5G Spectrum Auction 2024 in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | સ્પેક્ટ્રમ એટલે એરવેવ્સ

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

સ્પેક્ટ્રમ એટલે એરવેવ્સ

સરકારના ટેલિકોમ વિભાગને માત્ર 131 સ્પેક્ટ્રમના વેચાણથી રૂ. 11340 કરોડની આવક
સ્પેક્ટ્રમ એટલે એરવેવ્સ જેમાં હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયો ફ્રીક્વન્સીઝ
કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 96,317.65 કરોડના 10522 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ માટે હરાજી કરાઈ હતી

છેલ્લા કેટલાક દિવસથી 5G સેવાઓના સ્પેક્ટ્રમની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સ્પેક્ટ્રમ એટલે શું તે જાણવું પણ જરૂરી છે. તો આજના લેખમાં સ્પેક્ટ્રમ શું છે અને શું થયું હરાજીમાં તેના વિષે થોડી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. તો પહેલા આપણે જાણીએકે સ્પેક્ટ્રમ શું છે? એરવેવ્સ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં રેડિયો ફ્રીક્વન્સીઝ હોય છે. જે દૂરસંચાર સહિતની ઘણી સેવાઓ માટે વાયરલેસ રીતે માહિતી વહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જે એરવેવ્ઝનું સંચાલન અને ફાળવણી સરકાર આ દ્વારા કરાય છે. સ્પેક્ટ્રમને લો, મીડ અને હાઈ ફ્રિક્વન્સીમાં વિભાગજીત કરવામાં આવી છે. જેમાં હાઈ ફ્રિક્વન્સીમાં સૌથી વધારે ડેટાનું વહન થાય છે. જયારે લો ફ્રિક્વન્સી વેવ્ઝની સરખામણીમાં વધુ ઝડપી હોય છે. પરંતુ તેને સરળતાથી રોકી શકાય છે. જોકે, લો ફ્રિક્વન્સી વધારે સારું કવરેજ આપે છે.
હવે, સમજીયે 5G સ્પેક્ટ્રમની હરાજી વિષે. જેમ પહેલા જણાવ્યું સ્પેક્ટ્રમ એટલે એક પ્રકારના એરવેવ્સ જેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં રેડિયો ફ્રીક્વન્સી હોય છે. જેનું સંચાલન અને ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવે છે. જેની હરાજી તાજેતરમાં યોજવામાં આવી હતી. જેમાં દેશની જુદી જુદી સેલફોન કંપની દ્વારા બિડિંગ કરવામાં આવ્યું હતું. 25મી જૂનથી શરૂ થયેલી હરાજી બે દિવસ ચાલી હતી. જેમાં 7 રાઉન્ડ સુધી બિડિંગ થયું હતું. જેનથી સરકારને લગભગ રૂ. 11,340 કરોડની આવક થઇ છે. જે રકમ ભરવા માટે ટેલિકોમ કંપનીઓને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા 10522 મેગાહર્ટઝ જેની કિંમત રૂ. 96,317.65 કરોડ થાય છે તેને હરાજીમાં મુકવામાં આવ્યું હતું. જે પૈકી આ હરાજીમાં સરકારને માત્ર 131 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે બિડ મળી છે. જેની સમય મર્યાદા 20 વર્ષની રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 2022માં સરકારને સ્પેક્ટ્રમની હરાજીમાંથી રૂ. 1.5 ટ્રિલિયનની આવક થઇ હતી.

900 MHz સ્પેક્ટ્રમ બેન્ડમાં સૌથી વધુ ₹7604 કરોડની બિડ
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર મોબાઇલ ફોન સેવાઓ માટે 8 સ્પેક્ટ્રમ બેન્ડ હરાજી માટે મુક્યા હતા. જેમાં 800 મેગાહર્ટ્ઝ, 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2300 મેગાહર્ટ્ઝ, 2500 મેગાહર્ટ્ઝ, 3300 મેગાહર્ટ્ઝ અને 26 ગીગાહર્ટ્ઝનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે બીડ 900 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 60 મેગાહર્ટ્ઝ માટે મળી હતી. જેની કિંમત રૂ. 7604 કરોડ થાય છે. 1800 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બેન્ડમાં 50.4 મેગાહર્ટ્ઝ માટે રૂ. 3.614 કરોડની બીડ આવી હતી. સરકારને 2100 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બેન્ડમાં રૂ. 546 કરોડની બિડ મળી હતી. સ્પેક્ટ્રમની સૌથી વધારે માગ બિહાર, મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં જોવા મળી હતી.

