One Rupee in Gujarati Short Stories by Esha Hajola books and stories PDF | 1₹ ( એક રૂપિયા ની આત્મકથા.)

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

1₹ ( એક રૂપિયા ની આત્મકથા.)

હું  એક રૂપિયાનો સિક્કો, મારો જન્મ એક નાના બાળક ની ચોકલેટ ખાવાની ઈચ્છા થી થયો છે, એક બાળક પોતાની માતાને કહે છે, માં મને એક રૂપિયો આપોને..                                                 

માતા એ બાળક ને એક રૂપિયો આપિયો  બાળક મને લઈને (1₹) પોતાની નાની એવડી મુઠ્ઠી મા દબાવીને દોડામ દોડ દુકાને ગયો, અને ત્યાં મને આપીને તેને ચોકલેટ લીધી 😊

પછી દુકાન વાળા ભાઈએ મને લઈને એક અંધારા વાળી જગ્યા એ મુકીયો, થોડીક વાર પછી મને ત્યાં મારા જેવા ઘણા સિક્કા દેખાતા 🥰 ત્યાં મારા બે દોસ્ત પણ બન્યા  જેનું નામ પાચ નો સિક્કો, અને દશ નો સિક્કો હતો,દિવસ દરમ્યાન ઘણા સિક્કા આવ્યા અને ઘણા ગયા હું મારા દોસ્તો સાથે ખુશ હતો,

ત્યાં તો અચાનક દુકાન દારે મને પકડીને એક ભાઈના હાથમા આપ્યો, તે ભાઈએ મને લઈને પોતાના ખિસ્સા મા મુક્યો ત્યાં જોવ તો 😳મે મારા થી ઘણી મોટી ઉંમર ની નોટ ને મળ્યો જેમનું નામ 500  અને 1000 હતું, મને થયુ આ લોકો જોડે કંઈ રીતે રહીશ, 😔 ત્યાં તો થોડીક વાર મા ખિસ્સા મા હાથ આવ્યો અને મને એ ભાઈ એ પકડીને એક વાટકા મા નાખ્યો, 

મે ઉંચુ ઉપાડીને જોયુ તો તે એક  મેલો - ગોબરો માણસ હતો, તેના કપડા પણ ફાટેલા હતા થોડીક વાર પછી ખબર પડી તે ભિખારી છે, ભિખારી એ તો મને પોતાના વાટકા મા આમ તેમ ઉછાળીને હાલત ખરાબ કરી નાખી 😮‍💨

સાંજ પડતા ભિખારી ના ચેહરા પર ઉદાસી હતી, હું એ ઉદાસીનું કારણ જાણવા માંગતો હતો ખબર પડી કે તેને ભૂખ લાગી છે પણ તેના પાસે 1₹(મારા સિવાય નથી કાંઈ )અને આજના સમય મા 1₹થી પેટ નથી ભરાતું 🙁

મને ઘણો અફસોસ થયો કે મને દુકાન પાસે આપીને ભિખારી પોતાની ભૂખ નથી મટાવી શકે

ત્યાં તો થોડીક વાર મા ભિખારી ના વાટકા મા એક નોટ આવી 😵‍💫જેનું નામ 20(વિસની નોટ ) હતું ભિખારી ના ચેહરા પર ખુશી હતી તેને 20(વિસની નોટ )આપીને પોતાની ભૂખ સંતોંસી 

હુતો આ બધું જોઈને વિચારતો મારો અંત ક્યાં આવશે 🤔એક રાત ગઈ ને બીજી સવાર પડી, ભિખારીએ  પોતાના વાટકામાંથી મને નીકાળીને તેના  ખિસ્સા મા નાખ્યો પણ તેનું ખિસ્સું તો ફાટેલું હતું, તો હું લપસી ને નીચે પડી ગયો 

3,4 કલાક ત્યાં એક ખૂણામાં પડ્યો રહીયો, પછી એક નાનું બાળક આવીને મને પોતાના હાથમા લીધો, અને જોર થી ઘા કરીને મને એક નદી મા ફેંક્યો અને બાળકે પોતાની ઈચ્છા માંગી,

મને થયુ આજ તો ગયો હું આજ ડૂબી જઈશ પણ હુતો તરતો તરતો છેક નીચે તડીયે પોંચ્યો ત્યાં લાખો સિક્કા હતા મારા જેવા ઘણા વર્ષો થી રહેતા હતા 

મને થયુ ચાલો અહ્યા શાંતિ થશે, પણ 3,4મહિના જતા ખબર પડી કે પાણી મા રહ્યા કરતા બહાર નું જીવન સારું છે મે લાખો સિક્કા ને મારી આત્માકથા કીધી

જેમ કે 😇બાળક ની નાની મુઠ્ઠી મા રેહવું,  પછી મે અમીરી જોઈ છે, મે ગરીબી જોઈ છે, મે ભિખારી ના વાટકા મા રાત નીકાળીછે , ફાટેલા ખિસ્સા માંથી પડ્યો આછે મારા જીવન ની ગાથા. 

Story by :-esha Hajola


દલ ની વાત.

મારૂ  જીવન  આ  કાળા  રંગ  જેવું  છે,  જેમા  કંઈ  દેખાઈ  નહિ.પણ  તેમાં  આ  સફેદ  રંગ  ના  લખાણ  જેમ  તું  છે, જે  આ  કાળા  રંગને  ઓળખાવે  છે.                    

મારૂ  જીવન  આ _____ખાલી  જગ્યા  જેવું  છે,જેમા  તું  એક  આ  ખાલી  જગ્યાનો  જવાબ  છે. 


ગરીબી 

કોઈ પૂછે કે! ગરીબી સુ છે?

મે હસીને જવાબ આપ્યો,

પોતાના શોખ, ઈચ્છા, સપના, પૈસા ના હોવા થી ભૂલી જવા. 💔