Bhitarman - 35 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 35

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ભીતરમન - 35

આજની આખી રાત હું શાંતિથી ઊંઘી શક્યો નહીં. વેજાએ મા સાથે કરેલ અયોગ્ય વ્યવહાર ઘડી ઘડી મારી નજર સમક્ષ આવી જતો હતો. મા ઘણા સમયથી માનસિક રીતે પરેશાન હતી છતાં પણ એણે જરાપણ પોતાના ચહેરા પર એની સહેજ પણ અસર દેખાડી નહોતી. હું સહેજ પણ દુઃખી હોઉં મા તરત મારી ચિંતા જાણી લેતી હતી, મા કરતા મારી લાગણીમાં મને ઉણપ દેખાય હતી. ખરેખર! દુનિયામાં માથી વિશેષ લાગણી કોઈ હોઈ શકે નહીં. હું અનેક વિચારોમાં આખી રાત પડખા જ ફરતો રહ્યો હતો.

આજની સવાર અનેક આશાઓ સાથે સૂર્યના સ્વાગત માટે તૈયાર હતી. પંખીઓનો કલરવ રાતભરની અશાંતિને ખંખેરી કર્ણપ્રિય સંગીત બની મનમાં શાંતિના તરંગો રચી રહ્યો હતો. મંદિરની ઝાલરનો અવાજ સત્યને જીતવા પ્રોત્સાહિત કરી રહ્યો હોય એવો જોમ મારા મનમાં પ્રેરી રહ્યો હતો. હું હજુ આરામ કરવાના મૂડમાં જ હતો.

તુલસી નાહીને મારી પાસે મને ઉઠાડવાં આવી હતી. એના ભીના રેશમી વાળમાંથી સરકતું પાણી મારા ગાલ પર પડતા મેં આંખ ઉઘાડી હતી. માસુમ અને લાવણ્યમય એનો હસતો ચહેરો જોઈને મારો બધો જ થાક ઉતરી ગયો હતો. મેં એને પ્રેમથી મારા આલિંગનમાં લીધી હતી. મને તુલસીનો સાથ મારી દરેક મુશ્કેલી દૂર કરવા ઉપયોગી હતો. 

મે તુલસીને રાત્રે મા સાથે થયેલી બધી જ વાત જણાવી હતી. તુલસી બધી વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગઈ હતી. એ તરત જ બોલી, "તમારું અનુમાન સાચું હતું. તમે જેમ કહ્યું હતું એમ વેજા માટે કોઈક યોગ્ય રસ્તો અપનાવવો જ પડશે. મને પણ વેજા પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. એ ખૂબ વિચિત્ર છે, તમે એને કેવી રીતે પાઠ ભણાવશો? 

"તું ચિંતા ના કર. એને એની જાળમાં હું ફસાવીશ. હું હમણાં જ તૈયાર થઈને એની પાસે જવાનો છું. આજે એને મળ્યા બાદ જ હું પાણી પીવાનો છું. તું એમ સમજ કે કામ થઈ જ ગયું છે."

"હા પણ તેમ છતાં શાંતિથી અને સમજદારીથી આગળ વધજો." મારી ચિંતા વ્યક્ત કરતા તુલસી બોલી હતી.

"હા તું જરાય ચિંતા કરીશ નહીં. ખૂબ વિચારી અને સમજીને આગળ વધી રહ્યો છું. તું જલ્દી તારું કામ પતાવ, હું તૈયાર થઈ એને મળીને આવું છું.

હું સૌપ્રથમ તેજા પાસે ગયો હતો. મેં તેજાને બધી જ હકીકતથી વાકેફ કર્યો હતો. હું જે કરવાનો હતો એની પણ જાણ મે તેજાને કરી હતી. તેણે પણ કહ્યું કે, તે ખરેખર એને એની જાળમાં જ ફસાવ્યો છે. હવે એને પણ સમજાશે કે કોઈને પરેશાન કરવાથી એ વ્યક્તિને કેવી તકલીફ થાય છે!"

હું વેજાની ઓફિસે ગયો હતો. વેજો અને એનો એક અંગત માણસ બે જણા એની ઓફિસે હતા. હું વેજાની સામેની ખુરશી ઉપર પગ પર પગ ચડાવી બેઠો અને મારા ખિસ્સામાં રહેલી બંદૂકને ટેબલ પર મૂકી ગોળ ગોળ ફેરવતા હું બોલ્યો,"તે પણ આવી જ રીતે મારી માને ખુબ પરેશાન કરી લીધી છે. તે કીધું એમ જેટલું થવાનું હતું થઈ ગયું, હવે હું કહીશ એમ તારે કરવું પડશે. મારા બાપુ જેટલા રૂપિયા સટ્ટામા હાર્યા હતા, એટલા રૂપિયા તે ચોરી લીધા છે એ વાત તારે પોલીસ સમક્ષ સ્વીકારવાની છે નહીંતર હું તે ઝુમરીનું ખૂન કર્યું છે એ વાત આખા ગામમાં જણાવી દઈશ. અને હું પોલીસને આ વાત સાચી છે એ માટે બીજા ગવાહ પણ હાજર કરીશ. જો તારે આજીવન જેલમાં જ વિતાવવું હોય તો તું આ ચોરીનો આરોપ સ્વીકાર તો નહીં. અને આજીવન જેલમાં કેદી થઈ જીવજે. તારે શું નક્કી કરવું છે એ તું સાંજ સુધીમાં વિચારી લેજે. અને હા, જો કોઈપણ ચાલાકી કરવાની કોશિશ કરી તો તારું આખું ઘર હું ખેદાન મેદાન કરી નાખીશ. અને બીજી એક વાત ચોક્કસ યાદ રાખજે, ગામની બહાર જો ફરાર થવાની કોશિશ કરી તો મારા માણસો તું જ્યાં હોય ત્યાં મારી નાખશે. મારુ ફક્ત નામ જ વિવેક રહ્યું છે બાકી વિવેક મારામાં હવે બિલકુલ રહ્યો નથી." 

