Bhitarman - 30 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 30

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભીતરમન - 30

હું મા અને તુલસીની વાત સાંભળી ભાવુક થઈ ગયો હતો. મારે એમની પાસે જઈ શું વાત કરવી એ મને કંઈ જ સમજાતું નહોતું, આથી હું ગાય પાસે ગયો અને ત્યાં ખાટલો ઢાળી એના પર બેસતા મે મા ને સાદ કર્યો હતો. મા મારો અવાજ સાંભળી તરત જ બહાર આવી હતી. મેં એ વાતની નોંધણી કરી કે, તુલસી એ પણ મારો અવાજ સાંભળ્યો છતાં એણે મારા મનની ઈચ્છાને માન્ય રાખી એ મારા તરફ આવી મને તકલીફ થાય એવું કરતી નહોતી. મારા મનમાં હવે તુલસી માટે કુણી લાગણીનું બીજ ફૂટી નીકળ્યું હતું. એ ઝીણી ઝીણી વાતોમાં પણ મારી ઈચ્છાને માન આપી રહી હતી એ હું હવે ખૂબ જ સારી રીતે સમજી ચૂક્યો હતો. કદાચ તુલસીનો આ સ્વભાવ જ મને સ્પર્શી ગયો હતો. અનહદ પ્રેમ હોવા છતાં પોતાના પ્રેમને એણે ભીતરમનમાં એક ખૂણામાં સાચવીને રાખ્યો હતો. એ ફક્ત મારા મનને સમજીને જીવન જીવી રહી હતી. મેં તુલસીને થોડો સમજવાનો પ્રયાસ કર્યો અને હું ખરેખર ખુદને ભાગ્યશાળી સમજવા લાગ્યો હતો, કારણકે, તુલસી જેવું સમજુ અને સુશીલ પાત્ર ભાગ્યશાળીને જ મળે!

માએ મને વિચારમાં ગુંચવાયેલ જોઈને પૂછ્યું,"શું થયું બેટા કેમ એટલું બધું વિચારમાં ખોવાયેલો છે? બધું ઠીક તો છે ને દીકરા?"

"હા મા! બધું જ ઠીક છે. બસ એમ જ થાકી ગયો હતો. મા તું કેમ મારે આટલી ચિંતા કરે છે?" મેં માને ખાટલા પર બેસાડી અને એના ખોળામાં મારું માથું રાખી શાંતિથી ખાટલા પર લંબાવતા હું બોલ્યો હતો.

માએ તુલસીને સાદ કરીને મારા માટે પાણી મંગાવ્યું હતું. તુલસીના પાયલ ના રણકાર આજે મારા હૃદયના ધબકાર સાથે તાલ મેળવી રહ્યા હતા, તુલસી તરત જ લોટો ભરીને મારા માટે પાણી લાવી. હંમેશની જેમ આજે પણ તુલસીએ પાણીનો કળશિયો જમીન પર મૂકયો હતો. 

મેં પાણીનો કળશિયો ઉપાડ્યો અને પાણી પીધું હતું. હું આંખ બંધ કરી તુલસીના એક એક શબ્દને યાદ કરીને ખુશ થઈ રહ્યો હતો. મા મારા માથા પર પ્રેમથી હાથ ફેરવી રહી હતી. મન આજે ખૂબ જ શાંત થયું હતું. મને ઊંઘનુ એક જોકુ આવી ગયું હતું.

રૂમઝૂમ કરતી જુમરી મારી પાસે આવી અને બોલી, "એય વિવેક! તારો અને મારો પ્રેમ તો હંમેશા રહેશે જ! આપણો પ્રેમ તો આત્મા સાથે જોડાયેલો છે, આથી એ ક્યારેય તૂટી શકે એ શક્ય જ નથી. પણ હા! જીવન જીવવા માટે એક સાથીદારની જરૂર પડે છે. આથી તું તુલસીનો સ્વીકાર કરીશ તો તે મારા પ્રેમને અન્યાય કર્યો એવું તારે વિચારવું એ તદ્દન ખોટી વાત છે. આ તો તારી પહેલા મારું મૃત્યુ નિમિત બન્યું, પણ જો કદાચ મારી જગ્યાએ તારું મૃત્યુ થયું હોત તો શું હું ફરી મારા જીવનમાં કોઈ નો સ્વીકાર કરું તો શું તું દુઃખી થાત? નહીં ને! તો પછી તે એમ કેમ વિચારી લીધું કે, તું મારી સાથે અન્યાય કરે છે! મારી ખુશી તું ખુશ હોય એમાં જ છે. પણ તું એ ચિંતામાં ઘરથી દૂર રહે કે, તુ કોને ન્યાય આપે મને કે તુલસીને? આમ વિવશ થઈ તું તારું આખું જીવન વિતાવે તો મારો આત્મા અવશ્ય દુઃખી થાય. મુક્ત મનથી જીવ! કુદરતના આપેલ જીવનને ખૂબ દિલથી સ્વીકાર અને ભારવિહીન પ્રેમથી તુલસી સાથે જીવન જીવ!"

"તુલસી વિવેક માટે ચા લાવજે બેટા!" માના વેણથી મારી ઊંઘ ઊડી અને જાણે ઝુમરી સ્વપ્નમાં મારા મનનું સમાધાન કરવા જ આવી હોય એવી લાગણી મને થઈ રહી હતી.

