Ek Chance in Gujarati Short Stories by Priyanka books and stories PDF | એક ચાન્સ

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક ચાન્સ

આરોહીની સ્કુલમાં આજે પેરેન્ટ્સ મિટિંગ હતી. દર વખતની જેમ આજે પણ એ ઉદાસ મન સાથે એના ક્લાસમાં એનો વારો આવે એની રાહ જોતી હતી. કેમકે પેરેન્ટ્સ મીટીંગમાં ફરજીયાત માતા-પિતા બંનેને આવવાનું રહેતું હતું. જયારે એની સ્કુલમાં પેરેન્ટ્સ મિટિંગ આવતી ત્યારે એના કલાસમેટસ એને ખીજવતા અને કોઈક તો વળી શરત પણ લગાવતું કે આ વખતે આરોહી માટે કોણ આવશે? એની મમ્મી કે એના પપ્પા?

        અત્યારના જમાનામાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગ થી અલગ રહેવું એક સામાન્ય બાબત બની ગઈ છે. એમાં પણ જો સંતાન હોઈ તો એ પણ અમુક સમય માતા પાસે તો અમુક દિવસ પિતા પાસે એમ દડાની જેમ ફેકાતા ફેકાતા પોતાનું બાળપણ વીતતું હોઈ છે. આપડે એને આધુનિક જમાનો છે એમ ગણીને જીવીએ છીએ પણ આપડી આવી ‘આધુનિક જિંદગી’ બાળમાનસ પર કેવી અસર કરે છે એ હવે જોઈએ.

        આરોહી મનોમન સ્કૂલને કોસતી‘તી કે આ સ્કુલ વાળા પણ દર ૬ મહીને આવી મીટીંગો શું કામ રાખતા હશે. બધાને તો એના મમ્મી-પાપા છે તો સાથે આવે. આરોહીને ૬-૬ મહીને એનું ઘર બદલાતું કેમ કે એના મમ્મી-પાપા એક જ શહેરમાં રહેતા હોવા છતાં એક છત નીચે નહતા રહેતા. આરોહી માંડ ૨ વર્ષની થઇ હશે અને એના મમ્મી-પપ્પાએ કોઈ કારણોસર એકબીજાથી અલગ રહેતા હતા. એ વખતેતો આરોહી નાની હતી એટલે આ બધામાં એને કઈ સમજણ નહોતી પડી. પણ જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ જયારે આજુબાજુના બાળકોને એના મમ્મી-પાપા સાથે ક્યારેક ગાર્ડનમાં રમતા તો ક્યારેક બંનેનો હાથ પકડીને ચાલતા જોતી તો પૂછતી પણ ખરી કે મમ્મી તમે કેમ પપ્પા સાથે નથી રહેતા? સવાલ આમ તો નાનો હતો, મોટી હોત તો સહેલાયથી સમજાવી પણ શકત, પણ આટલી નાની આરોહીને શું સમજાવવું એવું વિચારીને એના મમ્મી અને પપ્પા બને એટલું આ પ્રશ્નોને આડા-અવળા જવાબો આપીને ફેરવી દેતા.

        આજે ફરીથી આ દિવસ આવ્યો. મારા મમ્મીને એવું શું કામ હોઈ છે કે મને આજે સ્કુલે મોકલી. પોતે તો ઓફીસથી એમના લંચ ટાઈમેજ આવશે. ત્યાં સુધી મારે આ બધાની ટીખળ સહન કરવાની! આજે આમ પણ કશું ભણવાનું હતું નહિ એટલે આરોહી પોતાની બેંચ ઉપર માથું ઢાળીને એના મમ્મીની રાહ જોતી બેસી રહી અને ક્યારે એને ઊંઘ આવી ગઈ એને ખબર જ ના પડી. થોડી વાર પછી કોઈ પ્રેમાળ હાથ માથે વ્હાલ કરતુ હોઈ એમ એને લાગ્યું. સપનું છે કે હકીકત એ ચેક કરવા એને માથું ઊંચું કર્યું અને જોયુતો એના મમ્મી અને પપ્પા બંને એની સામે ઉભા હતા અને પ્રેમથી એના માથા પર હાથ ફેરવતા હતા. ઘણા સમય પછી એના પપ્પાને જોયા હતા એટલે રીતસરની એ એના પપ્પાને વળગી પડી. એના પપ્પાએ પણ આરોહીને પોતાની ગોદમાં લઈને વ્હાલ કર્યું.

