Mamata in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 31 - 32

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

મમતા - ભાગ 31 - 32

🕉️
" મમતા"
ભાગ :31
💓💓💓💓💓💓💓💓

( આખરે મંથન અને મોક્ષાનાં દિલમાં રહેલા પ્રેમની જીત થઈ. અને બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા. હવે "કૃષ્ણ વિલા" માં મોક્ષાનો પહેલો દિવસ કેવો હશે એ જાણવા વાંચો મમતા ભાગ :31 )

વાદળોની વચ્ચેથી સૂરજનું આગમન થયું. પંખીઓનાં કલશોર વચ્ચે ઝાકળની બુંદો મોતીઓ સમી દેખાતી હતી. આજે "કૃષ્ણ વિલા" બંગલામાંથી આરતીનો નાદ સંભળાય છે. આ આરતી મોક્ષા ગાય છે. મંદિરમાં દીવાઓ પુરતી મોક્ષાને જોઈ શારદાબા ગદગદીત થઈ ગયા. આટલી ભણેલી મોર્ડન હોવા છતાં મોક્ષા સવારમાં વહેલી ઉઠી મંદિરમાં પહોંચી ગઈ હતી.

આરતીનાં શબ્દોથી ઘરનું વાતાવરણ પવિત્ર બની ગયું હતું. શારદાબાને જોતા જ મોક્ષા બાને પગે લાગે છે. બા મોક્ષાને સુખી રહેવાનાં આશિર્વાદ આપે છે. અને કહે,"આટલી, વહેલી જાગી ગઈ. આરામ કરવો હતો ને? " તો મોક્ષા બોલી " આંટી, મને જવાબદારી ઉપાડવાની તક આપો." તો શારદાબા ખિજાઈને કહે,"ખબરદાર જો મને આંટી કહ્યું તો , હવે હું તારી મા છું." સવાર સવારમાં સાસુ વહુ વચ્ચેની મીઠી વાત સાંભળતા મંથન પણ આવે છે. તેના ચહેરા પર એક અજબ ખુશી હતી. મંથન ફ્રેશ થવા જાય છે અને મોક્ષા રસોડામાં જાય છે. શારદાબા પરીને ઉઠાડીને તૈયાર કરે છે.

આજ સવારમાં રસોડામાંથી સરસ સુંગંધ આવતી હતી. મોક્ષાએ સવારનાં નાસ્તા માટે "ઉપમા" અને ગાજરનો હલવો બનાવ્યો હતો. રસોડાનું કામ પુરૂ કરી મોક્ષા બેડરૂમમાં જાય છે. મંથન નાહીને તૈયાર થતો હતો. મોક્ષાને જોઈ મંથન બોલ્યો " અરે! મેડમ, મને તો એમ કે આપ ભીના વાળની ફુવારથી મને ઉઠાડવા આવશો, પણ આપ તો કાનાની સેવામાં લાગી ગયા." આ સાંભળીને મોક્ષા બોલી " વાહ, મારી સંગતમાં જનાબ તો રોમાન્ટિક બની ગયા." અને મંથન મોક્ષાને પકડીને પોતાની નજીક ખેંચે છે. બંને કયાંય સુધી પ્રેમલાપ કરતાં રહ્યા. અને અચાનક બહારથી પરીનો રડવાનો અવાજ આવતા મોક્ષા બહાર આવી.


મોક્ષા બહાર આવી તો પરી રડતી હતી. તો મોક્ષાએ પરીને વહાલથી ખોળામાં બેસાડી. તેને દૂધ પાઈ તૈયાર કરવા લઈ ગઈ. ત્યાં જ બા આવ્યા ને કહ્યુ, "મોક્ષા તું તૈયાર થા. તને ઓફિસે જવાનું મોડુ થશે."

મોક્ષા તૈયાર થવા ગઈ. મંથન અને મોક્ષા સાથે નાસ્તો કરી પરીને મુકી ઓફિસ જવા રવાના થયા. કારમાં સરસ ગીત વાગતું હતુ. " જીંદગી પ્યાર કા ગીત હૈ
ઉસે હર દિલકો ગાના
પડેગા....."

