Maahi - 7 in Gujarati Horror Stories by Nidhi Satasiya books and stories PDF | માહી - એક ગાઢ રહસ્ય - 7

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

માહી - એક ગાઢ રહસ્ય - 7

" નમસ્કાર , સરપંચ કેવિન.... આજે અમારા ડિપાર્ટમેન્ટ તરફ થી સીનીયર ઈન્સપેકટર મીસ્ટર રણવીજય ઈન્વેસ્ટીગેશન કરવા રવાના થ‌ઈ ચુક્યા છે. આશા રાખું છું આપ સૌને મદદ મળી રહેશે અને હા એમની સાથે ન્યુઝ ડીપાર્ટમેન્ટની હેડ મીસ કાવ્યા અને તેમનો ફોટોગ્રાફર પણ આવવાના છે જે તમને એ ખુનીને શોધવામાં મદદરૂપ થશે" કેવિન મંદિરેથી નીકળ્યો જ હતો કે સરકાર તરફથી મેસેજ આવ્યો.

" મમ્મી ત્રણ ગેસ્ટ રૂમ તૈયાર કરાવી દેજો" કેવિન ચાલતા ચાલતા જ બોલ્યો. તે ગામનો સરપંચ હતો અને તેનું ઘર ગામનું સૌથી મોટું ઘર હતું એટલે કેવિને તેમની સાથે જ રહેવાની વ્યવસ્થા કરી હતી.

" કેમ ? " સપનાં એ પુછ્યું.

" સરકાર ત્રણ લોકોને ગામમાં મોકલે છે ઈન્વેસ્ટીગેશન માટે એટલે મને લાગે છે કે એમને આપણા જ ઘરે રહેવું જોઈએ આપણું ઘર મોટું પણ છે અને સેફ પણ રહેશે એમના માટે" કેવિને કહ્યું.

" ભલે " કહી સપનાં , માહી, સામજી અને કેવિન ઘર તરફ ચાલવા લાગ્યા પણ માહીનું મન હજી પણ એ મંદિરે જ હતું. એકતો તેને આત્મા મા વિશ્વાસ નહોતો અને ઉપરથી ગામના લોકો અને તાંત્રિક ની વાતો તેને વધું પરેશાન કરી રહી હતી. શું સાચે ભુત જેવું કંઈ હોય છે ? તે આખા રસ્તે વિચારમા હતી અને ઘરે આવ્યા પછી પણ એ વિચારતી જ હતી . તે સીડી ચડીને પોતાના રૂમ તરફ જવા લાગી તો સપનાં એ એને બોલાવી જેવો સપનાં નો અવાજ આવ્યો કે તે પાછળ ફરી પણ પાછળ ફરતાં ની સાથે જ તે સીડી પરથી નીચે આવી પડી તેને લાગ્યું કે જાણે કોઈ એ તેને જોરથી ધક્કો માર્યો હોય.

તેણે તરત જ સીડીઓ પર પાછુ વળી ને જોયું પણ કોઈ ન હતું. તે તરત જ ભાગીને ઉપર ગ‌ઈ તેણે આજુબાજુ બધેજ જોયું પણ ત્યાં કોઈ ન હતું. તેને આમ ડરેલી જોઈ સપનાં અને કેવિન તેની પાસે આવ્યા ને પુછ્યું, " શું થયું માહી ? અને કેટલી વાર કહ્યું સીડીઓ પર ધીમે ચાલવાનું...! " સપનાં એ માહીને ખીજાતા કહ્યું.

" મમ્મી ,મને કોઈએ પાછળ થી ધક્કો માર્યો એવું લાગ્યું, પણ અહીં તો કોઈ નથી...! " માહીએ મુંજવણ માં કહ્યું.

" માહી ત્યાં કોઈ નથી.. તું થોડી વાર આરામ કરીલે" કહીને સપના ત્યાંથી પોતાના રૂમ તરફ આવી ગઈ પણ તે વિમાસણમાં હતી કે માહીને તો સમજાવી દીધી કે કોઈ ન‌ઈ હોય પણ સાચે જ ત્યાં કોઈ હશે તો ? તે વિચારતી જ હતી કે તેને તાંત્રિક દ્વારા આપવામાં આવેલ ચંદન યાદ આવ્યું તો તે તરત જ દરવાજે જ‌ઈને ત્યાં એક રેખા અને સાથીયા સાથે તીલક કરી આવી અને કેવિન ગામના વ્યક્તિઓ સાથે એક મિટિંગ ગોઠવવા ચાલી નીકળ્યો.


