Mamata - 61-62 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 61 - 62

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

મમતા - ભાગ 61 - 62

❤️❤️❤️❤️❤️❤️❤️❤️


મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૬૧

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( મોક્ષા કંપનીનાં કામ માટે મુંબઈ આવે છે. પરી ખુશ છે કે મોમને મળાશે હવે આગળ......)


પંખીઓનો કલશોરથી વાતાવરણ સંગીતમય બન્યુ છે. થાકેલી પરી હજુ સૂતી છે. ત્યાં જ મંથનનો વિડિયોકોલ આવે છે અને પરી જાગે છે. પરી માથેરાનની વાતો કરે છે અને બાપ દીકરીની રોજની જેમ મીઠી સવાર ઉગે છે.


પરી તૈયાર થઈને એશાની રાહ જુવે છે. પણ એશા ન આવતાં તે કૉલ કરે છે. તો એશા કહે.......

"અરે! પરી થાકનાં કારણે મારી તબિયત ખરાબ છે. તો હું આજે કોલેજ નહી આવું! "

પરી રિક્ષા કરી કોલેજ જાય છે. એ લેકચર ભરી બધા મિત્રો સાથે કેન્ટિનમાં સમોસા અને પેપ્સીની મોજ માણે છે. અને માથેરાનની મીઠી યાદોને વાગોળે છે. ત્યાં જ પરી બધાને કહે.......

" હેલ્લો, મારે આજે થોડું કામ છે તો હું આજે વહેલી જાવ છું "

તો પ્રેમ કહે........

" પરી, આજે એશા નથી આવી તો હું તને છોડી દંઉ"

પ્રેમ પરીને હોસ્ટેલ મુકવા જાય છે. ત્યાં જ પરીનાં ફોનમાં એશાની મોમનો કોલ આવે છે. કે એશાની તબિયત વધારે બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરેલ છે.
પરી પ્રેમને જણાવે છે કે મારે એશાને મળવા હોસ્પિટલ જવું છે. અને બંને હોસ્પિટલ જાય છે. એશાને ખૂબ જ તાવ હોય છે. પરી તેને ધ્યાન રાખવાનું કહે છે. થોડીવાર બેસે છે અને અચાનક પરીને યાદ આવે છે કે મોમ આવે છે. અને તે એશાને "Take care" કહી નીકળે છે.

પરી: અરે! યાર આજ મોમ મુંબઈથી આવે છે કંપનીનાં કામે અને એશાનાં ટેન્શનમાં હું તો સાવ ભૂલી જ ગઈ "

પ્રેમ: એમ, ગુડ

પ્રેમ પરીને હોસ્ટેલ મુકી ઘરે જાય છે.


સુંદર મજાનાં બેઠા ઘાટનાં બંગલાનાં ગાર્ડનમાં હિંચકા પર બા અને કોઈ લેડી બેઠા હતાં. તે જોઈ પ્રેમ વિચારે છે......

" કોણ હશે આ લેડી"

ત્યાં જ બા પ્રેમને જોતાં બોલ્યા....

"આવી ગયો બેટા,આ અમદાવાદવાળા આંટી છે. "

પ્રેમ એ લેડીને "જય શ્રીકૃષ્ણ "કરે છે.
હજુ તો બા તેની ઓળખાણ કરાવે ત્યાં જ પ્રેમનાં મોબાઈલમાં ફોન આવતાં તે ઘરમાં જાય છે.
બા અને મોક્ષા ઘણી વાતો કરે છે.

મોક્ષા: આ પ્રેમ છે? ઘણો મોટો થઈ ગયો. સારૂ તે અહીં રહે છે આપનું ધ્યાન રહે. "

મોક્ષા બાને જય શ્રીકૃષ્ણ કહી નીકળે છે..... (ક્રમશ:)


( અમદાવાદવાળા લેડી એટલે કે મોક્ષા.... તે બાનાં ઘરે શા માટે આવે છે? બા ને અને મોક્ષાને શું સંબંધ છે? શું મોક્ષા પ્રેમને ઓળખે છે? આ બધાનાં જવાબ જાણવાં વાંચતા રહો.....)

💓💓💓💓💓💓💓💓


મમતા:૨

💐💐💐💐💐💐💐💐

ભાગ:૬૨

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( મોક્ષા કંપનીનાં કામે મુંબઈ આવે છે. અને પરીને મળવા હોસ્ટેલ જાય છે હવે આગળ........)

પરી હોસ્ટેલ આવી ડ્રેસ ચેન્જ કરી ફ્રેશ થઈને મોક્ષાની રાહ જોતી હતી. ત્યાં જ મોક્ષા આવી.....

