valgad in Gujarati Horror Stories by mahendr Kachariya books and stories PDF | વળગાડ.

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

વળગાડ.

કિંજલ અમદાવાદ શહેરના વસ્ત્રાલ એરિયામાં એવન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. કિંજલ ભણવામાં હોશિયાર હતી. જેથી દરેક ટીચરની વહાલી હોય છે. કારણકે એ સ્કૂલ ની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લે. કિંજલ સ્વભાવે પણ ખૂબ દયાળુ અને માયાળુ હતી, લોકો સાથે તે હળીમળીને રહેતી, દરરોજ સ્કૂલથી એક વાગ્યે આવી જાય, કિંજલ આવીને તેના મમ્મી સરોજબેનને વહાલથી ભેટીને વાતો કરવા લાગે, સ્કૂલ માં શું શુ થયું એ વિશે રજે રજની માહિતી આપે. સરોજબેન પણ દીકરીની વાતો સાંભળીને ખુશ થઈ જાય, અને કિંજલને કપડા બદલીને બંને મા દીકરી સાથે જમતા, સરોજબેન અને કિંજલ દરરોજ સાથે જમવાનો નિત્યક્રમ અને પછી કિંજલ પડોશમાં રહેતી તેની બહેનપણી નિશાના ઘરે જાય અથવા એને પોતાના ઘરે બોલાવીને સાથે લેશન કરે. કિંજલ અને નિશા બંને ખાસ બહેનપણી બેને એક જ ક્લાસ માં ભણતી હતી.

આજે કિંજલ ને આવવામાં મોડું થઈ ગયું હતું. બે વાગ્યા છતાં તે હજુ સુધી ઘરે આવી ન હતી! સરોજબેને તપાસ કરવા પડોશમાં નિશાના ઘરે જાય છે. ત્યાં જઈને સરોજબેન નિશાના મમ્મી મીનાબેનને પૂછે છે.

કિંજલ અહીં આવી છે."

ત્યારે મીનાબેન કહે છે.

"નિશા પણ હજી ઘરે નથી આવી !! હું પણ તમારે ત્યાંજ આવતી હતી કે નિશા ત્યાં તો નથી ને ??"

સરોજબેન અને મીનાબેન હજુ શુ કરવું એ વિચરતા હોઈ છે. કે બંને હજુ સુધી કેમ નથી આવી! ત્યાં જ કિંજલ અને નિશા સામેથી આવતા દેખાય છે!!

બન્ને ને આવતા આટલુ મોડું કેમ થયું એ બાબતે પૂછપુરછ થાય છે, જવાબમાં નિશા કહે છે. "આંટી કિંજલની તબિયત સારી નથી,એને ચક્કર આવાથી એ રસ્તામાં પડી ગઈ હતી!! એટલે આજે મોડું થયું."

સરોજબેન કિંજલને ઘરે લઈ જાય છે એને સોફા પર બેસાડીને પૂછે છે કે, " શું થયું હતું કેવી રીતે ચક્કર આવ્યા??"

પણ કિંજલ કોઈ વાતનો જવાબ ન આપ્યો એટલે ન જ આપ્યો બસ, ચૂપચાપ બેસી રહે છે,અને કંઇ વિચાર કરતી હોય છે. ચારેતરફ વિચિત્ર રીતે જોયા કરે છે.

સરોજબેન તેને શું થયું તે પૂછવાના ખૂબ પ્રયત્ન કર્યા! અંતે તે અકળાઈ અને ગુસ્સે થઈ ને પૂછે છે. તો તે ગુસ્સે થઈને તેના રૂમમાં જતી રહે છે. દિવસમાં ચાર ચાર વખત જમવવાળી છોકરી

જમવા માટે પણ બહાર નથી આવતી! થોડીવારમાં નિશા અને તેના મમ્મી મીનાબેન બંને કિંજલના સમાચાર પૂછવા માટે આવે છે. સરોજબેન તેમને કિંજલ ના આવા અજીબ વર્તન વિશે કહે છે.

નિશાને પૂછે છે "સ્કૂલ માં કઈ થયું હતું ?"