રાતના અગિયાર વાગી રહ્યાં હતાં. ગામ આખુ સુ નુ પડેલું હતું એકલદોકલ કુતરાના ભસવાનો અવાજ અને ક્યાંક ઢોરઢાંખરના અવાજો આવી રહ્યાં હતાં. ત્યાં જ કોઈ વ્યકિત ધાબળા માં પોતાનું શરીર સંતાડી અને મોઢા પર રૂમાલ ઢાંકી ને પાછળ ના દરવાજાથી ચોરીછૂપીથી કેવિનના ઘરમાં ઘુસી આવ્યો હતો. તે કોઈની નજરમાં આવ્યા વગર ધીમો ધીમો માહીના રૂમ તરફ વધ્યો. માહીના રૂમમાં કંઈક મુક્યું અને પછી ધીમા પગે માહીના બેડ તરફ આવ્યો.

માહી સુઈ રહી હતી ,તે વ્યક્તિ માહીની નજીક આવ્યો અને તેના મોઢા પરથી ચાદર હટાવી તેને એકીટશે જોવા લાગ્યો થોડીવાર જોયા પછી તે માહી તરફ વળ્યો અને ધીમા સ્વરે બોલ્યો," માહી ! . બસ થોડા દિવસ પછી તું અને તારી આ ખુબસુરતી બસ મારી જ હશે......" તે વ્યક્તિ બોલ્યો અને તેના મોઢા પર એક અજીબ મુસ્કાન સાથે હસવા લાગ્યો.

એટલું કહેતા જ તે વ્યક્તિ ફરી ઘરના પાછળ ના ભાગમાંથી બહાર આવ્યો અને ફરી ધાબળો ઓઢીને ગામના કાળ ભૈરવ મંદિરની તરફ આગળ વધી ગયો.

આ તરફ રણવીજય પણ સ્ટેશને પહોંચવાની તૈયારીમાં હતો. તેણે પહોંચી ને પહેલાં જ કેવિનને કોલ કર્યો. કેવિન પણ હજુ જાગતો હોવાથી તે ફોન ઉઠાવી લે છે અને રણવીજયને લેવા સ્ટેશને નીકળી પડે છે.

રણવીજય પણ ટ્રેનમાંથી બહાર આવતા માહીની જેમ જ હેરાન હતો આજે પણ એ સ્ટેશન સુમસામ હતું અને આજુબાજુ કોઈપણ દેખાઈ નહોતું રહ્યું. માત્ર સ્ટેશનથી થોડે દુર એક ગામ હોવાનો આભાસ તેના એકલદોકલ મકાનની ચાલુ લાઈટ આપી રહી હતી. તેણે પોતાનો સામાન લીધો અને ત્યાંથી બહાર નીકળવા નો રસ્તો શોધવા લાગ્યો.

તે થોડો આગળ વધ્યો જ હતો કે તેને સ્ટેશનની અંદર કોઈ છોકરી દેખાઈ તે પોતાના સામાન સાથે પાછળ ફરીને બેઠી હતી એટલે તેનું મોઢું સ્પષ્ટ નહોતું દેખાતું પણ તે જોવામાં કોઈ ગામની છોકરી હોય તેવું લાગી રહ્યું હતું. પહેરવેશ માં ચણીયો અને ચોલી સાથે ઉર ઢાંકવા વીંટાળેલી આછી ચૂંદડી અને લાંબા કાળા વાળ તેની ખુબસુરતી નો પરીચય આપી રહ્યાં હતાં અને પગ, હાથ , કમર સાથે ડોકમાં રહેલા આભુષણો રાતના અંધારામાં વધુ ચમકી રહ્યા હતાં.

રણવીજય એને જોઈ એની તરફ ચાલવા લાગ્યો. તે એની નજીક ગયો અને એને પુછ્યું, " એક્સક્યુઝ મી.....તમે મને જણાવશો કે માધુપુર ગામ તરફ જવાનો રસ્તો ક્યાં છે અને એ માટે મને કોઈ રીક્ષા કે ગાડી મળી રહેશે ?".

રણવીજય ના અવાજ સાથે પેલી છોકરી પાછળ ફરી તો રણવીજય તેને જોતો જ રહી ગયો. શ્વેત રંગ, અણીયારી આંખો જેમાં આછું કાજલ કરેલું હતું, ગુલાબ ની પંખુડી જેવા નાજુક અને ગુલાબી હોઠ અને ચહેરા પર પડતા ચાર પાચ નાના નાના તલ જે એના ચહેરાને મનમોહક બનાવી રહ્યા હતાં.

રણવીજય ને આમ બેસુધ જોઈ પેલી છોકરી તેની નજીક આવી અને ચપટી વગાડી તેને ભાનમાં લાવી અને બોલી," અત્યારે તમને કોઈ રીક્ષા કે ગાડી ન‌ઈ મળે તમને ખબર નથી આ ગામમાં ભુત છે એટલે સાંજ પડતાં જ બધાં પોતપોતાનાં ઘરમાં જતાં રહે છે".

