Prem ke Aakarshan - 10 - Last Part in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | પ્રેમ કે આકર્ષણ - ભાગ 10 (અંતિમ ભાગ)

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

પ્રેમ કે આકર્ષણ - ભાગ 10 (અંતિમ ભાગ)

(હવે મેં પણ એને ભૂલી જવાનું વિચારી લીધું હતું...એક છેલ્લી મુલાકાત અને મારે રોઝ ની બધી યાદો મિટાવી દેવી હતી...)
હવે તો...
"બસ પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે...
મારા જીવન માં તારી આટલી હાજરી પણ બહુ છે..."
"પ્રેમ પૂરો થયો કે અધૂરો રહ્યો વાત એ નથી...
પણ તને પ્રેમ કરવાનો અવસર મળ્યો એ જ બહુ છે..."

(રોઝ લાલદરવાજા આવી જાય છે...હું બસ એની રાહ જોઈ ને બેઠો હતો એ એક છેલ્લી મુલાકાત...અને અમારા પ્રેમ નો અંત પણ ત્યારે જ હતો...)
(અમે બંને રીક્ષા માં જઈએ છીએ..લો ગાર્ડન તરફ...અને એકાંત માં બેઠા છીએ...)
ધ્રુવલ : હવે, આજ નો દિવસ પૂરો ના થાય તો સારું છે...
રોઝ : આજ નો આખો દિવસ નહિ, મારે બપોર ની બસ માં ઘરે જતું રેવાનું છે.
ધ્રુવલ : (દુઃખી થઇ ને) આપણી છેલ્લી મુલાકાત છે...
રોઝ : હવે મળી ને તારે આ રીતે જ વાત કરવી હોય તો પછી આપણે અત્યારે જ અલગ થઇ જઈએ.
(એનો હાથ પકડી ને)
ધ્રુવલ : અત્યારે તો જીવી લેવા દે....મને...પ્લીઝ !
(થોડી વાર બેઠા પછી...અમે લોકો રિવર ફ્રન્ટ ગયા....ત્યાં અમે બેઠા)
ધ્રુવલ : રોઝ...મારી જોડે સમય આજે બૌ જ ઓછો છે.......શું હું તારા ખોળા માં માથું નાખી ને સુઈ શકું છું...? થોડી વાર ?
રોઝ : અરે પાગલ....સારું.
(ત્યારબાદ મારા જીવન નો એ હસીન પળ...જે હું મારા થી અલગ ન હતો કરી શકતો...એ મને જોઈ રહી હતી અને હું એના ખોળા માં માથું નાખી ને એને નિહારી રહ્યો હતો...એના વાળ ને એના કાન ના ટેકે ગોઠવી રહ્યો હતો...)
રોઝ : શું જોવે છે...?
ધ્રુવલ : કઈ નહિ, હું એ હસીન પળ તારી જોડે માણી રહ્યો છુ, જે હું જીવનભર તારી સાથે માણવા માંગતો હતો.
રોઝ : હા...તો આજે હું તારી માટે તૈયાર છુ, તું તારા જીવન નો કોઈ પણ પળ આજે મારી સાથે માણી શકે છે...
ધ્રુવલ : હા...એક પળ છે...જે હું માણવા માંગુ છુ.
રોઝ : શું ?
ધ્રુવલ : એટલે તું જે વિચારે છે એવું નથી.. મારે હવે તારી જોડે એક છેલ્લી ઈચ્છા છે...કે ઉપર આકાશ નીચે ધરતી અને સાથે તું અને હું...ને મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારે તને છેલ્લી વાર થોડો ટાઈમ સરખી રીતે ગળે મળવું છે...બસ. 
(એ કહેતા ની સાથે જ રોઝ મને ગળે મળે છે...અમારા બંને ની આંખો ભરાયેલી છે...અને ગળે મળતા મળતા....)
રોઝ : આઈ લવ યુ...ધ્રુવલ..!
ધ્રુવલ : આઈ લવ યુ...ટૂ રોઝ....હું ક્યારે તારો પ્રેમ ભૂલી નહિ શકું...અને ક્યારે પણ તારી જેટલો પ્રેમ હું કોઈ ને કરી પણ નહિ શકું...!
રોઝ : હું પણ.....!
ધ્રુવલ : મારા જીવન ના ટૂંકા સમય માં મને બૌ જ બધો પ્રેમ કરવા માટે તારો ખુબ ખુબ આભાર...!
રોઝ : પણ હું એમ વિચારું છુ....કાશ આપણે મળ્યાં જ ના હોત તો સારું હતું...તકલીફ તો ના પડતી...
(હગ થી છુટા પડી ને)
ધ્રુવલ : મેં તને જે કીધું એ તે ખાલી સાંભળ્યું...સમજી નહિ... તારું અને મારુ જીવન આપણા મળ્યા ના પેહલા જે ચાલતું હતું હવે એવું ચાલશે....એ બંને વચ્ચે નો જે ટૂંકો ગાળો જેમાં તું અને હું બંને એક હતા...જે આપણો પ્રેમ હતો...આકર્ષણ નહિ...એ આપણા બંને ના જીવન નો એક રંગીન તહેવાર હતો. માન્યું આપણે બંને છેલ્લા શ્વાસ સુધી એ તહેવાર માણવા માંગતા હતા...પણ અત્યારે હું મારા મન ને એમ જ મનાવી રહ્યો છું...કે તારી જોડે પ્રેમ કરવાનો જે મને અવસર મળ્યો એ બહુ છે..છેક સુધી ના લઇ જઈ શક્યા એનો અફસોસ છે પણ છેલ્લા શ્વાસ સુધી મને એમ તો થશે કે હા મેં તને આ જીવન માં સાચો પ્રેમ કર્યો. સાથે કેટલો સમય રહ્યા એનું મહત્વ નથી.
રોઝ : યારર...ક્યાંથી લાવે છે આ બધું...અને કેટલો પ્રેમ કરે છે તું મને...રડાવી ને મોકલવાનો પ્લાન છે તારો આજે...
(આંખો લૂછતાં...)
ધ્રુવલ : અરે ના ભાઈ....ના....ચલ તને ભૂખ લાગી હશે...આપણે સારી હોટેલ માં જમી લઈએ. તારી બસ જતી રહેશે પણ મારી વાતો નહિ પુરી થાય.

