Shodh Pratishodh - 11 in Gujarati Classic Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | શોધ પ્રતિશોધ.. - ભાગ 11

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

શોધ પ્રતિશોધ.. - ભાગ 11

Part 11
(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા સુધાની ઘરે નિયા સાથે પહોંચે છે. જ્યાં તે બંનેનો લાગણીશીલ સ્વભાવ જોઈ તેને ખૂબ સુકૂન મળે છે. એ દરમિયાન વિવાન કોઈ પગરવ વિના જ લોપાનાં જીવનમાં પ્રવેશે છે. બંને બીજા દિવસે કાફે પર મળવાનું નક્કી કરે છે. હવે આગળ)

આગલી રાતની મુસાફરીનો થાક અને ઉજાગરો, વરસાદ પછીનું ઠંડુ વાતાવરણ, ભારે નાસ્તો તેમજ વિવાન, સુધામાસી તથા નિયાની અચાનક મળેલી લાગણીઓથી શાંત થયેલ લોપાનો ઉદ્વેગ, બસ આટલું કાફી હતું. લોપાએ એક સરસ ઊંઘ ખેંચી લીધી.

અચાનક ઝબકીને જાગી તો બાર વાગી ગયાં હતાં. લોપાએ તે જ્યાં લખતી હતી તે ગૃપનાં મેસેજ ચેક કર્યાં. જે પ્લેટફોર્મ પર તે લખતી હતી તેનાં નોટિફિકેશન ચેક કર્યાં. પૃથ્વી ઠક્કરે એક કલાક પહેલા જ એક રચના મૂકેલી, "તુફાન"! લોપાએ વિચાર્યુ કે આને પણ અંદેશો આવી ગયો લાગે છે કે હવે લોપા નામનું તુફાન તેનાં અંતરાત્માને ઘમરોળવા આવી રહ્યું છે.

લોપાએ મનોમન વિચાર કર્યો કે આજે એકવાર સાંજે પૃથ્વીની એક ઔપચારિક મુલાકાત લઈ લેવી જોઈએ. તેની ઓફિસનું સરનામું પણ તેનું ઘર જ હતું! તેથી લોપા થોડી મૂંઝવણ અનુભવી રહી કે કોઈની ઘરે કેવી રીતે જવું? જો પૃથ્વીની પત્ની અને બાળકો કોઈ હોય તો તેની સાથે કેવી રીતે વાત કરવી? તેને માને ન્યાય અપાવવો હતો પણ સાથે માની આ અવસ્થાએ બદનામી ન થાય તેનું ધ્યાન પણ રાખવાનું હતું. પોતાને જો વિકાસ કોટેચાની ઓળખ ન મળી હોત તો શું કરવાનું હતું? એ સળગતો સવાલ પૃથ્વી પર ફેંકવાનો હતો. અનેક વર્તમાનપત્રનો કૉલમિસ્ટ એવો પૃથ્વી કેટલી ડાહી-ડાહી વાતો લખે છે! પ્રેમ વિષે, લાગણીઓ વિષે, સ્ત્રી સન્માન વિષે, ઈશ્વરનાં અસ્તિત્વ વિષે અને અઢળક એવી વાતો કે જે વાંચીને દુનિયા વાહહહ ..કરી ઉઠે! પણ પોતે એક સ્ત્રીનું ઘોર અપમાન કરી, અન્યાય કરીને બેઠો છે. તેણે પહેરેલું સજ્જનનું મહોરું માની ઇજ્જત માટે કદાચ દુનિયા સામે તો ન ઉતારું પણ હા, તેને અરીસા સામે નજર મેળવવાનું તો અઘરું બનાવી જ દઈશ. લોપાનાં દાંત ભીંસાયા.

થોડીવાર તેને થયું કે તે નિયાને સાથે લઈ જાય પણ પછી તેને થયું કે ના, આ જંગ મારો મને જન્મ દેનાર સાથેનો છે. આખી વાતની ચોખવટ વગર નિયાને આમાં સામેલ કરવી નકામું છે. આ માણસ તેનાં માટે સાથળનાં ગુમડા જેવો હતો. છૂપાવીને સહી શકાય પણ ઉઘાડીને બતાવી ન શકાય!

એટલામાં નિયાએ અવાજ ન થાય તેમ દરવાજો ખોલ્યો. લોપા વિચારમાં એટલી હદે ગરકાવ થઈને બેઠી હતી કે તેને નિયા છેક પલંગ સુધી આવી ઉભી રહી ગઈ તો પણ ખ્યાલ ન રહ્યો. એટલે નિયાએ તેની આંખો આસપાસ આમતેમ હાથ હલાવી કહ્યું, "હેયય..પ્રિટી ગર્લ...આર યુ હિયર!...." લોપા એકદમ ધડકી ગઈ. તેની આંખો સહસા મોટી થઈ ગઈ. તે જાણે સમાધિમાંથી બહાર આવી.