ઓફિસ પહોંચતાં જ પુરા સ્ટાફે મંથન અને મોક્ષાનું સ્વાગત કર્યુ. બંને પોત પોતાની કેબિનમાં પહોંચીને કામમાં લાગી ગયા.

આજે રાત્રે હોટલમાં ઓફિસનાં સ્ટાફ માટે ગેટ ટુ ગેધર રાખ્યુ હતુ. પીંક રોયલ ગાઉનમાં મોક્ષા સુંદર લાગતી હતી. તો મંથન પણ મેચિંગ સૂટમાં હેન્ડસમ લાગતો હતો. મૌલીક અને મેઘા પણ હતા. પુરા સ્ટાફે મંથન અને મોક્ષાને અભિનંદન આપ્યા. અને લગ્ન જીવન માટે શુભકામના આપી. ડીનર ચાલુ જ હતુ ને થોડીવાર થઈ તો પાર્ટીમાં કાવ્યા આવી. વાઈટ ઓફ સોલ્ડર ગાઉનમાં કાવ્યા ખુબ બોલ્ડ લાગતી હતી. અચાનક મંથનની નજર કાવ્યા પર પડી. અને મોક્ષાનું ધ્યાન પણ ગયુ. કાવ્યાનાં હાથમાં લાલ ગુલાબનો બુકે હતો અને તે પણ મંથન અને મોક્ષાની પાસે આવતી હતી. તેને જોઈ મંથન અને મોક્ષા એકબીજાની સામે જોવા લાગ્યા..... (ક્રમશ :)

( મંથન અને મોક્ષાનાં લગ્ન થયા અને ઓફિસ વાળા લોકો માટે હોટલમાં પાર્ટી રાખી. તો આ કાવ્યા અચાનક કેમ આવી? શું કરશે તે? એ જાણવા તો આપે ઈંતજાર કરવો પડશે. મમતા તો મિત્રો વાંચવાનું ચુકતા નહી હવે પછીનો ભાગ હો....)

🕉️
" મમતા"
ભાગ :32
💓💓💓💓💓💓💓💓

(મંથન અને મોક્ષાનાં દિલ મળી ગયા અને બંને લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા. પણ શું? આ કાવ્યા વળી શું કરવા આવી? જાણો વાંચો મમતા ભાગ 32)

આજે મંથન અને મોક્ષાનાં લગ્ન નિમિત્તે પાર્ટી રાખી હતી. ઓફિસનાં બધા જ કર્મચારીઓ હતા. ત્યાં જ એકાએક કાવ્યા આવી.... તેને જોઈને મંથન થોડો ટેન્શનમાં આવી ગયો.

કાવ્યા સ્ટેજ પર આવી જ્યાં મંથન અને મોક્ષા હતા. તેણે મંથન અને મોક્ષાને શુભેચ્છા આપી. અને મંથનને કહ્યુ "તમે બંને એકબીજા સાથે ખુબ જ સુંદર લાગો છો.સર, તમે ખૂબ જ હેન્ડસમ લાગો છો. તમને જોઈને કોઈનું પણ દિલ તમારા પર આવી જાય. ખરેખર મોક્ષામેમ નસીબદાર છે કે તેમને તમે પતિ તરીકે મળ્યા. બીજો કોઈ પુરૂષ હોત તો એક ખુબસુરત છોકરીને જોઈ પીગળી જાય પણ સર એવા નથી. મારી ટ્રાન્સફર હવે મુંબઈ ઓફિસમાં થઈ છે." કાવ્યાનાં મોં પર પશ્ચાતાપ જોઈ મોક્ષા બોલી, "સોરી, ડિયર, પણ મુંબઈ તારી ટ્રાન્સફર મેં જ કરાવી હતી. હું અને મંથન એકબીજાને દિલથી ચાહીએ છીએ. અને તારું વર્તન પણ તેં એવું કર્યું હતું એટલે ના છૂટકે મારે આ પગલું ભરવું પડ્યું." હવે મંથન પણ બોલે છે. " અરે! એવું ન હોય, તને તારી ભૂલનો અહેસાસ થયો એટલુ જ કાફી છે " અને ફરીથી કાવ્યા મંથન અને મોક્ષાને સુખી લગ્ન જીવનની શુભેચ્છા આપી નીકળી જાય છે.

