઈ કે હવે તે

 પરણેલી હતી પતિ અને બાળકોની હાજરીમાં સૌમિલને ગળે વળગી.

 બાળપણની મિત્ર હતી સપન સઘળું જાણતો હતો. સપન ઓફિસથી

 આવ્યો અને બોલી ઉઠ્યો,

‘અરે, સૌમિલ તું અત્યારે ક્યાંથી’ ?

‘કંપનીના કામે આવ્યો હતો. ફોન નંબર ન હતો પણ તમારા ઘરનું ઠેકાણું

 બરાબર યાદ હતું. માફ કરજો આગળથી જણાવ્યા વગર આવી પહોંચ્યો  છું. ‘

‘અરે, સૌમિલ તારા માટે આ ઘરના દરવાજા સદા ખુલ્લા છે. ‘ સુહાની

 વચમાં ટપકી પડી. સુહાની, સાધારણ કુટુંબની હતી. સૌમિલ મિત્રતાને

 દાવે તેને હંમેશા સહાય કરતો. બાળપણમાં સૌમિલે જે રીતે તેની મૈત્રી

 નિભાવી હતી એ સઘળું સુહાનીને યાદ હતું. તેનો પતિ સપન આ બધી

વાત જાણતો હતો. લગ્ન પછી સુહાની મોટા શહેરમાં આવી અને સ્થાઈ

 થઈ. સૌમિલ, ત્યાંનો ત્યાં જ હતો. સુખી હતો. તેના આવવાનું પ્રયોજન

 હતું. સુહાની પૂછે તો જ જણાવવું, સામેથી કહેવાને તે તૈયાર ન હતો.

‘સૌમિલ જમીને નિરાંતે જજે, રાત રોકાય તો પણ અમને વાંધો નથી.’

સુહાનીના દિલમાંથી વહાલા લાગે તેવા શબ્દો સાંભળી ,સૌમિલને હૈયે

 ટાઢક થઈ.

‘ના, હું રાત નહી રોકાઈ શકું. મારે સવારના વહેલી મિટિંગ છે. જે હોટલમાં

ઉતર્યો છું. તે હોટલમાં સાતમે માળે જવાનું છે. બ્રેક્ફાસ્ટ પણ મિટિંગમાં  કરવાનો છે.

‘સારું’.

જમ્યા પછી સહુ બેઠા ઘણી વાતો કરી. રાતના ડ્રાઈવર જતો રહ્યો હતો.

‘સપન, હું સૌમિલને હોટલ પર ઉતારી આવું ?’

‘અરે એ કાંઈ પૂછવાની વાત છે’ ?

‘તું કહે તો હું સાથે આવું’ ?

સુહાનીને સૌમિલ સાથે એકલા વાત કરવી હતી એટલે કહે , અરે બે માઈલ

 દૂર છે. મૂકીને આવી જઈશ. સપન ગાડીની ચાવી લઈને આવ્યો.

સુહાની અને સૌમિલ ગાડીમાં બેઠા. પળનો વિલંબ કર્યા વગર સુહાની

 બોલી, ‘ બાળપણમાં કૃષ્ણને ત્યાં સુદામા ગયા હતા એ વાર્તા યાદ છે’ ?

‘હા’.

‘જો સૌમિલ હું કૃષ્ણ નથી તું સુદામા નથી, જે હોય તે ચોખ્ખે ચોખ્ખું કહે’.

સૌમિલ જણાવ્યા વગર આવ્યો હતો. સુહાનીને સમજતાં વાર ન લાગી કે

 સૌમિલ પ્રયોજન વગર નથી આવ્યો. તેના મગજમાં એક પંક્તિ ગુંજી રહી

 હતી ‘ પેલી બાળપણની પ્રીત મને કેમ વિસરે રે’.

સૌમિલ સુહાનીને નીરખી રહ્યો. આટલું સ્પષ્ટ સુહાની તેનું દિલ વાંચી  શકશે એ તેના માનવામાં ન આવ્યું. મનમાં થયું, જે સુહાનીને હું

 ઓળખતો હતો એ સુહાની એની એ જ છે. અંહી આવ્યો એ ખોટું પગલું

 ન હતું. તો સાંભળ, ‘સુહાની મારી પત્ની સીમા બીમાર છે. તેને ઈલાજ

 માટે તારા શહેરમાં લઈને આવવાનું છે. તું જાણે છે, પિતાજીની

 સારવારમાં અમે ઘસાઈ ગયા હતા. અત્યારે સીમા અહીં આવે હોસ્પિટલ

 અને અહીં રહેવાની સગવડ મને ખૂબ ભારે પડશે.. જો તને વાંધો

ન હોય તો સીમા હોસ્પિટલમાં હોય તે સમય હું તમારે ત્યાં રહું. જેથી મને

 આર્થિક સહાય થાય.

‘ બાકી બધું હું ફોડી લઇશ. બા, બાળકોનું ધ્યાન રાખશે. ‘

સુહાની , એકદમ શાંતિથી બોલી, સૌમિલ તારે એમાં પૂછવાનું હોય ?

 મારા બાળપણની દરેક વાત મને યાદ છે. સપનને પણ બધી ખબર છે. તું

 નહી માને સપનના દોસ્તની હોસ્પિટલ છે.

જેમાં તને સગવડ અને દામ બધું સચવાઈ જશે.

બને એટલી ત્વરાથી તું મિટિંગ પછી ઘરે જા, અને સીમા ને અંહી લઈને  આવ.

સૌમિલ એકી ટસે સુહાનીને નીરખી રહ્યો.