(સારી હોટેલ માં જમવા બેઠા...જમવાનું આવ્યું.)
રોઝ : ઓય...એક મિનિટ તું જમવા ને હાથ જ ના લગાવતો આજે....
ધ્રુવલ : કેમ ?
રોઝ : શું કેમ ? રોજ તો હું જ તને મારા હાથ થી જમાડું છુ...તારી બધી ઈચ્છા મેં આજે પુરી કરી હવે એક છેલ્લી વાર મારી ઈચ્છા તો મને પુરી કરવા દે...
(આંખો ૧૦ સેકન્ડ બંધ કરી ને...)
ધ્રુવલ : ઠીક છે...તારી ઈચ્છા પણ તું પુરી કર બસ...

("એક એક જમવા ના કોળિયા સાથે આંસુડાં સરી રહ્યા હતા...
જાણે છેલ્લી વાર ના જઈશ મને છોડી ને એ કહી રહ્યા હતા.."
"ના સમય થંભે છે ના આંખ ના આંસુ.. રહેશે એની યાદો...
હવે તો તારો પ્રેમ અને મારો પ્રેમ અલગ થઇ રહ્યા હતા....")

(બસ સ્ટેશન પર છેલ્લી મુલાકાત...એની બસ પણ વહેલા આવી ગયી...જાણે કિસ્મત જ અમને જલ્દી થી દૂર કરવા માંગે છે એવું લાગ્યું...એ બસ માં બેસી જાય છે...અને બસ ચાલવા લાગે છે...એ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે...હું મારા આંસુ સંતાડી રહ્યો હતો...મન થી એક જ વિચાર કરી રહ્યો હતો...હવે એની સામે મારે નથી જોઉં...અને એ મારા સામે જ જોઈ રહી હતી....એ બસ દૂર જઈ રહી હતી...જાણે મારો પ્રેમ મારા થી દૂર જઈ રહ્યો હતો. મેં મારા મોબાઈલ માં થી એના બધા ફોટા, મેસેજ બધું જ ડિલેટ કરી નાખ્યું...અને ત્યારે હું ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો...માથા પર હાથ પછાડી રહ્યો હતો. જે પણ સમય ગુજાર્યો એ બધું જ મારા આંખો સામે આવી રહ્યું હતું.)
(મારુ જીવન સાવ બદલાઈ ગયું હતું...હું બધા ભગવાન ના મંદિર જવા લાગ્યો બધા સામે એક જ વસ્તુ માંગી રોઝ...હું એને ભૂલી જઈશ પણ ભુલાય એમ ન હતું. મારા ચેહરા ની મુસ્કાન ગાયબ થઇ ગયી..સમય પર ઓફિસ પોચી જાઉં સમય પર ઘરે...મારા મિત્રો પણ ટેન્સન માં આવી ગયા કે ક્યાંક હું ખોટું પગલું તો નહિ ભરી દઉં...)
(એ સમય ને ૨ થી ૩ મહિના થયા...)
(મારા મિત્ર એ રોઝ ને ફોન કર્યો અને અને હું જે કરી રહ્યો હતો એ બધું જ કહી દીધું...રોઝ એ મને ફોન કર્યો. નંબર તો મેં ડિલેટ કરી દીધો હતો પણ મને એનો નંબર યાદ હતો તો મેં ઉપાડયો...)
રોઝ : શું કરે છે ?
ધ્રુવલ: કહી નહિ અહીંયા ઓફિસ પર છુ...
રોઝ : તું મને ભૂલી તો ગયો જ હોઈશ...
ધ્રુવલ : ના,....નથી ભુલાતી તું...
રોઝ : હું...તો તને ભૂલી ગયી છુ...આતો તારા મિત્ર નો ફોન આવ્યો કે તું આ રીતે ફરે છે એટલે ફોન કર્યો.
ધ્રુવલ : ઓહ્હ...અચ્છા..!
રોઝ : જો બકા...મને એમ લાગે છે કે હવે તારે નોર્મલ જીવન ચાલુ કરી દેવું જોઈએ...કેમ કે મને એમ હવે લાગ્યું છે કે મારો જે ભાઈ મને કેતો હતો એ સાચું હતું ...કે આ તમારો પ્રેમ નથી આકર્ષણ છે...કેમ કે હવે મને એવું નથી થતું. હું તો હવે રેગ્યુલર જીવન જીવતા શીખી ગયી છું..એટલે હું તને પણ એ જ કહું છુ કે આપણો આ બધો કોઈ પ્રેમ ન હતો...આ એક પ્રકાર નું આકર્ષણ છે..તો તું બધું મગજ પર લઇ ને ના ફરીશ...
