Bhitarman - 38 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 38

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભીતરમન - 38

એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવાને બદલે હાથમાં વાગી હતી. બીજી ગોળી મને ખંભા પર લાગી હતી. હું અને સલીમ સહી સલામત અમારી ગાડીમાં બેસી ત્યાંથી ફટાફટ ફરાર થઈ ગયા હતા. પોલીસ અમને શોધતી પહોંચે એ પહેલા અમે મુંબઈની બહાર નીકળી ગયા હતા. મારા હાથમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. લોહી પણ ખૂબ નીકળી રહ્યું હતું. મારા શર્ટને હાથ પર બાંધી રાખ્યું હતું. ગોળી શરીરમાં હોવાથી કોઈપણ દવાખાને સારવાર લઈ શકાય એવી શક્યતા નહોતી. કારણકે એમ કરવાથી તરત પોલીસ કેસ થતા તપાસ શરૂ થાય., અને પોલીસ જો તપાસ હાથમાં લે તો બધું જ બેચરાઈ જાય! આથી અમારે ઝડપથી ગુજરાતમાં આવવું જરૂરી હતું. હું એવી ગંભીર હાલતમાં જ પાછલી સીટમાં સૂતો હતો. સલીમ ડ્રાઈવર સીટની બાજુમાં બેઠો હતો. અમારો ડ્રાઇવર ખુબ ફટાફટ અમને ગુજરાત બોર્ડરે લઈ આવ્યો હતો.

અમે જેવા વાપી પહોંચ્યા એટલે તરત એક જગ્યાએ ગાડી ને ઉભી રાખી હતી. હું હજુ ગાડીમાં જ બેઠો હતો. સલીમ તરત જ બીજું વાહન બાંધીને મારા માટે જરૂરી દવા, પાટા નજીકના પ્રાથમિક કેન્દ્રમાંથી લઈ આવ્યો હતો. મને જ્યાંથી લોહી નીકળતું હતું ત્યાં સાફ કરી મને પાટો બાંધી વહી જતું લોહી બંધ કર્યું હતું. હું દવાની અસર અને નબળાઈના લીધે ઊંઘમાં ગડકાવ થઈ ગયો હતો. મને ખૂબ ઝડપ થી જામનગર પહોંચાડ્યો હતો. મુક્તારની ઓફિસે જ મને રાખ્યો હતો. મુક્તારે તરત જ મારા માટે ત્યાં ડોક્ટરને બોલાવ્યા અને ઓફિસે જ મારી સારવાર કરી હતી. જો મને દવાખાને લઈ જાય તો ત્યાં ગોળી જોઈને પોલીસ કેસ થાય અને ફરી એ જ તપાસની પરોજણ! આથી મુકતારે એના એક અંગત ડોક્ટર મિત્રને પોતાની ઓફિસે બોલાવીને જ મારી સારવાર કરાવી હતી. મને ખૂબ જ અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. મારા શરીરમાંથી બે ગોળીઓ ડોક્ટરે કાઢી લીધી હતી. સહેજ નાનો છેકો મારવો પડ્યો હતો. મને પૂરી સારવાર આપી દીધા બાદ મુકતારની ઓફિસે ઊંઘાડી દીધો હતો. 

હું લગભગ ચાર કલાક બાદ ઊંઘ કરી જાગ્યો હતો. મારી આંખ ખુલ્લી ત્યારે મુક્તાર અને સલીમ મારી પાસે જ બેઠા હતા. એમણે તરત જ મારા ખબર અંતર પૂછ્યા હતા. દુખાવા સિવાય મને બીજી કોઈ જ તકલીફ થઈ રહી નહોતી. મેં એમને કહ્યું, "હું હવે ઠીક છું. મારે હવે ઘરે જવું છે. મને કોઈ જરૂર પડશે તો હું ફરી અહીં આવીશ. મને મારા ઘરની ચિંતા થઈ રહી છે મારો કદાચ જીવ પણ લઈ લે તો મને કોઇ ચિંતા નથી પણ મારો પરિવાર કોઈ મુસીબતમાં નથી ને એ જાણવું મારે જરૂરી છે."

