Prem thay ke karay? Part - 10 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 10

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 10

જાદુ

" શું ભાઈ ટિફિનની વ્યવસ્થા કરી કે નહિ? " કૌશલ મોબાઈલ ચાર્જિંગમાં ભરાવતા કેવીનને સવાલ પૂછે છે.

" અરે હા હું તો ભૂલી જ ગયો. બપોરે એડ્રેસ લીધું હતું. તેં પછી શું થયું? " નિશાંત ગરમીથી બચવાં પંખાનું રેગ્યુલટર ફુલ કરતા પૂછે છે.

" શું થાય! તેઓ મારું અગિયારમું ટીફીન બનાવવા માટે માની ગયાં." કેવિન મોબાઈલમાંથી નજર હટાવી નિશાંત સામે જોવે છે.

"હોય જ નહિ ને. તેં બિલકુલ ના માને. તારા પહેલા કેટલા લોકો ટીફીન બંધાવા ગયેલા પણ તેઓએ કોઈને હા પાડેલી નહી ને. તને પહેલી મુલાકાતમાં હા પાડી દીધી. ગપ્પા.." વિશાલ કેવિનની વાત માનવા તૈયાર થતો નથી.

"અરે જે ટિફિન બંધાવા નહતા જતા. તેં તો પેલી શું નામ...." કૌશલ યાદ કરવાની કોશિશ કરી રહ્યો છે.

"મનુ " પ્રદીપ તરત બોલે છે.

" હા મનુ. તેમની છોકરી મનુ સાથે પોતાનું ગોઠવવા જતા હતાં. " કૌશલ આખી વાતનો ફોડ પાડે છે. કેવિન આ બધી વાતથી અજાણ બધાની વાત સાંભળી રહ્યો છે.

"શરૂ શરૂમાં તો આપણા પ્રદીપભાઈ પણ મનુની પાછળ બહુ પડેલા પણ..." નિશાંત, કૌશલ, વિશાલને બીજા મિત્રો હસવા લાગે છે.

"શું મનુને જોઈ હતી બાકી ફટકો! આહા... હા..." પ્રદીપ કેવીનને મનુ વિશે પૂછી ઉતેજીત થઈ રહ્યો છે.

"ના ભાઈ ના મેં કોઈ મનુ બનુને ત્યાં નહોતી જોઈ. ત્યાં તો ખાલી તેં બેન જ હાજર હતાં." કેવિન ખુલાસો કરે છે.

"તો પછી એવો તો શું જાદુ કર્યો કે નીતાબેન તારું ટિફિન બાંધવા માની ગયાં." નિશાંત સવાલ પૂછે છે.

કેવિન ત્યાં જવાબ આપવા જાય ત્યાં તો સોમાકાકા ટિફિન લઈને હાજર થઈ જાય છે.

"લો આ રોજના દસ ટિફિન અને આ અગિયારમું!" સોમાકાકા અગિયારમું ટિફિન કેવિનનાં હાથમાં આપતાં કેવિનને નીચેથી ઉપર સુધી નજર ફેરવી પોતાની મેમરીમાં સેવ કરી લે છે.

*               *              *                *                *

આજે રસોડામાં નીતાબેનને માનવી સામેથી મદદ કરી રહી છે. જે જોઈને નીતાબેનને થોડું વિચિત્ર લાગે છે.

"શું વાત છે. બધું કામ કરી દીધું." મમ્મી મને રસોડામાં મોટાભાગનું કામ પૂરુ કરતી જોઈને બોલે છે.

"કેમ ના કરું?"

"કર ને મેં ક્યાં ના પાડી. આ તો પૂર્વમાં ઉગતો સુરજ પશ્ચિમમાં ઉગ્યો તેં જાણીને નવાઈ લાગી એટલે ખાલી પૂછ્યું." મમ્મીનો કટાક્ષ સમજી ગયેલી મનુ ત્રાસી નજરે તેની મમ્મી સામે જોવે છે.

"મમ્મી એક સવાલ પૂછું?"

"હા પુછ."

"તારાથી તો આ દસ ટિફિન પણ માંડ માંડ પુરા થતા હતાં. તો પછી તેં અગિયારમું ટિફિન બાંધવાની કેમ હા પાડી? "

"એ અગિયારમું ટીફીન ફક્ત 6 મહિના માટે જ બનાવવાનું છે.  એક ટિફિનમાં શું ખરું ખોટું થઈ જવાનુ." મમ્મી વાસણો ઘોડામાં ગોઠવતા બોલે છે.

