Gujarat and Congress - 2 in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | ગુજરાત અને કોંગ્રેસ - 2

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ગુજરાત અને કોંગ્રેસ - 2

૧૯૭૧માં ઇંદિરા ગાંધી ગરીબી હટાવોના નારા સાથે ચૂંટણી લડયાં હતા. જેમાં તેમને જંગી બહુમતી મળી અને સરકાર પણ બનાવી. જે બાદ મે ૧૯૭૧માં ગુજરાતની હિતેન્દ્ર દેસાઇની સરકારને બરતરફ કરવામાં આવી હતી. માર્ચ ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. જેના ઉત્સાહ વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહરાત થઇ. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના પાકિસ્તાન સામેના પગલાં બાદ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૬૦માંથી ૧૪૦ બેઠક પર વિજય મળ્યો. જે ટકાવારીની દ્રષ્ટીએ કોંગ્રેસનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન માનવામાં આવે છે.

ક્રિસ્ટોફ જેફરોલેટ અને પ્રતિનવ અનિલ લિખીત પુસ્તક ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપમાં લખાયું છે કે, અવિભાજીત ઉત્તર પ્રદેશમાં મધ્યસત્રી ચૂંટણી યોજાવા જઇ રહી હતી. ત્યારે ગુજરાતમાંથી ચીમનભાઇ દ્વારા કેન્દ્રીય નેતૃત્વને રૂા. ૪ કરોડ ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે ફંડ પહોંચાડવામાં આવ્યું હતું. જેની સામે ચીમનભાઇ દ્વારા નર્મદા ડેમની. શરત મુકવામાં આવી હતી

ઇંદિરા ગાંધી દ્વારા તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી પદે ઘનશ્યામ ઓઝાને આરૂઢ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જેથી ગુજરાત કોંગ્રેસના ફંડ મેનેજર ચીમનભાઇને ખોટું લાગ્યું. જે બાબતે ધ કોંગ્રેસ ઇંદિરા ટુ સોનિયા ગાંધીમાં લેખમ વિજય સંઘવી લખે છે કે, ઇંદિરા ગાંધીના ર્નિણયને ઉપરવટ થઇ ચીમનભાઇએ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. જાેકે, તે સમયે ઇંદિરા ગાંધીએ લીધેલા ર્નિણય પ્રમાણે ધનશ્યામ ઓઝા જ મુખ્યમંત્રી બન્યાં હતા. પરંતુ તેમનો કાર્યકાળ માત્ર સવા વર્ષનો જ રહ્યો હતો. ઘનશ્યામ ઓઝાની સરકારને પાડીને ચીમનભાઇ ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં હતા. ચીમનભાઇને સત્તા અપાવવામાં તેમની સાથે સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર તેમના હરીફ કાંતિભાઇ ઘિયાને નાયબ મુખ્યમંત્રી પદથી નવાજબવામાં આવ્યા હતા.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હરિભાઇ દેસાઇના જણાવ્યા અનુસાર ઘનશ્યામ ઓઝાને સરકારને પાડી દેવા માટે ચીમનભાઇ પટેલના પ્રયાસોનું કેન્દ્ર તેમનું ફાર્મ હાઇસ પંચવટી જ હતું. જાેકે, આ ઘટના બાદ ચીમનભાઇ પટેલનું ફાર્મ હાઉસ ત્યારબાદ પ્રપંચવટી તરીકે ઓળખાતું થયું હતું. ચીમનભાઇ પટેલના સમયમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા નવનિર્માણ આંદોલનના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે, નવનિર્માણ આંદોલનને ચીમનભાઇ પટેલની સરકારના કેટલાક મંત્રીઓ દ્વારા જ વેગ આપવામાં આવ્યો હતો.

નવનિર્માણ આંદોલન પાછળનો વિદ્યાર્થીઓનો આક્રોષ તેમના ભોજન ખર્ચમાં થયેલો ઘટાડો હતો. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. જેને ગુજરાતને મળતા અનાજના જથ્થામાં ઘટાડો કર્યો હતો. જેથી ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભોજન ખર્ચમાં અસામાન્ય ઘટાડો કરાયો હતો. રાજ્ય સરકારના આ ર્નિણયથી જ ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના પાયા નંખાયા હતા.

ગુજરાતના રાજકારણ પર અચ્યુત યાજ્ઞિક દ્વારા લખાયેલી પુસ્તક ધ શૅપિગ ઑફ મૉર્ડન ગુજરાતમાં લખાયું છે કે, ૧૯૭૪ના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા નવનિર્માણ આંદોલનથી તેમનું સમર્થન મેળવવાની ઉત્તમ તક ભારતીય જનસંઘને મળી હતી. તે સમયે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોમાં ધરખમ વધારો થયો હતો. જેના પગલે કોલેજ કેમ્પસમાં અસંતોષથી આંદોલનની શરૂઆત હતઇ હતી. આંદોલનને યોગ્ય દિશા આપવા માટે તે સમયના વિદ્યાર્થી આગેવાનો દ્વારા રાજ્યના મોટાભાગના શહેરો અને ગામોમાં સ્થાનિક સ્તરે નવનિર્માણ સમિતિની રચના કરાઇ હતી. જેથી વિદ્યાર્થી પરષિદના માધ્યમથી વિદ્યાર્થીઓના નવનિર્માણ આંદોલનનો ભાગ બનવાનું જનસંઘ માટે સરળ બન્યું હતું. જે આંદોલનમાં આગળ પડતા વિદ્યાર્થીઓ નેતાઓ પૈકીના કેટલાક ભવિષ્યમાં જનસંઘના નેતા બન્યાં હતા.

ગુજરાતના નવનિર્માણ આંદોલનથી પ્રેરાઇની બિહારમાં જયપ્રકાશ નારાયણ દ્વારા સંપૂર્ણ ક્રાંતિનો નારો આપ્યો હતો. જાેકે, શરૂઆતમાં જયપ્રકાશ નારાયણને તે સમયે યુવાનોના વુદ્ધનેતા અથવા અશક્ત ગાંધીવાદી તરીકે ગણી તેમની અવગણના કરાઇ રહી હતી. પરંતુ નારાયણના આહવાન પર બિહારના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. બિહારના રાજકારણમાં આજના મોટા નામ એવા લાલુપ્રસાદ યાદવ, સુધીલકુમાર મોદી, સુબોધકાંત સહાય, રવિશંકર પ્રસાદ, શીવાનંદ તિવારી, વશિષ્ટ નરાયણ પણ જયપ્રકાશ નરાયણના આંદોલન થકી જ નેતા બન્યાં હતા. જ્યારે મુલાયમસિંહ યાદવ, નીતિશકુમાર અને રામવિલાસ પાસવાન આ જ આંદોલનની આડપદેશ હતા. આ પૈકીના અમુક જ નેતાઓએ બિહારના રાજકારણમાં દાયકાઓ સુધી રાજ કર્યુ હતું. તેમના સમય દરમિયાન તેમને હંમેશા કોંગ્રેસ વિરોધી ઝંડો ઉઠાવ્યો હતો. પરંતુ તે તમામ તકસાધુ હતા જેથી જરૂર પડે તેમને કોંગ્રેસ સાથે ગઠબંધન પણ કર્યા.