BHAV BHINA HAIYA - 49 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 49

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 49

"યાદ છે..! પહેલીવાર આ ગીત તે મને મનાવવા ગાયું હતું..! ત્યારથી આ ગીત મારું ફેવરીટ બની ગયેલું..! "

" એ કોલેજના દિવસોને તો હું ક્યારેય નથી ભુલ્યો. તને જોતાં જ મને તારાથી પ્રેમ થઈ ગયેલો...! દિલ ક્યાં કરે જબ કિસી કો..! કિસીસે પ્યાર હો જાયે..! " શશી ફરી ગીત ગાવા લાગ્યો.

" પલ પલ દિલ કે પાસ..તુમ રહેતે હો..!
જીવન મીઠી પ્યાસ..યે કહેતે હો..!
પલ પલ દિલ કે પાસ..તુમ રહેતે હો..!" અભિ ગીત ગાવા લાગી.

"હર શ્યામ આંખો પર..તેરા આંચાલ લહેરાએ..!
હર રાત યાદો કી..બારાત લે આયે..!
મેં સાન્સ લેતાં હુ..તેરી ખુશ્બુ આતી હૈ..!
એક મહેકા મહેકાં સા પેગામ લાતી હૈ..!
મેરે દિલકી ધડકન ભી..તેરે ગીત ગાતી હૈં..!
પલ પલ દિલ કે પાસ.. તુમ રહેતે હો..!" ગાડી ચલાવતા ચલાવતા ભાવવિભોર થઈ શશાંકે ગીત ગાયું. અભિલાષાએ તેનો હાથ પકડી લીધો. અભિના સ્પર્શથી જ રોમાંચિત થઈ ગયેલાં શશીએ ગાડી સાઈડમાં કરી ઉભી રાખી. સ્ટેયરીંગના ટેકે લમણે હાથ રાખી શશી અભિને જોવાં લાગ્યો.

" શું થયું શશી..! ગાડી કેમ ઉભી રાખી..?"

" બસ તને જોઈ રહેવાનું મન થાય છે."

" ઓય, આમ જોઇશ નહીં..! મને શરમ આવે છે..!"

" તુ પહેલાં કરતાં પણ વધુ હોટ ને બ્યુટીફૂલ લાગે છે અભિ..? "

" બ્યુટીફૂલ તો આજની મૌસમ છે શશી..? કેટલું અદભુત વાતાવરણ બની ગયું છે. જો..પેલું મેઘધનુષ્ય..! કેટલું સુંદર લાગે છે..? તું જલ્દીથી ગાડી ચલાવ..ગમે ત્યારે વરસાદ વરસી શકે છે..!" અભિલાષાએ શશાંકનું મોઢું બે હાથથી પોતાના તરફથી હટાવીને રસ્તા તરફ ફેરવ્યું. અભિનો સ્પર્શ થતાં શશાંક મલકાયો.

" તેરે ચહેરે..સે..હો..તેરે ચહેરે સે નજર નહીં હટતી..!
નજારે હમ ક્યાં દેખે..? નજારે હમ કયા દેખે..?"

" તું બહુ શરારતી થઈ ગયો છે હો..! "

" કેટલાં વર્ષે શરારત કરવા મળી છે.. તારા સાથે હું એન્જોય કરું છું અભિ..! ને હું જાણું છું મારા નાટક તને પણ ગમે જ છે. હું એ પણ જાણું છું કે મારી જેમ તું પણ.." બોલતા બોલતા શશાંક અટકી ગયો.

" તું પણ..મતલબ શું..? "

" કઈ નહીં..! જવાદે..! ઓહ..ઓહ..મેરે..દિલ કે ચૈન...ચૈન આયે મેરે દિલ કો દુઆ દીજી એ..!" શશાંકે વાત ટાળતાં ગીત ગાયું.

" હમ કો હમી સે ચુરા લો..દિલ મેં કહી તુમ છુપા લો..!
હમ અકેલે, હો ન જાયે, દૂર તુમસે, હો ન જાયે..!
પાસ આઓ ગલે સે લગા લો..!" અભિ બોલી.

" વાદા કરો.. નહીં છોડોગી તુમ મેરા સાથ..!
જહાં તુમ હો..વહાં મેં ભી હું..! " કરતાં શશાંક અભિના ગાલ ને વ્હાલ કરવા લાગ્યો.

" છુઓ નહીં..દેખો..જરાં.. પીછે રખો હાથ..!
જવા તુમ હો..જવા મેં ભી હું..!"

બસ, આમ જ કિશોર કુમારજી અને લતાજીના ગીતોને ગુનગુનાવતા બે પ્રેમી પંખીડાં આખરે સિધ્ધિવિનાયકના મંદિરે પહોંચ્યાં.

" અભિ..! એક વાત કહું..! મારે તારી સાથે આજે જ લગ્ન કરી દેવાં છે. ગણેશજીના આ જ મંદિરમાં..!" મંદિરનાં પગથિયાં ચડતાં શશાંકે કહ્યું.

" આમ, અચાનક જ..! કોઈને કહ્યા વિના જ..! લગ્નની કોઈ તૈયારી પણ નથી કરી."

" પ્લીઝ યાર..! દાદા સામે સાત ફેરા ફરી લઈએ. હું હવે વધુ સમય રાહ જોઈ શકું તેમ નથી..! હું તને મારી પત્ની બનાવવા આતુર છું. તું માની જાય તો આજે જ આપણે લગ્ન કરી લઈએ." શશાંકની વાત સાંભળીને અભિએ તેના માથે હાથ ફેરવી વ્હાલ કર્યું ને હકારમાં મોઢું હલાવ્યું. શશાંક રાજીનો રેડ થઈ ગયો. તેની ખુશીનો પાર ન રહ્યો.

To be continue

મૌસમ 😊