ઓફિસનાં બધા જ લોકોએ મંથન અને મોક્ષાને ગિફટ અને સાથે સાથે ખુશ રહેવાની શુભેચ્છા આપી. મૌલિક અને મેઘા પણ સાથે જ હતા. પાર્ટી પુરી થઈ ને મંથન અને મોક્ષા ઘર તરફ રવાના થયા.

ઘરે પહોંચ્યા તો જોયું કે પરીની તબિયત બરાબર નથી. શારદાબા પરીને સુવાડતા હતા. આવતાની સાથે જ મોક્ષા ચિતિંત સ્વરે પુછે છે " પરીને શું થયુ? " તો શારદાબા જણાવે છે કે " કંઈ નહી, થોડો તાવ છે. મેં દવા આપી દીધી છે. હવે સારૂ છે. " મંથન પણ કહે છે " મા તારે અમને ફોન કરવો જોઈએ ને! અમે તરત જ આવતા રહેત" શારદાબા જણાવે છે કે " બંને હવે ચિંતા ન કરો. બંને જણા આરામ કરો" પણ મોક્ષા માની નહી. તે તેના રૂમમાં જઇને કપડા બદલી પુરી રાત પરી પાસે જ બેસી રહી.

સવાર પડતા જ શારદાબા પરીનાં રૂમમાં આવે છે. મોક્ષાને ત્યાં જોતા જ તેના દિલને ઠંડક થાય છે. તે વિચારે છે " સાચે જ આજ મારી જવાબદારી પુરી થઈ. હવે મને પરીની ચિંતા નથી" તે મોક્ષાને જગાડીને તેના રૂમમાં આરામ કરવાનું કહે છે.

મંથન પણ વહેલો ઉઠી તૈયાર થઈ ગયો હતો. તે મોક્ષાને કહે છે " થેંક્સ, ડિયર પરીનું ધ્યાન રાખવા બદલ " તો મોક્ષા ખિજાતા કહે છે " જનાબ, તમે ભૂલી રહ્યા છો કે આપણે હવે પતિ પત્ની છે. એ હિસાબે પરી મારી પણ દીકરી છે. તો થેંક્સ ન કહેવાનું હોય. એ મારી ફરજ છે" મોક્ષાની વાત સાંભળીને મંથન તેને પોતાની બાહોમાં લઈ લે છે.

આજે મોક્ષા ઓફિસે પણ ન ગઇ અને આખો દિવસ પરીની પાસે રહીને તેની સંભાળ રાખી. પરીને પણ હવે મોક્ષા સાથે ફાવી ગયુ હતુ. પરી આંટી કહેતા મોક્ષા પાસે આવી તો મોક્ષા બોલી " બેટા, હવે તારે મને હવે આંટી નહી કહેવાનું " તો પરી તેની કાલીઘેલી ભાષામાં બોલી " તો શું કહુ?" તો મોક્ષાએ કહ્યુ " બેટા, હું તારી મમ્મી છું. હવેથી તારે મને મોમ કહેવાનું. ઓકે. અને પરી મોમ કહી મોક્ષાનાં ખોળામાં બેસી ગઈ. મોક્ષા પણ તેને વહાલ કરવા લાગી.

મા દીકરીનું " મમતા" થી ભરેલુ મિલન જોઈને શારદાબાનાં આંખોમાં આંસુ આવી ગયા. અને મોક્ષાની સમજદારી પ્રત્યે તેને માન થયુ. (ક્રમશ :)

(મંથન અને મોક્ષાનાં લગ્ન થયા અને પરી પ્રત્યે મમતા વરસાવીને મોક્ષા સાચા અર્થમાં પરીની " મા" બની. અને મમતા સાર્થક કરી. તો હવે શું થશે આગળ તે જાણવા વાંચો મમતા )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર