Ek Punjabi Chhokri - 44 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 44

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

એક પંજાબી છોકરી - 44

પેલો ગુંડો સોનાલી પર લાકડીથી વાર કરવા જાય છે.ગમે તેટલી હિંમત બતાવે પણ આખરે સોનાલી હતી તો એક નાજુક નમણી નાર ક્યાં સુધી ગુંડા સાથે લડાઈમાં જીતી શકે,તેથી તે લાકડીનો દંડો પેલા ગુંડા એ સોનાલીના માથા પર જોરથી માર્યો અને સોનાલી ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગઈ.પેલો ગુંડો ભાગી જાય તે પહેલાં સોહમ ને મયંક ત્યાં પહોંચી જાય છે અને પોલીસને જાણ કરી હોવાથી પોલીસ ઇન્સ્પેકટર પણ પહોંચી જાય છે પણ થોડા મોડા પડ્યા સોનાલીના માથામાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું સોહમ ને મયંક સીધા સોનાલી પાસે જ ગયા. સોહમ સોનાલીને આ હાલતમાં જોઈને સાવ તૂટી ગયો પણ મયંક એ હિંમત રાખી કહ્યું ચલ સોહમ તું સોનાલીને પાછળ સુવડાવી દે બંને એ ઉપાડીને સોનાલીને કારમાં પાછળ સુવડાવી દીધી અને તે બંને આગળ બેઠા.સોહમ કાર લઈને તો આવ્યો હતો પણ તેનામાં કાર ચલાવવાની હિંમત નહોંતી, તેથી કાર મયંકે ચલાવી લીધી સોહમ તેની બાજુમાં બેસી ગયો.

તેની આંખો આંસુઓથી ભરેલી હતી.મયંકે સોહમને પહેલી વાર આ રીતે તૂટેલો જોયો હતો.મયંક સોહમને હિંમત આપે છે અને જલ્દીથી સોનાલીને હોસ્પિટલે પહોંચાડી દે છે.સોનાલીને ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે.સોહમ બહુ દુઃખી થઈ ગયો હતો ને મયંકને પણ ખૂબ ચિંતા થતી હતી.સોહમ ને મયંક બંને આજે ભગવાન સામે પોતાના પ્રેમની સલામતી માગે છે.આજે બંનેને સોનાલીની ખામી ખૂબ વર્તાય છે પણ અફસોસ કે સોનાલી જીંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહી હતી.મયંક સોનાલીની ફેમીલી અને સરને ઇન્ફોમ કરે છે.સોહમના મમ્મી પણ સોનાલીના ઘરે જ હોવાથી તે પણ સોનાલીની ફેમીલી સાથે આવી જાય છે.સોનાલીની ફેમીલી આવીને સોહમને પૂછે છે કે સોનાલી સાથે આવું કોણે કર્યું? સોહમ શું જવાબ આપે તેને સમજાતું નથી તેથી મયંક કહે છે સોનાલીને એક ગુંડા એ માથામાં માર્યું.બીજી અમને પણ કંઈ ખબર નથી.

થોડીવારમાં ડૉકટર બહાર આવીને કહે છે કે પેસેન્ટના માથામાં ઇજા થવાથી બહુ લોહી વહી ગયું છે.તેમના માટે એબી નેગેટિવ બ્લડ એરેન્જ કરો.જેમ બને તેમ જલ્દી એરેન્જ કરજો સમય બહુ ઓછો છે.સોનાલીની ફેમીલીમાંથી આ બ્લડ કોઈનું પણ નહોતું અને તેમને આજ સુધી ખબર પણ નહોંતી કે સોનાલીનું બ્લડ કયું છે.મયંક ને સોહમ પોતાના બ્લડ ચેક કરાવે છે તેમાંથી સોહમનું બ્લડ મેચ થાય છે. સોહમના શરીરમાંથી એક બોટલ બ્લડ લેવામાં આવે છે અને ડૉકટર તે બ્લડ લઈને સોનાલીને ચડાવે છે.જ્યારે સોનાલીને બ્લડ ચડે છે ત્યારે બધા ભગવાનને પ્રાર્થના કરે છે કે સોનાલી એકદમ સાજી થઈ જાય.સોનાલીના દાદી ને મમ્મી બંને ખુબ જ રડતા હતા ને તેના દાદુ,વીર ને તેના પપ્પા ખૂબ જ ઉદાસ હતા.સોહમના મમ્મીની આંખમાં પણ આંસુ હતા પણ તે સોહમના મમ્મી ને દાદીને હિંમત આપતા હતા.

સોહમ તો સોનાલી વિના પોતાના જીવનની કલ્પના પણ નહોતો કરી શકતો પણ હાલ તે હારી નહોંતો શકતો તેથી તે હિંમતથી કામ લે છે અને મયંક પણ સોહમ તથા બીજા બધાને હિંમત આપતો હતો.મયંકના મમ્મી પપ્પા પણ હોસ્પિટલે બધાને મળવા અને આશ્વાસન આપવા આવ્યા હતા.પ્રિન્સિપલ સર સોનાલીની આવી હાલત જોઇને ખૂબ જ ઉદાસ થઈ જાય છે. તે બધાની સામે કહેવા જતા હતા કે સોનાલીને મારા લીધે આ તકલીફ પડી પણ મયંક તેમને રોકી લે છે. કારણ કે જો સર આ બધી વાત કરે તો આજ દિવસ સુધી જે સોનાલી સાથે બનેલી ઘટના બધાથી છૂપાવી હતી.તે પણ બહાર આવી જાય.

થોડીવારમાં પોલીસ ઇન્સ્પેકટર પણ પોતાની ટીમ સાથે અહીં આવી જાય છે,બધા સોનાલી ઉઠે તેની રાહ જુએ છે.સોનાલીને હજી બ્લડ ચડતું હતું.મયંક પ્રિન્સિપલ સરને અને પોલીસ ઇન્સ્પેકટરને સાઈડમાં લઈ જઈને કહે છે કે સોનાલી સાથે બનેલી ઘટના વિશે તેમની ફેમીલીને કંઈ જ ન કહેતા.બંને મયંકની વાત સમજી જાય છે અને મયંક સોહમ માટે જ્યૂસ લઈને જાય છે ત્યારે આ બધું સોહમને પણ કહી દે છે.સોહમ જ્યૂસ પીતો નથી.સોહમ કહે છે કે હું પાણી પણ સોનાલી ઉઠે પછી જ લઈશ એવી જીદ પકડી બેસી જાય છે.મયંક તેને કંઈ સમજાવે તે પહેલાં ડૉકટર બહાર આવીને કહે છે.પેસેન્ટને હજી એક બોટલ બ્લડની જરૂર છે.

હવે સોનાલી માટે આ બ્લડ ક્યાંથી એરેન્જ થશે?
શું સોનાલીને સમયસર બ્લડ મળી શકશે?

આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.