prem thay ke karay? part - 13 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

બિલ

"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે." રવિવાર હોવાથી મોડા સુધી સુઈ રહેલો કૌશલ ઊંઘમાં પ્રદીપને કહી રહ્યો છે.

"હું..પણ કેમ??" કેવિન પૂછે છે.

"અરે જોતો નથી. બધા કેવા મગરની જેમ પડ્યા છે. આજે ત્રીજી તારીખ થઈ પણ કોઈ બિલનાં પૈસા આપવા જતું નથી. કાલે પણ નીતાબેનનો કોલ આવેલો કે તેમને પૈસાની જરૂર છે." નિશાંત હાથમાં નાહવાનો રૂમાલ લઈને બાથરૂમમાં જવાની તૈયારી કરી રહ્યો છે.

"તો તું જતો આવને?" કેવિન નિશાંતને જવા કહે છે.

"દેખાતું નથી તને મારે હજી નાહવાનું બાકી છે. આ બધામાં ફક્ત તું જ સૌથી વહેલો ઉઠીને તૈયાર થઈને બેઠો છે." નિશાંત બાથરૂમનો દરવાજો બંધ કરી અંદરથી બોલે છે.

"ઓ ભાઈ વહેલા ઉઠવાની સજા સમજી જા જતો આવ અને ટિફિન લેતો આવ. જા..." વિશાલ કેવિનને આદેશનું પાલન કરવા જણાવી રહ્યો છે.

"બિલ ક્યાં છે??" કેવિન બિલ અને પૈસા લઈને નીતાબેનનાં ઘરે જવા નીકળે છે.

                                ***

"મમ્મી.. હું આજે મારી ફ્રેન્ડ મોનલનાં ઘરે બર્થડે પાર્ટી છે. તો હું તેનાં ઘરે જાવ છું. સાંજે આવીશ." માનવી બ્લુ સલવાર અને રેડ લેંઘીજમાં કૃતિ સેનન જેવી લાગી રહી છે.

"પાર્ટી તો રાતે હોયને તો અત્યારે કેમ?" નીતાબેન દાળનો વઘાર કરી ગેસ ધીમો કરી માનવી સામે જોઈને હળવી સ્માઈલ આપે છે.

"હા પાર્ટી તો રાતે હોય પણ બપોરનું લંચ હોટેલમાં ત્યારબાદ પિક્ચર જોવા અને પછી પાર્ક, મોલમાં ફરવાનું પ્લાનિંગ કર્યું છે."

"ઠીક છે જા. સાંજે વહેલી ઘરે આવતી રહેજે. બહુ લેટ ના કરતી."

"હા બાબા આવી જઈશ." માનવી મોબાઈલ સ્ક્રીનમાં નજર રાખીને પવનવેગે ઘરની બહાર નીકળી જાય છે.

                               ***

નીતાબેન રોટલી માટે લોટ બાંધી રહ્યા છે. ઉનાળાની ગરમી અને સામે ગેસની સગડીની ગરમી નીતાબેનની ચામડીને દઝાડી રહી છે. તેમના વાળની કોરી લટો ચહેરા આગળ આવીને જાણે તેમની સાથે કંઈક વાત કરવાની કોશિશ કરી રહી છે. મનોમન કંઈ વાતનો આનંદ છલકાઈ રહ્યો છે તેની પણ જાણ ખુદ નીતાબેન નથી!

ઘરનો ડોરબેલ વાગે છે..

"અત્યારે કોણ હશે? " નીતાબેન કોરી લટોને કાન પાછળ ધકેલી લોટવાળા હાથે જઈને દરવાજો ખોલે છે.

"અરે કેવિન તું... આવ આવ બહાર કેમ ઉભો છે." કેવિનને દરવાજા આગળ ઉભેલો જોઈને નીતાબેનની આંખોમાં એક ચમક આવી જાય છે.

કેવિન સોફા પર બેસે છે. નીતાબેન લોટાવાળા હાથથી પંખાનું રેગ્યુલટર વધારી દે છે.

" તું બેસ હું પાણી લઈને આવું." નીતાબેન રસોડામાં લોટવાળા હાથ વોશબેસીનમાં ધોઈને ફ્રિજમાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરીને ડ્રોઈંગરૂમમાં આવી કેવિનનાં હાથમાં આપી સામે સોફા પર બેસે છે.