તુલસી થોડી વારમાં જ ચા બનાવીને તાંસળીમાં ભરીને લાવી હતી. આજે પહેલીવાર મેં તુલસીના હાથમાંથી જ સીધી ચાની તાંસળી લીધી હતી. તુલસીને મારો આ બદલાવ તરત જ ધ્યાનમાં આવી ગયો હતો. એના ચહેરા પર પડેલ ગુલાબી શેરડા એના મનની ખુશીને જાહેર કરી રહ્યા હતા. 

હું ચા પી અને તરત જ તેજાને મળવા માટે જાઉ છું. એવું કહી ઘરની બહાર નીકળી ગયો હતો. હું તેજાના ઘરે જઈ અને એને મારી સાથે લઈને આજે ફરી અમે બંને નદીકાંઠે ગયા હતા. નદીકાંઠે પહોંચી અમે બંને કુદરતના સાનિધ્યમાં એકબીજના મન વાંચી રહ્યા હતા. એ મારો ચહેરો જોઈ અને મને કંઈ પૂછે એ પહેલા જ મેં એને મારા મનમાં ચાલતા વિચાર રજૂ કરવાના હેતુથી હું બોલ્યો, "તુલસીમાં મને ઝુમરી જેવી જ લાગણી અનુભવાય રહી છે, અને આજે તુલસી ના વિચારો મારા મનમાં એટલી હદે આવી રહ્યા હતા કે, જેનો ભાસ કદાચ ઝુમરીને પણ થઈ ગયો હતો. ઝુમરી મારી પરિસ્થિતિ સમજીને ખુદ મારા સ્વપ્ને આવી મને તુલસીને પ્રેમથી સ્વીકારવાનું કહીને જતી રહી હતી. હું આજે ખરેખર ખૂબ ખુશ છું. અમે એકબીજા સાથે જોડાયેલ હોવા છતાં અધૂરા હતા. પણ હવે મને મારા ભીતરમનની લાગણી સમજાય ગઈ છે. આ ત્રણ વર્ષ મેં તુલસીને એના કોઈ જ હક આપ્યા ન હતા, એનો નિસ્વાર્થ પ્રેમ આજે મારુ મન જીતી ગયો છે."

"વાહ! શું વાત કરે છે? ખરેખર તું તારા મનથી કહે છે? તું તુલસીનો સ્વીકાર કરે એ ખૂબ સારું જ છે, પણ પછી તારું મન બદલી જાય અને તારા મનમાં ઝુમરી માટે અપરાધ ભાવ જાગે તો તું તુલસીનો અસ્વીકાર નહીં કરે ને? ખૂબ સમજીને સ્વીકાર કરજે. પણ સ્વીકાર કર્યા બાદ એનો આત્મા દુભાઈ એવું ન કરતો."તેજાએ ફરી એકવાર સાચી મિત્રતા નિભાવતા મને ચોખા શબ્દમાં સલાહ આપી હતી.

"હા! તારી વાત એકદમ સાચી છે. મેં ખૂબ વિચાર કર્યા બાદ હું એ નિર્ણય પર આવ્યો છું કે, કદાચ મારા ભાગ્યમાં ધર્મપત્ની તરીકે તુલસીના જ ભાગ્ય લખાયેલ હશે, ઝુમરી નો સાથ ફક્ત મારી પ્રેમિકા તરીકેનો જ હશે! મારા ભીતરમનમાં રહેલ દરેક પ્રશ્નના જવાબ કુદરત જ આપી રહી હોય એવું મને અનુભવાઇ રહ્યું છે." મેં મારા મનનો ખુલાસો કરતા તેજાને કહ્યું હતું.

"હા મને વિશ્વાસ છે તું તારા સ્વભાવ મુજબ ક્યારેય તુલસી સાથે ખોટું નહીં કરે!"

"મારે તને બસ એજ મારા મનના ભાવ જણાવવા હતા. મારા દરેક દુઃખમાં સૌથી પહેલા તે જ મને સાથ આપ્યો છે. આથી આજે હું ખૂબ જ ખુશ છું એ ખુશી નું કારણ પણ સૌથી પહેલા તને જ જણાવ્યુ છે! હજુ તુલસીને પણ એના માટે મારા મનમાં જન્મેલી લાગણી જણાવી નથી. હવે, ચાલ ઉતાવળ કર! ઘરે જવું છે. મારે આજે તુલસીને મારા મનની લાગણી જણાવી છે."

"ઓહો! તને તો આજે ભારે ઉતાવળ છે! કેમ આજે એકેય દમ મારવા નથી? તું કહે તો એકાદ બોટલ આજે તારી સાથે હું પણ પી લઉં." તેજાએ મસ્તીના સૂરમા કહ્યું હતું.

હું તેજાની વાત સાંભળીને ખળખડાટ હસી પડ્યો હતો. આજે ઘણા સમય પછી અમે બંને ખૂબ જ ખુશ હતા.

હું મારા ઘરે પહોંચ્યો ત્યારે હજુ મા અને તુલસી બંને જાગી રહ્યા હતા. બંને બાપુ પાસે બેઠા હતા. હું જેવો ઘરમાં પ્રવેશ્યો કે ગાયે મને ભાંભરીને આવકાર આપ્યો હતો. મેં હંમેશા ની જેમ ગાયને ગળામાં વહાલ થી હાથ ફેરવ્યો હતો. ઘણા સમય બાદ મારા પહેલા જેવા જ સ્પર્શથી એ પણ આજે ખુશ થઈ અને હરખનાં આંસુ સારવા લાગી હતી.

કેવો હશે તુલસીનો હરખ વિવેકની લાગણી જાણીને? 

બાપુના ધંધામાં સ્વાર્થી વેજો શું નવું કાવતરું કરશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