Life is a fleeting moment in Gujarati Magazine by Thummar Komal books and stories PDF | ટચૂકડી ક્ષણ છે જીંદગી

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ટચૂકડી ક્ષણ છે જીંદગી

થોડા દિવસો પહેલા મારા કાકા નું નાની ઉંમર માં હાર્ટ એટેક આવવાથી અવસાન થઈ ગયું. મારા કાકી રડતા રડતા બોલ્યા કે અમે આખી જિંદગી જઘડો જ કર્યો છે. નિર્જીવ પડેલા શરીરના પગ પકડીને માફી માગતા હતા ત્યારે એ વિચાર આવ્યો કે આ વસ્તુ પહેલા કરી લીધી હોય તો? હવે જે શરીરમાં પ્રાણ નથી, જે ભગવાનની પ્રોપર્ટી છે એની સામે માથું પછાડો તો પણ એને ક્યાં સમજાવવાનું છે. આપણે બધા આવું કરીએ છીએ. આપણને બધાને એવું છે કે હજુ તો આપણે ઘણું જીવવાના છીએ. પરંતુ શરીર અને શ્વાસનો કોઈ જ ભરોસો નથી.

 ગાડીમાં જેમ પેટ્રોલ, ડીઝલના આંકા બતાવવામાં આવે છે, જેમ મોબાઇલમાં બેટરીના પર્સન્ટેજ બતાવે છે, એમ જિંદગી ક્યારેય સૂચના નથી આપતી કે હવે તમારી પાસે આટલા જ શ્વાસ વધ્યા છે. કોઈ પ્રિયજન લાંબા સમય માટે મુસાફરી કે વિદેશ યાત્રા પર જાય ત્યારે આપણે જાણતા હોઈએ કે છ મહિના - વર્ષ માટે મળી શકાશે નહીં. એટલે માણસ એકબીજાને ભેટીને એટલા સમય પૂરતી ચાલી શકે એટલી હુંફ ની સુકવણી, સ્મરણો હૃદયમાં સંગ્રહ કરી લે છે. કારણ કે ખબર હોય છે કે અમુક ચોક્કસ સમય પછી ફરીથી મળવાનું છે. પરંતુ જ્યારે માણસને અનંતની વાટ પકડવાની થાય, જ્યારે ઉપરથી તેડું આવે ત્યારે એક મિનિટ જેવો પણ સમય નથી મળતો કે એકબીજાને ભેટીને થોડી હુંફ મેળવી શકાય.

તો પછી આટલા વર્ષો સાથે રહ્યાં નું શું? દરેક માણસને પોતાના પ્રિયજન,સ્વજન સાથે રહેવાનો મોકો મળે છે. શું એ મોકાનો ભરપૂર ઉપયોગ ન થઈ શકે? ગમતી વ્યક્તિ સાથે મન ભરીને જીવવાનું નામ જ જિંદગી છે. પરંતુ અહીંયા દરેક વ્યક્તિ મન ભરીને નહીં, મનમાં ભરીને જીવે છે. "એણે મારી સાથે આવું કર્યું તો હું પણ એમ જ કરીશ" આ તો બદલા ની ભાવના થઈ. સામેવાળાએ કોઈ ભૂલ કરી તો બદલામાં 'એવું જ કરી બતાવીશ' આવી મનોભાવના સેવતા એ વિચાર આવે કે તો પછી એનામાં ને મારામાં ફરક શું? જે વસ્તુ આપણને નથી ગમતી એ સામેવાળાને પણ ના ગમતી હોય. કોઈએ કયારેક આવેગમાં આવીને એવું કઈક એનાથી થઈ ગયું હોય તો એને ભૂલ કહેવામાં આવે છે. 'માણસ માત્ર ભૂલને પાત્ર' પરંતુ એણે કર્યું એટલે હું પણ એવું જ કરીશ એ તો જાણી જોઈને, સમજી વિચારીને કરવામાં આવેલું કાવતરું છે. દરેક ભૂલ માફીને પાત્ર છે પરંતુ સમજીને કરવામાં આવેલું કાવતરું કદાપી માફીને યોગ્ય ના ગણી શકાય.

તો પ્રશ્ન એ આવે કે સામેવાળા ની ભૂલ પર મોટું મન રાખીને માફ કરી દેવામાં આવે તો સંબંધ કેવો ખીલી ઉઠે. એક વાક્ય મને ખરેખર ખૂબ જ ગમે છે કે 'એણે એક ભૂલ કરી અને એને યાદ રાખીને મે મોટી ભૂલ કરી' ટચૂકડી ક્ષણ છે જિંદગી. સમજવાનો કે સમજાવાનો પ્રયત્ન કરો તો ક્યારે હાથમાંથી સરી જાય એ પણ નથી સમજાતું. જિંદગી તો માણવાની વસ્તુ છે. જ્યારે પ્રિય પાત્રનો સાથ હોય ત્યારે વધારે દલીલ બાજીમાં ઉતરવા કરતા એ સાથ માણવાનો એક પણ મોકો ન ચૂકવો જોઈએ. કારણ કે અત્યારના સમયમાં પ્રિય વ્યક્તિનું સાથે હોવું એ જ મહત્વનું બની ગયું છે.

માણસ પાસે બે જ વિકલ્પ હોય છે. ગમતું પાત્ર મેળવી લેવાનું કે પછી જે પાત્ર મળ્યું હોય એ ગમાડી લેવાનું. બસ જે સાથે છે એનો સાથ માણી લેવાનું. કારણ કે ખબર નહિ ક્યારે એના નિર્જીવ પડેલા શરીરને છેલ્લી વાર સ્પર્શ કરીને માફી માંગવાનો સમય આવી જાય. એના કરતા જ્યારે સામે છે ત્યારે જ માફી માંગી લેવામાં શું ખોટું છે. અને એવી જ રીતે જે પોતાનું વ્યક્તિ છે એને માફ કરી દેવાનું કંઈક ખોટું નથી. દરેકના જીવનમાં લોકોનું એક લિસ્ટ હોય છે. પરિવાર, સગા વહાલા, મિત્રોને સામેલ કરતા અમુક લોકો આપણી પ્રાયોરિટી હોય છે. આપણે જાતે જ નક્કી કરીને બનાવેલું લિસ્ટ કે આટલા માણસો મને મારી જિંદગીમાં કોઈપણ સંજોગે જોઈએ છે. તો પછી એટલા માણસોની નાની મોટી ભૂલ ક્યારેક માફ કરીને, ક્યારેક પ્રેમથી સમજાવીને કે ક્યારેક નાની મોટી સજા આપીને જતું કરવું જોઈએ. બધું ભૂલીને આગળ વધવું જોઈએ. આપણા માટે જો માણસ મહત્વનું હોય તો ભૂલને ભૂલી જવી જોઈએ અને જો ભૂલ મહત્વની હોય તો માણસને ભૂલી જવું જોઈએ. આપણે નક્કી કરવાનું છે કારણ કે "આપણી પાસે તો પુષ્કળ સમય છે પછી વાત કરીશ એની સાથે" એ 'પછી ' ક્યારેય આવતું નથી. પછી ની ઘડી ની કોઈને ખબર નથી. એટલે જે વર્તમાન છે એ જ સત્ય છે એ માની ને આગળ વધીએ.