Prem Aatmano in Gujarati Horror Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | પ્રેમ આત્માનો - ભાગ 11

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ આત્માનો - ભાગ 11

(આગળ ના ભાગ માં જોયું કે ઘણી બધી આત્માઓ નીલમ ને છોડાવે છે, રંગો પોતાની શક્તિ થી આત્માઓ ને રોકી રાખે છે, હરજીવન ભાઈ મંદિરે પૂજારી ને લેવા જાય છે, પૂજારીજી હાલત પણ આત્માઓ એ ખરાબ કરી દીધી હોય છે, હરજીવન ભાઈ સુશીલા બેન ને ફોન કરી બધું જણાવે છે.)

કોઈની આહટ સાંભળી આત્માઓ રંગા ને ત્યાં મૂકી જતી રહે છે.
પાયલ રૂમ માંથી બહાર આવે છે,સુશીલા બેન પાયલ ને જોઈને....
સુશીલા બેન :અરે પાયલ બેટા તું...કેમ છે હવે તને??
પાયલ :કાકી તમે મને ઓળખો છો.…???
સુશીલા બેન :લે, કેમ ના ઓળખું, તારી મમ્મી રેખા અને હું બન્ને પાકી બહેનપણી ઓ છીએ, નાનપણ થી અમે જોડે ભાણતા.
નટવર તો આ બધું સાંભળી ચોકી જ જાય છે. "મમ્મી તું પાયલ ને ઓળખે છે એમ ને..."
સુશીલા બેન :હા, એક વખત એના ઘરે જોયેલી બસ, બાકી તો કોલેજ માં જ હોય.
સુશીલા બેન :બેટા, નટવર પાયલ ની મમ્મી ને ફોન કરી કહી દે સવાર ના શોધ -ખોળ કરતા હશે., રેવાદે હુંજ કરી દવ.
સુશીલા બેન રેખા બેન ને ફોન કરી બધી હકીકત જણાવે છે, રેખા બેન આ સાંભળી બેભાન જ થઈ જાય છે.
સુશીલા બેન :હેલો રેખા... શુ થયું...??
પરેશભાઈ(રેખા બેન ના પતિ ) રેખા ને પાણી છાન્ટી ભાનમાં લાવે છે.
પરેશભાઈ :હું પરેશ બોલું ભાભી, એવી તો શુ વાત થઈ કે રેખા બેભાન થઈ ગઈ.
સુશીલા બેન પરેશભાઈ ને બધું જણાવે છે.પરેશભાઈ પણ આ બધું સાંભળી ચોકી જાય છે.
પરેશભાઈ :ભાભી, અમે બન્ને હમણાં તમારા ઘરે આવીએ.
સુશીલા બેન :નાના પરેશભાઈ, હમણાં ના આવતા, નહીંતર નીલમ ની આત્મા તમને પણ નુકશાન પહોંચાડશે.
પરેશભાઈ :સવાર ના ચિંતા કરતા હતા,કે ક્યાં ગઈ હશે પાયલ, મંદિરે ગયા તો પૂજારીજી ને ધર્મપત્ની એ કીધું કે પૂજારીજી અને પાયલ બન્ને સાથે નીકળ્યા હતા, એટલે ચિંતા થોડી ઓછી થઈ, સારુ કર્યું તમે ફોન કર્યો, હરજીવન ભાઈ કેમ છે??
સુશીલા બેન :શુ વાત કરું, એતો મંદિરે રોકાયા છે, સુશીલા બેન બધી વાત પરેશભાઈ ભાઈ ને જણાવે છે.
પરેશભાઈ :ભાભી તમે ચિંતા ના કરતા, કાલેજ હું એક તાંત્રિક ને લઈ તમારા ઘરે આવું.
સુશીલા બેન :સારુ, આટલું કહી ફોન મૂકે છે.