ત્યારે નિશા કહે છે "આંટી તે મારી સાથે પણ વાત નથી કરતી, મારી વાતનો જવાબ પણ નથી આપતી, આપણે ડરી જઈએ તે રીતે જોવે છે."

સરોજબેન કિંજલના પપ્પા સુરેશભાઈને ફોન કરીને બોલાવે છે. કિંજલના પપ્પા ઘરે આવે પછી તે કિંજલને ડોક્ટર પાસે લઈ જવાનું કહે છે, પણ કિંજલ માનતી નથી,અને ગુસ્સે થઈ ને બધી વસ્તુ આમ તેમ ફેકવા માંડે છે. તેના પપ્પા અને મમ્મીતો તેનું આવું વર્તન જોઈને ડઘાઈ જ જાય છે, તે માંડ માંડ કિંજલ ને શાંત કરે છે!! અને કિંજલ બેહોશ થઈ જાય છે. સુરેશભાઈ તેમના ફેમેલી ડોક્ટર આશુતોષ ભાઈને બોલાવે છે. થોડીવારમાં આશુતોષ ભાઈ આવીને કિંજલની તપાસ કરે છે, અને કહે છે કે કિંજલ સાવ નોર્મલ છે કઈ નથી થયું. કદાચ વિકનેસના લીધે ચક્કર આવી ગયા હતા! હું અમુક દવા આપું છું એ સાંજે કિંજલને ખવડાવી દેજો કાલ સુધી એને સારું થઈ જશે. પછી ડોક્ટર અને નિશા ને એના મમ્મી પણ ત્યાંથી નીકળી જાય છે. સાંજે મોડેથી કિંજલ ઉઠે છે અને જમવાનું માંગે છે. સરોજબેન તેને જમવાનું આપે છે, પણ આજે કિંજલની જમવાની રીત જોતાજ રહી જાય છે,કારણકે માંડ 2-3 રોટલી જમતી કિંજલ આજે ૨-3 જણનું જમી જાય છે. સરોજબેન તરત ફોન પર આ વાત મીનાબેનને કરે છે તો મીનાબેન નિશાને પૂછે છે કે કિંજલ ક્યાં અને કેવી રીતે પડી ગઈ?

ત્યારે નિશા કહે છે કે, કિંજલ અને હું ચાલતા હતા અને નિશાના પગ માં કંઇક વસ્તુ અથડાય ચાર રસ્તા ઉપર અને એ પડી ગઈ, પછી મે એને ઊભી કરી અને સાઇડ પર બેસાડી, એને પાણી પીવડાવ્યું અને અમે થોડીવાર ત્યાં જ બેઠા! મે તેને પુછ્યું પણ ખરું કે ક્યાંય વાગયું તો નથીને તો કંઈ જવાબ જ ના આપ્યો!! પછી થોડીવાર રહીને કહે ચલ ઘરે જઈએ,અને અમે ઘરે આવ્યા. આ આખો ઘટનાક્રમ મીનાબેન સરોજબેનને જણાવે છે. અને એક સલાહ પણ આપે છે કે, કિંજલનો પગ પયો લાગે છે ચાર રસ્તા પર નાખેલી કોઈ મેલી વસ્તુ પર, તો ઝાડુ નાખવા લઈ જાઓ દરગાહ પર! આ વાતની શક્યતા જણાતા સરોજબેન સાંજે જ્યારે કિંજલને કહે છે કે ચલ, દરગાહ પર ઝાડુ નાખી આવીએ તારા પર મારો વહેમ દૂર થઈ જાય! આ સાંભળીને કિંજલ એટલી ગુસ્સે થઈ જાય છે કે ઘરની વસ્તુ આમતેમ ફેકવા લાગે છે અને આંખો કાઢીને ડરાવે છે, પોતાના વાળ પણ ખુલ્લા મૂકી દે છે. સરોજબેન તો કિંજલનું આ રૂપ જોઈને જ ડરી જાય છે, તે મીનાબેનને બોલાવે છે. મીનાબેન પણ કિંજલ નું આવું વર્તન જોઈને હેબતાઈ જાય છે.

