Mamata - 75-76 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 75 - 76

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

મમતા - ભાગ 75 - 76

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૭૫

💐💐💐💐💐💐💐💐

( આગળ જોયું કે મંથનનો મિત્ર મૌલીક અને તેનું ફેમીલી મંથનનાં ઘરે આવ્યાં છે. પણ આ શું ? મંત્ર નીચે આવે છે અને મહેમાનોને જોઈ ચોંકી જાય છે ? તો કોણ છે એ વ્યક્તિ ? શું મંત્ર તેને જાણે છે ? તે જાણવા વાંચો ભાગ :૭૫ )


સાંજ થતાં જ મૌલીક, મેઘા અને તેની દીકરી મંથનનાં ઘરે ડિનર માટે આવે છે. ઘણાં સમયે બંને મિત્રો મળ્યા તો ખુશ થયાં. મોક્ષા અને મેઘા પણ સારી ફ્રેન્ડ હતી. તેમની તો વાતો ખુટતી જ ન હતી. મંત્ર નીચે આવે છે અને મહેમાનો ને " જય શ્રી કૃષ્ણ " કરે છે. અચાનક તેની આંખો પહોળી થઈ ગઈ.... " ઓહહહ! "

ત્યાંજ મોક્ષા કહે..... શું થયું મંત્ર ?

મંત્ર : કંઈ નહીં મોમ, it's Ok
મંત્ર ચૂપચાપ સોફા પર બેસી જાય છે. તેં કંઈ પણ બોલવાની સ્થિતિમાં ન હતો. તે મનમાં જ બોલ્યો.....

( આ પણ જબરી છે હો....ગમે ત્યાંથી મારી સામે આવી જ જાય છે.)

મૌલીક મંત્રને પુછે છે....

" હા બેટા તું શું કરે છે ?"

મંત્ર કંઈ બોલતો નથી.
ત્યાંજ મંથન કહે...

" મંત્ર તને પુછે છે ? "

મંત્ર : હા..હા.. અંકલ હું કોલેજ કરૂં છું.

મૌલીક : મંથન, યાર આ તારા જેવો જ છે હો....

વાતો પુરી થતાં બધાં સાથે મળીને ડિનર લે છે. પછી આંગણામાં બધા જ સાથે બેસી ચંદ્રની શીતળ ચાંદનીનાં પ્રકાશમાં જૂની વાતો વાગોળે છે.


મૌલિક : મંથન, તને યાદ છે. મોક્ષાને પટાવવા તે કેટલા ધમપછાડા કર્યા હતાં.

મંથન : હા, યાર બધું જ યાદ છે. એટલે તો આ મેડમ અહીં છે.

મોક્ષા : હા, મંથન સીધો સાદો હતો પણ ચાલાક હતો.અંતે મારે માનવું જ પડ્યું હો.....

જૂની વાતોને યાદ કરીને મંથન, મૌલિક,મેઘા અને મોક્ષા ખુશ હતાં પણ બીજી બાજુ મૌલીકની લાડકી બોર થતી હતી. તે અહીં કોઈને જાણતી ન હતી. તે પોતાનો ફોન લઈ કોઈની સાથે વાતો કરતી દૂર જતી રહી.....

મંત્ર પણ સરપ્રાઈઝ હતો. હવે કરવું શું ? શું મોમ,ડેડને પરીએ વાત કરી હશે ? શું એટલે જ આ લોકો અહીં આવ્યાં હશે ?મંત્ર તો ડરનો માર્યો પોતાનાં બેડરૂમમાં ભરાઈ ગયો. તેનાં ફોનમાં કોઈની સાથે વાત કરે છે.

મંથન : મોક્ષા, મંત્ર ક્યાં ગયો ?

મોક્ષા : અરે ! હશે તેનાં રૂમમાં....

મૌલિક : મંથન, પરી અને મંત્ર મોટા થઈ ગયાં. પરી નાની હતી તો બહું નટખટ હતી. પરીને મળ્યા નહી. હવે ફરીવાર પરીને લઈને આવજો અમારા ઘરે તમે....

મોક્ષા : ચોક્કસ, આવીશું.

મંથન : તારી લાડલી પણ ઘણી મોટી થઈ ગઈ. શું કરે છે તે ?

મૌલિક : એ કોલેજમાં C. A નું કરે છે.
ક્યાં છે તારી લાડલી મેઘા ?

મેઘા : એ ફોન પર વાત કરે છે.


ઘણાં વરસો પછી મળેલાં કૃષ્ણ અને સુદામા જેવાં આ બંને મિત્રો એકબીજાને મળીને , જૂનાં દિવસો યાદ કરીને ખુશ હતાં. (ક્રમશ)


( તો મિત્રો કોણ છે આ છોકરી ? કે જેને જોઈને મંત્રની બોલતી બંધ થઈ ગઈ. હવે શું થશે આગળ... તે જાણવા વાંચો ભાગ :૭૬ )


❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૭૬

💐💐💐💐💐💐💐💐

( મંથનનો મિત્ર અને તેનું ફેમીલી તેના ઘરે આવે છે. મંત્ર તેની છોકરીને જોઇને ચોંકી જાય છે? તો કોણ છે ? તે જાણવા વાંચો ભાગ :૭૬ )


ઘણાં વરસે મળેલાં બે દિલોજાન દોસ્તો એકબીજાને મળીને ખુશ હતાં. ચંદ્રની ચાંદનીમાં મીઠી યાદોને વાગોળતાં મંથન, મોક્ષા, મૌલિક અને મેઘાનાં ચહેરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી.

બીજી બાજુ મૌલીકની દીકરી ક્યારની કોઈ સાથે ફોન પર વાત કરે છે. તે કોઈ નહી પણ મંત્ર જ છે કે જેની સાથે વાત કરે છે.તો આ મૌલીક અને મેઘાની દીકરી મંત્રને કેવી રીતે ઓળખે ? મંત્ર પણ ક્યારનો ફોનમાં કોઈની સાથે વાત કરે છે. સખત ટેન્શનમાં છે. એ.સી.ફુલ હોવાં છતાં પણ મંત્ર પરસેવે રેબઝેબ મંત્ર કહે,

" અરે ! ડિયર, તું અહીં ક્યાંથી?"
શું આપણાં રેલેશનશીપની વાત તેં તારા મોમ,ડેડને કરી છે?
શું તેઓ મને ઓળખે છે ?

( મિત્રો આ મૌલીક અને મેઘાની દીકરી બીજી કોઈ નહી પણ મંત્રની ફટાકડી છે.જેનુ નામ મિષ્ટિ છે.)

મિષ્ટિ : ઓયય, રોમીયો તું આટલો બધો ડરે છે શા માટે? મેં કોઈને કશી વાત કરી નથી. આ બધું એમ જ અચાનક બન્યું છે.

મંત્ર : હાશ...!! સાંભળ જાનું,
હમણાં તું કોઈને કંઈ પણ કહીશ નહી. હું સમય જોઈને પહેલા મારા મોમ,ડેડને વાત કરીશ.ઓકે..

મિષ્ટિ : હા, Done👍
હવે નીચે આવ, આમ ડર નહીં.આમ તો મને જોવા તલપાપડ થતો હોય છે.અને હું સામે ચાલીને આવી છું તો મારાથી દૂર ભાગે છે.

મંત્ર : ઓકે, ડિયર હું આવું છું.
મંત્ર બેડરૂમમાંથી આંગણામાં બધા બેઠા હોય છે ત્યાં આવે છે. મિષ્ટિ પણ પોતાની વાત પુરી કરી પોતાનાં ડેડ પાસે આવી બેસી જાય છે.

મોક્ષા : વાહ! મેઘા તારી ઢીંગલી તો મસ્ત લાગે છે. જાણે સ્વર્ગની પરી.
અરે ! મંત્ર કેમ કંઈ બોલતો નથી ?
આ મિષ્ટિ તો તારા એજની જ છે.જાઓ બંને વાતો કરો.

મંત્ર : ઓકે, મોમ.

મંત્રનાં દિલમાં તો જાણે પંતગિયા ઉડાઉડ કરવાં લાગ્યાં.
" ભાવતું હતું ને વૈદે કહ્યું"
પોતાનું હાસ્યને છુપાવતા મંત્ર બોલ્યો.

" શું નામ છે આપનું ?"

મિષ્ટિ : મિષ્ટિ

મંત્ર : Nice name❤️

અને બંને વાતો કરતાં કરતાં આગળ જાય છે. ગાર્ડનનાં કોર્નરમાં જઇ મંત્ર તો પોતાનાં દિલનો કાબુ ગુમાવી બેઠો....અને મિષ્ટિને આલિંગનમાં લઈને ખુશ થઈ ગયો.
મિષ્ટિ પણ મંત્રનાં પ્રેમમાં તણાઈ ગઇ. બંને પ્રેમી હૈયાઓ શીતળ ચાંદનીનાં પ્રકાશમાં ક્યાંય સુધી એકબીજાનો હાથ હાથમાં લઈને મીઠી વાતો કરતાં રહ્યાં. હમણા કોઈને કશું ન કહેવું એમ નક્કી થયું. ત્યાં જ મેઘાનો અવાજ આવ્યો.મિષ્ટિ!!
અને બંને પ્રેમી હૈયાઓ અલગ થયાં. મંથન, મોક્ષા, મૌલિક અને મેઘા હતાં ત્યાં આવી ગયાં.

મેઘા : લાગે છે થોડાં સમયમાં જ બંને મિત્રો બની ગયાં.

મોક્ષા : મારો મંત્ર છે જ એવો! મારા પર ગયો છે.અને બધા ખડખડાટ હસી પડ્યાં.
મંત્ર એ મિષ્ટિ સામે આંખ મીચકારી. (ક્રમશ:)

( આખરે મંત્ર જે છોકરીને જોઇને ચોંકી ગયો હતો તે બીજી કોઈ નહી પણ મંત્રની " ફટકાડી " તેની જાન મિષ્ટિ જ હતી. આમ મંત્ર અને મિષ્ટિ તો સાતમાં આસમાને ઉડવા લાગ્યા....)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

મિત્રો તમે મંત્ર અને મિષટિને સાથે જોવાં માંગો છો ? તો જરૂરથી આપનાં પ્રતિભાવ આપશો.🙏
લેખક માટે તેનાં વાંચકોના પ્રતિભાવ ઈનામ થી કમ નથી.🙏