બીજા દિવસ સવારે રંગો હરજીવન ભાઈ ના ઘરે આવે છે. એની જોડે ચાર -પાચ માણસ હોય છે.
સુશીલા બેન રંગા ને જોઈ ખુશ થઈ જાય છે.
સુશીલા બેન :રંગા, આ માણસો કોણ છે.
રંગો :માલકીન આ જંગલ માં રહેતા આદિવાસી ઓ છે, જેમણે મને કાલે બચાવ્યો હતો.
સુશીલા બેન :પણ પેલી આત્માઓ એ આ આદિવાસી ઓને કઈ નઈ કર્યું.???
રંગો :માલકીન આમાં ના એક ને તાંત્રિક વિધા આવડે છે, આ આદિવાસી ઓ ને તો રોજ કેટલીય આવી આત્માઓ જોવા મળે.માલકીન માલિક ક્યાં છે.
સુશીલા બેન :એતો રાતે મંદિર માં જ રોકાયા હતા, આવતા હશે.
સુશીલા બેન :રંગા, આ માણસો પેલી આત્માઓને મુક્તિ અપાવી શકશે.
રંગો :ના, માલકીન મેં પૂછ્યું, પણ એમને નથી આવડતી એ વિધા.આ લોકો ખાલી આત્માઓ ને કેદ કરી શકે છે, એટલેજ કાલે આત્માઓ આમને આવતા જોઈ ત્યાંથી ભાગી ગઈ.
આ બાજુ હરજીવન ભાઈ પૂજારીજી ને સાથે લઈ ઘરે આવે છે, રંગા ને જોતાજ હરજીવન ભાઈ એને ભેટી પડે છે.
હરજીવન ભાઈ :મને માફ કરીદે રંગા.તે મારી જાન બચાવવાં તારા પ્રાણ ની પણ ચિંતા ના કરી, અરે આ આદિવાસીઓ અહીંયા ક્યાંથી??
રંગો :નાના માલિક,તમારા તો મારાં પર ઘણા ઉપકાર છે, આટલું કહી રંગો હરજીવન ભાઈ ને સગળી હકીકત કહે છે.
હરજીવન ભાઈ આદિવાસી ઓનો આભાર માને છે.
બધા આદિવાસી ઓ જંગલ માં પાછા ફરે છે.

હરજીવન ભાઈ :આ ડાકણ નું શુ કરવું એ સમજાતું નથી, તે દિવસે પેલા અઘોરી બાવા ની વાત ન માની ઘણી મોટી ભૂલ કરી.
સુશીલા બેન :આ આત્માઓ ને મુક્તિ અપાવવી એ અઘોરી નું જ કામ છે.

આ બાજુ પરેશભાઈ અને રેખા બેન એક તાંત્રિક ને જોડે લઈ હરજીવન ભાઈ ના ઘરે આવવા નીકળે છે.

પરેશભાઈ :આ જંગલ વાળો રસ્તો ટૂંકો છે, ત્યાંથી જતા રહીએ.
રેખા બેન :હા, જલ્દી ચાલો.
બધા જંગલ માંથી પસાર થાય છે, ત્યાંજ અચાનક ઝાડ ના પાંદડા હલવા લાગે છે, જોર થી પવન ફૂકાય છે.
તાંત્રિક :નક્કી, આ આત્માઓ અહીં આસપાસ જ છે.
પરેશભાઈ :જલ્દી કંઈક કરો, નહીંતર નુકશાન આપણને કરશે.
ત્યાંજ જોર જોર થી અટ્ટહાસ્ય નો અવાજ આવે છે.
નીલમ :😄😄😄તમારી છોકરી ને કીધું હતું, મારાં રસ્તે થી હટી જા પણ નહિ માની હવે તમને નહિ છોડું, બધાને ખતમ કરી દઈશ 😡😡😡
રેખા બેન થોડા ડરી જાય છે, પણ પાછા સ્વસ્થ થતા :અરે નીલમ તું આવી કેમ થઈ ગઈ, જીવતે જીવ તો કોઈ ને ચેન ના પડવા દીધું, હવે મર્યા પછી તો પડવા દે.
નિલમ :જે પણ મારાં અને નટવર ના રસ્તા માં આવશે એને હું નહિ છોડું.
રેખા :પણ આમાં પાયલ નો શુ વાંક છે,??
નીલમ :નટવર અને પાયલ એક બીજા ને પ્રેમ કરે છે, બન્ને એકબીજા ને છોડવા તૈયાર નથી, તમારી પાયલ એ મારાં પતિ નટવર ને છીનવી લીધો છે.
રેખા બેન અને પરેશભાઈ આ સાંભળી ચોકી જાય છે.
આ બાજુ તાંત્રિક મંત્રો નું ઉચ્ચારણ કરે છે, પરંતુ એકેય મંત્ર કામ માં આવતો નથી.

...........................ક્ર્મશ..............................

(આગળ ના ભાગ માં :તાંત્રિક ની વિધા કેમ કામ નથી કરતી??? રેખા બેન અને પરેશભાઈ નું શુ થશે?? નીલમ હવે શુ કરશે???)