" તો તમે અહીં શું કરો છો ? " રણવીજય એ સવાલ ભરી નજરે પેલી છોકરી ને પુછતાં કહ્યું.

"અ..એ...એમા એવું છે ને મારી ટ્રેન છે...તો હું ટ્રેનની જ વાટે બેઠી છું. મારી ટ્રેન એક કલાક લેટ છે.... " પેલી છોકરીએ અચકાતા કહ્યું અને ટ્રેનની રાહ જોવાનું નાટક કરતા ટ્રેનના પાટા તરફ જોવા લાગી.

" તો તમે જણાવશો કે ગામ તરફ જવાનો રસ્તો કયો છે ? હું જાતે જ શોધી લ‌ઈશ ! " રણવીજયે આમતેમ જોતા કહ્યું.

" હા, અહીંથી બહાર નીકળતા જ રાઈટ સાઈડ થોડું ચાલશો એટલે રસ્તો મળી જશે..." પેલી છોકરીએ કહ્યું અને રણવીજય સામે કશીશ ભરેલી નજરે જોવા લાગી.

" રણવીજય..... રણવીજય આ તરફ...." રણવીજય કંઈ બોલે એ પહેલાં જ તેને કોઈનો અવાજ આવતો સંભળાયો અને તે અવાજ ની દીશા તરફ જોવા લાગ્યો.

ત્યાં જ ભાગતા ભાગતા કેવિન તેની તરફ આવ્યો અને તેને પોતાનો પરીચય આપતા કહ્યું, " હું કેવિન , તું રણવીજય છે ને....!" કેવિને તેની સામે શાતિર નજરે જોતાં પુછ્યું.

" હા , હું જ રણવીજય છું. સારું તમે આવી ગયા નહીતર પેલી છોકરી તો કહેતી હતી કે અત્યારે કોઈ રીક્ષા ન‌ઈ મળે એટલે થોડીવાર તો હું ગભરાયો કેમકે રીક્ષા વગર તો તમારું ઘર શોધી જ ના શકત " .

" કોણ છોકરી ? " કેવિને રણવીજય તરફ જોતાં આશ્ચર્ય સાથે પુછ્યું.

" અરે, આ છોકરી...." કહેતા તે જેવો છોકરી તરફ વળ્યો તો ત્યાં તે છોકરી નહોતી તેણે આસપાસ બધે જ જોયું પણ ત્યાં કોઈ છોકરી નહોતી અને તે છોકરી સાથે જે સામાન હતો તે પણ ગાયબ હતો. તે આશ્ચર્ય સાથે બોલ્યો અરે, આ કેવી રીતે બને હમણાં જ તો તે છોકરી અહીં હતી. મારી સામે મે એની સાથે વાત પણ કરી હતી અચાનક ક્યાં ગાયબ થ‌ઈ ગ‌ઈ હશે?

" લાગે છે તમે નીંદર મા છો આપણે ઘરે જ‌ઈએ સવારે વાત કરીશું " કહેતા કેવિન રણવીજય નો સામાન લ‌ઈ ચાલવા લાગ્યો પણ તે બધું જ સમજી રહ્યો હતો કે કોણ હતી એ છોકરી તેણે રણવીજય નો સામાન પોતાની ગાડીમાં મુક્યો અને એને લઈને પોતાના ઘરે આવી ગયો.

બીજી તરફ તે રહસ્યમય વ્યક્તિ જે માહીના રૂમમાં કંઈક મુકીને કાળ ભૈરવ મંદિર તરફ આવ્યો હતો તે તાંત્રીક પાસે ગયો અને એમની આગળ હાથ જોડીને બેસી ગયો. તેણે તાંત્રિક ને પ્રણામ કર્યા અને બોલ્યો," બાબા ,કામ થઈ ગયું છે. મે એ વસ્તુઓ માહી ના રૂમમાં ગોઠવી દીધી છે જે તમે આપી હતી."

પેલા તાંત્રીકે વાત સાંભળી કે તરતજ પોતાની આંખો ખોલી અને અજીબ હાસ્ય હોઠો પર લ‌ઈ હસવા લાગ્યા અને પેલા વ્યક્તિ તરફ જોતા બોલ્યા, " બહોત અચ્છે બચ્ચે...ઈસકા ફલ તુજે જરૂર મીલેગા.. બસ એક બાર કામ હો જાયે ફીર વો લડકી હંમેશા કે લીયે તેરી હો જાયેગી".



કોણ હતો તે વ્યક્તિ? શું કરી રહ્યો હતો તાંત્રીક ? અને કોણ હતી એ છોકરી જે રણવીજય ને મળી હતી ? કોણે માહીને ધક્કો માર્યો હતો ? શું સાચે જ કોઈ આત્મા હતી ? શું થવાનું છે માહી સાથે ? જાણવા જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે........


TO BE CONTINUED.........
WRITER:- NIDHI S.........