Meeting a stranger on a trip.. (Mystery story) - 6 in Gujarati Adventure Stories by Dhruvi Kizzu books and stories PDF | સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 6















ભાગ - ૬




હું તરત તેનાં હસમુખી મિજાજથી બોલાયેલા શબ્દોને ઓળખી ગઈ . અને ચોંકી ગઈ .

હું ચોંકીને : " પ્રશાંત , તું ..... ???? ક્યાં જતો રહ્યો હતો .... ??? કેટલો ડોર બેલ માર્યો પણ મને થયું ખોલતો કેમ નથી ... પછી અંતે બસ આવી ગઈ એટલે એકલાં જ સફર કરવાનું લખ્યું છે તેવાં વિચારથી બેસી ગઈ બસમાં ..... "

પ્રશાંત ડુપ્લીકેટ દાઢી કાઢતાં : " તું ડરી ગઈ હતીને કે આ કોણ અપરિચિત તારી બાજુમાં આવી બોલવા લાગ્યું ..... ????? "

હું મોટો નિસાસો નાખીને : " હા , તો .... "

પ્રશાંત હસતાં હસતાં : " મજા આવી મને ...... "

હું : " તો તે મને ડરાવા અને હેરાન કરવા આ વેશ પલટો કર્યો હતો એમને .... !!!! ???? "

પ્રશાંત : " નહીં .... , મારે એવો ઈરાદો ન હતો .... આ તો તને જોઈ લાગ્યું તું ડરેલી છે એટલે થયું મજાક કરી લઉં ..... "

હું : " તો સવારમાં આમ વેશ - પલટો કરી કયાં ...... "

મને તરત જ યાદ આવી ગયું કે , પ્રશાંત એ મને એનાં નીજી કામમાં પ્રશ્ન પુછવાની ના કહી હતી .. હું આગળ બોલતી અટકી ગઈ ....

પ્રશાંત : " કામ હતું મારે .... તો થયું આગળ બસ આવશે ત્યાં જ ચડી જઈશ ... મારુ કામ જોગની વોટરફોલ વાળા રૂટ પર જ હતું .... "

હું : " ઓકે , ગુડ મોર્નિંગ ..... "

પ્રશાંત : " ગુડ મોર્નિંગ , હેવ અ ગુડ ડે .... ચીકુ .... "

એને મને આ સ્થળ વિશેની કેટલીક વાતો કરી . આ વોટર - ફોલના લુક , ખાસિયત , ત્યાંનું સુકુન જે પ્રશાંત ઘણી વાર અનુભવી આવ્યો હતો .....

જેટલા એનાં જવાબો હતાં એટલા જ મારા સવાલો ..... હું પુછતી ગઈ એ કહેતો ગયો ...

હું ખુશ થઈને : " ફાઇનલી .... યે ..... હુરર રે ...... આપડે આ અકલ્પનીય સુંદર જગ્યા પર પહોંચી ગયા છીએ .... તને ખબર છે પ્રશાંત મને વોટર ફોલ પાસે બેસી તેની વાંછટ લેવી , એનો પહેલેથી જ શોખ છે ... "

પ્રશાંત પણ જાણે મારી ખુશીમાં ખુશ થતો હોય તેમ તેનાં હોંઠ પર સ્મિત તરવરવા લાગ્યું ....

બધાં બસની બહાર ઉતર્યાં અને પોત - પોતાની રીતે આમ - તેમ જવાં લાગ્યાં .

કોઈ વોટર ફોલમાં નહાવા જવાની તૈયારી કરવા લાગ્યાં , તો કોઈ આ સુંદર અને રમણીય જગ્યાના ફોટા લેવાં લાગ્યાં .... બધાં જ પોત - પોતાની રીતે આ ખુશનુમા વાતાવરણનો અનુભવ લઈ રહ્યાં હતાં ....

પણ મને એ બધાંમાં કોઈ રૂચિ ન હતી .... , હું તો એક પત્થર પર જઈ બેસી ગઈ . જ્યાંથી વોટર ફોલની ભીનાશ મારા સુધી આવી શકે ....

પણ પ્રશાંતને પણ જાણે આ બધાંમાં રૂચિ ન હોય તેમ તે દુર એક જગ્યા એ લોન પર બેસી ગયો . અને કાલ સાંજની જેમ પોતાની ડાયરીમાં કંઈક લખવાં લાગ્યો .


મારી નજર વચ્ચે - વચ્ચે પ્રશાંત પર જતી હતી . હવે તેણે ડાયરી બાજુમાં મૂકી દીધી હતી . અને ખુલ્લા આકાશ નીચે , હરિયાળી ચાદર પર તે સુતો હતો . કંઇક ઊંડા વિચારોમાં ડુબતો હતો .

હું મારી ડાયરીમાં મારા અનુભવો લખવા લાગી . હું લખવાનું ચાલું કરું એટલે આજુ - બાજુની કોઈ પ્રવુતિ પર મારું ધ્યાન ન રહે .... હું આ સુંદર જગ્યાનું વર્ણન , અહીંનો નજારો , મારાં અનુભવ મારી ડાયરીમાં ઉતારતી હતી .... પ્રશાંત મારી બાજુમાં આવી બેસી ગયો તેનું પણ ધ્યાન મને ન હતું ...

મારું લખવાનું પુરું થયું , ડાયરી બંધ કરી મેં ઉપર જોયું .. પ્રશાંત મારી સામે ... !!!

હું : " શું યાર .... આમ અચાનક દર્શન આપે , મને અહીં જ એટેક આવી જશે તારા લીધે .... "

પ્રશાંત હસતાં હસતાં : " અમારાં મનાલીમાં મોત પણ ભાગ્યશાળીને મળે છે હોં .... એની વે , તને લખવાનો શોખ લાગે .... ????? "

હું : " હા , હું લખુ છુ ... પણ મારી ડાયરી જ .. મારા જીવનની નાની મોટી બધી ટ્રીપના જે અનુભવ થયા હોય એ આખ્ખી જર્ની હું આ ડાયરીમાં લખી લઉં છું ..... "

પ્રશાંત : " વાઉ ... આ અત્યંત સારો શોખ છે તારો , જો તને કંઈ પ્રોબ્લેમ ન હોય તો હું આ ડાયરી જોઈ શકું ..... !!! ????? "

હું : " નહીં .... , આ મારા કામનો વિષય છે .... મારા કામમાં કોઈ દખલ કરે એ મને નહીં પોસાય ..... "

પ્રશાંત : " ઓહ ... મારા બોલાયેલા શબ્દો બાણનાં છોડેલા તીરની જેમ મને પાછા આપી રહી છે આ છોકરી બોલો ..... , કંઈ વાંધો નહીં બસ .... !!!! "

પ્રશાંત શાંતિથી બેસી સામે વોટર ફોલ જોવા લાગ્યો .

એને જોઈ મારું હસવું કંટ્રોલ ન થયું . હું હસવા લાગી જોર જોરથી .... તે મારી સામે જોઈ રહ્યો ...

હું : " હા , આ લે વાંચી લે ... હું તારી જેમ નથી , મને એવું કંઈ જ પર્સનલ રાખવું ગમતું નથી ઓકે .... "

પ્રશાંતએ મારા હાથ માંથી ડાયરી લીધી અને એનાં બધાં લખાણને જીણવટ પુર્વક વાંચવા લાગ્યો ......



To be continued .......