Whatsapp Screenshot Blocking in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | વોટ્સએપમાં આવ્યું સ્ક્રીનશોટ બ્લોકીંગ

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

વોટ્સએપમાં આવ્યું સ્ક્રીનશોટ બ્લોકીંગ

યુઝરની સુરક્ષાને ધ્યાને રાખી વોટ્સએપ દ્વારા તાજેતરમાં જ 71 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો છે : હવે, યુઝર્સ કોઈના પણ પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઇ શકશે નહીં : વોટ્સએપનું સ્ક્રીનશોટ બ્લોકીંગ ફીચર પહેલા વોટ્સએપ યુઝર માટે રોલઆઉટ થશે પછી એન્ડ્રોઇડનો વારો આવશે

ટેક્નોક્રસી
સિદ્ધાર્થ મણીયાર
siddhrth.maniyar@gmail.com

વોટ્સએપે તાજેતરમાં જ તેનો માસિક અહેવાલ જાહેર કર્યો છે. જેમાં ભારતીય યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર વોટ્સએપ દ્વારા 71 લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વોટ્સએપના જણાવ્યા અનુસાર આ તમામ એકાઉન્ટ સાયબર ફ્રોડ અને કૌભાંડ સાથે સંકળાયેલા હોવાથી તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હવે, વોટ્સએપ તેના યુઝર્સ માટે એક સિક્યુરિટી ફીચર જાહેર કરવા જઈ રહ્યું છે. જેમાં કોઈ પણ વ્યક્તિ યુઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઇ શકશે નહીં.

વોટ્સએપની શરૂઆતથી જ તેના જુદા જુદા ફીચર પૈકીનું એક એટલે તેનું પ્રોફાઈલ પિક્ચર ફીચર હતું. અત્યાર સુધી અન્ય યુઝર કોઈ પણ યુઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઇ શકતા હતા. જે ફિચરનો ઉપયોગ સ્કૅમર દ્વારા પણ ફ્રોડ માટે કરવામાં આવતો હતો. જેથી યુઝરની પ્રાઇવસી સામે ખતરો ઉભો થઇ રહ્યો હતો. સામાન્ય રીતે કોઈ તહેવારના લગતા પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ અન્ય યુઝર લઈને પોતાનું પ્રોફાઈલ પિક્ચર બનાવે તો ચલાવી લેવાય. પરંતુ વ્યક્તિ ગત ફોટો કે પછી સંસ્થાના લોગો પ્રોફાઈલ પિક્ચર તરીકે સેટ કરીને તેનો દૂરુપયોગ કરવામાં આવે તે એક ફ્રોડ જ કહેવાય છે.
જયારે વોટ્સએપ સૌથી સિક્યોર મેસેજિંગ એપ્લિકેશન માનવામાં આવે છે. ત્યારે વોટ્સએપ હવે, તેના યુઝરના પ્રોફાઈલ પિક્ચરને પણ પ્રોટેક્શન આપવાની તૈયારી કરી રહ્યું છે. વોટ્સએપ દ્વારા વ્યક્તિગત એકાઉન્ટ સિક્યોર કરવું માટે હવે, તેના પ્રોફાઈલ પિક્ચરના સ્ક્રીનશોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. યુઝર ઈચ્છે તો પણ તે ફીચરને ફરી શરૂ કરી શકતો નથી. સ્ક્રીનશોટ બ્લોકિંગનું ફીચર શરૂઆતમાં માત્ર એન્ડ્રોઇડ યુઝર માટે જ જાહેર કરાયું હતું. જોકે, હવે તેને આઇફોન યુઝર માટે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે, આ ફીચરમાં હાલ માત્ર વ્યક્તિગત પ્રોફાઇલનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. વોટ્સએપ ગ્રૂપના પ્રોફાઇલ પિકચરને સ્ક્રીનશોટ બ્લોકિંગ ફિચરનો લાભ મળતો નથી. તે સુવિધા તો હજી ચાલુ જ છે.

