Sindbad ni Saat Safaro - 8 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | સિંદબાદની સાત સફરો - 8

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

સિંદબાદની સાત સફરો - 8

8.

આજે  સહુ મિત્રોની થોડી આગતા સ્વાગતા બાદ તરત સિંદબાદે આખરી સફરની વાતશરૂ કરી દીધી.

“હવે તો મારી પાસે સુંદર પરદેશી સ્ત્રી, બાળકો, મોટી હવેલી, જહાજી વેપારી તરીકે નામ - એ બધું જ હતું.  હવે મારે દરિયો ખેડવાની જરૂર નહોતી.

એક દિવસ હું જમતો હતો ત્યાં બગદાદના  ખલીફા એટલે રાજા હારુન અલ રશીદનો એક માણસ બોલાવવા આવ્યો. જમીને તરત હું ખલીફા પાસે ગયો અને તેમને કુરનીશ બજાવી તેમનાં સિંહાસન નજીકની જમીન ચુમી કહ્યું કે તેઓ હુકમ ફરમાવે. બંદા ગમે તે હશે, એ બજાવશે.

તેમણે કહ્યું કે મારે તેમનો વળતો સંદેશ અને ભેટ સોગાદો લઈ સિંહલ દ્વીપ જવાનું છે.

મેં પહેલાં તો ના પાડી પણ તેઓ મને વેપારી તરીકે નહીં, બે દેશો વચ્ચેના શાંતિદૂત અને વ્યાપાર કરારના દૂત તરીકે મોકલી રહ્યા હતા એટલે તૈયાર થયો. તેમણે મને ખર્ચ પેટે ચાર હજાર દીનાર આપ્યા. સાથે લાલ રંગનું મોટું અણમોલ રત્ન, એક મીનાકારી કરેલો હીરા જેવાં રત્નનો પ્યાલો જેની ઉપર અર્ધા માનવ, અર્ધા સિંહનું ચિત્ર દોરેલું, એક મોટો, મહેલના એક થી બીજા છેડે પહોંચે એવો ગાલીચો, માત્ર બગદાદ અને મારાં ઈરાકમાં જ થતી  મૂલ્યવાન વસ્તુઓ ત્યાંના રાજા માટે ભેટ આપી અને બે દેશ વચ્ચેના કરારનો સ્વીકાર કરતો પત્ર મોકલ્યો.

મેં સિંહલ દ્વીપ જઈ ત્યાંના રાજાને પ્રણામ કરી મખમલ જેવાં  સુંવાળાં વસ્ત્ર પર સોનેરી અક્ષરો લખેલો એ કરારપત્ર આપ્યો અને ભેટ તેમને અર્પણ કરી તેમની ન્યાયપ્રિયતા અને ખુલ્લા દીલે સહુને સ્વીકારવાના સ્વભાવની પ્રશંસા કરી. તેમણે પોતાના મહેમાન તરીકે મને રાખ્યો. 

આ વખતે થોડી પણ કિંમતી વસ્તુઓ અને રાજ્ય દ્વારા કરેલ વ્યાપારની વસ્તુઓ ભરેલાં  જહાજ સાથે હું પરત ફર્યો.

વળતાં પણ ઘણો ખરો રસ્તો શાંતિથી કપાઈ ગયો પરંતુ આફ્રિકા અને ઇરાન વચ્ચેના સમુદ્રમાં લૂંટારાઓએ અમારું જહાજ આંતરીને લૂંટ્યું. બધી કિંમતી વસ્તુઓ પડાવી લીધી અને અમને ગુલામો તરીકે  લઇ, અમારાં કપડાં ઉતારી લઈ ગુલામો પહેરે તેવાં કપડાં પહેરાવી અમીરોને વેંચી દીધા.

મને ખરીદનારને ખબર નહોતી કે હું કોણ છું. મેં ગુલામ તરીકે સખત મજૂરીનું કામ ખૂબ ઓછા ખોરાક અને આરામ તરીકે કર્યે રાખ્યું. 

એક વખત તે કોઈ મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો ત્યારે એને માફી માગી સલાહ આપી. એ જોઈ રહ્યો. હું ભણેલો છું તે તેને ખ્યાલ આવ્યો. તેણે મને શું આવડે છે તે પૂછ્યું.  મેં કહ્યું કે વિદેશ સાથે દરિયાઈ વેપાર અને એના હિસાબો. એ મોટેથી હસી પડ્યો. મને કહે કે કામ ક્યું આવડે છે જે મને નોકરને બદલે તારા દ્વારા કરવામાં ઉપયોગી થાય. એણે જ થોડો વિચાર કરી પૂછ્યું કે મને કોઈ હથિયાર વાપરતાં આવડે છે? મેં જણાવ્યું કે તીરંદાજી સારી આવડે છે.

