Daughter-in-law of a rich nobility in Gujarati Moral Stories by Vijita Panchal books and stories PDF | અમીર ખાનદાનની વહુ

Featured Books
  • आई कैन सी यू - 41

    अब तक हम ने पढ़ा की शादी शुदा जोड़े लूसी के मायके आए थे जहां...

  • मंजिले - भाग 4

                       मंजिले ----   ( देश की सेवा ) मंजिले कहान...

  • पाठशाला

    पाठशाला    अंग्रेजों का जमाना था। अशिक्षा, गरीबी और मूढ़ता का...

  • ज्वार या भाटा - भाग 1

    "ज्वार या भाटा" भूमिकाकहानी ज्वार या भाटा हमारे उन वयोवृद्ध...

  • एक अनकही दास्तान

    कॉलेज का पहला दिन था। मैं हमेशा की तरह सबसे आगे की बेंच पर ज...

Categories
Share

અમીર ખાનદાનની વહુ

"અરે ! મંજુબેન તમને ખબર પડી, પેલા રમીલાબેનનો દીકરો ધવલ બહુ જ અમીર ખાનદાનની વહુ લાવવાનો છે. આ રમીલાબેન તો સાવ ભોળા છે, રમેશભાઈના ગયા પછી ધવલ એની મમ્મીને પૂછ્યાં વગર પાણી પણ પીતો નહોતો ને હવે આ અમીર ખાનદાનની વહુ આવીને મા દીકરાને અલગ કરી નાખશે. શું ખબર કેવાં સંસ્કાર હશે આ અમીરોના ઘરનાં..!" સવાર સવારના પહોરમાં શકુબેને કહ્યું. મંજુબેને કહ્યું," હશે હવે જેનાં નસીબમાં દુઃખ જ લખ્યું હોય એને છેક સુધી સહન કરવું જ પડે. ચાર વર્ષ પહેલાં રમીલાબેન પતિ વગરના થઈ ગયાં ને હવે વહુ એમને દીકરા વગરના કરી દેશે તો રમીલાબેનનું શું થશે..?" બસ મંજુબેન અને શકુબેનની સવાર રોજ આ રીતે જ પડતી. આજુબાજુ રહેતાં દરેક લોકોના ઘરની બધી વાતો એ બંનેને ખબર જ હોય.
ધવલ શહેરમાં એક સામાન્ય કહી શકાય એવો ડૉકટર હતો. એની સાથે જ ભણતી ગ્રીવા સાથે એને પ્રેમ થઈ ગયો ને બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું. ગ્રીવા ધનસુખભાઈનું એકમાત્ર સંતાન હતી.ધનસુખભાઈ શહેરના ટોચના નામાંકિત વ્યક્તિઓમાં એક હતાં. દીકરીને લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી એટલે ધવલ સાથે એના લગ્ન માટે એમણે ના કહી દીધું પણ ગ્રીવા જીદ પકડીને બેસી રહી ને એક દીકરી સામે આખરે બાપે નમતું જોખવું પડયું. આખરે બંનેના લગ્ન થઈ ગયાં ને આ બાજુ રમીલાબેન પણ ખુશ હતાં કે આજે એમના ઘરમાં વહુ આવવાની છે. ધવલે ગાડી પાર્ક કરી ને આજુબાજુથી લોકો ગ્રીવાને જોવાં ઉમટી પડ્યાં. ગ્રીવા રૂપરૂપનો અંબાર હતી. સૌ કોઈ કહેવા લાગ્યાં કે,"ધવલ વહુ તો દેખાવડી લાવ્યો છે, સંસ્કાર કેવાં હશે..?" ધવલે ગ્રીવાને આ બધી વાતો પર ધ્યાન ના આપી ઘરમાં આવવાનો ઈશારો કર્યો.
લગ્નનાં બે દિવસ પછી રમીલાબેને આજુબાજુની દરેક મહિલાઓને એમનાં ઘરે જમવાનું નિમંત્રણ આપ્યું. ગ્રીવાને જોવાં આમેય દરેકને ઉતાવળ હતી. શકુબેન અને મંજુબેન તો સૌથી પહેલાં આવી ગયાં. "લાવો રમીલાબેન તમને જમવાનું બનાવવામાં મદદ કરીએ." રસોડામાં અંદર જતાંની સાથે જ એમણે જોયું તો બંનેને સખત નવાઈ લાગી. ગ્રીવાએ એકલીએ બધું જ જમવાનું બનાવી દીધું હતું અને રમીલાબેન તો મંદિરે ગયા હતાં. ગ્રીવા બોલી,"આંટી, તમે તો અમારા મહેમાન છો, તમારે કામ થોડી કરવાનું હોય.! અને આમ પણ જમવાનું બધું તૈયાર જ છે બસ મમ્મી આવે એટલી વાર." એટલામાં રમીલાબેન પણ આવી ગયાં. "શું થયું બેટા, લે હું તો આવી ગઈ. ચાલ હવે બધાં આવતા જ હશે તું તૈયાર થઈને આવ." ગ્રીવા ફટાફટ તૈયાર થઈને આવી. લાલ સાડી, લાલ બિંદી, હાથમાં બંગડીઓ અને ચહેરા પર જાણે સંસ્કારોનું સ્મિત...ગ્રીવાને જોઈને દરેકના મનમાં એક હાશકારો થયો હોય એમ લાગ્યું.
"માફ કરજો, રમીલાબેન અમને એમ હતું કે તમારા જેવાં સાવ ભોળા દિલના માણસને આ વહુ આવીને ક્યાંક છેતરી ના જાય." શકુબેન બોલ્યાં. રમીલાબેને શાંતિથી કહ્યું," જુઓ, મને ખબર છે કે તમને બધાંને મારી ગ્રીવાના સંસ્કારો પર શક હતો પણ સાચું કહું તો મારી ગ્રીવાને જ્યારે ધવલ પહેલી વાર ઘરે લાવ્યો ત્યારે જ એ મારા ઘરને ઘર અને મને એની મા બનાવીને ગઈ હતી. અમીર પરિવાર હોય એનો મતલબ એવો ના હોય કે એ દીકરીઓમાં સંસ્કારોની ખોટ હશે, તમારી જોવાની નજર જ અમીર અને ગરીબને સંસ્કારોથી જુદી પાડે છે અને ગ્રીવા તો હવે આજથી મારી વહુ નહીં પણ મારી દીકરી બની ગઈ છે." ગ્રીવાની આંખમાં ખુશીઓના ઝળઝળિયાં આવી ગયાં ને ઉભી થઈને રમીલાબેનને વળગી પડી અને શકુબેનની આંખો શરમથી નીચી થઈ ગઈ.