Selfless love in Gujarati Poems by Shreya Parmar books and stories PDF | નિસ્વાર્થ પ્રેમ

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

નિસ્વાર્થ પ્રેમ


તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવના
યાદ આવે છે મને હરેક પલ પલ મા
તારી યાદો ને મૂકું ક્યાં હું દિલ માં છુપાવી
સમજવું કેમ ની હું તને દિલ થી નીકળી
તું મારા માટે છે બહુ જ નસીબદાર
ભૂલવું કેવી રીતે તારા ચહેરાની નક્ષી યાદગાર
તારું હસવું તારું બોલવું તારું ચાલવું
હરેક પલ માં યાદ અપાવે છે
ભૂલો ની માફી તોહ માંગી ને પણ
અંદર થી ભૂલો ક્યાં માફ કરાય છે
મારું નસીબ તારી યાદો માં રહી જાય છે
તારા વિરહ ની આ વેદના હરેક પલ રડાવી જાય છે
દિલ માં સંતાડી રાખું છું હું
પ્રેમ કર્યો એ ના બતાવું છું
સાચા દિલ ની વેદના ને
ક્યાં સંતાડી રાખું હું
તારા થી દુર જવાનું
કેવી રીતે વિચારું હું
તો પણ થતી જાય છું દૂર હું
એકલતા પણું કેમ નું નિભાવું હું
મારા તો મન ના એક એક ખૂણે વસેલો છે તું
તારા દિલ માં કેવી રીતે આવું હું
તારા વિરહ ને કેવી રીતે ભુલાવુ હું
તારા પ્રેમ ને કેવી રીતે વિસારું હું
તું જ મારી સર્વસ્વ બની ગયો છે.
તું જ મારી આંખો માં વળી ગયો છે
તારા થી તો દિલ નો એક એક ધબકારો છે
એક એક શ્વાસ માં નામે તારું જ આવે છે
હોઈશ તું તારા ઘરનો રાજા
મારા તો દિલ નો રાજકુમાર છે તું
તારા માટે તારા લીધે તારી સાથે જીવન વિતાવવા માંગુ છું હું
તારા એક એક ધબકારા નું કારણ બનવા માંગુ છું હું
કેવી રીતે ભુલાવી શકું તારા પ્રેમ ને
તારા પ્રેમ ને હજુ પામવા માંગુ છું હું
તારા વિરહ ની વેદના ને
કેવી રીતે સમજવું હું
તારા હાથ માં હાથ નાખી ને ફરી ફરવા માંગુ છું હું
તારા પ્રેમ થકી એ તારી બાહો માં રેહવા માંગુ છું હું
તારો ને મારો એક જ એક બીજાનો સહારો બનવા માંગુ છું હું
તને કેવી રીતે સમજાવું
મારા તો હરેક વિચાર માં છે તું
તારા એ સપના માં આવી ને રેહવું છે મારે
તારા જીવન ની રાણી બનવું છે મારે
કેમ કરી સમજાવું તને
તારા પાપ માં ભાગીદાર બનવું છે મારે
તારા દુઃખો નો હિસ્સો બનવું છે મારે
મારા સુખ ની હિસ્સો તને બનાવવો છે મારે
તારા હરેક ચડાવ ઉતાર માં ભાગીદાર બનવું છે મારે
તારા દિલ ના છેડા સાથે જોડવા છે મારે
તારા જીવન નું મૂલ્યવાન પાત્ર બનવું છે મારે
તારા નસીબ નું સુખ બનવું છે મારે
તારા કદમ થી કદમ મિલાવવા છે મારે
બેજીજક તારા સાથે ચાલવું છે મારે
નસીબ માં હોય તે જ થવાનું છે
પણ નસીબ ને પાછળ મૂકી હરાવવું છે મારે
તારા થી દુર રેહવુ લાગે છે વિરહ ની વેદના
કેમ ની સમજવું હું તને મારા એ દિલ ની ચેતન
તારા દિલ ની ચોર બનવું છે મારે
મારા દિલ નો માણીગર બનાવવો છે તને
તારા સાથ ને માનવું છે મારે
તારા પ્રેમ નો પડછાયો બનવું છે મારે
તારા કદમ થી કદમ મિલાવવા છે મારે
તારા સંગ સંગ સમ બની રહેવું છે મારે
મારા જીવન નિ હર એક ઋતુ બનાવવો છે મારે
મારાં જીવન નો હર એક તહેવાર બનાવવો છે મારે
તારા પડખે સમ બની જીવવું છે મારે
તારા દુઃખ ની ઢાલ બની જીવવું છે મારે
તારા પગ ની ધૂળ નહિ પણ તારા માથા નો તાજ બની જીવવું છે મારે