Nitu - 25 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 25

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

નિતુ - પ્રકરણ 25

નિતુ : ૨૫ (યાદ)

નિતુ ટેબલ સામે બેસીને લગ્નની યાદી તૈય્યાર કરી રહી હતી કે તેના ફોનમાં રિંગ વાગી. નિતુએ ત્રાંસી ડોક કરીને બાજુમાં પડેલા ફોનની સ્ક્રીન પર નજર નાંખી તો મયંકનું નામ દેખાયું. તેણે કોઈ જાતનો રીપ્લાય ના આપ્યો અને પોતાના કામમાં લાગી ગઈ. થોડીવાર થઈ કે ફરી એ જ ઘટના બની અને આ વખતે પણ તેણે મયંકના ફોનનો કોઈ જવાબ ના આપ્યો. તેને થયું કે હજુ પણ તે ફોન કરશે. એમ વિચારી તેણે હાથમાં રહેલી પેન નીચે મૂકી અને ફોનની બંધ સ્ક્રીન સામે તાકી રહી. થોડીવાર કોઈ હલચલ ના થઈ એટલે તેણે પેન ઊંચકી પોતાનું કામ શરૂ કર્યું. એટલામાં નિતુનો અંદાજો જાણે સાચો પડ્યો એમ ફરી રિંગ વાગી. તેને અંદાજો આવી ગયો કે આ મયંક જ છે. તેણે ફોનમાં જોયું તો એનું જ નામ હતું. અંતે એક લાંબો શ્વાસ છોડી, "હૂહ ..." કરીને ફોન કટ કર્યો અને મેસેજ લખ્યો. "પ્લીઝ... હવે કોલ ના કરતો. મને તારી સાથે વાત કરવાનો કોઈ મૂડ નથી."

તરત જ સામેથી રીપ્લાય આવ્યો, "એક વખત કોલ તો રિસીવ કર. મારે તારી સાથે ખાલી એક મિનિટ વાત કરવી છે."

"જો તને યાદ ના હોય તો હું કહી દઉં કે આપણા ડિવોર્સ થઈ ચુક્યા છે. પ્લીઝ... નો મેસેજ એન્ડ નો કોલ." મેસેજ લખીને તુરંત તેણે ફોન ટેબલ પર મૂકી દીધો અને બંધ ફોનની બ્લેક સ્ક્રીન પર જીણી નજર કરતા ગુસ્સા ભરેલા એના મનમાં એક સ્વપ્ન પેઠે જાણે યાદો તાજી થઈ ગઈ. એ યાદો જે તેના લગ્ન વખતની હતી કે પછી એ પહેલાની જ્યારે તેને મયંક સાથે પ્રેમ થયો.

------

આજથી બે વર્ષ પહેલા નિતુ પોતાના કોલેજના અંતિમ સેમેસ્ટરમાં હતી. તેનું માસ-મીડિયા એજ્યુકેશન પૂર્ણ થઈ ગયેલું અને બસ રિઝલ્ટ આવવાની રાહ હતી. રાત્રીના સમયમાં કોલેજના કેમ્પસમાં એક બાંકડા પર બેઠેલી નિતુ કોઈકના આવવાની રાહ જોઈ રહી હતી. તે લગભગ અડધા કલાકથી રાહે હતી અને તેની ક્લાસમેટ એવી બે ફ્રેન્ડ રિતિકા અને આયશા તેની પાસે આવી.

અકળાયેલા અવાજમાં આયશા બોલી, "અરે નિતુ કેટલીવાર બેસીશ? હોસ્ટેલનો ગેટ બંધ થઈ જશે."

તો રિતિકા કહે, "હા નિતુ, તને ખબર છેને એકઝામ પતી એટલે હોસ્ટેલમાંથી બહાર જવા પર કડકાઈ રાખવામાં આવ છે."

"તમે લોકો જાઓ, હું... આવું છું." નિતુએ નમ્રતાથી જવાબ આપ્યો.

તો આયશા બોલી, "નિતુ... તને લાગે છે કે મયંક આજે પણ આવશે? તું છેલ્લા બે દિવસથી આ બાંકડા પર રાહ જોઈને બેસે છે અને બે દિવસથી તેણે માત્ર રાહ જોવરાવી છે."