બીજે જ દિવસે એણે મને  એક ઊંચાં ઝાડ પર ચડાવી ત્યાંથી જોઈ કોઈ હાથી આવે તો એને તીર મારી મારી નાખવા કહ્યું. મેં એમ કર્યું.  મેં હાથી માર્યો એટલે એણે મને સારો પોશાક આપ્યો અને સરસ વાનગીઓ ભરપેટ જમાડી.

હવે એક દિવસે એક થી વધુ હાથી મારવા કહ્યું જે મારે કરવું પડ્યું.

મરેલા હાથીને તે સડવા દેતો અને સડવાથી ઢીલા પડે એટલે એના હાથીદાંત ખેંચી કાઢવા કહેતો. 

એ હાથીદાંત પણ સારા એવા ભેગા થઈ ગયા. મારો માલિક જોતજોતામાં ખૂબ ધનિક બની ગયો.

એક દિવસ હું નિશાન લઈ બેઠેલો ત્યાં આખું હાથીઓનું ઝુંડ આવી પહોંચ્યું. એટલા બધા હાથીઓ હતા કે નીચેની જમીન દેખાતી નહોતી. બધું કાળું જ કાળું દેખાતું હતું. 

હાથીઓએ જોર જોરથી ચિંઘાડ નાખી અને એમના ગુસ્સાથી ચાલવાને કારણે જમીન ભૂકંપની જેમ ધ્રુજવા લાગી. ઝાડ પર બેઠેલો હું પણ ધ્રુજી ઉઠ્યો અને મારા હાથમાંથી તીર અને ધનુષ પડી ગયાં.

એક બળવાન હાથીએ હું બેઠેલો એ ઝાડ જ જોરથી હલાવીને મૂળથી ઉખાડ્યું અને એ ઝાડ સોતો મને ઊંચકી લીધો. ઝાડ તો પડી ગયું પણ હું તેની પીઠ પર ડરનો માર્યો આંખ મીંચી અલ્લાહને યાદ કરતો રહ્યો.

હાથીએ મને પગ નીચે કચડી નાખ્યો હોત પણ તેણે મને એક વિશાળ ખાડામાં નાખ્યો. ત્યાં આજુબાજુ મરેલા હાથીઓનાં હાડપિંજર પડેલાં. એમાં મોટા અને આખા હાથીદાંત પણ હતા.

મને હાથીઓને મારવામાં રસ નથી, એના હાથીદાંત જ જોઈએ છીએ એ ખ્યાલ આવતાં એણે મને હાથીદાંતની જગ્યા જ બતાવી દીધી!

મેં ત્યાંથી ઘણા હાથીદાંત ભેગા કર્યા અને મારા માલિક પાસે ગયો.

એણે બે ચાર ગાંસડી હાથીદાંત રાખી બાકીના મને આપી દીધા એને પોતાનો ભાગીદાર બનાવી લીધો.

પણ મારે તેની સાથે ત્યાં રહેવું ન હતું. હાથીદાંત અને મહા મહેનતે મારાં અંગવસ્ત્રોમાં છુપાવેલ સિંહલ દ્વીપના રાજાનો  મહોર સાથેનો સંદેશ  લઈ એને જ કહી એક વહાણ ખરીદી તેમાં હું બગદાદ રવાના થઈ ગયો.

દરમ્યાન સિંહલ દ્વીપના રાજાને મારાં પરાક્રમોની  ખબર પડી. આવતી પેઢી એ વાંચી શકે એટલે સુવર્ણની શાહીથી એણે મારાં પરાક્રમો લખાવ્યાં.

ખલીફા હારૂન અલ રસીદે પણ હવે મારાં સાતેય સફરનાં પરાક્રમો સારા લહિયાઓ પાસે ચિત્ર જેવા મરોડદાર અક્ષરે લખાવ્યાં.

હવે મારી થોડી ઉંમર પણ થયેલી અને વેપારી કરતાં દૂત કે સલાહકાર તરીકે વધારે કામ કરવાનું આવતું એટલે મેં દરિયાઈ સફરો આગળ ન કરી.

આમ દરેક વખતે બુદ્ધિ વાપરી સાહસો કર્યાં તો અલ્લાહે પણ સાથ આપ્યો.

હું પોતે મને બહુ મોટો પરાક્રમી, સાહસી કે બુદ્ધિશાળી કહેતો નથી. ક્યારેક જીવવાની ઈચ્છા જ રસ્તો સુઝાડે છે. બાકી નશીબ. જે મારાં  દરેક સફરને અંતે આખરે  સારાં હતાં.

અલ્લાહનો શુક્રિયા.”

આમ કહી સિંદબાદે સહુને શરબત પાઈ, હિંદબાદને  ચારસો દીનાર આપી હવેથી મજુરીને બદલે પોતે સોંપે એ સાહસ અને ગણતરી પૂર્વકનું કામ કરવા નોકર તરીકે રાખ્યો. તે તો આ ઉદાર માલિક પર કુરબાન થઈ તેનાં ચરણ ચુમી રહ્યો.

સિંડબાદે  મીજલસમાં આવેલા સહુને વિદાય આપી.

(સમાપ્ત)