Mamata - 13-14 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 13 - 14

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

મમતા - ભાગ 13 - 14

🕉️
" મમતા"
ભાગ :૧૩
💓💓💓💓💓💓💓💓


(ઘરમાં આજે બધા ખુશ હતા. કારણ કે આજે નાની, વહાલી પરીનો જન્મદિવસ હતો. સાંજે સરસ મજાની પાર્ટીનું આયોજન કરાયેલું હતું. તો શું મોક્ષા પાર્ટીમાં આવશે? તે જાણવા તમારે ભાગ :૧૩ વાંચવો પડશે.)

શિયાળાની સાંજ, ડુબતો સૂરજ અને આકાશ સિંદુરવરણી હતું. જાણે નભમાં કેસરી રંગોળી પુરાયેલી હોય. ઘરમાં નાના નાના ભુલકાંઓની ચહલ પહલ હતી. બર્થ ડે ગર્લ "પરી" સફેદ પરીનાં ફ્રોકમાં પરી જેવી જ લાગતી હતી. સાથે લગાવેલી પાંખો પણ સુંદર લાગતી હતી. જાણે હમણાં ઉડીને માને શોધવા જશે એવું લાગતું હતુ.

"કૃષ્ણ વિલા" બંગલાની બહાર એક કાર આવીને ઉભી રહી. કારમાંથી વાદળી સાડી, ખુલ્લા વાળ અને હાથમાં મોટા બોક્ષ સાથે મોક્ષા ઉતરી અને ઘરમાં દાખલ થઈ. મોક્ષાને જોઈ શારદાબાએ તેનું ભાવભીનું સ્વાગત કર્યું. ઓછાબોલા મંથને તો અપલક હાસ્ય વેરીને મોક્ષાનું વેલકમ કર્યુ. મોક્ષા પરીને શોધતી તેની પાસે ગઇ અને વહાલથી ચુંબન કરી બર્થ ડે વીશ કરી અને ગીફટ આપી. બધા જ બાળકોને શારદાબા રમત રમાડવા માટે હૉલમાં લઈ ગયા.

બચ્ચા પાર્ટીએ મજા કરી હવે કેક કાપવાનો સમય થયો મોટી બાર્બીડૉલવાળી કેક હતી. પરીએ કેક કાપી અને મંથન અને દાદીને ખવરાવી. નાના બાળકો એ કેક, નાસ્તો કર્યો. મોક્ષા મંથન પાસે જાય છે અને કહે, "તેં અને બાએ પરીને ખુબ વહાલથી મોટી કરી. તું ભલે કશું ન કહે પણ પરી તારા જીગરનો ટુકડો છે." આ સાંભળી મંથન કશું બોલતો નથી. પણ આંખનાં ખૂણા સહેજ ભીના થાય છે. બંને કયાંય સુધી જૂની વાતોને યાદ કરી સમય વિતાવે છે. મોક્ષાને પણ પરીની માસૂમિયત સ્પર્શી ગઈ હતી. હવે રાત થતાં મોક્ષા ઘરે જાય છે. મંથન તેને ગેટ સુધી મુકવા જાય છે.

જન્મદિવસનાં આનંદમાં અને દોડાદોડીમાં પરી થાકીને સુઈ ગઈ. શારદાબા મંથન પાસે આવે છે અને કહે, "મોક્ષા હવે પેલા જેવી ચંચળ નથી. પીઢ થઈ ગઈ છે. સમય માણસને કયારે બદલી નાંખે છે કશું ખબર પડતી નથી." અને શારદાબા ફરીવાર મંથનને જીવનમાં આગળ વધવા કહે છે. મંથન સમજી ગયો હતો કે મા નો ઈશારો મોક્ષા માટે છે. પણ જયાં સુધી મોક્ષાનાં દિલમાં શું છે તે જાણ્યા સિવાય આગળ વધાય નહી.

જૂની યાદો અને સંબધોનો ભાર જયાં સુધી દિલમાં ધરબાયેલો હોય ત્યાં સુધી દિલ કયારેય હળવું થતું નથી. એમ વિચારતો મંથન ગેલેરીમાં ચંદ્રને નિહાળે છે. મૈત્રીની યાદો, તેનો પ્રેમ તો દિલમાં હતો પણ પરી માટે મા નો પ્રેમ પણ જરૂરી હતો. એમ વિચારતા વિચારતા મંથનની આંખો કયારે મિંચાય ગઈ ખબર ન પડી........


