Ek Divy Balak: દાનવીર કર્ણ in Gujarati Children Stories by Jagruti Pandya books and stories PDF | એક દિવ્ય બાળક : દાનવીર કર્ણ

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

એક દિવ્ય બાળક : દાનવીર કર્ણ


નમસ્તે વ્હાલાં બાળકો. આજે આપણે એક બીજા દિવ્ય બાળકની વાત કરીશું કે જે બાળક ભગવાન સૂર્યની કૃપાથી મળેલ બાળક છે. બાળકનું નામ છે - કર્ણ. કર્ણ કે જે મહાભારતમાં રાધેય, દાસીપુત્ર, અંગરાજ વગેરે જેવા નામોથી ઓળખાયો છે તે, કુંતીની કુખે સૂર્ય દેવના અહ્વાનથી જન્મેલો યુધિષ્ઠિર કરતા મોટો ભાઈ હતો. કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને તે દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત છે. કર્ણના પાલક પિતા અધિરથ અને માતા રાધા હતાં. માતા રાધાના નામ પરથી કર્ણને રાધેય પણ કહેતા હતા. કર્ણનું બાળપણ ચંપામાં વીત્યું. મોટો થતાં અધિરથે તેને હસ્તિનાપુર મોકલ્યો. ત્યાં દ્રોણાચાર્ય પાસે શસ્ત્રાસ્ત્રવિદ્યામાં વિશારદ થયો. અર્જુન સાથે એ સ્પર્ધા કરતો. અહીં એને દુર્યોધન સાથે ગાઢ મૈત્રી થઈ. મૈત્રીના કારણે એ પાંડવો પ્રત્યે અકારણ વેર રાખતો થયો. તેથી તો વ્યાસે એને દુર્યોધનરૂપી મન્યુમય વૃક્ષના થડ તરીકે નિરૂપ્યો છે. એણે દ્રોણાચાર્ય પાસે બ્રહ્માસ્ત્ર શીખવાની માગણી કરી. પણ અર્જુન પ્રત્યેનો તેનો દુષ્ટ ભાવ જાણીને દ્રોણે તેને બ્રહ્માસ્ત્ર ન શીખવ્યું. અર્જુન કરતાં શ્રેષ્ઠ થવા તે જામદગ્ન્ય રામ પરશુરામ પાસે ગયો. સ્વકાર્ય સિદ્ધ કરવા અસત્ય બોલ્યો : ‘‘હું ભાર્ગવ બ્રાહ્મણ છું.’’ પરશુરામે તેને બ્રહ્માસ્ત્ર શીખવ્યું.
કર્ણના ગુરુ પરશુરામ હતા. કર્ણની પાસે અનેક અસ્ત્રશસ્ત્ર અને વિદ્યાનું જ્ઞાન હતું. કર્ણને તેના ગુરુ ભગવાન પરશુરામે શ્રાપ આપ્યો હતો કે તે પોતાના જીવનના અંતિમ સમયે અસ્ત્રોનો ઉપયોગ નહી કરી શકે. પરંતુ શ્રાપની સાથે ગુરુએ તેને વિજય ધનુષ્ય પણ આપ્યું હતું જે તેના હાથમાં હોય ત્યાં સુધી તેને કોઈ હરાવી શકે નહી. કૃષ્ણએ અર્જુનને અંજલિઅસ્ત્રનું સંધાન કરી ને પ્રયોગ કરવાનું કહ્યું અને જ્યારે કર્ણની પાસે વિજય ધનુષ્ય ન હતું ત્યારે અર્જુને કર્ણનો વધ કર્યો હતો. પરશુરામ પાસે અભ્યાસ કરતો હતો તે અરસામાં કર્ણે એક બ્રાહ્મણની કામધેનુના વાછરડાની હત્યા કરી હતી. બ્રાહ્મણે તેને શાપ આપેલો : ‘‘યુદ્ધમાં ભૂમિ તારા રથચક્રને ગ્રસી જશે.’’ કર્ણે તેને ઘણું ધન આપીને ઉ:શાપ માગવાનો પ્રયત્ન કર્યો. બ્રાહ્મણે તેનો તિરસ્કાર કર્યો. એક વખત પરશુરામ કર્ણના ખોળામાં ઊંઘી ગયેલા. ત્યાં અલર્ક નામના આઠ પગવાળા ભયંકર કીડાએ કર્ણની જાંઘ કરડી ખાધી. જાંઘમાંથી લોહી નીકળ્યું. રક્તસ્પર્શથી રામ જાગ્યા. બ્રાહ્મણ આટલી વેદના શાંતિથી સહન કરી શકે જ નહિ. એમને શંકા ગઈ કે આ તો ક્ષત્રિય જ હોવો જોઈએ. પૂછવાથી કર્ણે સાચી વાત કહી ગુરુને શાંત કર્યા. રામે એને શાપ આપ્યો : ‘‘અંતિમ સમયે સમકક્ષ યોદ્ધા સાથે લડતાં તને બ્રહ્માસ્ત્રનું વિસ્મરણ થશે’’ અને ચાલ્યા જવા કહ્યું. કર્ણ સૂત હતો તેથી આશીર્વાદ પણ આપ્યો : ‘‘તારા સમાન કોઈ ક્ષત્રિય યોદ્ધો થશે નહિ.’’ કર્ણ ખૂબ દાન કરતો હતો. બ્રાહ્મણોને તે સોનાનું દાન કરતો હતો. મહાભારતના યુદ્ધ પહેલાં ઇન્દ્રે તેમનાં જન્મ સમયે મળેલાં કવચ અને કુંડળ માંગ્યા હતા, કર્ણએ વિના સંકોચે ઈન્દ્રને આપી દીધાં હતાં. દાનની બીજી વાત એ છે કે, મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને સૂર્યાસ્તને કારણે દરેક પોતપોતાની છાવણીમાં હતા. તે દિવસે અર્જુને કર્ણને હરાવ્યો હતો, ધિક્કારવાનું શરૂ કર્યું.
તે અભિમાનથી ભરાઈ ગયો. તેની બહાદુરીની બડાઈ મારતા તેણે કર્ણને અર્જુનનું અભિમાન જોઈને શ્રી કૃષ્ણ બોલ્યા - ‘પાર્થ ! કર્ણ સૂર્યનો પુત્ર છે. તમે તેના કવચ-કુંડળ ભેટ તરીકે માંગી લીધા પછી જ તેની સામે વિજય મેળવી શક્યા છો, નહીં તો કોઈ તેને હરાવી શક્યું ન હોત. કર્ણ માત્ર વીર જ નથી, સાથે એક દાતા પણ છે. તેના જેવો દાન આપનાર ક્યારેય થયો નથી અને ન તો ક્યારેય થશે.’ કર્ણના આટલા વખાણ સાંભળીને અર્જુન જીરવી ન શક્યો અને તેણે દલીલો કરીને તેની અવગણના શરૂ કરી દીધી. શ્રી કૃષ્ણ અર્જુનની ચેષ્ટા સમજી ગયા અને બોલ્યા, ‘હે અર્જુન! કર્ણ હજુ પણ યુદ્ધના મેદાનમાં ઘાયલ હાલતમાં પડેલો છે, જો તમે ઇચ્છો તો તમે તેની દાનવીરતાની પરીક્ષા કરી શકો છો.’ બંન્ને બ્રાહ્મણનો વેશ લઈને કર્ણ પાસે જાય છે, દાન માંગે છે. કર્ણએ નજીકમાં પડેલા પથ્થરમાંથી પોતાના બે દાંત તોડી નાંખ્યા અને કહ્યું, ‘મેં હંમેશા સોનાનું દાન કર્યું છે, તેથી તમે સોનાનાં બનેલા આ દાંત સ્વીકારો.’ શ્રી કૃષ્ણ બોલ્યા, ‘રાજન! અમે આ સોનું સ્વીકારીશું નહીં કારણ કે તે ખોટું છે અને તેના પર લોહી પણ છે.’ પછી કર્ણ પોતાના ધનુષ્ય ઢસળાતો ગયો અને બાણ ચઢાવીને ગંગાજીને યાદ કર્યા અને પછી તીર જમીન પર માર્યુ. તીર જમીન પર અથડાતાં જ ત્યાંથી ગંગાનો એક જોરદાર પ્રવાહ નીકળવા લાગ્યો. કર્ણે એ પ્રવાહમાં પોતાના દાંત સાફ કર્યા અને આપતાં કહ્યું, ‘હે ભગવાન! હવે આ સોનું ખોટું નથી પણ ચોખ્ખું છે, કૃપા કરીને હવે સ્વીકારો.’અર્જુન અને શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યાં અને કર્ણ આ જોઈને ભાવુક થઈ ગયો. પછી શ્રી કૃષ્ણએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, ‘કર્ણ! જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી તમારી દાનવીરતાનાં ગુણગાન ગાવામાં આવશે. તમારી આ બાણગંગા યુગો-યુગો સુધી તમારા ગુણગાન ગાશે અને તમને મોક્ષ મળશે.’ આ આખી લીલા જોઈને અર્જુન પણ કર્ણ સમક્ષ નતમસ્તક થઈ ગયો હતો.