Ek Punjabi Chhokri - 53 in Gujarati Short Stories by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 53

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

એક પંજાબી છોકરી - 53





સોહમ સૌ પ્રથમ વીરને એક હોટલમાં રાતના ડિનર માટે મળવા બોલાવે છે અને ત્યાં જમ્યા પહેલા સોહમ વીરને પૂછે છે કે વીર એક વાતનો સાચો સાચો જવાબ આપજે? વીર કહે છે,"હાજી વીર જી કયા ગલ પૂછની હૈ મેરે સે બિન્દાસ પૂછ લો જી." સોહમ કહે છે વીર તારા અને વાણી વચ્ચે શું છે? વીર થોડી વાર માટે સાવ ચૂપ થઈ જાય છે તેને બહુ આશ્ચર્ય થાય છે કે સોહમ ભાઈને કેમ ખબર પડી કે મારા અને વાણી વચ્ચે કંઇક છે? થોડી વાર વિચાર કરીને સોહમ કહે છે અમે બંને ખૂબ સારા મિત્ર છીએ.સોહમ ફરી પૂછે છે, માત્ર દોસ્તી જ છે કે એનાથી કંઇક વધુ છે? હવે વીર ને સમજાય જાય છે કે સોહમ નક્કી બધું જ જાણતો હશે એટલે ખોટું બોલવાથી કંઈ જ ફાયદો નહીં થાય તેથી તે કહે છે,અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા ઈચ્છીએ છીએ.સોહમ ખૂબ ખુશ થઈ જાય છે જ્યારે વીર વાણી સાથે લગ્ન કરવાની વાત કરે છે તેને સમજાય જાય છે કે બંનેનો પ્રેમ એકદમ સાચો છે.વીર સોહમને કહે છે "વીરજી આપ મેરે કો પ્રોમિસ કરો આપ યે ગલ કિસી ઔર દે નાલ શેર નહીં કરેંગે." સોહમ કહે છે વીર પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી જો તારે વાણી સાથે લગ્ન કરવા હોય અને વાણી સાથે પૂરી જીંદગી રહેવું હોય તો તમારા પ્રેમ વિશે બધાને કહેવું ખૂબ જરૂરી છે પણ હા હું એટલું પ્રોમિસ કરીશ કે હું સાચો સમય આવે ત્યારે જ આ વાત કોઈને કહીશ અને સોનાલીને આ વાત આજે જ કરીશ.મને પૂરો વિશ્વાસ છે મારી જેમ તે પણ તને અને વાણીને પૂરો સપોર્ટ કરશે.વીરના મનમાં ઘણો બધો ડર હતો પણ હવે તેને પોતાના સાચા પ્રેમ માટે લડવું જોઈશે તે સોહમના કહેવાથી બહુ સારી રીતે સમજાય ગયું હતું.

સોહમ ને વીર ડિનર કરીને અલગ પડે છે. રાત બહુ થઈ ગઈ હતી તેથી સોહમ વીરને કહે છે આ વાત આપણે સોનાલીને કાલે કરીશું.વીર હવે સોનાલીને આ વાત કરવા માટે પૂરી રીતે તૈયાર હતો તે કહે છે સારું વીરજી.સોહમ મોડી રાત સુધી વિચાર કરે છે કે સોનાલીને કેમ સમજાવવી.સોહમ વિચાર કરતો બેઠો હતો ને બેઠા બેઠા જ સુઈ ગયો તેને ખુદને જ ખબર ન રહી.સવારે ઉઠી તેને સૌથી પહેલા સોનાલીને કૉલ કરી કૉફી શોપમાં મળવા માટે આવવાનું કહ્યું.સોનાલી ને સોહમ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોવા છતાં ક્યારેય તેઓ આ રીતે ઘરની બહાર જઈને નહોંતા મળ્યા.સોનાલીને અજીબ લાગે છે પણ સોહમ કહે છે એક બહુ જરૂરી કામ છે ઘરે આવીને નહીં કહી શકું.સોનાલી સોહમ ને મળવા કૉફી શોપમાં જાય છે સવારના 11 વાગ્યા હતા.સોનાલી ત્યાં પહોંચી તો સોહમ ને વીર બંને તેની રાહ જોઈને બેઠા હતા.સોનાલીને ખૂબ અજીબ લાગે છે એટલે સોહમ કહે છે વીર વિશે મારે તને કંઇક જરૂરી વાત કહેવી છે.

સોનાલી કંઈ રિપ્લાય આપતી નથી કારણ કે તે હજી કંઈ જ સમજી શકી નહોતી." વીર કહે છે,દી પહેલે તુસી વીરજી કી ગલ સુન લો." સોહમ બોલવાનું શરૂ કરે છે કે વીર સાથે વાણી નામની એક છોકરી છે અને તે શીખ ધર્મની છે વીર અને તે એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઇચ્છે છે.આ સાંભળી સોનાલીને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને તે કહે છે કે શીખ છોકરી સાથે પ્રેમ ? વીર તું જાણે છે તે શું ભૂલ કરી છે? વીર કંઈ જ સમજી શકતો નથી.સોનાલી તેને સમજાવતા કહે છે આપણે એક શુદ્ધ શાકાહારી ફેમીલીમાંથી આવીએ છીએ અને શીખ લોકો માસ ખૂબ ખાતા હોય છે. આપણી ફેમીલી ક્યારેય નહીં માને.વીર તેના દી ને સમજાવતા કહે છે દી પ્રેમ સમજી વિચારીને નથી થતો અને વાણી એક ખૂબ જ સારી અને સંસ્કારી ઘરની છોકરી છે ને બીજી વાત વાણી એ માસ કોઈ વાર ખાધું નથી તેની ફેમીલીમાં કોઈ માસ ખાતું નથી કારણ કે તેમની ફેમીલી પ્રાણી પ્રેમી છે જીવ હત્યાનું પાપ કરવું તે બહુ મોટો ગુનો છે એવું તેમની ફેમીલી માને છે.

શું સોનાલી વાણી અને વીરના પ્રેમને અપનાવશે?
શું વીર તેની ફેમીલીને તેના અને વાણીના પ્રેમ વિશે સમજાવી શકશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.