Kahaani Rajnishni - 4 in Gujarati Biography by Siddharth Maniyar books and stories PDF | કહાની રજનીશની... - 4

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

કહાની રજનીશની... - 4

પ્રકરણ ૪

 

ઓશો પ્રવચન સમયે અથવા મુલાકાત સમયે હંમેશા ખુરશી કે સિંહાસન પર બેસતા હતા. જ્યારે તેમના શિષ્યોને જમીન પર બેસાડતા હતા. પૂણે આશ્રમની શરૂઆતના થોડા સમયમાં જ તેઓના અનુયાયીઓમાં ઘણો વધારો આવ્યો હતો. આશ્રમમાં તેમના પ્રવચન સાંભળવા માટે રોજના ૫૦૦૦ અનુયાયી આવવા લાગ્યા હતા. બીજી તરફ ઓશોના આશ્રમના કારણે પૂણેમાં પણ પર્યટકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. એટલું જ નહીં ઓશોના આશ્રમના લીધે જ પૂણેને વિશ્વના નકશામાં એક ઓળખ મળી હતી. જેના કારણે પૂણેના અર્થતંત્રને પણ ફાયદો થવા લાગ્યો અને શહેરમાં ધન અને રોનક આવવા લાગી હતી.

ઓશોના આશ્રમમાં તેમના પ્રવચન ઉપરાંત હવે, નવી નવી થેરપી આપવાની પણ શરૂઆત કરવામાં આવી. જે થેરાપીના કારણે આશ્રમની આવકમાં પણ ઘણો વધારો થયો હતો. આશ્રમમાં આપવામાં આવતી અનેક થેરાપીમાં સૌથી વધારે મહત્વ સેક્સ થેરપીને આપવામાં આવતું હતું. જે થેરાપીમાં જાતીયાને કોઇ પણ સંકોચ વિના સ્વીકારવાનો ભાવ હતો. જાતીયતા સાથે જાેડાયેલા નૈતિક મુદ્દાઓને આ થેરાપીમાં કોરાણે મુકવામાં આવ્યા હતા.

ર્માં આનંદશીલા કહે છે કે, ભગવાન ઓશો ઇચ્છતા હતા કે, દરેક વ્યક્તિએ કોઇ પણ ઇષ્ર્યા કે અધિકારની ભાવના વિના જ કર્મ કરવા જાેઇએ. જાેકે, સેક્સ થેરપી જેવી થેરપી ભારતીય અનુયાયીઓ માટે ન હતી. તેમના આ ર્નિણય વિષે કોઇને સમજ પડતી ન હતી કે, ભારતીય અનુયાયીઓને સામેલ ન કરવા પાછળનંુ કારણ શું? તેમના આ ર્નિણય વિષે અનેક લોકો દ્વારા તેમને પુછવામાં આવતું હતું. ત્યારે તેઓ તર્ક આપતા હતા કે, પશ્ચિમના દેશથી આવતા અનુયાયીઓ એક એવી દુનિયાથી અવે છે, જ્યાં તેમની જીવનશૈલી અને મનાસિકતા ભારતીયો કરતા જુદી છે. જેથી આ થેરપીમાં ભારતીયોને જાેડવા યોગ્ય નથી. વિદેશી અનુયાયીઓને એક સક્રિય થેરપીની જરૂર છે, જ્યારે ભારતીય અનુયાયીઓ માટે નિષ્ક્રિય અને શાંત થઇને કરવામાં આવતું ધ્યાન પર્યાપ્ત છે.

આશ્રમમાં રહેતા અનુયાયીઓને ઓશો હંમેશા સેક્સ પાર્ટનર બદલવા માટે પ્રોત્સાહન આપતા હતા. ઓશોના અનુયાયી રહી ચૂકેલા અને માઇ લાઇફ ઇન ઓરેન્જ, ગોઇંગ અપ વિથ ધ ગુરૂ પુસ્તકના લેખક ટિમ ગેસ્ટ કહે છે કે, ઘણા ભારતીયો માનતા હતા કે, ઓશોનું પુસ્તક સંભોગથી સમાધિને પોર્નોગ્રાફિક માનતા હતા. પુસ્તકમાં સેક્સ વિષે મુક્ત મને ચર્ચા કરવામાં આવી હતી. જેથી ભારતીય અનુયાયીઓની ધામિર્ક માન્યતાઓને ઠેસ પહોંચતી હતી.

સંભોગથી સમાધિ પુસ્તક લખ્યાં બાદ ઓશો જાતીયતાને દબાવવા માટેના ઉપદેશ આપતા સાધુ સંતો માટે દુશ્મન બની ગયા હતા. ઓશો કહેતાં હતા કે, વ્યક્તિએ પોતાના વિચારો મુક્ત પણે વ્યક્ત કરવા માટે પાર્ટનર બદલવા જાેઇએ. પરંતુ તે વિચારને સેક્સ પાર્ટનર બદલવા માટેના પ્રોત્સાહન તરીકે જાેવામાં આવતો હતો. તે સમયે દુશ્મનો દ્વારા ઓશો પર આશ્રમની મહિલાઓમા યૌન ઉન્મુક્તતા વધારવા માટેનો આરોપ પણ લગાવાયો હતો.

થોડા વર્ષોમાં જ પૂણેમાં નાના પાયે શરૂ થયેલો ઓશોનો આશ્રમ ૨૫ હજાર ચોરસ મીટરમાં ફેલાઇ ગયો હતો. જ્યાં એક મેડિકલ સેન્ટર પણ શરૂ કરાયું હતું. જે સેન્ટરમાં વિશ્વભરના તબીબો અને નર્સ સેવા આપતા હતા. આશ્રમમાં રહેતા અનુયાયીઓ તેમજ કામ કરતા કાયમી મજૂરોને અહીં તમામ તબીબી સેવા મફત આપવામાં આવતી હતી.

ર્માં આનંદશીલા કહે છે કે, ઓશો ઇચ્છતા ન હતા કે, આશ્રમમાં બાળકો રાખવા જાેઇએ. જેથી તેઓ આશ્રમમાં રહેતી સ્ત્રી અનુયાયીઓ ગર્ભવતી ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવા સતત સુચવતા હતા. ઓશો દ્વારા આશ્રમના ઘણા હોદ્દેદારોને તો ગર્ભનિરોધક ઓપરેશન કરાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. જેથી તેમના જુદા જુદા વ્યક્તિઓ સાથેના સંબંધમાં તેઓ ગર્ભવતી બને નહીં અને બાળકોને જન્મ પણ ન આપી શકે. ગર્ભવતી મહિલા અનુયાયીઓ તેમજ તેમના બાળકોના કારણે આશ્રમમાં મુશ્કેલી ઊભી થઇ શકે તેમ હતું. આશ્રમમાં સંતાનને જન્મ આપવા પર પ્રતિબંધ મુકાયો હતો. એટલું જ નહીં આશ્રમમાં ગર્ભવતી મહિલાઓને રહેવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.