ભારતી એરટેલે તેના મિડ બેન્ડ હોલ્ડિંગને મજબૂત કર્યા
ભારતી એરટેલે રૂ. 6,857 કરોડમાં 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ અને 2100 મેગાહર્ટ્ઝ ફ્રિકવન્સી બેન્ડમાં 97 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ મેળવ્યા છે. અલગ-અલગ સર્કલમાં 900 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ રિન્યુઅલની જરૂરિયાતને કારણે કંપની સૌથી વધારે બીડ કરી હતી. એરટેલે તેના મુખ્ય વર્તુળોમાં મિડ બેન્ડ હોલ્ડિંગને મજબૂત કરવા વધારાના સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. હવે કંપની પાસે દેશનો સૌથી મોટો મિડ-બેન્ડ સ્પેક્ટ્રમ પૂલ થશે. ભારતી હેક્સાકોમ લિમિટેડે રૂ. 1,001 કરોડના કુલ ખર્ચે 15 મેગાહર્ટ્ઝ ખરીદ્યા છે.

જિઓએ એરટેલ કરતા ત્રણ ગણા અર્નેસ્ટ મની ડિપોઝિટ કર્યા
રિલાયન્સ જિયોએ 5G સ્પેક્ટ્રમની હરાજી માટે રૂ. 3000 કરોડ અર્નેસ્ટ મની ડિપોઝિટ કરાવ્યા છે. જે ટોચની-3 ટેલિકોમ કંપની ભારતી એરટેલ લિમિટેડ કરતાં 3 ગણી વધારે છે. જયારે વોડાફોન આઈડિયા કરતાં 10 ગણા વધારે છે. ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર, ભારતી એરટેલે રૂ. 1,050 કરોડ અને વોડાફોન આઇડિયાએ રૂ. 300 કરોડ જમા કરાવ્યા હતા. બાકીની રકમ કંપનીઓએ દર વર્ષે હપ્તામાં ચુકવવાની રહેશે.

DoTને અપેક્ષા કરતા વધારે રકમની આવક થઇ
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને તાજેતરની હરાજીમાંથી ટેલિકોમ ઓપરેટરો પાસેથી વધુ સારા પ્રતિસાદની અપેક્ષા ન હતી. ગયા વર્ષે જ કંપનીઓએ ઘણા સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા જેથી આ વર્ષે ફરી ખરીદે તેવી શક્યતા ઘણી ઓછી હતી. કંપનીઓનું ફોકસ સ્પેક્ટ્રમના ટોપઅપ પર રહેશે તેવી આશા ટેલિકોમ વિભાગને પહેલાથી જ હતી. ટેલિકોમ વિભાગના અંદાજ પ્રમાણે ₹10,000 કરોડની આવકની આશા હતી પરંતુ તેની સામે રૂ. 11340 કરોડની આવક થઇ છે.

પાંચમી પેઢી હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે
ઇન્ટરનેટ નેટવર્કની પાંચમી પેઢી એટલે 5G. જે વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે જે તરંગો દ્વારા સેવા પૂરી પાડે છે. જેમાં મુખ્ય ત્રણ પ્રકારના ફ્રીક્વન્સી બેન્ડ છે.
- લો ફ્રીક્વન્સી બેન્ડ - એરિયા કવરેજમાં શ્રેષ્ઠ, ઈન્ટરનેટ સ્પીડ 100 Mbps, સ્પીડ ઓછી
- મિડ ફ્રિકવન્સી બેન્ડ - ઈન્ટરનેટ સ્પીડ લો બેન્ડ 1.5 Gbps કરતાં વધુ, એરિયા કવરેજ લો ફ્રીક્વન્સી બેન્ડ કરતાં ઓછું, સિગ્નલની દ્રષ્ટિએ સારું
- હાઈ ફ્રિકવન્સી બેન્ડ - ઈન્ટરનેટ સ્પીડ મહત્તમ 20 Gbps છે, વિસ્તાર કવર ન્યૂનતમ છે, સિગ્નલની દ્રષ્ટિએ પણ સારી છે.