Mamata - 53-54 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 53 - 54

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

મમતા - ભાગ 53 - 54

💓💓💓💓💓💓💓💓


મમતા:૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૫૩

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

(ઘરથી દૂર પરી મુંબઈ જાય છે. જયાં કોલેજમાં એક છોકરો તેને રોજ સામુ જુવે છે. આ એજ છોકરો છે જેની સાથે પરીની પહેલા દિવસે જ ટક્કર થઈ હતી. તો શું આ પ્રેમ પરીનો દોસ્ત બનશે? કે..... વાંચો આગળ..)


"કૃષ્ણ વિલા" બંગલામાં સવારનાં આરતી પુરી થઈ. મોક્ષાએ બધાને પ્રસાદ આપ્યો. અને બોલી પરી...... પરી...... અચાનક તેને યાદ આવ્યું કે પરી અહીં કયાં છે! અને તેની આંખોમાં આંસુ આવી ગયા.


અહીં મુંબઈમાં પણ પરીની સવાર રોજ મંથનનાં વિડિયોકોલથી થતી, મંથન સાથે વાત કરી પરી એશા સાથે કોલેજ જવાં નીકળતી.


આજ કોલેજમાં બે લેકચર ફ્રી હતાં તો બધા મિત્રો કેન્ટિનમાં ગયા. બધાએ બર્ગર, કોલ્ડ ડ્રિન્ક ઓર્ડર કર્યા. અને હસી મજાક કરતાં નાસ્તો કરતાં હતાં. રોજની જેમ પ્રેમ સામેનાં ટેબલ પર એકલો પરીને જોતો હતો. આજ પરીએ સામેથી પ્રેમને બોલાવ્યો....

" ઓ, મિસ્ટર, એકલો કેમ બેઠો છે. આવી જા અહીં મિત્રો સાથે "

અને પ્રેમ તેઓ પાસે આવી નાસ્તો કરવાં લાગ્યો. ધીમે ધીમે પ્રેમ બધા સાથે ભળી ગયો...... અને બધા મિત્રો હસી મજાક કરતાં અને સાંજે છુટા પડતા.

એક દિવસ એશાની તબિયત સારી ન હતી. તો તે કોલેજ આવી ન હતી. પરી એકલી ગાર્ડનમાં બેંચ પર ઉદાસ બેઠી હતી. પ્રેમ તેને જોઈને નજીક આવે પુછેં છે.....

" કેમ શું થયું? કેમ ઉદાસ છે પરી? "

તો પરી બોલી......

" ઘરની યાદ આવે છે. મોમ, ડેડ, બા અને my littel brother all"

અને વાતને વાળતા પરી કહે.....

" અરે! પ્રેમ તારા વિષે તો તે કયારેય કહ્યુ જ નથી? તું કયાંથી આવે છે, કોણ કોણ છે ઘરમાં? "

તો પ્રેમ બોલ્યો......

" હું પહેલા અમેરીકા રહેતો હતો. ત્યાં જ કોલેજ કરી.... "

તો પરી કહે......

" અરે! ઈડિયટ, લોકો અહીંથી અમેરીકા જાય સ્ટડી માટે ને તું અમેરીકાથી અહીં આવ્યો! "

તો ઉદાસ થતાં પ્રેમ બોલ્યો....
" મોમનું ડેથ થયું અને ડેડ તેનાં બિઝનેસમાં બિઝી હોય, તો મન લાગતુ ન હતું. અહીં મુંબઈમાં મારા ગ્રાન્ડ મધર એટલે કે બા રહે છે. તેની સાથે રહું છું "

પ્રેમ: ચાલ, આજ તારી ઉદાસી દૂર કરી દઉં. મારા બાને મળવા લઈ જાઉં તને "

પરીને પણ ઘરની યાદ આવતી હતી તો તે પ્રેમ સાથે જવા તૈયાર થઈ, આમ પણ ભણવામાં તેનું મન લાગે તેમ ન હતું.

પ્રેમ પરીને લઈ તેના ઘરે જાય છે. સરસ મજાનો બેઠા ઘાટનો બંગલો હતો. પ્રેમ તેના બા સાથે પરીની ઓળખાણ કરાવે છે. પરી બાને " જય શ્રીકૃષ્ણ " કરે છે. અને પગે લાગે છે. પરીની શાલીનતા અને સંસ્કાર જોઈ બા ખુશ થયાં. બા રસોડામાં જાય છે ને મેડને ચા, નાસ્તો લાવવાં કહે છે. બા પરીને પુછે છે....

" કયાં રહે બેટા, કે બહારગામથી આવી છે. "

તો પરી બોલી : અમદાવાદ થી

બા કહે....ઘરે કોણ કોણ છે?

તો પરી કહે......
" મોમ, ડેડ, નાનો ભાઈ અને આપનાં જેવા મારા બા છે. "

બાને જોઈ આજે પરીને શારદાબાની યાદ આવી ગઇ. પરી જયારે ઉદાસ હોય ત્યારે શારદાબા પાસે બેસી વાતો કરતી.
થોડીવાર પછી પ્રેમ તેને મુકવા જાય છે.

