Mamata in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 45 - 46

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

મમતા - ભાગ 45 - 46

💓💓💓💓💓💓💓💓


મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૪૫

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( આપણે જોયુ કે પરી આગળનાં અભ્યાસ માટે મુંબઈ જાય છે. મંત્ર પણ આબુ ટ્રેકિંગમાં જવાની તૈયારી કરે છે. તો હવે આગળ....
વાંચતા રહો....)

નાસ્તાનાં ટેબલ પર બધા નાસ્તો કરતાં હતાં. ત્યાં જ શારદાબા બોલ્યા.....
" પરી બરાબર પહોંચી ગઈ છે ને? " તો મોક્ષા બોલી " હા, બા તેનો ફોન આવી ગયો તેણે એડમિશન પણ લઈ લીધુ. બે દિવસ મુંબઈ ફરશે પછી આવશે"

ત્યાં જ મંત્ર આવ્યો અને બોલ્યો...
" Hello, every one, good morning "
બા, જય શ્રીકૃષ્ણ
મોમ મારી બેગ તૈયાર કરવાની છે. તો મને જરા હેલ્પ કરજો"
શારદાબા કહે.....
" અરે! પરી પણ નથી, તું પણ જઈશ, તો ઘર સૂનું થઈ જશે "
મંત્ર શારદાબા પાસે આવીને કહે..
" ના, બા હું તો બે દિવસ માટે જ જાઉં છું "
બપોરનું લંચ પતાવી મંત્ર બેગ લઇને નીકળે છે. મંથન અને મોક્ષા ઓફિસ ગયાં હોય છે. તો મંત્ર બાને પગે લાગી નીકળે છે.

આરવ અને બીજા મિત્રો મંત્રની રાહ જોતા હોય છે. ત્યાં જ મંત્રને જોતા આરવ બોલ્યો..
" ઓ, લેટ લતીફ, તું કયારેય ટાઈમસર પહોંચીશ નહી."
અને બધા મિત્રો હસતા હસતા બસમાં ગોઠવાય છે.


બધા જ મિત્રો બસમાં મોજ મજા કરતાં અંતાક્ષરી રમતા હતાં. અમદાવાદ ગયું અને વડોદરા આવ્યું તો ત્યાંથી પણ થોડા છોકરા છોકરીઓ જોઈન થવાનાં હતાં. બસ ઉભી અને બે ત્રણ છોકરીઓ બસમાં ખડખડાટ હસતાં હસતાં ચઢી. એમાની એક છોકરી શોર્ટ સ્કર્ટ, સ્લિવલેશ ટોપ, ગળામાં સ્કાફ, માંજરી આંખોવાળી ખિલખિલાટ હસતી છોકરી બસમાં ચઢી. તેને જોઈને મંત્ર તો તેનાં હોશ ગુમાવી બેઠો. ત્યાં જ આરવ કહે.....

"ઓહ, લેટલતીફ આ તારા ટાઈપની નથી હો "
છોકરીઓ બસમાં છેલ્લી સીટમાં જઈ બેસી. અને મોટે મોટેથી હસી મજાક કરતી હતી. મંત્ર વળીવળીને પાછળ જોતો હતો. એમાની એક અલ્લડ છોકરીએ મંત્રનાં દિલને ઘાયલ કરી દીધું. ત્યાં જ આરવ બોલ્યો.....

" ઓ, રોમીઓ, આમ ઘડી ઘડી પાછળ ન જો, તારી ગરદનમાં મચક આવી જશે"
અને બીજા મિત્રોને તાળી આપી.


અમદાવાદથી વડોદરા અને ત્યાંથી આબુ પહોંચી ગયા. ત્યાં આબુમાં એક હોટલ બુક કરેલી હતી. બધા જ મિત્રો પોતપોતાનાં રૂમમાં ફ્રેશ થવાં ગયા. (ક્રમશ)

( મિત્રો, ઋત્વિક જેવા હેન્ડસમ મંત્રનું દિલ તો ઘાયલ થઈ ગયું. તો શોર્ટ સ્કર્ટ વાળી એ હસીના કોણ છે? શું મંત્ર તેને પટાવી શકશે? તે જાણવા વાંચો મમતા ૨ ..)
વાંચતા રહો..


