Love Differently in Gujarati Motivational Stories by Dr Hiral Brahmkshatriya books and stories PDF | Love Differently

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

Love Differently

અમૃતા અને આત્મિયના તાજા તાજા લગ્ન થયા હતા, બંને સરળ સમજુ અને સુઘડ કહી શકાય એવું કપલ સમાજને દેખાતું હતું. પરંતુ વાત જાણે એમ થઈ કે અમૃતાના મનની મનોદશા અજાણતા જ આત્મિયની સામે ખુલ્લી પડી ગઈ, જે સાંભળીને એક પુરુષનો સઘળો અહમ્ અને સ્વાભિમાન હચમચી ગયો.

તારીખ 21/11/2022નાં રોજ અમૃતા પોતાની એક કોલેજની મિત્ર સાથે વિડિયો કોલ પર વાત કરતી હતી, બંને બહેનપણીઓના લગ્ન લગભગ એક સમયે જ થયા હતા, તો સ્વાભાવિક રીતે બંને સહેલીઓ લગ્નના છ મહિના પછીનો અનુભવ, વ્યથા અને કથા શેર કરી રહી હતી. આ ઘટનાનો પ્રેક્ષક આત્મિય અજાણતા જ બની ગયો અલબત્ત સમગ્ર ઘટનાથી એ અવગત ન્હોતો જ.

"તારે કેવું સારું છે સંજના, બહુ જ રોમેન્ટિક અને કેર કરવાવાળો હસબન્ડ મળ્યો છે તને, જેવું આપણે ફિલ્મોમાં જોયું હતું અદલ એવો જ. મારા નસીબમાં તો એ બધી વસ્તુઓના સપનાઓ જ છે. ક્યારેક તો મને શંકા પણ થાય કે આત્મિય મને ખરેખર પ્રેમ કરે છે ? અથવા તો એ નોર્મલ જ છે ને ? "

બસ આટલા વાક્યો પૂરતા હતા આત્મિય અને અમૃતાનું લગ્નજીવન વેરવિખેર કરવા માટે, આત્મિયએ મનોમન નક્કી કરી લીધું કે હું અમૃતાને આ રીતે નહિ જીવવા દઉં, એની ઇચ્છાઓ અને અપેક્ષાઓ જો હું પૂરી નથી કરી શકતો તો હું એનાથી ડિવોર્સ લઈશ અને એને આ લગ્નજીવનમાંથી મુક્ત કરી દઈશ. આ વિચાર સાથે વાત કોર્ટ સુધી ગઈ અને કોર્ટે આપેલા છ મહિનાના સમજૂતીના ગાળામાં આ વાત મારી સુધી પહોંચી અને હવે તમારા સુધી.

અચંબાભરી વાત એ હતી કે કોર્ટ અને ક્લિનિક સુધી પહોંચી ચૂકેલા આ દંપતી એકબીજાના મન પહોંચવામાં નિષ્ફળ ઠર્યા હતા. કેમ કે અમૃતાને આજ સુધી ખ્યાલ નથી કે આત્મિય શા માટે અચાનક ડિવોર્સ લેવા માંગે છે. એક કાઉન્સેલર તરીકે સૌથી પહેલાં તો આખી વાત ખુલ્લી કરી, આત્મિય જે અધૂરી માહિતી સાંભળીને અધાધુન થયો હતો, એ આખી વાત સાંભળીને શાંત થયો.

"મારા કિસ્સામાં અથવા તો અમારી લવ લેન્ગવેજ જરા અલગ છે, આત્મિયની વ્યક્ત થવાની રીત અને પ્રેમ પ્રદર્શિત કરવાની રીતો બહુ અલગ છે. એટલે મને કયારેક લાગે કે,....તારે કેવું સારું છે સંજના, બહુ જ રોમેન્ટિક અને કેર કરવાવાળો હસબન્ડ મળ્યો છે તને જેવું આપણે ફિલ્મોમાં જોયું હતું અદલ એવો જ. મારા નસીબમાં તો એ બધી વસ્તુઓના સપનાઓ જ છે. ક્યારેક તો મને શંકા પણ થાય કે આત્મિય મને ખરેખર પ્રેમ કરે છે ? અથવા તો એ નોર્મલ જ છે ને ? ચાલ આ બધું છોડ બીજું કંઈ હોય તો કે મને."

અમૃતા મહદઅંશે જાણતી હતી કે દરેકની લવ લેન્ગવેજ અલગ હોય શકે. જે રીતે દરેક માણસની ફિંગરપ્રીન્ટસ્ અલગ હોય છે. ક્લાયન્ટ સાથેની ચર્ચાઓ અને કેટલાક અસેસમેન્ટ પછી તારણ નીકળ્યું કે આ કેસ ન્યુરોડાયવર્જન્ટ/ ન્યુરોડાઇવર્સ પર્સનાલિટીનો હતો.
The terms “neurodivergent” and "neurodiverse" refer to people whose thought patterns, behaviors of learning styles fall outside of what is considered "normal" or "neurotypical" of humans. એટલે કે, "ન્યુરોડાઇવર્જન્ટ" અને "ન્યુરોડાઇવર્સ" શબ્દો એવા લોકોનો સંદર્ભ આપે છે જેમની વિચારસરણી, શીખવાની શૈલીઓની વર્તણૂક માનવીઓ માટે "સામાન્ય" અથવા "ન્યુરોટીપિકલ" માનવામાં આવે છે તેનાથી વિપરીત કે જુદી છે. આ ટર્મ સૌ પ્રથમ 1997માં જુડી સિંગર નામના સમાજશાસ્ત્રીએ ઓટીઝમ સ્પેક્ટ્રમ માટે વાપરી હતી. ( કેટલીક ચોક્કસ માહિતી અને વિગત લિંકમાં આપેલ બ્લોગમાં વાંચી શકશો.)

