Now each caller name will appear in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | હવે, દરેક કોલરનું નામ દેખાશે

Featured Books
  • ओ मेरे हमसफर - 7

    (ललिता राठौड़ रिया को आदित्य की बहू बनाना चाहती है और रिश्ते...

  • Super Villain Series - Part 12

    Part 11 – “रक्त की पुकार” में — जहाँ नायक अर्णव को पहली बार...

  • अनजानी कहानी - 3

    विशाल और भव्य फर्नीचर से सजी हुई एक आलीशान हवेली की तरह दिखन...

  • Age Doesn't Matter in Love - 5

    घर पहुँचते ही आन्या का चेहरा बुझा हुआ था। ममता जी ने उसे देख...

  • लाल बैग - 3

    रात का समय था। चारों ओर खामोशी पसरी हुई थी। पुराने मकान की द...

Categories
Share

હવે, દરેક કોલરનું નામ દેખાશે

હવે, મોબાઈલ પર દરેક કોલરનું નામ દેખાશે

ટેલિકોમ કંપનીઓએ કોલર આઈડી ડિસ્પ્લે સર્વિસ શરૂ કરી

ટેલિકોમ કંપનીઓ દ્વારા મુંબઈ-હરિયાણા સર્કલમાં ટ્રાયલરન શરૂ કરાયો

અદ્યતન યુગમાં મોબાઈલ ફોનનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે તેની સાથે સાથે સ્પેમ કોલનો આંક પણ વધી રહ્યો છે. જેમાં મોટાભાગના સ્પેમ કોલ ઓનલાઇન સ્કૅમર દ્વારા જ કરવામાં આવતા હોય છે. જેના પગલે ઓનલાઇન સ્કેમનો આંક પણ વધી રહ્યો છે. જેની ચિંતા કેન્દ્ર સરકાર પણ કરી રહી છે. કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા નવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવે, જયારે પણ યુઝરના મોબાઈલ ફોન પર કોઈ પણ અજાણ્યા નંબરથી કોલ આવશે ત્યારે કોલરનું નામ ડિસ્પ્લે થશે. હાલમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા મુંબઈ અને હરિયાણા સર્કલમાં આ સેવાનો ટ્રાયલરન શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સફળતા બાદ દેશના અન્ય શહેરોમાં ધીમે ધીમે આ સેવા શરૂ કરાશે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગના આદેશ બાદ શરૂ થયેલી આ સેવાને કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNP) નામ આપવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ સ્પેમ અને છેતરપિંડી માટે આવતા કૉલ્સને રોકવાનો છે. જે સંખ્યામાં દેશમાં ઓનલાઇન ટેલિફોનિક ફ્રોડની સંખ્યા વધી છે, તેને લઈને સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં આ સેવા શરૂ કરવા માટે ટેલિકોમ કંપનીઓ પર પણ દબાણ કરાયું હતું, જે બાદ જ કંપનીઓ દ્વારા ટેસ્ટિંગ શરૂ કરાયું છે.

 

ટેલિકોમ કંપનીઓએ સેવાનું મર્યાદિત વિસ્તારમાં પરીક્ષણ શરૂ ક્યુ

ટેલિકોમ કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં આ સેવા કેવી રીતે કામ કરે છે અને તેના પરિણામો શું આવશે તેનું પરીક્ષણ શરૂ કરાયું છે. જે માટે જ તેને મર્યાદિત વિસ્તાર સુધી સીમિત રખાઈ છે. આ સેવામાં ઇનકમિંગ કોલ દરમિયાન, નંબરની સાથે કોલરનું નામ પણ દેખાશે. પરીક્ષણના પરિણામો ટેલિકોમ્યુનિકેશન વિભાગને આપવામાં આવશે. જે બાદ આગામી નિર્ણય વિભાગ દ્વારા લેવામાં આવશે.

 

ભારતીય નંબર પરથી થતા ફેક ઇન્ટરનેશનલ કોલ્સ બ્લોક કરવા આદેશ

વિદેશના નંબરથી કોલ કરીને ભારતીયો સાથે છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ ઓપરેટરોને આદેશ અપાયો હતો કે, ભારતીય નંબર પરથી લગતા તમામ તમામ ફેક ઇન્ટરનેશનલ કોલ બ્લોક કરી દેવામાં આવે. ટેલિકોમ વિભાગને ભારતીય નંબર પરથી થતા ફેક ઇન્ટરનેશનલ કોલ્સની અનેક ફરિયાદો મળી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

સ્પેમ કોલ અથવા મેસેજ એટલે શું?

એક અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ અથવા મેસેજને સ્પેમ કોલ અથવા સ્પેમ મેસેજ કહેવામાં આવે છે. જેમાં ખાસ કરી લોન આપવા, ક્રેડિટ કાર્ડ આપવા, બેંક એકાઉન્ટ ખોલાવવા, ઇન્સયોરન્સ આપવા, લોટરી જીતવા સહિતના અનેક પ્રકારના મેસેજનો સમાવેશ થાય છે. જેના નામે લોકોને છેતરવામાં આવતા હોય તે તમામ કોલ્સ કે મેસેજને સ્પેમ કરવામાં આવે છે. જેની પરવાનગી ટેલિકોમ વિભાગ પાસેથી લેવામાં આવી હોતી નથી.

 

વધારે સ્પેમ કોલ આન્સર કરશો તો વધારે સ્પેમ કોલ્સ આવશે

યુઝર દ્વારા જયારે સ્પેમ કોલનો જવાબ આપવામાં આવતો હોય તેવા જ યુઝરને સૌથી વધારે સ્પેમ કોલ્સ કે મેસેજ આવતા હોય છે. યુઝર સ્પેમ કોલનો જવાબ આપે એટલે ટેલિકોમ કંપની દ્વારા યુઝરના નંબરને સ્પેમ કોલ પસંદ કરતા ગ્રાહકોની યાદીમાં ઉમેરી દેવામાં આવે છે. જે ડેટા કંપની દ્વારા રૂપિયા લઇ વિવિધ કંપનીઓને જાહેરાત માટે આપવામાં આવતા હોય છે. જોકે, સ્કેમર્સ દ્વારા તેનો દૂર ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ટેલિકોમ કંપની પાસેથી ખોટી કંપની બનાવી ડેટા મેળવી નંબર પરથી યુઝરને નિશાન બનાવાય છે. જેથી બને તેટલા ઓછા સ્પેમ કોલ્સનો જવાબ આપો તે દરેક માટે હિતાવહ છે.

 

સ્કેમર્સને યુઝરનો ડેટા મળે છે ક્યાંથી?

સામાન્ય રીતે પ્રશ્ન એ થાય છે કે, જે કંપનીની કોઈ સેવા લીધી જ નથી તો તેમની પાસે યુઝરનો નંબર આવ્યો ક્યાંથી? પરંતુ યુઝર દ્વારા જાણતા કે અજાણતા તેમના નંબર આપવામાં આવતો હોય છે. વિશ્વમાં અનેક કંપનીઓ એવી છે જે લોભામણી જાહેરાત આપી તમારો ડેટા એકઠો કરે છે. જેમાં મોબાઈલ નંબર, રહેણાંકનો પિન કોડ, ઇમેઇલ આઈડી, ઉંમર, તમારા શોખનો સમાવેશ થાય છે. જેમના દ્વારા ડેટાનું વેચાણ કરવામાં આવે છે. જેથી કોઈ પણ જગ્યાએ તમારી અંગત વિગતો આપો તો તેની સાથેની શરતો જરૂરથી વાંચવી.