બા વિચારે છે......
છોકરી છે તો સારા ઘરની, પ્રેમ આવે એટલે પુછું કે મિત્ર જ છે કે પછી....... અને તે પોતાની માળા લેવા પૂજારૂમમાં ગયા. (ક્રમશ)

( પરીને અહીં મુંબઈમાં પ્રેમ જેવો મિત્ર મળ્યો. તો પ્રેમ ફકત તેનો મિત્ર જ રહેશે કે તેની મિત્રતા પ્રેમમાં બદલશે? એ જાણવા વાંચો મમતા ૨ ભાગ :૫૪)

💓💓💓💓💓💓💓💓


મમતા:૨

💐💐💐💐💐💐💐💐

ભાગ:૫૪

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( પરીને ઘરની યાદ આવતાં તે મંથનને કૉલ કરી કહે છે કે,"હું આવુ છું." હવે આગળ....)


"કૃષ્ણ વિલા" બંગલામાં આજ ચહલ પહલ હતી. આજે ઘણા દિવસો પછી પરી આવવાની હતી. તો મોક્ષા સવારથી જ કિચનમાં હતી. અને પરીને ભાવતી વાનગીઓ બનાવવામાં બિઝી હતી. ત્યાં જ મંથન પરીને લઈને આવે છે. પરી શારદાબાને પગે લાગી " જય શ્રીકૃષ્ણ " કહે છે. અને મોક્ષાને મળવાં કિચનમાં જાય છે.
પરી: વાહ, આજ તો ખૂબ સરસ સુંગધ આવે છે. ઘણા દિવસે મોમનાં હાથનું જમવા મળશે. એમ કહી પરી મોક્ષાને ગળે મળે છે.

ત્યાં જ મંત્ર પણ વૉક કરીને આવે છે. મંત્ર કહે.......

" ઓય, ચિબાવલી કેમ મુંબઈમાં ગમતું નથી? "

એમ કહી પરીને ટપલી મારે છે.
પરી ખિજવાતી શારદાબા પાસે જઈને મંત્રની ફરિયાદ કરે છે.

તો શારદાબા કહે.....

" આજ કેટલા સમયે ઘરમાં રોનક આવી. મારી ચિડીયા વગર તો ઘર સૂનું લાગતું હતું. "

બધા સાથે મળીને નાસ્તો કરે છે. અને બધા પોતાનાં કામે જાય છે. મંથન અને મોક્ષા ઓફિસ જાય છે. મંત્ર કોલેજ ગયો. અને પરી શારદાબા બંને મુંબઈની અને તેના મિત્રોની વાતો કરતાં હતાં.


કોલેજથી છૂટીને મંત્ર અને આરવ નીકળ્યા. તો આરવ કહે.....

" મંત્ર, મારા ભાઈનાં મેરેજ છે તો તારે પણ આવવાનું છે. "

તો મંત્ર કહે.......

" અરે! ચોક્કસ આવીશ, કયારે છે મેરેજ? "

તો આરવ કહે.....
"બે દિવસ પછી.. "

મંત્ર અને આરવ બંને છુટા પડયાં.


સાંજે મંત્ર ઘરે આવે છે. હૉલમાં બધા સાથે મળીને બેઠા હોય છે. તો મંત્ર કહે.....

" અરે! વાહ! લાડલી આવી તો બધા તેની ખાતીરદારીમાં બિઝી છો, અમને તો કોઈ પુછતું જ નથી? "

ત્યાં જ મોક્ષા આવે છે. અને કહે.....

" બોલ, શું જોઈએ તારે... તારા માટે મિલ્ક શેઈક બનાવીને લાવું? "
તો મંત્ર કહે ના મોમ આરવનાં ભાઈનાં મેરેજ છે તો હું બે દિવસ જવાનો છું.

મંત્ર આરવનાં ભાઈનાં મેરેજમાં જવા નીકળે છે. મેરેજ વડોદરા હતાં. મંત્ર, આરવ અને બીજા મિત્રો સાથે મળીને ખૂબ ધમાલ કરે છે. મંત્ર રેડ શેરવાનીમાં ખૂબ સુંદર લાગતો હતો. મેરેજ એક હોટલમાં રાખ્યા હતાં. જાન વાજતે ગાજતે ત્યાં પહોંચી. આરવનાં થનાર ભાભી વરમાળા લઈને ગેટ પર આવ્યા. મંત્ર અને આરવ પણ તેની સાથે જ હતાં. ત્યાં જ મંત્રની નજર એક જગયાએ સ્થિર થઈ ગઈ..... તે આંખ ચોળવાં લાગ્યો તેને લાગ્યું હું સપનું જોઉં છું કે શું? ફરી આંખો ચોળતાં તે બોલ્યો...

" અરે! આ ફટાકડી!!!! અહીં?
કયાંથી? તેને તેની આંખો પર વિશ્વાસ નહતો બેસતો કે આ મારૂ દિલ ચોરનારી આ ફટાકડીને આવી રીતે ફરી મળવાનું થશે!!!! (ક્રમશ:)

( પરીને ઘરની યાદ આવતા તે ઘરે આવે છે. અને મંત્ર તેના મિત્ર- આરવનાં ભાઈનાં મેરેજમાં વડોદરા જાય છે. ત્યાં એક છોકરીને જોઈ સરપ્રાઈઝ થઈ જાય છે. તો કોણ છે આ છોકરી?? તે જાણવા વાંચો મમતા૨। ભાગ:૫૫)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

વાંચતા રહો......