પરી: મોમ, મીસ યુ સો મચ..... કહી મોક્ષાનાં ગળે મળે છે. મોમ, કેવી રહી આપની મિટિંગ?

મોક્ષા: સરસ ડિયર.

પરી: ચાલો મોમ, આપણે ડિનર માટે બહાર જઈએ. ( ઘણા સમયે મળતા પરી અને મોક્ષાએ ઘણી વાતો કરી.)

મુંબઈની પ્રખ્યાત હોટલમાં પરી અને મોક્ષા ડિનર માટે જાય છે.

મોક્ષા: પરી, કેવી ચાલે તારી સ્ટડી.

પરી: ગુડ, મોમ હવે એકઝામ આવે છે તો તૈયારી કરવી પડશે.

મોક્ષા: કેવી રહી માથેરાનની પિકનીક?

પરી: બહુ મજા કરી મોમ, કુદરતી વાતાવરણ તો આહહહ...!!જાણે ત્યાં જ રહી જઈએ.
બંને મા દીકરીએ વાતો કરતાં ડિનર પુરૂ કર્યુ.

મોક્ષા: ચાલો જલ્દી હો... મારી દસ વાગ્યાની ફલાઈટ છે.

પરી: ઓહહ મોમ, આપ આજે જ જવાનાં છો. કહી.... પરી ઉદાસ થઈ જાય છે. મોક્ષા પરીને હોસ્ટેલ મુકી એરપોર્ટ જવા નીકળે છે.

પરી હોસ્ટેલ આવી ડ્રેસ ચેન્જ કરી બેડ પર આડી પડી. આજે તે મોમને મળી હોવાથી ખુશ હતી. ત્યાં જ તેનાં ફોનમાં રીંગ આવે છે. સ્ક્રિન પર પ્રેમનું નામ આવ્યું.

પરી: હેલ્લો.....

પ્રેમ: શું કરે છે... આજ તો તું બહુ ખુશ લાગે છે. મોમને મળીને.....

પરી :હા, યાર તને શું ખબર ઘરથી અને મોમ, ડેડથી દૂર રહેવું કેટલું અઘરૂ છે?

આ સાંભળી પ્રેમ ઉદાસ થઈ જાય છે. તે કંઈ બોલતો નથી.

પરી: હેલ્લો...... હેલ્લો........
પણ સામેથી કોઈ જવાબ મળ્યો નહી. શું થયું હશે?
એમ વિચારી પરી કોલ કટ કરી સુઈ ગઈ.


સવાર થતાં જ "કૃષ્ણ વિલા " માં આજે ઘણા સમયે શારદાબા કાનાની આરતી ગાય છે. અને પૂજા કરે છે. મંથનને પ્રસાદ આપે છે અને કહે......

" મંથન, બેટા મોક્ષાની તબિયત તો સારી છેને? હજુ સુધી જાગી નહી! "

મંથન: બા, એ તો રાત્રે મોડી આવી મુંબઈથી તો થાકી ગઈ હશે. મેં પણ સુવા દીધી મોક્ષાને ભલે આરામ કરે.

શારદાબા: હા, બેટા ભલે આરામ કરે, મે શાંતાબેનને નાસ્તો બનાવવાનું કહી દીધું છે.

આટલા સમયનો નિયમ હતો મોક્ષા ગમે તેટલી ઓફિસનાં કામમાં બિઝી હોય પણ સવારનો નાસ્તો તે પોતાનાં હાથે જ બનાવતી. બપોરનું લંચ અને રાતનું ડિનર શાંતાબેન કરતાં.

બધા નાસ્તાનાં ટેબલ પર ગોઠવાયા અને મોક્ષા નીચે આવી.

મોક્ષા: મંથન, કેમ મને જગાડી નહી!!

મંથન: અરે! તું થાકી ગઈ હશે એટલે મેં સુવા દીધી.

શારદાબા: શું કરે મારી લાડલી પરી? મળી આવી તેને.

મોક્ષા:હા,બા,આપની લાડલી ખુશ છે. તેને ત્યાં મુંબઈમાં હવે ફાવી ગયું છે.

મંથન: પરી અહીં કયારે આવે છે?

મોક્ષા: તે હવે એકઝામ પછી જ આવશે!

શારદાબા: સાધનાબેનને મળવા ગઈ હતી મોક્ષા?

મોક્ષા: હા, બા તમને બહુ યાદ કરતાં હતાં. વિનીતનો પુત્ર પણ હવે તેની સાથે રહે છે. તો એકલું લાગતું નથી તેમને... (ક્રમશ:)

( મોક્ષા પરીને મળી આવી ગઈ પરી ખુશ હતી પણ પ્રેમ ઉદાસ થઈ ગયો શા માટે? તે જાણવા વાંચો આગળ....)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર