Mamata - 23 - 24 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 23 - 24

Featured Books
  • I SAW A ANGEL

    I saw a angel. I call her lexi  "ഹേയ്, ഹലോ.ആരെങ്കിലും എന്നെ...

  • ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 15

    ️ കർണ്ണിഹാരയെന്ന ആ സുഗന്ധ പുഷ്പം തന്നിൽ നിന്നും മാഞ്ഞു പോയിര...

  • One Day

    ആമുഖം  "ഒരു ദിവസം നമ്മുടെ ജീവിതം മാറുമെന്ന് ഞാൻ എപ്പോഴും വിശ...

  • ONE DAY TO MORE DAY'S

    അമുഖം

    “ഒരു ദിവസം നമ്മുെട ജീവിതത്തിെ ഗതി മാറ്റുെമന്ന് ഞാൻ...

  • ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 14

    ️ കർണ്ണിഹാര ചോദിച്ച ചോദ്യത്തിന് വ്യക്തമായ ഒരു ഉത്തരം കണ്ടെത്...

Categories
Share

મમતા - ભાગ 23 - 24

🕉️
" મમતા"
ભાગ:2,2
💓💓💓💓💓💓💓💓

( મંથન અને મોક્ષાનાં દિલ મળી ગયા. શારદાબા પણ ખુશ હતાં તે વિચારતા હતા કે મોક્ષાને મળી,વાત કરી, એને આ ઘરની વહુ બનાવીને લાવું. ત્યાં જ એકાએક મુસીબત આવી, એવું તો શું થયું? એ જાણવા વાંચો "મમતા"

મોક્ષાની તબિયત સારી થતાં તે આજે ઓફિસ માટે તૈયાર થઇ. મંથન પણ આજે વહેલો ઓફિસ આવી ગયો હતો. મંથન પહેલા કરતા વધારે ખુશ હતો તે વાત કાવ્યાએ નોંધી. કાવ્યા અને મંથન પ્રોજેક્ટની ચર્ચા કરતાં હતા ને મોક્ષા મંથનની કેબિનમાં આવી. રૂપાળી, નમણી કાવ્યાને જોઈને મોક્ષાને મનોમન થયું આ કાવ્યા મારા મંથનને પોતાની પ્રેમજાળમાં ફસાવી ન લે. મંથને કાવ્યાને બહાર જવા કહ્યું, અને મોક્ષાને કહ્યું, "શું મેડમ, આપને ઈર્ષા થાય છે કે આ રૂપાળી કાવ્યા મારા મંથનને ઝુંટવી ન લે." "અરે! મંથન તું મારા મનની વાત કેવી રીતે સમજી ગયો?" મોક્ષા બોલી અને બંને ખડખડાટ હસવા લાગ્યા. બહાર બંનેને હસતા જોઈ કાવ્યા ઈર્ષા કરવા લાગી.

સાંજે ઓફિસ સમય પુરો થતાં મંથન અને મોક્ષા તેના ફેવરેટ કોફી શોપમાં ગયા. તેનો પીછો કરતી કાવ્યા પણ કોફી શોપમાં પહોંચી ગઈ. અને આ વાતથી મંથન અને મોક્ષા અજાણ હતા કે કાવ્યા તેનો પીછો કરે છે.

મંથન ઘરે જાય છે અને રોજની જેમ થોડીવાર પરી સાથે બોલથી રમે છે. ત્યાં જ શારદાબા આવે છે અને કહે "કાલે હું મોક્ષા પાસે જઈશ અને તારા અને મોક્ષાનાં લગ્ન વિષે વાત કરીશ. આ સાંભળી મંથન કશું બોલતો નથી. હવે પરી પણ મોક્ષા સાથે ભળી ગઇ હતી. આજ સમય છે મંથન અને મોક્ષાને એક કરવાનો.

બીજા દિવસે મંથનને પ્રોજેક્ટનાં કામસર મુંબઈ જવાનું હતું. સાથે કાવ્યા પણ જવાની હતી. બંને ફલાઈટમાં ગયા. હોટલમાં રૂમ બુક કરાવી હતી. મંથન કૉલ કરી મોક્ષાને મુંબઈ જવા વિષે વાત કરે છે.

મંથન અને કાવ્યા હોટલ પર આવ્યા. બંને પોત પોતાનાં રૂમ પર ફ્રેશ થવા ગયા. થોડીવાર થઈ ત્યાં કાવ્યા મંથનના રૂમમાં આવી......

