Kahaani Rajnishni - 3 in Gujarati Biography by Siddharth Maniyar books and stories PDF | કહાની રજનીશની... - 3

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

કહાની રજનીશની... - 3

પ્રકરણ ૩

 

ઓશો તેમના દરેક અનુયાયી અને શિષ્ણને એક માળા આપતા હતા. જે માળા લાકડાની બનેલી હોય અને તેમાં લોકેટ હોય. જે લોકેટમાં બન્ને તરફ ઓશોની છબી રહેતી હતી. તેઓ આશા રાખતા હતા કે તેમના દરેક અનુયાયી અને શિષ્ણ આ માળા હંમેશા પહેરી રાખે. ઓશો તેમની શરણે આવનાર દરેક શિષ્ય અને અનુયાયીને નવું નામ આપતા હતા. જેની પાછળ તેમનો ઉદ્દેશ એ હતો કે, તેમની શરણે આવનાર વ્યક્તિ પોતાનો ભૂતકાળ ભૂલી નવેસરથી જીવનની શરૂઆત કરે. તેમના શિષ્યો અને અનુયાયીઓ હંમેશા લાલ અથવા નારંગી રંગના વસ્ત્રો પહેરા હતા. જે પણ ખુબ જ ઢીલા રાખવાનો તેઓ અનુરોધ કરતા હતા. જેની પાછળ તેમનો ઉદ્દેશ હતો કે, વસ્ત્રો ઢીલા હશે તો શરીમાં ઊર્જાનો સંચાર સરળતાથી થતો રહેશે.

ઓશો તેમનું વ્યાખ્યાન હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં આપતા હતા. ઓશોના પ્રવચન સમયે તમામ અનુયાયીઓને આંખો બંધ રાખી સાંભળવાની સુચના આપવામાં આવતી હતી.

ઓશો પર લખાયેલા વધુ એક પુસ્તક ધ રજનીશ ક્રોનિકલમાં લેખક વિન મેકકોર્મકે કહ્યું છે કે, ઓશોના વિચારો એટલા વિવાદાસ્પદ હતા કે, તેમના પર પ્રતિબંધ મુકરવા માટે ભારતીય સંસદમાં અનેક વખત ચર્ચા પણ થઇ હતી. ઓશો જુદા જુદા વ્યક્તિને આકર્ષવા માટે અલગ-અલગ વિષય પસંદ કરતા હતા. ઓશોના શ્રોતાઓ વૈવિધ્યપૂર્ણ પૃષ્ઠભૂમિથી આવતા હતા. જેથી તેઓ હંમેશા શ્રોતાને ધ્યાને રાખી વ્યાખ્યાનનો વિષય પસંદ કરતાં હતા. ઓશો દરેક વય, ધર્મ અને જાતીના શ્રોતાઓ માટે વ્યાખ્યાન કરતાં હતા. વ્યક્તિ એક વખત ઓશોના સંપર્કમાં આવે એટલે તેમનો શિષ્ય બની જતો હતો. જાે, વ્યક્તિ તેમનો શિષ્ય ન બને તો તેમનો વિરોધી બની જતો હતો. તે સમયે એક પણ વ્યક્તિ એવો ન હતો જે તેમની અવગણના કરી શકે.

વાત ૧૯૭૨ની છે, તે સમયે વિદેશથી ભારત આવતા પર્યટકો તેમની તરફ આકર્ષાવા લાગ્યા હતા. ઓશોના સચિવ તરીકે ફરજ બજાવતા લક્ષ્મી બહુ સમજી વિચારીને નક્કી કરતા હતા કે, ઓશોની મુલાકાત કોની સાથે કરાવવી અને કોની સાથે ન કરાવવી. સચિવ લક્ષ્મી તમામ અનુયાયીને પહેલા ડાયનેમિક મેડિટેશનમાં હાજરી આપવા જણાવતા હતા. જે બાદ જ નક્કી કરતા હતા કે, કોણ ઓશો સાથે મુલાકાત કરશે. તે સમયે ઓશો ચોપાટીમાં સમુદ્ર કાંઠે સવારે ૬ વાગ્યે પ્રવચન કરતાં હતા. જ્યારે રાતના સમયે કોઇ હોલમાં અથવા તો પોતાના ઘરે જ તેઓ અનુયાયીઓને સંબોધતા હતા. ક્યારેક ક્યારેક તેમના શ્રોતાઓની સંખ્યા ૧૦૦ આસપાસ રહેતી તો ક્યારેક આ જ સંખ્યા ૫૦૦૦થી ૮૦૦૦ પર પહોંચી જતી હતી.

ઓશની પ્રકૃતિ અને મુંબઇનો વરસાદ એકબીજાનો સાથ આપતા ન હતા. મુંબઇમાં ભારે વરસાદના કારણે ઓશોને એલર્જી થઇ જતી હતી. જેનાથી તેમને શરદી અને દમની ફરિયાદ રહેતી હતી. બીજી તરફ ઓશોના વિદેશી અનુયાયીઓને પણ મુંબઇનો ભારે અને અવિરત વરસાદ માફક આવતો નહતો. વિદેશી અનુયાયીઓ પણ અનેક બિમારીનો ભોગ બનતા હતા. જેથી તેમને સચિવને મુંબઇની આસપાસ કોઇ જગ્યાની શોધ કરવા આદેશ આપ્યો.

અનેક જગ્યાઓ જાેયા બાદ અને વિચાર કર્યા બાદ પૂણેમાં આશ્રમ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો. મુંબઇની સામે પૂણેની આબોહવા વધારે સારી હતી. જેથી ઓશોએ કોરેગાંવમાં આશ્રમ બનાવ્યો.

ર્માં આનંદશીલા કહે છે કે, પૂણેમાં આશ્રમ બન્યો અને ત્યાં પહોંચ્યા બાદ ઓશોએ બીજા લોકોથી પોતાને અલગ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ઓશો આશ્રમના ગાર્ડનમાં અનુયાયીઓને મળતા હતા. પરંતુ થોડો સમય જતાં ઓશોને મળવાનંુ જ મુશ્કેલ બન્યું હતું. ઓશો તે સમયે પોતાની સાથે માત્ર મજબૂત અને ભરોસાપાત્ર અનુયાયીઓને જ રાખતા હતા. હકીકતમાં તેમને શિષ્યો નહીં પરતું મજુરોની જરૂર હોય તેમ લાગતું હતું. તે સમયે તેમને ભારતીય અનુયાયીઓની અવગણના કરવાની શરૂઆત કરી હતી. તે સમયે તેમને લાગતું હતું કે, લોકો માત્ર પોતાની જિજ્ઞાસાવૃતિ સંતોષવા માટે જ આશ્રમમાં આવે છે. જેથી તેમને આશ્રમમાં પ્રવેશની ફીમાં વધારો કરવાનો ર્નિણય લીધો હતો. એટલું જ નહીં ભારતીય શિષ્યો અને અનુયાયીઓને પોતાનાથી વધારે દૂર કરવા માટે પ્રવચન માત્ર અંગ્રેજી ભાષામાં આપવાની શરૂઆત કરી હતી.