Digital Arrest in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | ડિજિટલ અરેસ્ટ

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

Categories
Share

ડિજિટલ અરેસ્ટ

સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટ
ડિજિટલ અરેસ્ટ : ઓનલાઈન જગતની અદ્રશ્ય કેદ
જૂનથી ઓગસ્ટમાં ડિજિટલ અરેસ્ટના રૂા. ૨૦ લાખથી વધુ રકમની છેતરપિંડીના ૬૦૦ કિસ્સા નોંધાયા
સાયબર માફિયાના આ નવા કીમીયાને ડામવા સરકારની નવી સિસ્ટમ અમલમાં આવી

સાયબર માફિયાઓ દ્વારા હવે, લોકોને છેતરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એઆઇ જનરેટેડ વીડિયો તેમજ ઓડિયોનો ઉપયોગ કરીને ઠગો દ્વારા ડિજિટલ અરેસ્ટનું તરકટ રચવામાં આવે છે. ખાસ કરીને સાયબર માફીયાઓ દ્વારા યુઝર્સને વીડિયો કોલ કરવામાં આવતા હોય છે. જેમાં પોલીસ અધિકારીના વેષમાં કોઇ વ્યક્તિ સામેથી વાત કરતાં હોય છે. તો કેટલીક વખત માત્ર એઆઇ જનરેટેડ ઓડિયોનો ઉપયોગ કરીને લોકોને છેતરે છે. ત્યારે ડિજિટલ અરેસ્ટના મામલે સરકાર પણ ચિંતિત થઇ છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા ટૂંક સમયમાં સાયબર ફ્રોડને લઈ નવી સિસ્ટમ વિકસાવાઇ છે. આ સેન્ટ્રલ સિસ્ટમ સ્પેમ કોલ અને છેતરપિંડી અથવા અવાજ બદલીને ફોન કરતા નંબરને બ્લોક કરવામાં અને અલર્ટ જાહેર કરવામાં મદદ કરશે. છેલ્લા કેટલાક મહિનામાં સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં સાયબર માફિયાઓ દ્વારા લોકોનો અવાજ બદલીને છેતરવામાં આવ્યા હોય. આ ઘટનાઓની નોંધ લેતા ટેલીકોમ્યુનિકેશન વિભાગ ફેક કોલ્સથી સુરક્ષા આપવા માટે અદ્યતન ટેક્નોલોજી વિકાસાવવા જઈ રહી છે.
સાઈબર ક્રાઇમ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર લોકો ડર અથવા અંધવિશ્વાસના કારણે ડિજિટલ અરેસ્ટનો ભોગ બને છે. મીડિયાના રિપોર્ટ અનુસાર માત્ર નેશનલ કેપિટલ રિઝન(એનસીઆર)માં જૂનથી ઓગસ્ટ મહિનાના સમય દરમિયાન ડિજિટલ અરેસ્ટના ૬૦૦ કિસ્સા નોંધાયા છે. જેમાં ઠગાઇની રકમ રૂા. ૨૦ લાખથી વધારે હતી.

ટેલીકોમ કંપનીઓ સાથે મળી અદ્યતન સિસ્ટમ તૈયાર
ડીઓટીના જણાવ્યા અનુસાર ફેક કોલ્સ વિદેશીમાંથી ઓપરેટ કરાય છે. સાયબર માફિયાઓ તેમના કોલ્સ માટે કૉલિંગ લાઇન આઇડેન્ટિટીની મદદ લેતા હોય છે. જેનાથી મોબાઇલ નંબર ઓળખી શકાતા નથી અથવા તો સાયબર માફિયા જે નંબર ડિસપ્લે કરવા માગતા હોય છે તે જ થાય છે. આ માફિયાઓ લોકોને છેતરવા માટે એઆઇ જનરેટેડ વીડિયો અથવા વોઇસનો ઉપયોગ કરે છે. જેના થકી લોકોને ડ્રગ્સ, નાર્કોટિક્સ અને સેક્સ રેકેટને લગતા ખોટા આરોપો લગાવીને ધમકી અપાય છે. જે બાદ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આ વધતા જાેખમોને ધ્યાનમાં રાખીને, ડીઓટી અને ટેલીકોમ કંપનીઓ સાથે મળીને એક અદ્યતન સિસ્ટમ તૈયાર કરી છે.

પ્રથમ તબક્કામાં રોજના ૪૫ લાખ કોલ અટકાવાય છે
ડીઓટીના જણાવ્યા અનુસાર ડેવલોપ કરવામાં આવેલી નવી અદ્યતન સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરાશે. જેના પ્રથમ તબક્કામાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સના સ્તરે યુઝર્સના ફોન નંબર પરથી ફેક કોલ્સ રોકવા અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં કેન્દ્રીય સ્તરે ટ્રાફિક સવિર્સ પોઝીશન સિસ્ટમથી યુઝર્સના નંબર પર ફેક કોલ રોકવા માટે લાગુ કરાશે. અત્યાર સુધીમાં ચારેય ટેલીકોમ કંપની દ્વારા અદ્યતન સિસ્ટમના પ્રથમ તબક્કાનો સફળતાપૂર્વક અમલ કરાયો છે. સિસ્ટમના અમલીકરણને કારણે, દરરોજ ૪.૫ મિલિયન એટલે કે ૪૫ લાખ નકલી કોલ ભારતીય ટેલિકોમ નેટવર્કમાં આવતા અટકાવવામાં આવી રહ્યા છે.

ટ્રાફિક સવિર્સ પોઝીશન સિસ્ટમ સ્પૂફડ કૉલ્સને રોકવા માટે સક્ષમ હશે
બીજા તબક્કામાં કેન્દ્રીય સિસ્ટમનો સમાવેશ કરાશે. જે ટ્રાફિક સવિર્સ પોઝીશન સિસ્ટમ સ્પૂફડ કૉલ્સને રોકવા માટે સક્ષમ હશે. ટેલીકોમ્યુનિકેશન વિભાગનું કહેવું છે કે, અત્યાર સુધી દરરોજના એક તૃતીયાંશ ફેક કોલ બંધ થઈ રહ્યા છે. જાેકે, જ્યાં સુધી આ સિસ્ટમ સંપૂર્ણ રીતે અમલમાં ન આવે ત્યાં સુધી યુઝર્સ ભારત સરકારના ચક્ષુ પોર્ટલ પર આવા ફેક કોલ્સ અને સંદેશાઓની જાણકારી આપી શકશે.

ડિજિટલ એરેસ્ટથી બચવા શું કરવું?
- જાે તમને અજાણ્યા નંબરો પરથી આવતા વિડિયો કોલના કારણે છેતરપિંડીની શંકા હોય, તો નંબરને બ્લોક કરો.
- બ્લોક કરેલા નંબરની જાણ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન સેલને કરો.
- તમારા ફોન, લેપટોપ અને ડેસ્કટોપના પાસવર્ડ અને સોફ્ટવેર અપડેટ રાખો.
- સહાયતા માટે, તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ અથવા www.cybercrime.gov.in પર માહિતી શેર કરો.