"આજે જરૂર આવશે." રિતિકા બોલી.

"કેમ? આજે શું છે?" આયશાએ પૂછ્યું.

રિતિકા કહે, "એમ.બી.એ. ની એકઝામ આજે ખતમ થઈ ગઈ છે. એટલે આજે જરૂર આવશે. બની શકે કે તે એકઝામના લીધે ના આવતો હોય. આજે ખતમ થઈ ગઈ છે એટલે મને લાગે છે કે તે જરૂર આવશે."

"હોપ સો રિતિકા. નિતુ વધારે સમય ના બેસતી અને હોસ્ટેલનો ગેટ બંધ થાય અને તને જાત જાતના સવાલો પૂછવામાં આવે એ પહેલા પહોંચી જજે. ચાલ રિતિકા આપણે જઈએ." કહીને આયશા રિતિકાનો હાથ પકડી ઉતાવળે પગલે ચાલતી થઈ.

નિતુનું ધ્યાન નીચે હતું અને સ્ટ્રીટ લાઈટના અજવાળા વચ્ચે તેને પોતાના પગ પાસે કોઈનો પડછાયો દેખાયો. તેણે ઉપર જોયું તો મયંક કાન પકડી અને આંખો બંધ કરીને ઉભેલો.

"સોરી ડિયર... આઈ એમ સો સોરી હું લેટ થયો."

"સોરી?"

"તો બીજું શું કહું?"

"હવે કાન છોડ અને બોલ, બે દિવસથી ક્યાં ગયો હતો?"

"પહેલા તું બોલ કે તે મને માફ કર્યો છે. પછી હું મારા કાન છોડીશ."

"અરે હા બાબા... તું પણ ખરો જિદ્દી છે! ચાલ કાન છોડ અને બોલ કે ક્યાં હતો."

તેની સામે સ્માઈલ આપતા તે બોલ્યો, "આઈ નૉ કે તું મને માફ કરી દઈશ. તને ખબર તો હતી કે મારી એકઝામ ચાલુ છે અને એટલે હું તારી પાસે ન્હોતો આવી શક્યો. એમાં પણ મારા હોસ્ટેલનો ડીન સાવ નિર્લજ્જ છે. નિર્દયી અને લવથી તો કોસો દૂર ભાગે છે. મારી ચાલે તો હું અત્યારે જ તેને ડિસમિસ કરી દઉં."

તેના ગાલ પર હાથ મૂકી તે ઝીણી આંખે તેની આંખોમાં જોતાં બોલી, "બસ હવે... કેટલી ભડાસ નીકાળીશ?"

"શું યાર... એના લીધે મારા માટે તારે બે દિવસ રાહ જોવી પડીને."

"નો પ્રોબ્લેમ. હવે મને એમ કહે કે તે શું ડિસાઈડ કર્યું છે."

મોં લટકાવી એકબાજુ જોઈને તેણે ભાવવિભોર થતાં કહ્યું, "નીતિકા! મને એ જ નથી સમજાતું કે હું શું કરું?"

"શું કરું એટલે? કમોન મયંક, જે સાચું છે એ તારા ઘરવાળાઓને કહી દે."

"મારે કહેવું છે પણ...પણ મારી હિમ્મત નથી ચાલતી."

"તો હું સમજી લઉંને કે તું મારી સાથે ખાલી ટાઈમ પાસ કરી રહ્યો હતો."

"ના એવું નથી. કેમ આવી વાત કરે છે?"

"તો શું કરું? મયંક તું તારી અને મારી વાત તારા ઘરે નથી કરી શકતો. તું તારા ઘરે તારું જરા પણ નથી ચલાવી શકતો તો શું કહું હું તને?"

"નીતિકા!"

"મયંક, મને લાગે છે કે તું જાણી જોઈને મારી સાથે આ રીતે વાત કરે છે. તું રમત રમે છે મારી સાથે."

"નો નિતુ... હું તારી સાથે કોઈ રમત નથી રમતો અને પ્લીઝ તું આવું ફરી ક્યારેય નહિ કહેતી કે હું તારી સાથે રમત રમી રહ્યો છું. નિતુ આઈ લવ યુ."

"તારા પપ્પા તૈય્યારી કરીને બેઠા છે કે તું જા એટલે તરત તે તારી એન્ગેજમેન્ટ એના ફ્રેન્ડની છોકરી સાથે કરાવી દેશે."

"બટ હું ઇન્કાર કરી દઈશ."

"ક્યારે? મારી એકઝામ આટલા દિવસથી પતી ગઈ છે અને તારે આજે લાસ્ટ પેપર હતું. થોડા દિવસમાં રિજલ્ટ આવશે પછી શું? તું તારા ઘરે અને હું મારા ઘરે?"

"ના એવું નથી નિતુ, તને ખબર તો છેને કે હું મારા મમ્મીને એટલો પ્રેમ કરું છું કે આજ સુધી એની સામે બોલવાની હિમ્મત જ નથી આવી. હું એને હર્ટ કરવા નથી માંગતો."

"એટલે હું હર્ટ થઈશ એ ચાલશે તને?"

" ડોન્ટ વરી. હું આજે કંઈ પણ કરીને એની સાથે વાત કરીશ."

"પ્રોમિસ..." નિતુએ પોતાની હથેળી આગળ કરી. થોડીવાર તેની હથેળી સામે જોઈ રહેલા મયંકે અંતે તેની હથેળીમાં પોતાનો હાથ મૂકી તેને પ્રોમિસ કર્યું, "આઈ પ્રોમિસ નિતુ, હું તારી જગ્યા બીજા કોઈને નહિ લેવા દઉં. હું મારા પરિવાર સામે આજે જ તારી વાત કરીશ." તેને આલિંગન આપી મયંક બોલ્યો, "ચાલ... હું તને તારી હોસ્ટેલ પર ડ્રોપ કરી દઉં છું."

નિતુને તેની હોસ્ટેલ પર ડ્રોપ કરીને મયંક પોતાની હોસ્ટેલમાં ગયો અને વારંવાર પોતાના ફોનને હાથમાં લઈ અને પાછો નીચે મૂકી દેતો. તેની આ કરતૂત જોતા તેના રુમમેટ અનંતે તુરંત જ કહ્યું, "યાર મયંક... હું ક્યારનો જોઉં છું કે તું ફોન સાથે ચેનચાળા કરી રહ્યો છે. આ ટચ કરીને ફોન પાછો મુકવાની મગજમાં ઘૂરી કેમ ચડી ગઈ છે તને?"

ટુચકારો કરતા તે બોલ્યો, " શું કહું અનંત, નીતિકાને મળવા ગયેલો."

"બ્રેક અપ?" તેણે ઉત્સાહ પૂર્વક અચાનક શબ્દો કાઢ્યા.

"અરે નહિ યાર!"

"મેસેજની ના પાડી હશે!... હેને ?"

"ઓ...ઓ... ઉત્સાહી... એવું કંઈ નથી થયું."

"તો?"

"યાર નિતુ ફોર્સ કરે છે કે હું અત્યારે જ મારી ફેમિલીને એની વાત કરું."

"અચ્છા... તો એમ વાત છે. એક સલાહ આપું છું. જેમ એ કહે છે, એમ તારે અત્યારે જ કરવું પડશે. કારણ કે તારા પપ્પાની સામે વાત કરવી એ તારું કામ નહિ અને નિતુને ના પાડવી એ પણ તારું કામ નહિ. થોડી હિમ્મત ભેગી કર અને ફોન કરીને તારા પપ્પાને બધી જાણ કરી દે. જે થશે એ જોયું જશે."

"અં...અ... સાચે કરી દઉં?" 

"હા યાર... ના પડેલી તને. તો પણ મોટા ઉપાડે ચાલ્યો જતો નિતુ પાછળ. હવે હિમ્મત ભેગી કર અને અંકલને ફોન કર." 

એક ઊંડો શ્વાસ લીધો અને ફોન લઈને તેણે નંબર કાઢ્યો અને ફોન કરી દીધો. થોડીવારે રિંગ વાગી અને સામેથી તેના પપ્પા જગદીશભાઈએ ફોન ઉપાડ્યો, "મયંક... બોલ બોલ બેટા શું કરી રહ્યો છે?"