"તું ચિંતા ના કર તારા ઘરે કોઈ જ તકલીફ નહીં થઈ હોય! આપણા ધંધા નો નિયમ છે દુશ્મની જેની સાથે હોય એની સાથે જ વેર લેવાય પરિવાર સાથે નહીં, આથી તું કોઈ જ ચિંતા વગર ઘરે જા. સલીમ તને મૂકી જશે. અને ફરી સાંજે હું ડોક્ટરને લઈને તારે ત્યાં આવીશ. તું હમણાં દસ દિવસ ઘરે જ રહેજે." મુકતારે આશ્વાસન આપતા કહ્યું હતું. 

સલીમ મને ઘરે મૂકવા માટે આવ્યો હતો. એ રસ્તામાં બોલ્યો, "તમે ખરેખર ખૂબ જ મજબૂત મનોબળના છો. આટલા દુખાવામાં પણ તમે એક પણ ઉહકાર કર્યો નથી. હું તમારી હિંમતથી ખૂબ જ પ્રભાવિત છું. કોઈ સામાન્ય વ્યક્તિ આટલી પીડા સાથે અહીં ચૂપચાપ પહોંચી શકે નહીં."

"સમય સાથે હું ક્યારે આટલો મજબૂત થઈ ગયો એ મને ખુદને ખબર નથી ઈશ્વર જેમ ઈચ્છે છે એમ હું થતો જાઉં છું. બસ ક્યારેય કોઈ સામે ઝુક્યો નથી, અને એક જ આશા છે કે અંતિમ શ્વાસ સુધી કોઈ પાસે ઝૂકવું નથી." સહેજ ચહેરા પર સ્મિત સાથે મેં સલીમ ને જવાબ આપ્યો હતો.

મારા શબ્દો મને ફરી વાસ્તવિકતામાં મને ખેંચી લાવ્યા હતા.

************************************

હું નાહીને બહાર આવ્યો અને તૈયાર થઈ રહ્યો હતો ત્યાં જ અપૂર્વ નો મને ફોન આવ્યો, 

"દાદુ હું રેડી થઈને ડાઇનિંગ હોલ પર આવી ગયો છું તમે ક્યારે આવો છો? જોયું ને દાદુ, મેં કીધું હતું ને કે, હું જ વિનર થઈશ! યસ.... આઈ એમ વિનર. આઈ એમ વિનર..."

હું અપૂર્વની ખુશીમાં મારું દુઃખ બધુ ભુલી જ ગયો. મારા ચહેરા ઉપર એની નિર્દોષ લાગણી હાસ્ય બની ઝળહળી ઉઠી હતી. હું ઉમર સાથે એકદમ ભાવુક થઈ ગયો હતો. ઘડીકમાં ખૂબ જ દુઃખી થઈ જતો તો ક્યારેક સાવ નજીવી બાબત મને ખૂબ જ ખુશ કરી દેતી હતી. હું એટલું જ જાણતો હતો કે મને બસ લાગણીની જ જરૂર હતી. હું ખૂબ ફટાફટ તૈયાર થવા લાગ્યો હતો. તુલસીને મોગરો પસંદ હોવાથી મેં આજે મોગરાનું અત્તર પણ છાટ્યું હતું. હું તુલસીને પસંદ એ જ કલરના શર્ટ અને પેન્ટ પહેરીને નીચે ડાઇનિંગ હોલ તરફ જઈ રહ્યો હતો. દિવાલ ઉપર સુશોભિત પેઇન્ટિંગને જોઈને વિચારી રહ્યો કે, સમય સાથે મારા જીવનમાં કેટલો બધો બદલાવ આવી ગયો! હકીકતમાં ગામડાંમાં જે મજા માણી હતી એ સુશોભિત ફ્રેમમાં પેઇન્ટિંગમાં કેદ હતી. રળિયામણું ઝરણું અને આસપાસ પ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ જે પ્રત્યક્ષ જોયો હતો એ હવે જોવું એક કલ્પના બની ગયું હતું. મને થયું કે, અત્યારે જે હું જીવન જીવી રહ્યો છું એ જીવન મારા પૌત્રો માટે કલ્પના જ નહીં બની જાય! હું વિચાર કરતો ડાઇનિંગ હોલ સુધી પહોંચી જ ગયો. 