અમૃતા અને આત્મિયનાં કેસમાં, આત્મિય ન્યુરોડાયવર્જન્ટ હતો, એટલે કે આત્મિયને learning disability હતી જેના કારણે જ તેની લવ લેન્ગવેજ અન્ય લોકો કરતાં જુદી હતી. આખી કાઉંસેલિંગ પ્રક્રિયામાં કપલને સમાજવવામાં આવ્યું કે આ બહુ જ નોર્મલ છે, ડરવાનું કે મુંજવાનું કોઈ જ જરૂર નથી, બસ કેટલીક આદતો સમજવી પડશે અને જીવનમાં ઉતારવી પડશે. જેમાં સૌથી અગત્યનું હતું પાંચ પ્રકારની લવ લેંગેવેજ જે મોટાભાગના ન્યુરોડાયરવરશન લોકો એક્સ્પ્રેસ કરતા હોય છે.

Penguin Pebbling (પેંગ્વિન પેબ્લિંગ) : ન્યુરોડાયવર્સ લોકો નાની ભેટો આપીને પોતાના પ્રેમની લાગણીઓને વ્યક્ત કરે છે. જેમ પેંગ્વિન તેમના સાથીદારોને નાના પથ્થરો આપીને પ્રેમ જતાવે છે, એ રીતે. આજના સમયમાં આ ચેસર ઈન્સ્ટાગ્રામ પર રિલ શેર કરવાનું પણ હોઈ શકે.

Info dumbing (ઇન્ફો ડમ્પિંગ): તેઓ પોતાની જાણકારી અને રસ ધરાવતા વિષયો વિશેની માહિતી પોતાના પાર્ટનર સાથે શેર કરીને એક ઈમોશનલ બોન્ડ અને એક ડીપ કનેક્શન ડેવલપ કરવા ઈચ્છતા હોય છે, આ અનોખી રીતે એ કેર અને ફિલીંગસ પ્રદર્શિત કરતા હોય છે.

Parellal Play (પેરલલ પ્લે) : ન્યુરોડાયવર્સ લોકો એક સાથે અલગ-અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે અને એ રીતે પોતાની રોમેન્ટિક લાગણીઓને વાચા આપે છે. દા.ત., એક પાર્ટનર કોઈ પુસ્તક વાંચે છે તો એ જ સમયે બીજું પાર્ટનર એની ગમતી કોઈ પઝલ સ્લોવવ કરે છે.

Support swapping (સપોર્ટ સ્વેપિંગ) : એકબીજાની નાની મોટી અને વણમાંગી મદદ કરવામાં પણ પ્રેમ છતો થતો હોય છે, જેમ કે સમયસર દવા લેવાનું યાદ કરાવું કે પછી યોગા અથવા તો જીમ પર નિયમિત જવા માટે એક રિમાન્ડર આપવું.

Deep pressure/Consensual Crushing (ડીપ પ્રેશર/કન્સેન્ચ્યુઅલ ક્રશિંગ) : હગીંગ દ્વારા અથવા હલકાં હાથે શરીર દબાવાથી પણ પોતાની અંદર રહેલી ભાવનાઓને પોતાના પ્રિયપાત્ર સુધી પહોંચાડવા માંગતા હોય છે.

અહીં અમૃતા અને આત્મિયના કેસમાં વિવધ થેરાપી બહુ ઝડપથી કામ કરી કેમ કે બંનેનું મનોબળ મક્કમ હતું અને તેમને સંબંધને કરમાવવા ન્હોતું દેવું. બંનેની ઉપરોક્ત દર્શાવેલી પાંચ લવ લેન્ગવેજ વિસ્તારથી સમજવવામાં આવી અને આ સિવાય પણ કેટલીક પ્રવૃત્તિઓ આખી સલાહ પ્રકિયા દરમ્યાન કરવામાં આવી કે જેના કારણે બંને વચ્ચે સ્ટોર્ગ બોન્ડ રચાય અને લગ્નજીવન વધુ મજબૂત થાય. આજે બંને સરસ રીતે એક આદર્શ પતિ પત્ની બનીને પોતાનું જીવન પસાર કરે છે.

છેલ્લો કોળિયો : મનુષ્યના મગજની અંદરની ઘડીઓ/ગડીઓ નક્કી કરે છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ, ન્યુરોડાઇવર્સ તરીકે વિકસસે કે પછી ન્યૂરોટિપિકલ. અને આપણા સંબંધોને જોવાની અને સમજવાની રીત નક્કી કરશે કે આ શોર્ટ-ટર્મ રહેશે કે લોંગ-ટર્મ ટકશે. તો આસપાસ જોતા રહેજો અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે તમારી ફરજ બજાવતા રહેજો.

ડૉ.હિરલ બ્રહ્મક્ષત્રિય
PhD (Psy.), RCT-C, MA, PGDCP
sparsh4mhc@gmail.com

https://www.verywellmind.com/what-is-neurodivergence-and-what-does-it-mean-to-be-neurodivergent-5196627