"હમમ....હેં...ઓહ...નિયા ક્યારે આવી તું?"
"અરે જસ્ટ કમ...બટ તુમ તો "ગુમ હૈ કિસીકે પ્યારમેં....."ની જેમ ખોઈ-ખોઈ થી." નિયાએ લોપાની મજાક કરી તેના ગુલાબી ગાલ પર એક મીઠી ચૂંટી ખણી.
લોપા તેની આ નિખાલસ મજાક પર હસી પડી.
"ચલ લોપા, મમા તારી રાહ જુએ છે. લોપા ઉઠે પછી દાળનો વઘાર થશે પછી સાથે જમશું."
"ઓહહ...તું અને માસી કેટલો ખ્યાલ રાખો છો મારો! ખબર નહીં હીરામાસી અને તમારી સાથે આ ક્યું મારું લેણું હશે?" લોપા કૃતજ્ઞતાનાં ભાવથી ભાવુક થઈ ગઈ. તે જોઈ નિયાએ કહ્યું, "યાર હવે મને બાસમતી ભાતની મીઠી ખુશ્બુ પરેશાન કરી રહી છે હો. તું હવે ફટાફટ ઉભી થઈ જજે બ્યુટિફૂલ!" નિયા કોયલ ટહુકતી હોય એમ લહેકાથી બોલી.

"નિયા".....કિચનમાંથી સુધાબેને અવાજ પાડયો. એટલે બંને ઝડપભેર બહાર આવી. છૂમમમ...ના અવાજ સાથે સુધાબેનનાં દાળનાં વઘારની સોડમ રસોડામાંથી બહાર નીકળી આખા હોલને મઘમઘાવી ગઈ. અચલા પણ આવી જ રીતે દાળનો ધમધમતો વઘાર કરતી. એટલે ફરી લોપા સામે પલંગ પર શાનભાન ગુમાવી ચૂકેલ મા દ્રશ્યમાન થઈ ગઈ. વાતેવાતમાં કોઈ કારણોસર લોપાનું વિચલિત થઈ જવાનું સુધાબેન કે નિયા એકેયની નજર બહાર ન હતું. બંનેને તેની માનસિક હાલત હાલ ડામાડોળ હોવાનો અંદાજ હીરામાસીએ આપેલો, તેથી બંને જેમ બને તેમ તેની સાથે આત્મીય વર્તન રાખતાં.

ત્રણેએ સાથે બેસી બાસમતી ભાત સાથે ગરમ દાળ અને અડદનાં પાપડ તેમજ છાશની મજા માણી. ટેબલ તથા કિચન સાફ કરવામાં લોપાએ પણ મદદ કરી. રવિવાર હોવાથી આજે બંને રિલેક્સ મૂડમાં હતાં. બાકી તો મુંબઈ અને શાંતિ...નેવર બોસ..નેવર!

સુધાબેન એક પ્રાઇવેટ શાળામાં શિક્ષક હતાં. નિયાએ એલ.એલ.બી. પૂરું કરી ટેક્ષેશનનો કોઈ કોર્ષ કર્યો હતો. તે અત્યારે કોઈ કાંદિવલીના જ વકીલની ઓફિસમાં ક્લેરિકલ વર્ક કરતી હતી. સુધાબેને તેને આવતા વર્ષે બીજી સારી જૉબ મેળવતાં પહેલાં અહીં જાણીતાને ત્યાં અનુભવ લેવાય તે વાજબી લાગ્યું હતું. લોપાએ પણ પોતાની જૉબ, પોતાનો સાહિત્ય પ્રેમ અને લેખન પ્રવૃત્તિઓ વિષે વાત કરી. મોબાઈલ ગેલેરીમાં પોતે જીતેલી સ્પર્ધાનાં થોકબંધ સર્ટિફિકેટ પણ બતાવ્યાં.

તે સાંજે લોપાને મીરાંરોડ પૃથ્વી વિષે થોડું જાણવા અખબારી ઓફિસમાં જવું હતું પણ નિયાએ જુહૂ બીચ ફરવા જવાનો ખૂબ આગ્રહ કર્યો કેમકે લોપાને દરિયો બહુ ગમતો એવું તેનાં સોમનાથ દરિયે તથા માધવપુર દરિયા પર પાડેલા અનેક ફોટાથી ભરેલી ગેલેરી જોઈ નિયા સમજી ગઈ હતી. નિયાએ કહ્યું, "કમ ઓન લોપા, કાલે તારે જે તારા કામ માટે જવું હોય તે માટે જજે. આજે જઈએ પ્લીઝ. મને પણ બહુ ગમશે તારી કંપનીમાં દરિયાનાં મોજાં ઝીલવા."
દરિયો લોપાની કમજોરી હતી. દુનિયાનાં કોઈ પણ પર્વતો કે મંદિરો, સ્થાપત્યો કે હિલ સ્ટેશન કરતાં પણ દરિયો લોપાને બહુ આકર્ષી જતો. અચલા અને વિકાસભાઈ સાથે તે અસંખ્ય વાર દરિયે જવા સોમનાથ, માધવપુર, દીવ કે પોરબંદરની ચોપાટી પસંદ કરતી. જોકે આ બધામાં ભીડની દ્રષ્ટિએ શાંત એવો માધવપુરનો દરિયો તેની પ્રિય જગ્યા હતી. કલાકો સુધી તે ચારેબાજુથી પગને ઘેરી વળતાં મોજાંની લહરો વચ્ચે ઊભી રહેતી. ભીની રેતીમાં લખવું તેને ગમતું પણ આજ સુધી કોઈ નામ પોતાની સાથે ક્યાં જોડાયું હતું! તેને આવતીકાલે વિવાન સાથે કોફી પીવા જવાનું વચન પણ આ વાત સાથે વિવાનની જેમ યાદ આવ્યું. તેની ભીતર કોઈ ઉમળકો આવ્યો ને તે નિયાને કહે,"ઑકે ડિયર, જશું આજે દરિયે બસ ને!"
"ડન બ્યુટિફૂલ"! કહીને નિયા લોપાને ભેટી પડી.

ક્રમશઃ...

જાગૃતિ, 'ઝંખના મીરાં '...