        આરોહીના મમ્મી અને પપ્પા બંને સાથે આવ્યા હોવાથી સ્કુલના અમુક બાળકોતો સાવ ચુપ થઇ ગયા હતા. એને ચુપ જોઇને આરોહી કહે, ‘બોલ બોલ આર્ય, હવે બોલો તમે બધા. જો આજે મારા પણ મમ્મી અને પપ્પા આવ્યા છે પેરેન્ટ્સ મિટિંગ માં. હવે જો હું ટીચરને ફરિયાદ કરીશ તમારી.’ એમ મોઢું બગડતા આરોહી એના મમ્મી પપ્પા સાથે મિટિંગ માં જવા નીકળી.

        મિટિંગ પતાવીને આરોહીના મમ્મી પપ્પા આરોહીને નજીકના ગાર્ડનમાં લઇ ગયા. આરોહી આજે ખુબ જ ખુશ હતી. એને જે બીજા બાળકોને જોયા હતા એમ આજે એ પણ એના મમ્મી-પપ્પાનો હાથ પકડીને ચાલી હતી. એ બધા બાળકો સાથે રમવામાં વ્યસ્ત હતી અને એના મમ્મી-પપ્પા બંને બાંકડા પર બેઠા બેઠા એને જોઈ રહ્યા હતા.

        થોડી વાર પછી આરોહીના પપ્પાએ એની મમ્મી ને કહ્યું, “મેઘા, તારો ખુબ ખુબ આભાર. આજે તે મને બોલાવ્યો ના હોત તો કદાચ આપડે આરોહીનો આવો ચહેરો જોઈ જ ના શક્ય હોત.”

મેઘા- “રાજ, સાચું કહુંને તો આના માટે થેન્ક્સ આપડે આરુષીને કેવું પડે. એને જ મને સમજાવી હતી કે આપડે આપડી લાઇફમાં આગળ વધી જઈએ છીએ. તમે બંને છુટા પડ્યા એ તમારા બંનેની અંગત પ્રોબ્લેમ્સના કારણે પણ એમાં આરોહી વધુ તકલીફ માં મુકાય છે. આજે એ દર ૬-૬ મહીને પોતાનું ઘર બદલે છે. એને પણ એના સ્કુલના બાળકો ચીડવતા હોઈ છે એવું મને આધ્યાએ કહ્યું હતું. તો તું જ વિચાર કે આવડી ઉમરમાં પણ એ તમારી બંને સાથે કઈ શેર નથી કરી શકતી તો અત્યારે એના બાળમાનસ પર શું વીતતું હશે.”

રાજ- હા મેઘા, આરુષિની વાત તો સાચી છે. આરોહી ઘણી વાર મને પ્રશ્નો પૂછતી કે તમે અને મમ્મી સાથે કેમ નથી? મારે તમારી બંને સાથે રહેવું છે. પણ હું એને શું જવાબ આપું એવું વિચારીને આડું અવળું કાઈક બહાનું આપતો. હકીકતતો આપડે બંને જાણીએ જ છીએ કે આપડે સાથે રહી શકીએ એમ નથી. તારા અને મારા વિચારો અને જીવન જીવવાની પદ્ધતિ અલગ છે. તારા માટે તારી નોકરી વધુ મહત્વની છે મારા અને મારા ફેમીલી કરતા. એટલે રોજ રોજ ના ઝઘડા કરતા જુદા રહેવું વધુ સારું.”

મેઘા- “રાજ, તું ક્યારેય મને સમજી નહિ શકે કે સમજવાની ટ્રાય પણ નહિ કરે. તને જે લાગશે એ જ સાચું બાકી બધું ખોટું. મેં ક્યારેય મારી જોબ ને તારા કરતા વધુ પ્રાયોરીટી નથી આપી. તારા ફેમીલીમાં પણ બધાને સાચવ્યા છે મેં, પણ તું જ વિચાર કે હું ભણી છું, નોકરી કરવી એ મારું પહેલાથીજ સ્વપ્નું રહ્યું છે. અને આજના સમયમાં પતિ-પત્ની કમાશે તો ઘર પણ સારું ચાલશે ને. તારા મમ્મીને ઘરમાં કામવાળી કામ કરે એ ગમતું નથી. રોજે રોજની એ માથાકૂટ કે આજે આ સાફ નથી થયું, આજે જમવામાં સલાડ કેમ નહોતું?, આજે આરોહી રાત્રે રડતી હતી ૫ મિનીટથી તોઈ કેમ જગ્યા નહિ તમે? આ બધા રોજ રોજના કકળાટ નહોતા સહન થતા રાજ. હું એમ નથી કહેતી કે મારે સાથે નથી રેવું પણ આપડે બંને જોબ કરીએ છીએ તો તારા અને મારા સાથે અલગ વહેવાર કેમ? તું ઘરે આવીને સોફા પર લાંબો થઈને સુઈ જાય છે અને હું તારા પછી આવું તો પણ મારે પહેલા તારા માટે ચા બનાવવા દોડવાનું. આવું કેમ રાજ?”

