Prem thay ke karay? Part - 9 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 9

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 9

મુલાકાત 

"હેલ્લો નિશાંત કેવિન બોલું છું."

"હા બોલ"ટ્રાફિકમાં આવતા ગાડીઓના હૉર્ન અને ખખડી ગયેલા વાહનોના એન્જીનોનાં અવાજ વચ્ચે કેવિનનો અવાજ નિશાંત ઓળખી લે છે.

"પેલા ટિફિનવાળા માસીનું એડ્રેસ આપીશ. એકવાર તેમને ટીફીન માટે રૂબરૂ મળતો આવું. કદાચ માની જાય તો..."

"ભીંડીની સબ્જી દાઢે વળગી લાગે છે!"

"જે સમજો તેં પણ જલ્દી મને એડ્રેસ સેન્ડ કર."

"હા કરું ભાઈ કરું." નિશાંત ફોન કટ કરીને મેસેજ સેન્ડ કરે છે. ત્યાં કેવિન મેસેજ જોઈને લાલ સિગ્નલ ગ્રીન થતા જ તેં એડ્રેસનાં માર્ગ પર બાઈક હંકારી મારે છે.
  
*            *           *             *             *            *

નીતાબેન રસોડામાં બપોરનું કામ પૂરું કરીને વાસણ ઘોડામાં ગોઠવવા જાય ત્યાં તેમના હાથે અજાણતા કાચનાં કપ રકાબી ફૂટી જાય છે. કપ રકાબી ફૂટવાનાં અવાજ કરતા મમ્મીનો અવાજ છેક મારાં કાન સુધી પહોંચી જાય છે.

"મનુ... એ મનુ...આ કપ રકાબીનાં ટુકડા જઈને કચરાપેટીમાં નાખી દે જે. એક કામ પત્યું નથીને બીજું કામ વધ્યું નથી."

"આવી.." મમ્મીને ગુસ્સો તેનાં કામને કારણે આવે છે કે પછી બીજા કોઈ કારણથી એ તો મને આજ સુધી સમજાતું નથી. માનવી મનોમન વિચારો કરી રહી છે.

હું કપ રકાબીના ટુકડા વીણતી હતી ત્યાં જ લોખંડનો કાટ ખાઈ ગયેલા ઝાંપાનો ખુલવાનો અવાજ આવ્યો. મેં રસોડાની બારીમાંથી મેં નજર કરીને જોયું તો એક 23 વર્ષનો છોકરો અમારા ઘરમાં દાખલ થઈ રહ્યો હતો. ગોરો વાન, ચમકીલી આંખો, સપ્રમાણ નાક, જીમમાં જઈને બનાવેલો મજબૂત બાંધો, 6 ફૂટ હાઈટ,વિરાટ કોહલી જેવી દાઢી તો તેનાં હેન્ડસમ હોવાનો પુરાવો આપી રહી હતી. ફોર્મલ કપડાં અને પગમાં પહેરેલા ઓફિશ્યલ સૂઝ. તેની સ્કિન તો જાણે હમણાં સ્પામાંથી નીકર્યો હોય, મોટુ કપાળ અને ગુલાબી હોઠ. જાણે સાક્ષાત કામદેવ. કોઈ છોકરી આવા છોકરાને જો ના પાડે તો તેનાથી બીજી અભાગી કોઈ ના હોય.

"કોણ છે મનુ?" મમ્મી મને સહેજ હટાવી બારીમાંથી નજર કરે છે.

"જા તારા રૂમમાં જતી રહે. જ્યાં સુધી તેં જાય નહિ ત્યાં સુધી બહાર ના આવતી. આમ પણ જ્યારથી તારું વેકેશન પડ્યું છે ને ત્યારથી આ છોકરાઓના પૂછપરછ ના બહાને આ ઘરના ચક્કર વધી ગયા છે." મમ્મીનાં અવાજમાં એક ચેતવણી હતી જે હું સમજી ચુપચાપ મારાં રૂમમાં જતી રહી પણ દરવાજો એ રીતે ખુલ્લો રાખ્યો જ્યાંથી હું તેં છોકરાને જોઈ શકું.

ઘરનો ડોરબેલ વાગે છે. મમ્મી જઈને દરવાજો ખોલી આવકારો આપે છે.

"આવો, કોણ?"

