Premni Rutu - Anamika ane Avinash in Gujarati Love Stories by Dhruvi Kizzu books and stories PDF | પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 7

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 7









ભાગ - ૭




ભાગ - ૬ ક્રમશઃ .....



મિહિર હસીને : " કેમ તું આવું વિચારે છે ,,, ??? પાગલ !!! એવું કંઈ નથી . અહીં કોણ હોય !! તું વધુ વધુ પડતી પસેસિવ છો ટીનુ .... "

ટીના : " તો કેમ હસતાં હતાં ??? કોઈ જોક યાદ આવી ગયો હતો ??? "

મિહિર : " ના .... ના ... એક ખુશ ખબર છે ખાસ તો તારા માટે . "

ટીના : " શું ??? મારાં માટે !!!! કોઈ સરપ્રાઈઝ ??? "

મિહિર : " ના .... ના ... ખુશખબરી સરપ્રાઈઝ આપવાની નથી . અને તને લાગતી વળગતી કોઈ છે જ નહીં . હા આ ખબર સાંભળી તને ખુશી બહુ થશે . "

ટીના વિચારમાં પડતા : " તો , શું છે મને કહો ને પ્લીઝ .... મને બહુ ઉતાવળ છે જાણવાની . "

મિહિર હસવા લાગે છે .... , " અરે આપડા અવિ માટે માંગુ આવ્યું છે એક છોકરીનું . "

ટીના ઊભી થઈ : " શું ??? શું તમે સાચુ ... મતલબ અહીં કઈ રીતે ?? કોને ??? છોકરી કોણ છે ??? કેવી છે !!!! તમે જોઈ તેને ???? "

મિહિર ટીનાને શાંત કરતાં : " અરે સાંભળ સાંભળ બોલું છુ , કેટલી ઉતાવળ જો !!! ભાઈની વાત આવે એટલે પાગલ બની જાય વાહ . "

ટીના પાછી બાકડા પર બેસે છે , " તો પછી , ભાઈ કોને વહાલો ન હોય . બોલો શું વાત છે ??? "

અહીં આપડા પેલાં રામજીકાકા મને મળ્યા હતાં . અહીં આવ્યા છે તેઓ . તો એની મુલાકાત અવિ સાથે થઈ . પછી અવિ ગયો એટલે મને એની છોકરી સાથે સંબંધની વાત કરી . એટ ...... "

મિહિરની વાતને વચ્ચે જ અધુરી મુકતા ટીનુ બોલી ઊઠી : " શું ??? એ રામજીકાકાની જ છોકરી ??? અરે તમે સરખું તો સાંભળ્યું હતું ને ??? "

મિહિર વિચારમાં પડતાં : " હા કેમ ?? શું થયુ ??? "

ટીના : " અરે એ તો સર્વ ગુણસંપન્ન છે . દેખાવડી પણ એટલી છે , તમે અવિ વિશે આખી વાત કરી હતી ??? "

મિહિર : " હા , મને પણ ખબર છે એ છોકરીને જોઈ એવા છોકરા મળી જાય એમ છે . એટલે જ મેં પેલાં રામજીકાકાને ચોખવટ કરી દિધી હતી . પછી જ આગળ વાત કરી શકાય . પાછળથી કોઈ રોન ન નીકળવી જોઈએ પછી . "

ટીના : " તો એને શું કીધું ?? "

મિહિર : " એને તો અવિ પહેલી નજરમાં જ એટલો બધો ગમી ગયો છે કે તેને રૂપિયા કે મિલકત જોવી જ નથી . એને બસ છોકરો સંસ્કારી જોતો છે . અને એટલે જ એને અવિ સાથે કરવો છે એની દિકરીનો સંબંઘ . "

ટીના : " આ તો ઘણી સારી વાત છે નહીં મિહિર . બાકી અત્યારનાં સમયમાં રૂપિયા જ દેખાય છે બધાને . ઉપરથી આટલી સારી છોકરી મળી જાય એ પણ સરળતાથી !!! કેટલો નસીબદાર છે મારો ભાઈ . "

મિહિર : " હા એ તો છે જ . એનાં સંસ્કાર , અને સ્વભાવ ખુબ જ સારા છે . ગમે તેને ગમી જ જાય . "

ટીના : " ખરુ કીધું તમે . તો હવે આપડે મોમ ડેડને વાત કયારે કરીએ ??? "

મિહિર : " એને આપડે સમય મળશે ત્યારે કહી દેશું આજ . પછી જોવાની વાત આગળ વધે તો રામજીકાકાને કહેવાનું પણ છે પાછુ . એટલે ઘરે જઈ આપડે આગળ વાત વધારી શકીએ . એને કીધું છે મને જવાબ આપજો . "

ટીના : " મને તો વિશ્વાસ નથી થતો મિહિર હજુ પણ . "

મિહિર : " તું આટલી ખુશ ન થઈ જા ટીનુ ... હજુ એ બધુ ફિક્સ તો થવાં દે . એ બંને ને એક બીજા ગમશે તો ને હજુ . એ પણ જોવાનું છે હજી આપડે . "

ટીનાના ચહેરાં પર થોડી હતાશા ફરી આવે છે , " હા એ પણ સાચુ છે હજુ ક્યાં નક્કી થયું છે . હું પણ સાવ ઘેલી થઈ ગઈ છુ . "




*******



To be continued .......