મંથન અને કાવ્યા ઓફિસનાં પ્રોજેક્ટનાં કામ માટે મુંબઈ ગયા હતા. તેઓ હોટલમાં રોકાયા હતા. બપોર પછી મિટિંગ હોય મંથન અને કાવ્યા પોત પોતાનાં રૂમમાં ફ્રેશ થવા ગયા. થોડીવાર થઈ તો મંથનનાં રૂમ પર ટકોરા પડયા, મંથને "કમ ઈન" કહ્યું. તો સામે બાથ ટોવેલમાં કાવ્યા હતી. તેણે અંદર આવી દરવાજો બંધ કર્યો અને કહ્યું, "મારા વૉશરૂમનું ગિઝર બંધ છે તો હું તારો વૉશરૂમ યુઝ કરી શકુ?" કાવ્યાને આ હાલતમાં જોઈ મંથને નજર નીચી કરી, ત્યાં તો કાવ્યાએ બેશરમીની હદ કરી દીધી. તે અચાનક મંથનની નજીક આવી તેને બાહોમાં લઈ લીધો. મંથને કાવ્યાથી દૂર થવાની ઘણી કોશિષ કરી પણ તેની ભીંસ એટલી હતી કે મંથન દૂર રહી શકયો નહી. કાવ્યાને મંથન પહેલેથી જ દિલમાં વસી ગયો હતો. તેણે કયારેય પોતાના દિલની વાત કરી નહી. પણ આજે મોકો હતો ને મંથન પણ એકલો હતો તો તે પોતાની જાત પર કાબુ રાખી શકી નહી. કાવ્યા પ્રેમનાં નશામાં આંધળી થઈ ગઈ હતી. અંતે મંથન જોરથી કાવ્યાને હડસેલો મારી દરવાજો ખોલી બહાર જતો રહ્યો. મંથનનું શરીર ધ્રુજતું હતુ. તે કંઈ બોલી શકયો નહી. અને બહાર લૉબીમાં જ બેસી રહ્યો.

થોડીવાર થઈ તો કાવ્યા બાથ લઈ બોલ્ડ વન પીસમાં રૂમમાંથી બહાર આવી. તેના મોં પર જરાપણ શરમિંદગી દેખાતી ન હતી. તે તેના રૂમમાં ગઈ. મંથન તેના રૂમમાં ગયો અને ત્યાં જ મોક્ષાનો કૉલ આવ્યો. મંથને કૉલ રિસિવ કર્યો પણ તે કંઈપણ બોલી શકયો નહી. મોક્ષાને મંથનનું આમ ન બોલવું અજુગતું લાગ્યુ. મંથને પછી વાત કરૂ કહી કૉલ કટ કર્યો.

મંથન થોડો સ્વસ્થ થઈ બાથ લઈ ગ્રે સુટમાં સજ્જ થઈ ફાઈલો સાથે મિટિંગમાં આવ્યો. કાવ્યા પણ આવી. બંને એકબીજા સામે જોઈને નજર નીચી કરી. મિટિંગ પૂરી થતાં બધા જતાં રહ્યાં. તો કાવ્યા બોલી " સૉરી, સર, પરંતુ " I like you " મંથન એને સમજાવે છે કે તારા કરતાં હું ઉંમરમાં ઘણો મોટો છું. તને મારા કરતાં સારો છોકરો મળી જશે. પણ કાવ્યા કંઈ સાંભળવા તૈયાર ન હતી. તે તો મંથનને જ પ્રેમ કરતી હતી. અને છેલ્લે મંથને કહ્યુ, "મારા જીવનમાં ઓલરેડી કોઈ છે તું તારા જેવું બીજું કોઈ પાત્ર શોધી લે" આ સાંભળીને કાવ્યા રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. વળી મોક્ષાનો કૉલ આવ્યો પણ મંથન કૉલ ઉપાડતો ન હતો. અહીં મંથન ઉદાસ હતો તો ત્યાં મોક્ષા ચિતિંત હતી. કે મંથન મારી સાથે વાત કેમ કરતો નથી? (ક્રમશ :)

( કાવ્યાની બેશરમીથી ડઘાઈ ગયેલો મંથન હવે શું કરશે? શું મંથન આ વાત મોક્ષાને કરશે? કાવ્યાને કારણે શું મંથન અને મોક્ષા અલગ થશે? જેવા સવાલોનાં જવાબ ફક્ત તમને "મમતા" માં મળશે. તો વાંચતા રહો અને કહાની કેવી લાગી તે જણાવશો.)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર