Premni Rutu - Anamika ane Avinash - 5 in Gujarati Love Stories by Dhruvi Kizzu books and stories PDF | પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 5

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 5











ભાગ - ૫



ભાગ - ૪નો વાર્તાલાપ ક્રમશઃ ...


ટીના કટાક્ષ ભરી નજરે : " હા , હસી લો તમે .. બસ એ જ તો બાકી રહી ગયું છે આપડે બીજુ શું કરવાનું હવે !! જતી રહીશને ક્યાંક ત્યારે ખબર પડશે તમને બંનેને ... "

મિહિર મજાક કરતા : " અરે નહીં નહીં ... તું ક્યાંય જતી નહીં ભાઈ . સોરી ઓકે . નહીં કરું હવે આવી ભુલ ... તું જતી રહીશ તો અમારું કોણ ?? કેમ અવિનાશ ??? !!! "

અવિનાશ : " હા , દીદી તું તો લાઈફનો મોટામાં મોટો હિસ્સો છે મારો . એમ કેમ જવા દઉં તને . તું અહીં જ રહીશ હંમેશા મારી સાથે . "

ટીના : " બસ હવે , ખોટાં મસ્કા ન મારો . જ્યારે હોય ત્યારે બસ પેલાં મજાક પછી માખણ . ચાલો ફ્રેશ થઈ જાઓ બંને . "

મિહિર : " ઓકે મેડમ . "

અવિનાશ પણ તેની રૂમમાં જાય છે . અને નહાવાની તૈયારી કરે છે . હજુ તેનાં મગજમાં ટોમીનાં જ વિચાર ભમ્યા કરતાં હતાં .

ટોમી તેનાં માટે બધું જ હતો . આખો દિવસ ટોમી સાથે જ કાઢવાનો . અવિનાશ બહારથી આવે તો ટોમી તેની રાહ પર જ બેઠો હોય . આવતાંની સાથે જ ખુશ થઈ જતો . જાણે તેને અવિનાશમાં ભગવાન જોઈ લીધાં હોય .


અવિનાશ પણ ટોમીને એકલાં મુકી ક્યાંય જતો નહીં સિવાય ઓફિસ ... છતાં મગજમાં તો ટોમી જ હોય .

અવિનાશે ટોમીને ક્યારેય એક ડોગની નજરે જોયો જ ન હતો . તે તો અવિનાશનો જીગરીજાન હતો . કોઈ પણ પ્રોબ્લેમ તેને તો શેર કરવાની જ . અને ટોમી પણ જાણે બધું જ સમજતો હોય તેમ હોંકારો આપ્યાં કરતો . બસ એટલો જ હોય પ્રેમ .. બીજુ શું જોઈએ પ્રેમમાં .

અવિનાશ ફ્રેશ થઈ પોતાની રૂમની બહાર આવે છે . અને જ્યાં તેનાં જીજાજી અને દિદીની રૂમ હતી ત્યાં જાય છે .

" જીજુ .... હેલ્લો ... દીદી ..... !!! " ક્યાં ગયાં હશે ડૉર ઓપન રાખીને એટલી વારમાં .

અવિનાશ અંદર જાય છે . બાથરૂમ માંથી પાણીનો અવાજ ધીમો ધીમો આવતો હતો .

" હેલ્લો ... !!! " - અવિનાશ દરવાજો ખટકાવતા કહે છે .

અંદરથી ટીનાનો અવાજ આવે છે , " હા બોલ .. ?? શું જોઈતું છે ?? મિહિર બહાર જ છે એને કે આપે . "

અવિનાશ : " દીદી કોઈ નથી રૂમમાં . એટલે જ તો હું આવ્યો . કીધું ક્યાં જતાં રહ્યાં બધાં ?? "

ટીના : " શું ?? એ બહાર નથી !! આને એક એવું ને એવું જ હોય . તારી જગ્યા પર કોઈ બીજુ અંદર આવી ગયુ હોત તો હમણાં , ડોર ખુલ્લો મુકી જતું રહેવાય . આવવાં દે તેને ખેર નહીં એની . "

અવિનાશ : " કદાચ નીચે ગયાં હશે આટો મારવા . ઉતાવળમાં ભુલાય ગયું હશે તું બાથરૂમની અંદર છો . કોઈ નહીં હું બહાર બેઠો છુ તું આવ પછી હું પણ નીચે જાઉં ઠીક છે .. "

ટીના : " એ હા , બેસ બહાર જ . "

અવિનાશ થોડી વાર બહાર બેસે છે . ત્યાં ટીના ફ્રી થઈ હોલમાં આવે છે .

ટીના થોડી ગુસ્સે થઈ : " જા તું , અવિનાશ ... અને અત્યારે કંઈ કહેતો નહીં તારા જીજાજી . આવવાં દે તેને ઉપર . પછી વાત . સમજ્યો ?? કોઈ હોંશિયારી નહીં કરતો . એને આવી ને આવી જ ગફલત હોય સુધારવાના છે તેને . કંઈ સમજાતું જ નથી બોલ અવી . "

અવિનાશ હસતા હસતા : " હા , ઠીક છે દીદી . હવે જાઉ ઓકે . "

અવિનાશ નીચે જાય છે ... ત્યાં ગાર્ડન પર મિહિર એક મોટી ઉંમરના વ્યક્તિ સાથે એક બાકડા પર બેઠો હતો . અવિનાશ તેની પાસે જઈ બેસે છે .

મિહિર અવિનાશ માટે બેસવાની જગ્યા કરતાં : " ઓહ્ અવી ,, આવ . બેસ બાજુમાં . "

અવિનાશ મિહિરની બાજુમાં જઈ બેસી જાય છે .



********



To be continued .......