Love you yaar - 58 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 58

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

લવ યુ યાર - ભાગ 58

ખૂબજ મક્કમતાથી પોતાની પાસે જેટલી પણ હિંમત હતી તેટલી એકઠી કરીને સાંવરીએ પોતાની ઓફિસમાં પગ મૂક્યો અને તે પોતાની કેબિનમાં પ્રવેશી...
હવે આગળ...
પોતાની કેબિનમાં તેણે પગ મૂક્યો તો તે અચંબામાં પડી ગઈ કારણ કે પોતે જે પ્રમાણે ઓફિસ ગોઠવીને ગઈ હતી તેનાથી કંઈક અલગ જ વ્યવસ્થા તેને જોવા મળી.
તે સમજી ગઈ કે આ બધું કોણે કર્યું હશે..
તે એ પણ સમજી ગઈ કે મારી જગ્યા જેનીએ લઈ લીધી છે..
તેની ચેર ઉપર જેની બેસતી હશે તે દેખાઈ રહ્યું હતું..
કારણ કે તે ટેબલ ઉપર જે સામાન પડ્યો હતો તે પોતાનો કે પોતાના મીતનો પણ નહોતો તો તે જેનીનો જ હતો.
આ બધું જ જોયા પછી પણ તે નિરાશ ન થઈ..
તે પોતાની ચેર ઉપર બેસવા માટે જતી હતી ત્યાં મીત પણ પોતાની કેબિનમાં પ્રવેશ્યો..

જેમ મીતે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી તેમજ તેણે સાંવરીને ઓફિસમાંથી પણ કાઢી મૂકવાની કોશિશ કરી પરંતુ..
આવું કંઈક અચૂક બનશે તે વાતનો અંદાજો પહેલેથી જ સાંવરીને હતો..
તેથી તે પોતાની સાથે પોતે આ બિઝનેસમાં ત્રીજા ભાગની ભાગીદારી નોંધાવે છે અને તેથી તે આ ઓફિસમાં આ કેબિનમાં પોતાની ચેરમાં બેસવાને હકદાર છે તેને કોઈપણ આ ઓફિસમાંથી બહાર કાઢી મૂકી શકે નહીં તેવો વકીલશ્રીનો ઓથોરિટી લેટર લઈને ગઈ હતી એટલે મીતે ન છૂટકે તેને ઓફિસમાં પણ બેસવા દેવી પડી અને પોતાની કેબિનમાં પણ બેસવા દેવી પડી.

સાંવરીની બાજુમાં બેસીને કામ કરવું મીત માટે અશક્ય હતું તેનું મગજ તો જાણે કામ કરતું જ બંધ થઈ ગયું હતું તે પોતાની કેબિનમાં તો સાંવરીની બાજુની ચેરમાં તો બેસી જ શકતો નહોતો તેથી તેણે જેનીને જે કેબિનમાં બેસવાનું કહ્યું હતું ત્યાં પોતે બેસવાનું ચાલુ કરી દીધું.

સાંવરીએ પોતાની પાર્ટનર શીપની ઓથોરિટીને લઈને તે પોતે જે દિવસે ઓફિસમાં ગઈ તેને તે જ દિવસે જેનીને પોતાની કેબિનમાં બોલાવી અને નોકરીમાંથી છૂટી કરી દીધી અને તેને પોતાના ઘરે તગેડી મૂકી..
મીત તેને જેની માટે કહેવા ગયો તો તેણે
પોતાની પાસે રાખેલો ઓથોરિટી લેટર બતાવી દીધો અને પોતે પણ આ કંપનીની માલિક છે માટે જો તું કંઈ પણ પોતાનું ધારેલું કરી શકતો હોય તો હું પણ મારી મરજી મુજબ કંઈ પણ કરી જ શકું છું..
તેમ મીતને ચોપડાવી દીધું.
મીત પગ પછાડતો રહી ગયો..
અને આમ ચૂપચાપ મીતે તે જગ્યા છોડીને ચાલ્યા જવું પડ્યું.
જેનીનું હવે પછી ઓફિસમાં આવવાનું બિલકુલ બંધ થઈ ગયું હતું વળી બિઝનેસમાં પૈસાની લેવડદેવડ નો બધો વહીવટ પણ સાંવરીએ પોતાને હસ્તક લઇ લીધો હતો..
હવે મીતને મનફાવે તેમ પૈસા ઉડાડવા મળતા નહોતા..
પોતાની આ હાલતથી તે કંટાળી અને થાકી ગયો પણ તે સાંવરીને કંઈ બોલી શકતો ન હતો.

સાંવરી ખૂબ જ હોંશિયાર તેમજ ચાલક છોકરી હતી તેણે પોતાના સસરા કમલેશભાઈને એક દિવસ શાંતિથી આ બધી જ વાત..
મીતે પોતાની સાથે શું કર્યું છે અને અત્યારે પોતે ક્યાં રહે છે અને મીત ક્યાં અને કોની સાથે રહે છે. આ બધીજ વાત જણાવી દીધી અને પોતે શું કરવા માંગે છે તે પણ જણાવી દીધું અને આ બધા કાર્યમાં સફળતા મેળવવા માટે તેમનો સાથ સહકાર અને તેમના આશિર્વાદ માંગ્યા અને સાથે સાથે આ વાત આપણાં બે સિવાય ત્રીજા કોઈને નહીં જણાવવા પણ તેણે પોતાના સસરાજીને સમજાવી દીધું.