બીજા દિવસે સવારે કિંજલ સ્કૂલે જતી નથી, તે ઘરની બહાર બેઠી હોય છે. ત્યાં એક ફકીર આવે છે અને જાણે કિંજલના શરીરમાં કોઈને કહે છે કે, "તું જતી રહે આની અંદરથી અને આ છોકરી ને છોડી દે,જતી રહે અહીંથી "

આ સાંભળીને કિંજલ ગુસ્સે થઈ જાય છે!! અને ફકીર ને કહે છે. "હું નહિ જાઉ આ શરીર મૂકીને તું જા અહીંથી."

એટલામાં અવાજ સાંભળી ને સરોજબેન બહાર આવે છે, અને કિંજલ નું આવું વર્તન જોઈને તે પીર ને પૂછે છે કે "શું થયું છે આને ? " ત્યારે ફકીર કહે છે કે "આને વળગાડ થયો છે બેન અને અત્યારે તો એ આ શરીર મુકવાની ના પાડે છે. " ત્યારે સરોજબેન રડતા રડતા ફકીરને કહે છે કે કંઇક કરો,મારી કિંજલને બચાવી લ્યો, ફકીર કહે છે "બેન તમે પરેશાન ના થાવ કદાચ ઉપરવાળા એ જ તમારી પરેશાની દૂર કરવા મને મોકલ્યો છે. ફકીર કિંજલને પૂછે છે કે,"શું જોઈએ છે તારે? તને બધું અપાવી દઈશ, પણ એક શરત પર કે તારે આ છોકરીના શરીરને મૂકીને જવું પડશે!" કિંજલની અંદરનો વળગાડ હામી ભરે છે. અને તેને જોતી વસ્તુ માંગી લે છે. સરોજબેન મીનાબેનને બોલાવીને બધી વાત કરે છે અને જે વસ્તુ માંગી છે એ તત્કાળ લઈ આવા મિત્રભાવે કહે છે, મીનાબેન પણ મિત્રભાવે જઇને બધું લઈ આવે છે, સરોજબેન મીનાબેનનો આભાર માને છે. ફકીર કિંજલની અંદર રહેલા વળગાડને કહે છે," જો તે માંગી હતી એ બધી વસ્તુ આવી ગઈ છે, તું લઈ ને જલ્દી જતી રહે.."ત્યારબાદ ફકીર કિંજલ પરથી ઉતારીને બધી વસ્તુ કિંજલના હાથમાં મૂકે છે, અને કિંજલ એ વસ્તુ લઈને જાતે જ ચાર રસ્તે યંત્રવત જાય છે, સરોજબેન,મીનાબેન અને ફકીર એ લોકો કિંજલની પાછળ પાછળ જાય છે. કિંજલ તો જાણે ખજાનો મળ્યો હોઈ એમ દોડતી હોય એમ વસ્તુ લઈને જાય છે. ત્યારબાદ કિંજલ એ વસ્તુ ચાર રસ્તા પર મૂક્યાં બાદ, થોડી આગળ જઈને ચક્કર ખાઈને પડી જાય છે!! સરોજબેન,મીનાબેન અને ફકીર કિંજલને ઉંચકીને ઘરે લઈ જાય છે, ફકીર કિંજલ પર ઝાડું ફેરવે છે અને, થોડીવાર માં કિંજલ ભાન માં આવે છે!! સરોજબેન કિંજલને સ્વસ્થ જોઈને ખુશીના આંસુ એ રડે છે. કિંજલ પૂછે છે સરોજબેનને કે "મમ્મી શું થયું છે. કેમ રડે છે તું?" સરોજબેન તેને સત્ય નથી જણાવતા આડાઅવળા જવાબ આપી વાતને વારી લ્યે છે. અને ભોળી કિંજલ માની જાય છે!!

ફકીર અને મીનાબેન બંને ત્યાંથી રજા લઈને બહાર આવે છે, મીનાબેન ફકીરનો આભાર માને છે!! ફકીર કહે છે કે "સારું કર્યું બેન તમે મને સમયસર બોલાવી લીધો નહિ તો આ વળગાડ એ બાળકીનો જીવ લઈ લેત!"