Kakori Train Robbery - 3 in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | કાકોરી ટ્રેન લૂંટ - 3

Featured Books
  • જીવન પથ - ભાગ 33

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩        ‘જીતવાથી તમે સારી વ્યક્તિ ન...

  • MH 370 - 19

    19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની ર...

  • સ્નેહ સંબંધ - 6

    આગળ ના ભાગ માં આપણે જોયુ કે...સાગર અને  વિરેન બંન્ને શ્રેયા,...

  • હું અને મારા અહસાસ - 129

    ઝાકળ મેં જીવનના વૃક્ષને આશાના ઝાકળથી શણગાર્યું છે. મેં મારા...

  • મારી કવિતા ની સફર - 3

    મારી કવિતા ની સફર 1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ મા...

Categories
Share

કાકોરી ટ્રેન લૂંટ - 3

બિસ્મિલ આત્મકથામાં લખે છે કે, અમાર સાથીઓ નક્કી કર્યા અનુસરા થોડી થોડી વારે હવામં ફાયરિંગ કરી રહ્યા હત. રૂપિયાથી ભરેલી લોખંડના પતરાની પેટીઓ લેવા માટે બાકીના સાથીઓ ગાર્ડની કેબીનમાં અંદર ગયા. પેટીઓ ઉંચકવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે પેટીઓ ખુબ જ વજનદાર છે. તેને ઉઠાવી ભાગી શકાય તેમ નથી. જેથી અશફાકે પેટીને હથોડાથી તોડવાનો પ્રયાસ કર્યો પણ તેને સફળતા મળી નહીં.

એક તરફ અશફાક હથોડાથી પેટી પર વાર કરી રહ્યો હતો અને અમારા બધાના શ્વાસ રોકાઇ ગયા હતા. અમારી નજર માત્ર અશફાક તરફ જ હતી. દરમિયાન ત્યાં એવી ઘટના બની કે, અમારા બધાનું જીવન હંમેશા માટે બદલાઇ ગયું.

અમારી બધાની નજર અશફાક અને ગાર્ડની કેબીન તરફ હતી ત્યારે ગાર્ડ કેબીનથી બે ડબ્બા આગળના ડબ્બામાં બેઠેલો એક મુસાફર નીચે ઉતરી મહિલાઇના ડબ્બા તરફ આવી રહ્યો હતો. અમે બધા સતત થોડી થોડી વારે હવામાં ફાયરિંગ કરી રહ્યા હતા. જેથી અમને એમ હતું કે, અમારા તરફ આવવાની કોઇ હિંમત નહીં કરે. જાેકે, ટ્રેન બહાર શું થઇ રહ્યું છે તે વાતથી અજાણ મુસાફર જેનું નામ અહમદ અલી હતું તે મહિલા ડબ્બામાં બેઠેલી તેની પત્ની મળવા આગળ વધી રહ્યો હતો. એક તરફ અહમદ આગળ વધી રહ્યો હતો તેને તો ઘટનાનો કોઇ ખ્યાલ પણ ન હતો, બીજી તરફ અમારૂ ધ્યાન તેના તરફ ગયું.

બિસ્મિલે આત્મકથામાં લખ્યું છે કે, અહમદ અલી આગળ વધી રહ્યો હતો ત્યારે તે વાતને સમજતા મને વધારે સમય ન લાગ્યો. પરંતુ મારા સાથીઓ સ્થિતી ઝડપથી સમજી ગયા હતા. તેવામાં અમારા એક ઉત્સાહી સાથે મન્મથનાથ જેમને હથિયારનો ઉપયોગ કરવાનો ઓછો અનુભવ હતો તેઓએ અહમદ અલીને ગાર્ડની કેબીન તરફ આવતો જાેયો. તેને જાેઇને મન્મથનાથે નિશાન લીધું અને હું કંઇક કહું તે પહેલા જ તેને પિસ્તોલનું ટ્રિગર દબાવ્યંુ. જે ગોળી અહેમદ અલીને વાગી અને તે જમીન પર ઢળી પડયોં. આ બધુ બની રહ્યું હતું ત્યારે અશફાક લોખંડનો પટારો તોડવામાં વ્યસ્થ હતો. તે ભારે જહેમત કરી રહ્યો હતો પરંતુ તેને સફળતા મળી રહી ન હતી.

આ ઘટના પછી બિસ્મિલ પેટીઓ તરફ ગયા અને અશફાકના હાથમાંથી હોથોડો લીધો અને સંપૂર્ણ તાકાતથી પટારા પર લાગેલા તાળા પર એક વાર કર્યો. બિસ્મિલના એક વારથી તાળું તુટીને નીચે પડી ગયું. તાળું તુટતાં જ બધા રૂપિયા કાઢી એક ચાદરમાં એકઠા કરવાનું શરૂ કર્યુ. દરમિયાન એક નવી સમસ્યા જેના વિષે અમે વિચાર્યુ પણ ન હતું તે અમારી સામે આવી.

દૂરથી એક ટ્રેન નજીક આવતી હોવાનો અવાજ આવી રહ્યો હતો. બિસ્મિલ, આઝાદ સહિતના તમામ સાથીઓમાં એવો ડર ઊભો થયો કે, અહીંના દ્રશ્યો જાેઇ સામેથી આવતી ટ્રેનના ચાલકને કોઇ શંકા ન જાય. આ સમયે શાહજહાંપુર તરફ જતી ટ્રેન જેમાં લૂંટની ઘટના બની રહી હતી તેના મુસાફરો પણ પોતાની જગ્યાએ આઘાપાછા થવા લાગ્યા હતા. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ભાગી શકે તેવો પણ એક ડર હતો. પરંતુ તે દિશામાં કોઇએ વિચાર્યુ નહીં, બિસ્મિલ પોતાની પાસેની પિસ્તલ હવામાં લહેરાવી રહ્યા હતા. તેમણે બાકીના સાથીઓને તેમની પાસે રહેલા હથિયારો છુપાવવા માટે ઇશારો કર્યો. તેમજ અશફાકને ઇશારો કરી હથોડો પણ નીચે ફંેકવા માટે કહ્યું. સામેથી આવી રહેલી ટ્રેન નજીક આવી જે પંજાબ મેલ હતી જેટલી ઝડપથી ટ્રેન નજીક આવી તેટલી જ ઝડપથી અટક્યાં વિના તે આગળ વધી ગઇ. ટ્રેનને લૂંટવાની યોજના પ્રમાણે બધુ ન થયું પરંતુ લૂંટની ઘટનાને અંજામ આપતા અંદાજે અડધો કલાક જેટલો સમય લાગયો.

બિસ્મિલ આત્મકથામાં કહે છે કે, મને લાગયુ કે, અમને બધાને એક નિર્દોષ મુસાફર અહમદ અલીનો જીવ ગયો તેનો અફસોસ હતો. અહમદ અલીની ભૂલ એટલી જ હતી કે તે ખોટા સમયે ખોટી જગ્યાએ હતો.