ટૂંક સમયમાં આવી રહ્યું છે, વોટ્સએપનું કલર ફીચર
વોટ્સએપ દ્વારા યુઝરના અભિપ્રાયો અને તેમને સતત કંઈક નવું આપવા માટે નવા નવા ફીચર પર સંશોધન કરવામાં આવતું હોય છે. જેમાંથી મોટાભાગના સંશોધન સફળ જ થતા હોય છે. ત્યારે હવે, વોટ્સએપ દ્વારા તેના ઈન્ટરફેસ અને થીમમાં ઘણા ફેરફારો કરી રહ્યું છે. તાજેતરમાં જ વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ગ્રીન કલર થીમ આઈફોન યુઝર્સને દેખાવા લાગી છે, પરંતુ ઘણા યુઝર્સને આ ફેરફાર ગમ્યો નથી. જોકે, વોટ્સએપ દ્વારા આ એક પ્રયોગ જ હતો. વોટ્સએપ દ્વારા આગામી ટૂંક સમયમાં યુઝર્સને તેના મનપસંદ કલર અનુસાર થીમ સેટ કરવાની તક આપવામાં આવશે. વોટ્સએપની ટીમ દ્વારા હાલ યુઝર્સને તેમની પસંદગીના કલર અને ડિઝાઇન સેટ કરવા માટે નવી કસ્ટમાઇઝેશન સુવિધાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. જોકે, નવી થીમ કલર ફીચર હજુ પણ ડેવલપમેન્ટ હેઠળ છે. જેથી તેને બીટા યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવ્યું નથી.
વોટ્સએપ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર iOS બીટા વર્ઝન માટે WhatsAppમાં ચેટ થીમ્સ અને એક્સેન્ટ કલર કસ્ટમાઇઝેશનના ફેરફારો કરવામાં આવશે. જેમાં યુઝર્સ એપના થીમ કલર અને ટેક્સ્ટમાં મરજી મુજબ ફેરફાર કરી શકશે. કંપની દ્વારા યૂઝર્સની માગને ધ્યાને રાખી એપની થીમ યુઝર પોતાની પસંદ મુજબ ડિઝાઇન અને કસ્ટમાઇઝ કરે તેવો ઓપ્શન અપાશે. જેમાં આઈફોન યુઝર્સને 5 પ્રીસેટ કલર થીમ આપવામાં આવશે. જેમાં લીલો, સફેદ, બ્લૂ, ગુલાબી અને જાંબલી રંગનો સમાવેશ થાય છે. જોકે, પ્રાથમિક રોલઆઉટ બાદ તેમાં નવા રંગોનો પણ ઉમેરો કરવામાં આવશે. આ ફીચર પહેલા iOS અને પછી એન્ડ્રોઇડ યુઝર માટે રોલઆઉટ કરવામાં આવશે.

બોરિંગ વિડીયો કોલથી કંટાળ્યા છો તો, આ ફીચર તમારા માટે છે
વોટ્સએપની ડેવલોપમેન્ટ ટોમ્બ હાલ એક નવા ફીચર પર પણ કામ કરી રહી છે. જેમાં વિડીયો કોલીગ દરમિયાન પણ યુઝર હવે, મ્યુઝિક સાંભળવાનો આનંદ લઇ શકશે. વોટ્સએપ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર આ ફીચર પણ હાલ ડેવલોપીંગ ફેઝમાં છે. બીટા યુઝર માટે પણ તે જાહેર કરાયું નથી. આ ફીચરની સારી વાત એ છે કે, વીડિયો કોલિંગના વોઈસની સાથે તમને મ્યુઝીક પણ સાંભળવા મળશે. એનો અર્થ એ થાય છે કે, વિડીયો કોલની વાતો પણ સાંભળશે અને મ્યુઝિક પણ સંભળાશે. એટલું જ નહીં આ ફીચરમાં સ્ક્રીન શેર કરવાની પણ સુવિધા આપવામાં આવી છે. જો વિડીયો કોલ દરમિયાન કોઈની સાથે સ્ક્રીન શેર કરી તો તે વ્યક્તિ પણ મ્યુઝિક સાંભળી શકશે. જ્યારે યુઝર વિડિયો કૉલ શરૂ કરે ત્યારે સ્ક્રીનની નીચેની તરફ ફ્લિપ કેમેરા વિકલ્પ મળશે. જ્યારે યુઝર તેને એક્ટીવ કરે છે ત્યારે વિડિઓ કૉલ પરના બંને યુઝર્સ ઑડિયો તેમજ મ્યુઝિક વિડીયોનો આનંદ માણી શકશે. જોકે, આ ફીચર માત્ર વોટ્સએપ વિડીયો કોલિંગ દરમ્યાન જ કામ કરશે. આ ફીચર વોટ્સએપ પર જો વોઈસ કોલ કરવામાં આવે છે તો કામ કરશે નહિ.