Mirage in Gujarati Love Stories by snehal pandya._.soul with mystery books and stories PDF | મૃગજળ

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

મૃગજળ

આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જીવન માં થોડી વાર માટે આવે પણ જીવનભર ની સ્થિરતા અનુભવી જવાય, સુકુન - નિરાંત - સ્મિત અને મૌન. આખરે આ એક સર્જન થયું, એનું અહીં જ રહી જવું એવું પણ થયું. બસ આટલું કહેવા માં તો પચાસ શબ્દો થઈ પણ ગયા. ને ક્યારેક એક જ શબ્દ થી ઘણાં વર્ષો નિકળી જાય છે. એ દરેક ની પોતાની વ્યક્તિગત વાત છે, સર્જન કે કળા પ્રકૃતિ ની ઈચ્છા છે પણ એની સાથે જીવવું જાણે આભાસી કે મારા જીવનનું મૃગજળ. 

આભાસી કહું તો એની સાથે હોવાનો એક કાલ્પનિક વિચાર, પણ આગળ જતાં એની અને મારી વચ્ચેનું અંતર ઓછું થઈને એ ક્યાંક મળી જશે એવું મૃગજળ. આમ તો મૃગજળ એટલે રણપ્રદેશ માં ક્યાંક પાણી દેખાય છે એવું લાગે. પણ વિશ્વાસ છે કે વરસાદ ત્યાં પણ આવે ને એ મૃગજળ ખાલી કલ્પના ની બદલે સુંદર કે સંપૂર્ણ હકીકત પણ બને. આ વાતમાં એટલી ખુશ થઈ જવાય જાણે હવે કોઈ ઈચ્છા જ બાકી નથી.  પણ કહેવાય છે કે આજે જાણે વાત કંઈક અલગ છે જે નિઃસ્વાર્થ છે. ને અત્યારે આ જ જાણે હકીકત છે.... યાદો પણ ઝાંખી થાય છે જો એને ક્યાંક સાચવી ને રાખવામાં ન આવે, બધી વાતો કે યાદો માટે કોઈ વસ્તુ જ જોડાયેલી હોય એવું ના પણ હોય. ક્યારેક એ શબ્દો માં સાચવીને રાખેલી પણ હોય. ઘણીવાર સમજાવતા વાર લાગે ને ઘણીવાર સમજતાં, પણ જ્યારે સમજાય જાય ત્યારે કહી દેવાય સમયસર ના કહેવાથી હંમેશા મોડું જ થાય. પણ પામવા ની જીદ વગર એ પળ ને જીવીને ક્યારેક એ ઔષધિ જેવું પણ બની જાય.

શબ્દો નો અર્થ ઘણી વાર ભારે જાણે વજન વાળો લાગી જતો હોય કદાચ અત્યારે ના સમજાય પણ એની પાસે થી એટલું શીખી કે ખુલીને કેમ જીવાય, એ બાબત પર એ મારા કરતાં વધુ મેચ્યોર છે હા, એની ગંભીરતા મને ખબર છે એનું vision. આટલું લખ્યું પણ ક્યાંક કંઈક તો ખોટ લાગે છે. કે પછી મારા મન ની બીક જાણે આ વાંચવું એને નહીં ગમે એવી. હા, એ પણ સાચું છે કે અહીંયા મેં એનાં વિશે ૧૦૦%  explain નથી કર્યું. એટલે કંઈક ખૂટે છે એવું લાગે છે. પણ એ ખાસ છે. અધુરી તો મને એના વગર ની આ દરેક પળ લાગે છે, એની સાથે જ્યારે હોય તો સમય કેમ જતો રહે ખબર જ ના રહે. આજે આ એક સર્જન કે સંજોગ નથી. પણ એક સામાન્ય વ્યક્તિ ના હૃદયની વાત છે. મારી જેમ ઘણાં બધાં લોકો આ વાત સાથે connected હશે, થોડું લખવાની આદત છે એટલે મારા થી લખાય જાય છે ને ઘણાને મનમાં જ રહી જાય છે, ખુદને લેખક એવું નથી કહેવું કયારેય કેમ કે એના માટે હું simple બની ને રહેવા ઈચ્છું છું. એનાં માટે મે એવું કર્યું પણ છે. આ તો ક્યારેક ક્યારેક એને ના કહેવાયેલી વાત શબ્દો માં આવી જાય છે. એક જ વાક્ય માં કહું તો એ મારું બધું જ છે મારી કલ્પના કે મારી હકીકત કે મારી એ એવી એક જ ઈચ્છા, જીવવાનું કારણ, મારા ચહેરા પર આવતા સ્મિત નું કારણ મારા જીવન ના નામ ના પ્રેમ એવા અર્થ ના હર્ષ નું કારણ. બીજું કંઈ જ મારે નથી સમજાવવું કે કહેવું મારે એની જ દુનિયા માં ખોવાઈ જવું.