"નમસ્તે, મારું નામ કેવિન છે. હું સોમાકાકાનાં રેફરેન્સથી આવ્યો છું." કેવિન નીતાબેનને શોર્ટમાં પોતાના વિશે જણાવે છે.

સોમાકાકાનું નામ સાંભળતા નીતાબેન કેવિનને અંદર બોલાવી સોફા પર બેસાડે છે.

" બેસો, હું પાણી લઈને આવું." મમ્મી પાણી લેવા રસોડામાં જાય છે. હું રૂમમાંથી તેં છોકરાને જોઈ રહી છું. તેં જાણે CID વાળો હોય તેમ આખા ઘરની દરેક વસ્તુ પર બારીકાઇથી નજર ફેરવી રહ્યો છે.

"લો પાણી " મમ્મી તેનાં હાથમાં પાણીનો ગ્લાસ આપે છે. તેં ઝડપથી બે ઘૂંટ પાણી પીને હાથે બાંધેલી ઘડિયાળમાં નજર કરે છે.

"હું અત્યારે લંચબ્રેકમાં આવ્યો છું એટેલ મારી પાસે વિગતવાર વાત કરવાનો સમય નથી. હું 6 મહિના માટે સુરતથી અહીંની એક કંપનીમાં ટ્રેનિંગ માટે આવ્યો છું. જે હું પીજીમાં રહેતા મારાં એક ફ્રેઈન્ડને ત્યાં રોકાયો છું. કાલે બધાના ટિફિનમાંથી થોડું થોડું કરીને જમી લીધું. જેમાં તમે બનાવેલી ભીંડીની સબ્જી ખરેખર બહુ સ્વાદિષ્ટ હતી. આવી સબ્જીનો ટેસ્ટ તો મારી મમ્મીનો પણ નથી આવતો. વંડરફુલ." જિંદગીમાં પહેલીવાર કોઈએ મમ્મીના રસોઈના વખાણ સાંભળી મને લાગ્યું કે આ પોતાનું અગિયારમું ટીફીન બંધાવવા મસ્કા મારી રહ્યો છો. પછી યાદ આવ્યું એવું હોત તો મમ્મી ડ્રાયફ્રુટ પૌવામાં ફર્સ્ટ પ્રાઈઝ ના જીતી હોત.

" thank you" મમ્મીનાં ચહેરા પર કદી ના જોયેલી સ્માઈલ આવી જાય છે. તેનાં ગાલ પર પહેલીવાર ડિમ્પલ દેખાઈ રહ્યા છે. જે જોઈને હું તો...

"જોવો તમે મારાં માટે એક ટિફિન બનાવી શકતા હોય તો પ્લીઝ... બનવાજોને. એવું હશે તો હું એક્સટ્રા પૈસા આપીશ." કેવિન મમ્મીને આજીજી કરી રહ્યો છે.

મને તો છેક સુધી વિશ્વાસ હતો કે મમ્મી તો ના પાડશે.કેમ કે તેં મને કેટલીવાર કહેતી કે મનુ હવે મારાથી નથી થતું. આ દસ છે ને તેં બસ છે. પણ...

"ઠીક છે. આજ સાંજથી સોમાકાકા સાથે તમારું ટિફિન મોકલાવી આપીશ. લઈ લેજો." મમ્મીનાં ચહેરા પર પહેલીવાર કોઈ ખુશી દેખાઈ રહી હતી.

"ઓકે ડન. તો સાંજે તમારા ટિફિનની રાહ જોઈશ. ચાલો તો હું જાઉં." કેવિન ઉભો થવા જાય ત્યાં મમ્મી તેને રોકે છે.

"ઉભા રહો. આવી ગરમીમાં આવ્યા છો તો શરબત પી ને જાવ."

"ના ના હું લંચબ્રેકમાં આવ્યો છું. મારે બે વાગ્યાં પહેલા ઓફિસ પર પહોંચવું પડશે. ચાલો જય શ્રી ક્રિષ્ના." કેવિન તરત જ બાઈક લઈને નીકળી જાય છે.

મમ્મીએ કેવિનને અગિયારમાં ટિફિનની હા કેમ પાડી? મમ્મીનાં ચહેરા પર આવી સ્માઈલ તો મેં પણ નથી જોઈ? આ બધું હજુ મને સમજાય કે ના સમજાય પણ હું તો કેવિનનાં વિચારોમા ખોવાઈ ગયી હતી. 

                                                               ક્રમશ :