રાજ- “મેઘા તું વધુ પડતું લઇ રહી છે. તું એમ કહેવા માંગે છે કે હું તારું કામ વધારું છું? અમે તને ક્યારે રોકી જોબ માટે? આરોહી નહોતી ત્યાં સુધી તો તે જોબ કરી જ ને પણ પછી તું રોજ આવે અને થાકી જાય એટલે હું ના પાડતો જોબ માટે પણ તું સમજવાને બદલે ઝઘડા કરતી.”

મેઘા- “ના રાજ, તારા માટે ચા બનાવવી મને ગમે છે. તારું ધ્યાન રાખવું પણ મને ગમતું હતું પણ તું વિચાર કે ક્યારેક તારે એવા દિવસો પણ આવ્યા હશેને જયારે તું થાકી ગયો હોઇસ અને ઘરે જઈને બસ સુઈ જવું છે એમ વિચારતો હઈશ. તું સુઈ શકે છે જયારે મારી પાસે એ પણ સ્વતંત્રતા નહોતી કે હું એમ બોલી શકું કે આજે હું થાકી ગઈ છું. હું અત્યારે મહિનાના ૭૫ હાજર કમાવ છું તો ઘરમાં એક કામવાળી આવે તો શું વાંધો હતો? મારી પાસે મારો પણ ટાઈમ રહેત ને. મારી કંપનીમાં ૫ વર્ષ સુધી બાળકને લઇ જવાની છૂટ હતી એટલે આમ પણ એને હું લઇ જાતી કેમ કે તારા મમ્મીથી તો એ સચવાય એમ નહોતી. એ દિવસ કંપનીમાં મને મારા સારા કામથી સમ્માનિત કરવાના હતા ત્યારે ૪ કલાક પુરતી આરોહીને સાચવવાનું કહ્યું હતું અને ત્યાં કાર્યક્રમમાં મારો વારો થોડો લેટ આવ્યોને મારે આવતા ૩૦ મિનીટ જેવું મોડું થયું એમાં પણ તમે બધાએ મારી પર કેવી રાડો નાખી હતી. તારે તો ખુશ થવું જોઈતું હતુંને કે તારી મેઘા આટલી જવાબદારીઓ વચ્ચે પણ આટલું સારું કામ કરી રહી છે પણ એના બદલામાં મને શું મળ્યું? તમારા લોકોનો ગુસ્સો?”

રાજ- “એવું નહોતું મેઘા. એ દિવસે હું સ્પેશિઅલ તું આરામથી જઈ શકે એના માટે ઘરે રોકાણો હતો કંપનીમાંથી રજા લઈને. સતત તારી સાથે રહેવા ટેવાયેલી આરોહી અમારી પાસે સરખી રહેતી નહોતી અને ઘડીએ ઘડીએ તને યાદ કરીને રડતી હતી. એમાં તું લેટ થઇ અને ઉપરથી આવીને આરોહીને તેડીને રૂમમાં જતી રહી એવું કહીને કે તને કોઈ ૪.૩૦ કલાક પણ સાચવી ના શક્યું?. તું જ વિચાર કેવું લાગી આવે અમને?”

        હજુ એ બંનેની દલીલો ચાલતી હતી ત્યાં આરોહીનું ધ્યાન એના મમ્મી-પપ્પા પર પડ્યું એટલે એ દોડતી આવીને એના મમ્મી-પપ્પાની વચ્ચે બેસી ગઈ અને એની કાલી કાલી ભાષામાં બંને ને કહ્યું, “મમ્મી-પપ્પા હવે તો તમે એકબીજાની કિટ્ટા નથીને? હવે આપડે સાથે રહીશું ને? મમ્મી તું અને પપ્પા મને રોજ સ્કુલે લેવા આવશોને?” આરોહી બસ પ્રશ્નો પૂછ્યે જ જતી હતી અને બંને પાસે અત્યારે પણ એનો કોઈ જવાબ નહોતો. એટલે મેઘાએ હમેશની જેમ વાતને ઉડાડવા માટે આરોહીને હિચકો ખાલી થયો ઝૂલવા માટે જા એમ કહીને એને મોકલી આપી.

        રાજ અને મેઘા ફરીથી એકલા પડ્યા અને થોડી વાર ચુપ રહીને પરિસ્થિતિને એકબીજાની નજરોથી જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. થોડો સમય ચુપ રહ્યા પછી રાજ બોલ્યો,

“મેઘા, તને એવું નહિ લાગતું કે આપડા બંનેના ઈગોમાં અને કદાચ આપડા બંનેની પોતાની જીંદગીમાં આપડે આરોહીનું બાળપણ ખોઈ રહ્યા છીએ?”

મેઘા- “હા રાજ, અત્યારની ઉમરની છોકરીઓ કરતા આરોહી વધુ સમજણી બની ગઈ છે. કદાચ એ જે પરિસ્થિતિમાં છે એના હિસાબે જ હશે.”

રાજ- “જો મેઘા, હું માનું છું કે મારી પણ ભૂલ હતી કે મમ્મીની ના હોવા છતાં પણ મારે એમને સમજાવવા જોઈતા હતા કામવાળા માટે. તને કામમાં પણ બની શકે એટલી મદદ કરાવવી જોઈતી હતી મારે પણ. અને ક્યાંક તારી પણ ભૂલ હતી કે તે તારી વાતને સમજાવવા માટે ક્યારેય પ્રયત્નોજ નહોતા કર્યા. કદાચ હું સમજી નહોતો શક્યો તો તે મને સમજાવ્યો પણ નહોતોજ ને.”

મેઘા રાજ સામે જોઇને થોડું હસી અને બોલી,”હા દર વખતની જેમ વાંકતો મારો જ આવવાનો. મને એમ હતું કે દર થોડા દિવસે હું બીમાર પડતી અને ડોક્ટર પાસે જતા જયારે પણ ત્યારે એ મને આરામ કરવાનું કહેતા. તું બધું જ સંભાળતો પણ ક્યારેય આવીને એમ કીધું કે ચલ હવે તું આરામ કર, આજે બધું હું મેનેજ કરી લઈશ. તું આવા શબ્દો પણ બોલે ને તો પણ મારો થાક ઉતરી જાય. એક સ્ત્રી માટે એના પતિના આવા શબ્દોજ એનો બધો થાક ઉતારી દે પણ રાજ તું મને આજે થોડું સમજ્યો એ પણ મારા માટે ઘણું છે. છતાય હજુ ઘણું તારે સમજવાનું છે.”

રાજ મેઘાનો હાથ પકડી લે છે અને એક વિનંતીના રૂપે મેઘાને કહે છે,” મેઘા તારી વાત સાચી છે. આ બધું મને તારાથી અલગ થયા પછી ખબર પડી. તું નહોતી તો મને મારી એક પણ વસ્તુ નહોતી મળતી કેમ કે બધું તું ગોઠવીને મને આપતી. જયારે આરોહી ૬ મહિના માટે આવતી તો મારા માટે એને, ઘરને અને જોબને સાચવવું ઘણું અઘરું પડી જતું. મારે તો મમ્મી હતા અને તું ગઈ પછી કામ ના થતા એમને પણ કામવાળી બંધાવી દીધી હતી. સાચું કવને તો તારી અને મારી બંનેની આવકથી ઘર વ્યવસ્થિત ચાલતું અને આપડે મોજ શોખ પણ પુરા કરી શકતા. અત્યારે મારી માટે આ બધું કરવું થોડું મુશ્કેલ બની ગયું છે. તારી વેલ્યુ તો તું ગઈ એના પછી તરત જ ખબર પડી ગઈ હતી અને સાચું કવને તો તારા વગરની મારી દુનિયા પણ નકામી થઇ ગઈ લાગે છે. આરોહી આવે ત્યારે ઘર થોડું ભર્યું ભર્યું લાગે પણ એનાથી તારી કમી તો કઈ રીતે પૂરી થાય? એ આવે તો પણ એને તારી સતત યાદ આવતી હોઈ છે. અત્યારે આપડે જે સ્થિતિમાં છીએ એમાં મારો પણ વાંક છે, શું તું મને માફ કરી શકીશ? આપડે ફરીથી આપડો નવો સંસાર શરુ કરીએ? હું તને પ્રોમિસ કરું છુ કે તને ક્યારેય દુખી થવા નઈ દવ હવે.”

રાજના આ શબ્દોની મેઘાને કલ્પના પણ નહોતી રાજ બોલતો હતો ત્યારે જ એની આંખમાં આંસુ આવી ગયા હતા. જયારે રાજે માફી માંગી ત્યારેતો મેઘા રીતસરની રડી પડી. રાજથી છુટા પડ્યા પછી ઘણી વાર મેઘા રડતી હતી. આરોહી સાથે હોઈ ત્યારેતો સમયની ખબર ના પડતી પણ આરોહી રાજના ઘરે હોઈ ત્યારે એના વગરનો એક એક દિવસ એને રડી રડીને કાઢ્યો હતો. થોડું સ્વસ્થ થઈને મેઘાએ રાજને કહ્યું,”રાજ, હવે કદાચ મોડું થઇ ગયું છે. હવે હું તારી સાથે નઈ રહી શકું કેમકે હવે આ બધું સહન કરવાની મારામાં કોઈ હિંમત નથી. રોજ ઠોકર ખાતા ખાતા જીવવું એના કરતા સ્વમાનથી એકલા જિંદગી જીવવી સારી એવું હું માનું છું. હા, આજે આરોહી નાની છે કદાચ મારી વાતને ના સમજે પણ મોટી થયા પછી ચોક્કસ બધું સમજશે.”

રાજ- “મેઘા, હું તને વિનંતી કરું છું કે તું મને એક ચાન્સ આપ. તને ક્યારેય ફરિયાદ માટેનું કોઈ કારણ નઈ આપું. મારે જીવનમાં કઈ નથી જોઈતું મને બસ મારો સુખી સંસાર જોઈએ છે. આરોહી રોજ આપડી સાથે રમે, આપડા વચ્ચે સુઈ જાય, હું અને તું ઓફીસ જઈએ અને એ સ્કુલે જાય. પેરેન્ટ્સ મિટિંગમાં અપડે બંને જોડે જઈએ. તું સવારે ઉઠે ત્યારે મને બસ પ્રેમથી ઉઠાડી દેજે પછી જો તું, તારો આ રાજ તને કેવી મદદ કરશે એ. છતાય જો તું ઓફિસથી આવીને થાકી હોઇસ ત્યારે તારા પગ દબાવીને થાક ઉતારવાની જવાબદારી પણ મારી. મેઘા, આ એકલતાવાળી જિંદગી મને બોજ લાગે છે. મારે બસ તારો સાથ જોઈએ છે. પ્લીઝ માની જા ને.”

રાજ આ બોલતો હતો ત્યારે આરોહી પણ રાજની વાત દુરથી સંભાળતી હતી. આટલી નાની ઉમરમાં પણ એને એના મમ્મી-પપ્પાની જુદાઈનું કારણ સમજાવવા લાગ્યું હતું. રાજની આ વાત સાંભળી અને એ રીતસરની ખુશીથી ઉછળી પડી અને એ લોકોની પાસે આવીને એના મમ્મીને હાથ જોડીને વિનંતી કરવા માંડી કે “પ્લીઝ મમ્મી માની જાવને, પ્લીઝ પ્લીઝ.” રાજ પણ આરોહીની વાત માં સુર પુરાવતો હોઈ એમ એ પણ બે હાથ જોડી અને વિનંતી કરવા લાગ્યો.

આ બધું જોઈ અને મેઘા હસી પડી અને બોલી, “ચાલો હવે ઘરે. મારે જમવાનું બનાવવામાં મોડું થઇ જશે પછી મમ્મી વઢશે મને પાછું.”

રાજે મેઘાને કહ્યું,”મેઘા, તારા ગયા પછી મમ્મી પણ ખુબ પસ્તાય છે. એમને પણ પોતાની ભૂલ સમજાણી છે કે આ આધુનિક જમાનામાં પુત્રવધુને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપવી પડે છે. અને આજે આપડે આખો પરિવાર સાથે હોટેલમાં જમવા જઈશું અને પછી આઈસ્ક્રીમ ખાઈને આવશું.”

આઈસ્ક્રીમની વાત સાંભળતાજ આરોહીતો ખુશીથી કુદવા માંડી. એને બંનેનો હાથ પકડી અને હસતા હસતા ક્યારેક કુદતા કુદતા ઘર તરફ જવા લાગી. આજે એને એનો પરિવાર પાછો મળ્યો હતો.