Gujarat and Congress - 3 in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | ગુજરાત અને કોંગ્રેસ - 3

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ગુજરાત અને કોંગ્રેસ - 3

ગુજરાતથી બિહાર થઇ ફરી ગુજરાતની વાત પર આવીએ. ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના પગલે ગુજરાતમાં ચીમનભાઇ પટેલનીની સરકાર પડી ભાંગી. જે બાદ રાષ્ટ્રીય કોંગ્રેસના મોવડી ઇંદિરા ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે માટેના પ્રયાસો અને સમીકરણ બાંધવાની શરૂઆત કરી. જેમાં સૌથી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવામાં આવ્યું હ તું. એવામાં જ મોરારજી દેસાઈના ઉપવાસને કારણે તેમણે વિધાનસભા ભંગ કરી. જે બાદ પુનઃ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. ત્યારે કોંગ્રેસમાંથી કાઢી મુકવામાં આવેલા ચીમનભાઇ પટેલે કિસાન મજદૂર લોકપક્ષની રચના કરી. કોંગ્રેસ, જનતા મોરચા અને ચીમનભાઇના કિમલોપ વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો.

ઇવોલ્યુશન ઓફ બીજેપી પુસ્તક લખનાર ભાજપના જ નેતા વિજયકુમાર મલ્હોત્રા લખે છે કે, ગુજરાત વિધાનસભાની ૧૯૭૫ની ચૂંટણી સમયે સંસ્થા કોંગ્રેસના નેતા મોરારજી દેસાઇને તેમની પોતાની પાર્ટી ઉપરાંત ભારતીય જનસંઘ થતા લોકદળજના ઉમેદવારોને પસંદ કરવાની સત્તા અપાઇ હતી. ૧૨મી જૂન ૧૯૭૫ના રોજ ગુજવા વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા. જાેકે, આ જ દિવસે અલ્લાહબાદ હાઇકોર્ટે ચૂકાદો જાહેર કર્યો. જેમાં ૧૯૭૧માં ઇંદિરા ગાંધી જે બેઠક પરથી ચૂંટણી લડયાં હતા તેને રદ કરવામાં આવી તેમજ ઇંદિરા ગાંધી પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

૧૯૭૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસને બહુમતી ન મળી. ૧૮૨ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે ૭૫ બેઠક આવી હતી. જ્યારે મોરારજી દેસાઇની સંસ્થા કોંગ્રેસને ૫૬, ભારતીય જનસંઘને ૧૮, લોકદળને અને સોશિયાલિસ્ટ પાર્ટીને ફાળે બે-બે બેઠકો આવી હતી. જ્યારે આ ચૂંટણીમાં ૧૬ અપક્ષ ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા. આ ચૂંટણીમાં ચીમનભાઇ પટેલને પણ હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે તેમના પક્ષ કિમલોપને ફાળે ૧૨ બેઠકો આવી હતી. જનતા મોરચા સાથે અપક્ષના ટેકા સાથે ૮૮ ધારાસભ્યનું બળ હતું. પરંતુ બહુમતી હજી પણ હાથવેંત છેટી હતી. એવાામં ચીમનભાઇ પટેલના પક્ષ કિમલોપે જનતા મોરચાને વિના શરતે ટેકો જાહેર કર્યો અને બાબુભાઇ જશભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પહેલી બિનકોંગ્રેસી સરકારની સ્થાપના થઇ.

હજી તો બાબુભાઇએ મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળ્યાના એક જ સપ્તાહમાં ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી. વિપક્ષના મોટા નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા. જાેકે, શરૂઆતમાં આંચકો આવ્યો પણ પછી કટોકટી સામે જંગની શરૂઆત થઇ. ડાબેરી પક્ષો સહિતના વિપક્ષે એક જૂટ થઇ અથવા પોત પોતાની રીતે કટોકટી સામે ભૂગર્ભ ચળવળની શરૂઆત કરી. જે ચળવળમાં ગુજરાતની બિનકોંગ્રેસી બાબુભાઇ જશભાઇ પટેલની સરકારે સહાનુભૂતિ દાખવી હતી. પોતાની સામેની ચળવળને સહાનુભૂતિ દાખવનાર બાબુભાઇ પટેલની સરકારને ઇંદિરા ગાંધીએ નવ મહિનામાં જ બરતરફ કરી અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. કટોકટી ઉઠયા બાદ ગુજરાતમાં પણ રાષ્ટ્રપતિ શાસનનો અંત આવવાનો જ હતો. કટોકટી ઉઠવાના ત્રણ મહિના જેટલા સમય બાદ ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ માધવસિંહ સોલંકીને પહેરાવવામાં આવ્યો હતો.

ગુજરાતમાં મોરચા સરકારની રાહે જ કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર શાસનની ધુરા સંભાળી. ગુજરાતમાંથી ભારતીય જનસંઘના સાંસદો લોકદળના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડી અને જીત્યા હતા. કેન્દ્રમાં મોરારજી દેસાઇના નેતૃત્વમાં પહેલી બિનકોંગ્રેસી સરકારે શપથ લીધા. જે સાથે જ ગુજરાતમાં માધવસિંહ સોલંકેની સરકારનું પતન થયું. જે બાદ બાબુભાઇ જશભાઇ પટેલની સરકાર સત્તા પર આવી. ૧૯૮૦માં લોકસભાની ચૂંટણી યોજાઇ. જેમાં ફરી એક વખત કોંગ્રેસને પૂર્ણ બહુમત મળ્યો અને સત્તા હાંસલ કરી.

જે બાદ આવ્યો રાજકારણનો સૌથી મોટા બદલાવનો દિવસ. એપ્રીલ ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપના થઇ. જે બાદ મે મહિનામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ૧૮૨માંથી ૧૨૭ બેઠક પર પાર્ટી ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર ૬ બેઠક પર વિજય મળ્યો હતો. જ્યારે ૬૬ બેઠક પર તો ઉમેદવારે ડિપોઝીટ ગુમાવવાની નોંબત આવી હતી. જ્યારે ૫૫ ઉમેદવાર ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા હતા. તે સમયે એક ધ્યેય હતો કે પહેલા ગુજરાત અને પછી દેશની સત્તાની કમાન ભાજપના હાથમાં આવે. જે સ્વપ્ન આજે પૂર્ણ થયું છે.