પોતાની નોકરી જતી રહી અને પૈસાની લેવડદેવડનો બધોજ વહીવટ પોતાના તેમજ મીતના હાથમાંથી જતો રહ્યો એટલે જેનીને લાગ્યું કે હવે આપણા હાથમાંથી બાજી સરકી ગઈ છે..
અને સાંવરી એટલી બધી ચાલાક છે ને કે, કદાચ મીતને પણ પોતાની ઓફિસમાંથી બહાર કાઢી મુકશે તેને અને તેની હોંશિયારીને કોઈ પહોંચી શકે તેમ નથી એટલી બધી તે પાવરફૂલ છે..
પોતાના હાથમાં હવે ન તો મીત આવશે ન તેની મિલકત તે વાત જેનીને બરાબર સમજાઈ ચૂકી હતી..
તેથી જેનીએ મીતને છોડી દેવાનું મનમાં નક્કી કરી લીધું અને તે દિવસે રાત્રે તે મીતને કહીને મીતનો બંગલો છોડીને પોતાના ઘરે ચાલી ગઈ...
મીતે તેને રોકવાની..સમજાવવાની ખૂબ કોશિશ કરી.. તેને પોતાની સાથે પોતાના ઘરે રોકાઈ જવા ખૂબ આજીજી કરી..
તે જેનીને સમજાવવા લાગ્યો કે બધું જ બરાબર થઈ જશે..
પોતે બધું જ બરાબર કરી દેશે..
પોતે સાંવરીને ઓફિસમાંથી પણ કાઢી મૂકશે..
પરંતુ જેનીને એ વાત દ્રઢપણે સમજાઈ ચૂકી હતી કે આ હવે શક્ય નથી..
તેણે મીતની જરાપણ પરવા કરી નહીં..
અને પોતાનું ધાર્યું જ કર્યું..
મીતનું મગજ હવે બેર મારી ગયું હતું તે રાત્રે તે ડ્રીંક કરવા માટે જતો રહ્યો અને બરાબર ડ્રીંક કરીને જેનીના ઘરે આવ્યો અને તેના ઘરનું બારણું જોર જોરથી ખખડાવવા લાગ્યો પરંતુ જેનીએ પોતાના ઘરનું બારણું ન ખોલ્યું તે ન જ ખોલ્યું...
આટલી બધી મિલકતનો માલિક પોતાની એક ભૂલને કારણે રોડ ઉપર રખડતો થઈ ગયો...
જેનીએ બારણું ન ખોલ્યું એટલે તે ખૂબજ નિરાશ થઈ ગયો અને દુઃખી થઈ ગયો અને તેણે સાંવરીને ફોન લગાવ્યો અને તેને ખરી ખોટી સંભાળાવવા લાગ્યો..
એટલું જ નહીં તેને લંડન છોડીને ચાલ્યા જવા પણ તે કહેવા લાગ્યો હતો..
સાંવરીએ પણ સ્પષ્ટ શબ્દોમાં મીતને સમજાવી દીધું કે તે ગમે તે કરશે તો પણ હવે પોતે લંડન અને લંડનની ઓફિસ છોડીને ક્યાંય પણ જવાની નથી..
તેણે મીતને પાછા વળી જવા સમજાવ્યું..પોતે આ બધું ખોટું કરી રહ્યો છે તેમ પણ સમજાવ્યું..
તે જેનીના બહેકાવમાં આવી ગયો છે તે વાત પણ સમજાવવાની કોશિશ કરી..
પરંતુ મીતને માથે જેનીનું ભૂત અને પોતાનો કાળ બંને ઘૂમી રહ્યા હતા.. તેને સાંવરીની એકપણ વાત ગળે ઉતરતી નહોતી..
સાંવરીની એક પણ વાત માનવા માટે તે તૈયાર નહોતો..
તેણે પણ સાંવરીને જણાવી દીધું કે પોતે જેનીની સાથે જ રહેશે હવે તે કોઈપણ સંજોગોમાં જેનીને છોડવાનો નથી માટે તું અહીંથી લંડનથી ઈન્ડિયા ચાલી જા...
બસ, પછી તેણે ફોન કટ કરીને પોતાના ખિસ્સામાં મૂક્યો અને ગમેતેમ પોતાને મનફાવે તેમ બબડતો બબડતો તે પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો અને રસ્તામાં લથડીયા ખાતાં ખાતાં જતો હતો અને એક ટેક્સીની અડફેટમાં આવી ગયો..
લોહી લુહાણ થઈને જમીન ઉપર ધબાક દઈને ફસડાઈ પડ્યો....
હવે તેને બિલકુલ ભાન જતું રહ્યું હતું.... ટેક્સી ડ્રાઈવર ખૂબ સારો માણસ હતો તે તેને પોતાની ટેક્સીમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયો....

શું થયું હશે મીતને ? સાંવરીનો મીત બચી તો જશે ને ? મીતના એક્સિડેન્ટની વાત સાંભળીને જેની આવશે તેને મળવા માટે ? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....

~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
31/7/24