ધ્રુવલ : શું ?? તું કે છે આપનો આ પ્રેમ નથી આકર્ષણ છે ??....હું તારી જોડે ૩ મહિના થી કોન્ટેક્ટ માં નથી એટલે હવે તને એમ લાગે છે કે એ પ્રેમ ન હતો આકર્ષણ છે...?
રોઝ : હા તો એ જ છે...પ્રેમ હોય તો મને તારી જોડે વાત કરવાની ઈચ્છા થાય...તો હું તને અત્યારે થોડી ફોન કરું..જો હું...મારી રીતે હવે ઓકે છું...કે આપડા બંને વચ્ચે પ્રેમ નહિ આકર્ષણ જ હતું...એટલે મારો ભાઈ સાચો હતો...અને હું ખોટી...!
ધ્રુવલ: તારે મારી સાથે વાત ના કરવી હોય તો ના કર, પણ આમ તો કહીશ જ નહિ કે આકર્ષણ હતું આપણું ....જે પ્રેમ આપણે બંને એ કર્યો છે એને શું કામ બદનામ કરે છે આકર્ષણ નું નામ આપી ને....
રોઝ : નથી એ પ્રેમ...તું સમજતો કેમ નથી..
ધ્રુવલ : તો તે મારા મિત્ર ના કહેવા પર ફોન કેમ કર્યો..?? આકર્ષણ હતું તો હું હવે તારો ક્યાં કઈ થવું છુ તો કર્યો...??
રોઝ : મેં માણસાઈ ના રીતે કર્યો કે તું મારા પાછળ વિચારી ને તારું જીવન બરબાદ ના કરે એટલે...!
ધ્રુવલ : તારા આવા શબ્દો સાંભળી ને તો મને મારુ જીવન બરબાદ જ લાગે છે...મને તારા પર જે પ્રેમ હતો એને તું ગુસ્સા માં પરિવર્તિત કરી રહી છુ....તને પણ ખબર છે આપણે બંને પ્રેમ કર્યો છે...જરૂર હું તને ભૂલી જાઉં અને તારા થી નફરત કરું એટલે તું આ રીતે મારી સાથે વાત કરી રહી છુ...હે ને..?
રોઝ : તારે જે સમજવું હોય...તને એમ લાગતું હોય તો તું મારી સાથે મિત્ર બની ને વાત કરી શકે છે...
ધ્રુવલ : પ્રેમ કર્યા પછી કેવી રીતે મિત્રતા બંધાશે...???
રોઝ : હા...તો તને જ્યારે પણ એવું લાગે તો તું મને મેસેજ કરી શકે છે.....બાકી હું તને હવે કોઈ ફોન કે મેસેજ નહિ કરું.


(એ મને પ્રેમ કરે છે હું જાણું છુ...પણ હું એને નફરત કરું એટલે એ મારી સાથે આ રીતે કરી રહી હતી...એના આવા શબ્દો થી મારુ મન નું સંતુલન ફરી ગયું હતું...કાશ હું મારુ જીવન નોર્મલ કરી શકતો હતો...જો એને એ ફોન કર્યો ના હોત...જીવન પ્રેમ સાથે અમુક દર્દ પણ આપે છે...આ એવું જ મારા માટે હતું...મારુ જીવન હવે કોઈ ને પ્રેમ કરવા તૈયાર ન હતું...આજ સુધી મને ક્યારે કોઈ પર પ્રેમ થયો જ નહિ...હા મારા અને એના લગન બીજા સાથે થયા...એને હજુ મારી સાથે પ્રેમ છે એ તો મને ખબર નથી પણ મને આજે પણ એની સાથે પ્રેમ છે..પણ હવે એની સાથે વાતો ન્યુનતમ થઇ ગયી હતી...કયારેક યાદ આવે તો કરી લેતો હતો...અમે જીવન માં આગળ વધી ગયા હતા...પણ આજે પણ જયારે પ્રેમ ની વાત આવે તો મારી આંખો સામે રોઝ નો ચેહરો આવી જાય છે......)
સમાપ્ત.............