કાચના ડાઇનિંગ ટેબલ ઉપર ભાત ભાતની વાનગીઓ નાસ્તા માટે સજાવેલી હતી. મારી ખુરશી સામે એક સુંદર કવર મૂકેલું હતું. જેવો હું ડાઇનિંગ હોલ પાસે પહોંચ્યો કે, રવિ, પૂજા અને અપૂર્વ એ મને એક સાથે જન્મદિવસની શુભેચ્છા આપતા આવકાર્યો હતો. હું એ ત્રણેય ની લાગણી જોઈ ખૂબ જ ખુશ થઈ ગયો હતો. મેં એમનો ત્રણેયનો આભાર માન્યો હતો. 

"દાદુ તમે આ કવર પછી વાંચજો મારે સ્કૂલ જવા માટે મોડું થાય છે હું જાઉં છું ઓકે દાદુ. લંચમાં મળશુ બાય.." અપૂર્વ પ્રેમ ભર્યા શબ્દો કહી ફટાફટ સ્કુલ બેગ લઈ સ્કૂલ જવા નીકળી ગયો હતો. હું એને કંઈ કહું એ પહેલા તો એ ઘરની બહાર શુઝ પહેરવા લાગ્યો હતો.

રવિએ પણ મને ૫ગે લાગતા કહ્યું, "પપ્પા આજે પૂજાને મીટીંગ હોય અપૂર્વને મુકવા મારે જવાનું છે હું પણ જાઉં છું બપોરે જો મીટીંગ નહીં હોય તો મળશું અથવા સાંજે મળીએ! જય શ્રી કૃષ્ણ પપ્પા." 

પૂજાએ મને પ્રેમથી કહ્યું, "પપ્પાજી  બધો જ નાસ્તો આપની પસંદનો અહીં રેડી છે, સવિતા માસી તમને હમણાં પીરસી આપે છે મારે મીટીંગની થોડી પ્રિપરેશન કરવાની છે. હું એ કરવા માટે જાઉં છું મારે ફક્ત જયુસ જ પીવુ છે, જે સવિતા માસી મને મારા રૂમમાં આપી જશે. મને ફરી પગે લાગતા શુભેચ્છા આપતી એ પોતાના રૂમ તરફ જતી રહી હતી.

હું ફરી એકાંતમાં ગરકાવ થવા લાગ્યો હતો. મારી સામે મારી પસંદનો અઢળક નાસ્તો હતો. બધો જ નાસ્તો ટેબલ પર જુદા જુદા બાઉલમાં ભરેલો હતો. મેં બધા જ નાસ્તા ઉપર નજર ફેરવી ટોસ્ટ, થેપલા, ખાખરા, સ્ટીમ ઢોકળા, મગજ લાડુ, બધી જ જાતના થોડા ફ્રુટ કટીંગ કરેલા, પૌવા બટેકા, બિસ્કીટ, અને ચા તથા દુધ. આટલો બધો નાસ્તો હતો છતાં ખાવાનું મન બિલકુલ થતું નહોતું.

વિવેક જ્યારે ઘરે પહોંચશે ત્યારે તુલસી અને માને પોતાને વાગેલ ગોળી વિશે શું કહેશે? શું વિવેક પોતાની માને હકીકત જણાવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