"કેમ આજે વહેલા આવ્યો? ટિફિન લેવા. હજુ તો 10.20 થઈ છે!" આટલુ પૂછતાં નીતાબેનનાં ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે.

"ટિફિનનું બિલ આપવાનું હતુંને એટલે..." કેવિન ખીસામાંથી બિલ કાઢીને નીતાબેનનાં હાથમાં આપે છે.

"આ આખા મહિનાનું બિલ અને આ બિલનાં પૈસા." કેવિન પૈસા નીતાબેનનાં હાથમાં આપે છે. નીતાબેન બિલમાં એક નજર મારી અને પૈસા ગણવા લાગે છે.

"ઓકે છે."

"Thank you" કેવિન આભાર વ્યક્ત કરે છે.

થોડીવાર નીતાબેન અને કેવિન વચ્ચે મૌન પોતાનું રૂપ ધારણ કરી લે છે.

"એક વાત પૂછું?"

"હા પૂછો "

"તમારી રસોઈમાં આટલો સારો ટેસ્ટ હોય છે તો પછી તમે એક નાની હોટેલ કે રેસ્ટોરેન્ટ કેમ નથી ખોલી દેતા? અત્યારે હાલ તો ફૂડનો બિઝનેસ બહુ સારો ચાલે છે." કેવિન વણમાંગી સલાહ આપે છે.

"આ ટિફિન પણ માંડ માંડ પુરા થાય છે. તો પછી એ હોટેલમાં બધું સાચવવાનું ને.... ના મારાથી ના થાય."

" શું ના થાય? આજનાં જમાનાની સ્ત્રીનાં મોઢે આ શબ્દો શોભા નથી દેતા. એમાંય ખાસ કરીને તમને." કેવિન નીતાબેનનો આત્મવિશ્વાસ વધારી રહ્યો છે.

"કેમ મને?" નીતાબેનનાં ચહેરા પર સ્માઈલ જાણે આજકાલ ઘર કરી ગઈ હોય તેમ હોઠ પર રમ્યા જ કરે છે.

" તમારાથી ના થઈ શકતું હોતને તો તમે આ દસ ટિફિન પણ ના કર્યા હોત. તમારા હાથમાં ખરેખર એક ગજબનો જાદુ છે. તમારી આ રસોઈની ટેલેન્ટને દુનિયા સામે લાવવાની હોય. પછી જુવો દુનિયા કેવી તમારા હાથની દીવાની થાય છે."

"વાસ્તવિક જીવનમાં કોઈ દીવાનુ હોતું નથી કે કોઈ પાગલ હોતું નથી. બસ દરેક માણસ પોતાના સ્વાર્થમાં જ રચ્યો પચ્યો હોય છે." નીતાબેનનાં શબ્દો ઘણી ઉંડી અસર કરી રહ્યા છે.

"બધા એક જેવા નથી હોતા. સોરી... જો તમને ખોટું લાગ્યું હોય તો પણ આ તો શું તમારી અંદર રસોઈની રાણી રાજ કરી રહી છે બસ તેને હાથ પકડીને યોગ્ય મંચ અને માન સન્માન આપવાનું છે. જેથી તે પોતાના પગભર સાથે સ્વતંત્ર, ખુશ અને આનંદનાં આભમાં ઊડતી રહે." કેવિન નીતાબેનની રસોઈનાં વખાણ કરી રહ્યો છે.

જે સાંભળીને નીતાબેનનાં હૈયામાં કેટલાય વર્ષે કોઈક પોતીકું જાણે વ્હાલનો હાથ ફેરવી માન સન્માન આપી રહ્યું તેવું અનુભવી રહ્યા છે. જે તેમના ચહેરો પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તેમની આંખોમાં એક ચમક, હોઠ પર આવી ચડેલી મુસ્કાન, ખોવાઈ ગયેલું ચહેરાનું નૂર નીતાબેનનાં ચહેરા પર ઉમટી રહ્યું છે. તે કેવિનના મોઢે પોતાના વખાણ સાંભળી રહ્યા છે.

ત્યાં જ કુકરની સીટી વાગે છે. જે સાંભળીને નીતાબેન દોડીને રસોડામાં જાય છે.

કેવિન રૂમમાં મુકેલી તમામ વસ્તુઓ પર પોતાની જીણી નજર ફેરવી રહ્યો છે. ત્યાં તેની નજર કબાટમાં કોઈને ના દેખાય તેમ મુકેલા સર્ટિફિકેટ પર જાય છે.

                                                                  ક્રમશ :