મેં ખૂબ જ ભારપૂર્વક કરેલ રજૂઆત વેજાને ખૂબ ગભરાવી ગઈ હતી. એના ચહેરા પર પરસેવાની બુંદો છવાઈ ગઈ હતી. ડરના માર્યો એ થર થર ધ્રુજી રહ્યો હતો એ હું એનું વર્તન જોઈ સમજી ગયો હતો. મારી આંખમાં આંખ પરોવી જે પંદર દિવસ પહેલા મને ધમકી આપી હતી એ આંખ આજે ભયભીત દેખાઈ રહી હતી. હું જેવું  વિચારતો હતો એવો જ મેં એને ભીસમાં લઈ લીધો હતો. એને કંઈ જ સમજાય રહ્યું નહોતું કે મને શું જવાબ આપે! પોતાના ખિસ્સામાં રહેલ રૂમાલથી એ પોતાનું મોઢું લૂછવા લાગ્યો હતો. એનો અવાજ ગળામાં જ ગૂંગળાઈ ગયો હોય એમ ચૂપ બેઠો હતો. 

મેં મારી વાત રજૂ કરી દીધા બાદ હું ઉભો થઈ ઓફિસની બહાર તરફ મારા ડગ માંડી રહ્યો હતો ત્યારે ફરી પાછળ વળી હું બોલ્યો, "આવું છું સાંજે ચાર વાગ્યે તૈયાર રહેજે ચોરીનો ઝુલ્મ કબુલ કરવા!" હું એની ઓફિસમાંથી સડસડાટ બહાર નીકળી ગયો હતો. 

વેજાને આજે મારું અસલી રૂપ દેખાય ગયું હતું. એણે ગામમાં મારા નામની જે ચર્ચાઓ સાંભળી હતી, એ ખરી છે એની ખાતરી એને આજે થઈ ગઈ હતી. એ એટલો બધો ડરી ગયો કે, એ માફી માંગી શકે એટલી હિંમત પણ એનામાં ન હતી. હું ચાર વાગે પોલીસને લઈને એની પાસે પહોંચી ગયો હતો. ચોરીનો ગુનાહ અને મારા બાપુની સાથે કરેલ કપટ બંનેના એના પર ગુના નોંધ્યા હતા. વેજાએ અત્યારે પોતનો ગુનો સ્વીકાર્યા સિવાય બીજો કોઈ રસ્તો ન રહેતા સરળતાથી એણે વાતને કબૂલી લીધી હતી. પાંચ વર્ષ માટે એને જેલની સજા અને દગાખોરીના દંડ રૂપે ચોરેલી રકમ ઉપરાંત દસ હજારનો વધુ દંડ ફટકારવામાં આવ્યો હતો.

મને હવે મા, તુલસી અને આદિત્યને અહીં એકલા મૂકી જામનગર જવાનું બિલકુલ મન નહોતું. મે મુક્તાર ને કહીને એક બંગલો ત્યાં રહેવા માટે શોધવાનું કહ્યું હતું. બાપુની વરસી વરાઈ ગયા બાદ અમે બધા જ જામનગર કાયમી માટે જતા રહ્યા હતા.

*********************************

મેં વેજાના ફોટા વાળું પાનું ફેરવી અને દિલને દજાડતી યાદોને ખંખેરી નાખી હતી. બીજા નવા પાનામાં દીપ્તિનો બાળપણ નો ફોટો જોઈને મને એનું બાળપણ યાદ આવી ગયું હતું. તુલસી જેવો જ ચહેરો અને સ્વભાવે ખૂબ જ પ્રેમાળ મારી દીકરી દીપ્તિ કોઈના પણ મનમાં પોતાનું સ્થાન જન્માવી લે એટલી માયાળુ હતી. જેટલી એ લાગણીશીલ એટલા જ સરસ સ્વભાવના આશિષકુમાર સાથે દીપ્તિનું લગ્ન જીવન ખુબ સરસ વીતી રહ્યું હતું. એ બંને જેવી જ એની પુત્રી સ્મૃતિ હતી. દીપ્તિનું સાસરુ પરદેશ અમેરિકા હતું. એ એક બે વર્ષે અહીં દેશમાં ફરવા આવતી રહેતી હતી. એના ગયા બાદ તુલસી થોડી ભાંગી પડી હતી. કારણકે મારા કરતાં વધુ એ તુલસીની નજીક હતી. આથી દીપ્તિના લગ્ન બાદ થયેલ વિદાય તુલસીને ખૂબ આકરી લાગી હતી.

દીપ્તિ યાદ આવતા આજે એના બાળપણના નખરા મારી આંખ સામે તાજા થઈ ગયા હતા. હું જ્યારે ઘરે આવતો ત્યારે એ તરત મારી પીઠ પર બેસી મને ઘોડો ઘોડો કરતી આખા ઘરમાં ફેરવતી હતી. હું દીપ્તિને જ્યારે મારી પીઠ પર બેસાડી ફેરવતો ત્યારે આદિત્ય ખૂબ ખુશ થઈ અમારી પાછળ પાછળ એ પણ દોડતો હતો. એ કેટલા નિખાલસ દિવસો હતા! 

કેવા હશે વિવેકના એના બાળકો સાથેના દિવસો?

વિવેકના જીવનમાં સમય સાથે કેવા પરિવર્તનો આવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