BHAV BHINA HAIYA - 34 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 34

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 34

" જો હું આને છોડીને જવાનું સાચું કારણ જણાવી દઈશ તો તે વધુ હર્ટ થશે. આમ, પણ મારા કારણે તે બહુ દુઃખી થઈ છે. હું સાચું બોલીને ફરી તેને હર્ટ કરવા નથી માંગતો. નહિ, હવે નહિ તેને હવે હું હર્ટ કરવા નથી ઇચ્છતો. મારે અભિલાષા પ્રત્યેની લાગણીઓને છુપાવવી પડશે. તે માંડ તેના જીવનમાં સેટ થઈ છે. તેમાં મારા લીધે ભંગાણ ન જ થવું જોઈએ." શશાંક મનમાં જ વિચારતો ખોવાઇ ગયો હતો ને અભિલાષાએ તેને ઢંઢોળતાં તે ઝબકીને અભિ સામે જોવા લાગ્યો.

" એ જ આંખો..એ જ ચહેરો..હા એ જ અભિ છે છતાં આજ તું પહેલાં કરતાં પણ વધુ સુંદર લાગી રહી છે." અભિલાષાની આંખોમાં આંખો પરોવી શશિ મનમાં જ વિચારવા લાગ્યો.

" શશિ..! તને આજ શું થયું ? બાઘાની જેમ મને જોઈ શું રહ્યો છે ? હું તને કંઈ પૂછું છું. મને જવાબ આપ."

" મજબૂરી વિશે ન પૂછ. તે તું ન જાણે એ જ સારું છે. ઓકે ચલ, તું મેરેજ એન્જોય કર. મારે ઘણા કામ છે. હું જાઉં છું."

" મારા કરતાં પણ વધુ જરૂરી હશે તારાં કામ ? કેટલા દિવસે મને તું આજ મળ્યો છે ને તું ભાગવાની વાત કરે છે ? તું પહેલાં જેવો બિલકુલ નથી રહ્યો. ખબર નથી તું ખરેખર બદલાઈ ગયો છે કે બદલાઈ જવાનું નાટક કરી રહ્યો છે." શશાંકને જતો જોઈ અભિલાષા મનમાં જ વિચાર કરવા લાગી.

તેનો ગમગીન ચહેરો, અશ્રુભીની આંખો ને હૃદયમાં ઉચાટ તેના શશાંક પ્રત્યેના પ્રેમની ચાડી ખાતો હતો.

" ઓહ ગોડ..! અમને શા માટે આ સ્થિતિમાં મૂક્યાં ? અભિલાષાના લગ્ન થઈ ગયા છે પણ મારા દિલમાં હજુય તેનું સ્થાન સાત વર્ષ પહેલાં હતું તેવું ને તેવું જ છે. આજ પણ અભિ..તારા પ્રત્યેનો મારો પ્રેમ રતિભાર પણ ઓછો થયો નથી. તને શું ખબર, તારા સિવાય મારા દિલમાં કે મારા જીવનમાં મેં કોઈને સ્થાન આપ્યું નથી ને ક્યારેય કોઈને સ્થાન આપીશ નહિ.ભલે તું મને ક્યારેય ન મળે તેમ છતાં તારો આ શશિ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી માત્રને માત્ર તને જ પ્રેમ કરશે." મનમાં ને મનમાં વિચાર કરતો શશિ તેના રૂમ તરફ જઈ રહ્યો હતો. તેની આંખો ભીંજાયેલી હતી. તેની ચાલમાં તીવ્રતા હતી ને તેના ભાવ ભીનાં હૈયામાં અભિલાષા પ્રત્યેના પ્રેમની મક્કમતા હતી.

“ હેલો.. હેલો અભિલાષા..! ક્યાં છે તું યાર..! ક્યારની હું તને શોધું છું ? મેરી જાન આજે મારા લગ્ન છે. હું કેટલી નર્વસ થઈ રહી છું ને તું મારી પાસે નથી. પ્લીઝ યાર ઝડપથી આવ ને મારી પાસે..!” અભિલાષા એ ફોન ઉપાડ્યો ને તરત જ એકીટસે કીર્તિ બોલી ગઈ.

“હા, આવું છું" કહી અભિલાષાએ ફોન મૂકી દીધો.

અભિલાષા બાથરૂમમાં ગઈ.રડતી આંખોના આંસુ લૂછી અભિલાષાએ પાણીની છાલક પોતાના ચહેરા પર ફેંકી. પાણીના બુંદોથી ભીંજાયેલા ચહેરા પર ફરી તેના આંસુ વહેવા લાગ્યા. સાત વર્ષો બાદ તેણે શશાંકને જોયો હતો તે વાતની તેને ખુશી હતી પણ તેનો બદલાયેલો વ્યવહાર તેને વધુ વ્યાકુળ કરે જતો હતો. ટુવાલથી અભિલાષા એ પોતાનો ચહેરો સાફ કર્યો. અરીસામાં પોતાના ચહેરાને જોઈને થોડી મક્કમ બની અને નાનકડું મલકાઈ. થોડી વાર એમ જ ઉભી રહી ને પછી જાણે કંઈ થયું જ નથી તેમ તેણે પોતાની જાતને સંભાળી. તેણે તેના વાળ સરખા કર્યા. આંખોમાં કાજળ લગાવ્યું. લિપસ્ટિક કરી મીઠું સ્મિત કર્યું. ને પછી ત્યાંથી તે કીર્તિ પાસે ગઈ.

“કીર્તિ..! લે જ્યુસ પી લે. સવારનું કાંઇ ખાધું નથી..!” કીર્તિ સામે મેંગો જ્યૂસનો ગ્લાસ ધરતા અભિલાષાએ કહ્યું.

“અભી તું આવી ગઈ..? ક્યાં ગઈ હતી યાર..? હું તને ક્યારની શોધતી હતી..! તું જો ને હું બરાબર તો લાગુ છું ને..! આ હેર સ્ટાઇલ મને સૂટ તો થાય છે ને..!” અભિલાષાના હાથમાંથી મેન્ગો જ્યુસનો ગ્લાસ લઈ અરીસા સામે ઉભા ઉભા કીર્તિએ પોતાનાં ઘરેણાને સરખા કરતા કરતા કહ્યું.

“અરે, તું એટલી બધી ક્યુટ છે ને કે તારી પર બધી જ હેર સ્ટાઈલ, બધા જ પ્રકારના કપડા, ને કોઈ પણ જ્વેલરી સૂટ થાય.” અભિલાષાએ બંને હાથ ચહેરા પર ફેરવતા કહ્યું.

“અભિલાષા..! થોડી જ વારમાં તે બ્રાહ્મણ હમણાં 'કન્યા પધરાવો સાવધાન' કહી મને બોલાવશે. મને તો ગભરામણ થાય છે. તું મારી સાથે જ રહેજે હો ને..!” અભિલાષાનો હાથ પકડી કીર્તિએ કહ્યું.

To be continue

🤗 મૌસમ 🤗