💓💓💓💓💓💓💓💓


મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૪૬

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( પરી અને મંત્ર વિના ઘર સૂનું સૂનું લાગતુ હતું. મંથન અને મોક્ષા ઓફિસ જાય અને શારદાબાને એકલું લાગતુ. હવે આગળ..)

મહાનગરી મુંબઈ, સપનાંઓનું શહેર મુંબઈ. કરોડો, લાખો લોકો પોતાનાં સપનાં લઈને રોજ મુંબઈ આવે છે. તેમ પરી પાસે પણ પોતાનું સપનું પુરુ કરવાં અને આગળ અભ્યાસ કરવાં મુંબઈની પ્રખ્યાત એવી મીઠીબાઈ કોલેજમાં એમ. બી. એ. માં એડમીશન લીધું. અને પોતાની સહેલી એશા સાથે મુંબઈની મોજ માણતી હતી.


પરી અને એશા બંને તૈયાર થઈને મુંબઈ ફરવા નીકળી પડયા.... પહેલા તો મુંબઈની શાન એવા બાબુલનાથ મંદિરનાં દર્શન કર્યા. આ મંદિર ઘણુ જુનું છે. ત્યાંથી પરી અને એશા સિધ્ધી વિનાયકનાં ગણપતિ મંદિરે ગયા. આમ પણ પરીને પહેલેથી જ ગણપતિ દાદા પર શ્રધ્ધા હતી. અને હવે સાંજ થતાં જુહૂ ચોપાટી આવ્યા. ડુબતો સૂરજ, દરિયાની લહેરો સાથે બંનેએ ખૂબ મસ્તી કરી.... બંને સહેલી ઘણા સમયે મળી હતી તો સાથે મળીને દરિયાની રેતીમાં બેસીને ત્યાંની ભેળપૂરીનો આનંદ માણતા માણતા એશા બોલી....

" અરે! પરી આગળ શું કરવાનો વિચાર છે તારો? "

તો પરી બોલી......

" મારે એમ. બી. એ. કરી ડેડની કંપની જોઈન કરવી છે. ડેડ અને મોમે ખૂબ મહેનત કરી. હવે મારે તેઓને આરામ આપવો છે. મંત્ર હજુ નાનો છે તો મારે જ ડેડનો સહારો બનવું પડશે. "

પરીની વાત સાંભળી એશા બહુ ખુશ થઈ કે પરી જેટલી નટખટ છે તેટલી સમજદાર પણ છે.....

આખો દિવસ મુંબઈ નગરીની મોજ માણી બંને સહેલીઓ ઘરે આવી. થાકીને લોથપોથ થઈ ગઈ હોય બંને બેડરૂમમાં આરામ કરવા ગયાં. ગેલેરીમાં બેસીને ચન્દ્રને નિહાળતી પરીને જોઈ એશા બોલી......

" અરે! પરી તું અહીં જ રહેજે મારી સાથે, આપણે સાથે કોલેજ જઈશું"

તો પરી કહે....

"ના, ડિયર મેં નેટ પરથી એક બે હોસ્ટેલ જોઈ રાખી છે"

એશા: તો શું તું મારી સાથે નહી રહે?
એમ બોલી ગુસ્સો કરતી એશા પરીને જોરથી પીલૉ મારે છે.

તો પરી કહે: " અરે! ડિયર, આપણે રોજ મળીશું, સાથે જ કોલેજ જઇશુ"

અને બંને સહેલીઓ એકબીજાને ગળે મળે છે.

પરી બીજા દિવસે હોસ્ટેલ પણ જોઈ આવી. હવે આજ સાંજની તેની અમદાવાદ માટેની ફલાઈટ હતી. હવે કોલેજ શરૂ થતાં સામાન લઇને આવશે પરી મુંબઈમાં મહાલવા.....
પરી એશા, અને તેના મમ્મીને મળી એરપોર્ટ જવાં નીકળે છે. (ક્રમશ)

વાંચતા રહો....
ઘરમાં રહો.....

( પરીએ હોસટેલ અને કોલેજમાં એડમિશન લઇ લીધું. હવે કેવી રહેશે પરીની કોલેજ લાઈફ?
તે જાણવા વાંચતા રહો આગળ)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો. 🙏