"એ તો આનાં પેલા પણ ઘણાં લોકો ટિફિન બાંધવા આવેલા ત્યારે કેમ તેં ના પાડી હતી?" માનવીનો સવાલ નીતાબેનને ક્યાંક ખૂંચે છે.

"તું રોજ મારા હાથનું જમવાનું જમે છે. તો તેં કેટલીવાર મને કહ્યું કે મમ્મી આ કે પેલી સબ્જી સારી કે ખોટી હતી. કોઈ દિવસ મમ્મીનાં રસોઈનાં વખાણ કરવાનો પણ સમય મળ્યો છે તને?" મમ્મીનો સવાલ, સવાલ નહિ અણુબૉમ્બનો ધડાકો હતો.

હું મનોમન વિચારવા લાગી કે.....સાચું કહું તો હું રોજ મમ્મીનાં હાથનું જમું છું. પરંતુ આજ સુધી મેં મમ્મીનાં હાથની બનેલી રસોઈના વખાણ કર્યા હોય તેવું મને ખુદને યાદ નથી.

"યાદ આવે છે છેલ્લે ક્યારે વખાણ કર્યા હતાં?"

"હા કોઈક કોઈક વખત તો વખાણ કરું છું." માનવી અચકાતા અચકાતા બોલે છે.

"એમ નહિ પુરા દિલથી કયારે વખાણ કર્યા હતાં? તેં છોકરાએ પહેલીવારમાં મારી ભીંડીની સબ્જીના વખાણ તેની મમ્મી સાથે કર્યા. જે સાંભળીને મને એમ થયું કે ચાલો આ દુનિયામાં કોઈ તો માણસ છે ને માણસની મહેનતનાં વખાણ કરતા આવડે છે. એટલે મેં હા પાડી." મમ્મીની વાત આમ તો સાવ સાચી હતી. તેની મહેનતનું કોઈ વખાણ કરવાવાળું હતું જ કોણ?

હું તો મારાથી મોબાઈલ અને ફ્રેન્ડમાંથી ઊંચી આવું ત્યારે મમ્મીની પરિસ્થિતિ સમજુને. મમ્મીએ ક્યારે પોતાના કપાળ પર લાલ બિંદી લગાવી હતી તેં પણ મને યાદ નથી! તેનાં ઉંમરના કારણે સહેજ સફેદ રંગ પકડી રહેલા તેનાં વાળમાં કયારે લાલ મહેંદી નાખી હતી તેં પણ મને યાદ નથી! વાર તહેવાર મેં તેને ક્યારે ઉજવણી કરતા જોઈ હતી તેં પણ મને યાદ નથી કેમ કે હું દરેક તહેવાર પર ફ્રેન્ડ સાથે કે ફ્રેન્ડનાં ઘરે ઉજવણી કરવા જતી રહેતી.

એટલે દેખીતી રીતે મમ્મી તેની જગ્યાએ સાચી હતી. જે ગઈ કાલે તેને કહેલી ચાંદવાળી વાત હવે મને સમજાવા લાગી હતી.

રોજ કામથી થાકી જતી મમ્મી આજે અગિયારમું ટિફિન બનાવીને પણ તેનાં ચહેરા પર એ જ બપોરની મુસ્કાન રમે જતી હતી.

*          *             *            *            *             *

"ભાઈ એ પ્રેમ બ્રેમમાં આપણને કોઈ રસ નથી." કેવિન સોમાકાકાનાં ગયાં પછી જવાબ આપે છે.

"પ્રેમ ક્યારે,કોની સાથે કેવી રીતે થઈ જાય એતો કોઈને ખબર નથી હોતી." પ્રદીપની વાત સાંભળી બધા હસવા લાગે છે.

"એ તો મનુને નથી જોઈને એટલે જોયા પછી ટીફીન લેવા અને આપવા પણ પોતેં જશે." કૌશલ પ્રદીપને હાથતાલી આપી હસવા લાગે છે.

"નેવર " કેવિન અણગમો વ્યક્ત કરે છે.

                                                             ક્રમશ :