( શું મંથન પોતાના દિલની વાત મોક્ષાને કહેશે? મંથન અને મોક્ષાનાં પ્રેમને નવું જીવન મળશે? એ જાણવા વાંચતા રહો "મમતા"

( મોક્ષા પરીનાં બર્થ ડે પર મંથનનાં ઘરે જાય છે. પરીને જોઈ મોક્ષાને વહાલ ઉભરાઈ આવ્યુ. શું મંથન અને મોક્ષા એક થશે? તે જાણવા વાંચો " મમતા " )

સવારની તાજગી સાથે મંથન આજ ઓફિસ જવા તૈયાર થવા લાગ્યો. તે આજ કંઈક અલગ જ લાગણી અનુભવતો હતો. રાત્રે મા એ કહેલા શબ્દો વારંવાર વાગોળતો હતો. " મંથન, હવે તારે જીવનમાં આગળ વધવું જોઈએ " બસ આ વિચારી હવે મંથન પણ મોક્ષાનાં દિલની વાત જાણવા આતુર હતો. પણ શું પરી મોક્ષાને મા તરીકે અપનાવશે? એ વિચારે મંથનને હચમચાવી મુકયો.

પરીને નર્સરીમાં મુકી વહાલથી ચુંબન કરી અને બાય કહી મંથન ઓફિસ તરફ રવાના થયો. પણ ખબર નહી મંથનને આજે ઓફિસ જવાની ઉતાવળ હતી.

મંથન પોતાની કેબીનમાં પહોંચ્યો. પણ મોક્ષા હજુ આવી ન હતી. આસપાસ નજર કરી ત્યાં જ તેનો મિત્ર મૌલિક આવ્યો અને મંથનને કહ્યુ, "અરે! યાર કંઈ ખુબસુરતીનું સરનામું શોધે છે યાર તપાસ તો કર કે મેરીડ છે કે અનમેરીડ." આ સાંભળી મંથન અચાનક જ બોલી પડયો, " મોક્ષા એકલી જ રહે છે." પછી તેને પોતાની ભૂલનું ભાન થયુ. અને મૌલિક બોલ્યો "યાર તું મેમને ઓળખે છે" "ના, યાર બસ એમ જ કહ્યુ." ત્યાં જ મોક્ષા આવી યલો સલવાર કુરતો, વાળ ખુલ્લા, અને ખાસ વાત એ હતી કે મંથનની પસંદનું લોટસ સ્પ્રેની સુવાસથી પુરી ઓફિસ મઘમઘી ઉઠી. મોક્ષાએ મંથનને પોતાની કેબીનમાં બોલાવ્યો.

મૌલિકને તો બસ મંથનની ફિરકી લેવાનું બહાનું જ જોઈતું હતું. "અરે! યાર મેમ તારાથી ખાસા ઇમ્પ્રેશ થઈ ગયા." અને મંથન મોક્ષાની કેબીનમાં ગયો.
" મૅ આઈ કમ ઈન મેમ?"
યસ, મંથન તારે રજા ન લેવાની હોય. આ સાંભળી મંથને મોક્ષાને કહ્યું, "પ્લીઝ, આપણે ઓફિસમાં એકબીજાને જાણતા ન હોઈ તેમ રહીએ. મોક્ષા બોલી ઓકે મંથન અને બંને ઓફિસનાં પ્રોજેક્ટ પર ચર્ચા કરવા લાગ્યા.

સૂરજ ઢળવા લાગ્યો સાંજ થવા આવી. શારદાબા પરીને લઈ ગાર્ડન ગયા. રસ્તામાં આવતા તેની મુલાકાત મોક્ષા સાથે થઇ. મોક્ષાએ પરીને ઉંચકીને વહાલ કરવા લાગી. પણ પરીને અજાણ્યું લાગતા પરી રડવા લાગી. મોક્ષાએ શારદાબા સાથે પોતાના ભૂતકાળની વાતો કરી અને છુટા પડયા.

ઘરે જઈને શારદાબા વિચારવા લાગ્યા. સૌ પહેલા તો પરી અને મોક્ષાની નજદીકિ વધારવાની જરૂર છે. પરીનાં દિલમાં મોક્ષાનો પ્રેમ વસી જશે પછી હું મંથન અને મોક્ષાને મેળવીશ. વિચારે ચઢેલા શારદાબાને મંથન કયારે આવ્યો ખબર જ ન પડી. રોજની જેમ મંથન અને પરી ખુબ રમ્યા. પરીએ મોક્ષા આંટી વિષે વાત કરી. અને મંથન પણ એ જ વિચારવા લાગ્યો કે સૌ પહેલા પરી અને મોક્ષાને નજીક લાવવા પડશે..... (ક્રમશ:)

(શું મંથન, પરી અને મોક્ષાને નજીક લાવશે? મોક્ષા અને મંથન નજીક આવશે? કે પછી મંથનનાં જીવનમાં બીજાની દસ્તક આવશે. તે જાણવા વાંચો "મમતા" )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર