BHAV BHINA HAIYA - 19 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 19

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 19

બે યુવાન હૈયાંઓ લગ્નના બંધને બંધાઈને હમેશા માટે એકમેકના થવાના સપનાઓ સેવવા લાગેલા. હું ઉત્સાહ ને ઉત્સાહમાં ઘરે ગઈ. મારા પપ્પા કયાંક જવાની તૈયારી કરી મારી રાહ જોઇને જ બેઠા હતા.

" ઓહ..આવી ગઈ બેટા..! બસ તારી જ રાહ જોતો હતો. વિચાર્યું તું આવે પછી નીકળું." મને જોઈ પપ્પાએ કહ્યું.

" અત્યારે ખરાં બપોરે ક્યાં ઉપડ્યા તમે..? " મેં પૂછ્યું.

" જરૂરી કામથી સૌરાષ્ટ્ર જાઉં છું. આવતીકાલે રાત સુધીમાં આવી જઇશ. તું સમયથી જમી લેજે અને તારું ધ્યાન રાખજે." નાની અમથી બેગને ખભે કરી તેઓ નીકળ્યા.

" સાચવીને જજો પપ્પા અને તમે તમારો મોબાઈલ લીધો..?" મેં પૂછ્યું.

" હા, દીકરા..! લીધો છે હો..! "

" સારું તો પહોંચીને મને રિંગ મારજો."

" હા, જરૂર..!"

તે દિવસે હું પપ્પાને મારા અને શશિના લગ્ન વિશે વાત ન કરી શકી. હવે તેઓ પાછા આવે પછી જ વાત થઈ શકશે.આ વાતની જાણ મેં શશિને પણ કરી. તે દિવસે રાત્રે મેં અને શશિએ મેસેજથી ઘણી વાતો કરી.

શશિ : હાય..! જમી લીધું તે..?

હું( અભિ ) : હા, તે ?

શશિ : મેં પણ..

હું : તે આપણા લગ્ન વિશે ઘરે વાત કરી ?

શશિ : હા, પણ..

હુ : પણ શું..? તેઓ ન માન્યા..?

શશિ : હમ્મ

હું : સરખી રીતે મનાવને યાર. આપણા વિશે તે બધું કહ્યું.?

શશિ : હા

હું : તો તેઓ કેમ નથી માનતા..?

શશિ : મમ્મી કહે છે કે તે દેખાવમાં ઠીકઠાક લાગે છે.

હું : ઓહ..એવું..? તે મારો ફોટો બતાવ્યો હતો ?

શશિ : હા, ત્યારે જ તો એવું તેઓએ કહ્યું.

હું : એવો કયો ફોટો બતાવ્યો કે તેઓને હું ઠીકઠાક લાગુ છું ?

શશિ : પપ્પા તો એમ કહેતા હતા કે છોકરી બહુ સીધી સાદી લાગે છે. ફેશનવાળી નથી. થોડી ફેશનેબલ હોત તો સારું થાત.

હું : તો હવે શું કરીશું..?

શશિ : તારે થોડા ફેશનેબલ બનવું પડે તો કદાચ વાત બને.

હું : સૉરી યાર..! હું જેવી છું તેવી ઠીક છું. મારા પપ્પાને તો હું આવી જ પસંદ છું. હું મારા વ્યક્તિત્વને નહિ બદલું.

શશિ : તો મારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે ક્યારેય રાજી નહિ થાય. તારે મને ભૂલવો પડશે.

હું : માત્ર મારે જ તને ભૂલવો પડશે..? શું તને હું યાદ નહિ આવું ?

શશિ : ના, બિલકુલ નહિ.

હું : ખરો છે તું તો. સવારે તો મારી સાથે આખી જિંદગી જીવવાની વાત કરતો હતો ને હવે આવું બોલે છે..!

શશિ : પણ હું તને યાદ કેમ કરું ?

હું : કેમ આવું બોલે છે..?તને મારી બિલકુલ યાદ નહિ આવે ?

શશિ : જાનેમન યાદ એને કરાય જેને ભૂલી ગયા હોઈએ.

હું : પ્લીઝ યાર.. હું કોઈ મજાકના મૂડમાં નથી. મને રડવું આવે છે. આપણા લગ્ન નહિ થાય તો..? હું બીજા કોઈ સાથે નહિ પરણું.

શશિ : હા..હા..હા..!

હું : મને ચિંતા થાય છે ને તને હસવું આવે છે.

શશિ : હા જ તો.. ! તું કેટલી ભોળી છે. મારી દરેક વાતને તું સાચી માની લે છે.

હું : શશિ, બોલને યાર..! સાચું શું છે ?

શશિ : મારા મમ્મી અને પપ્પા બંનેને આપણા વિશે વાત કરી. તેઓને તારો ફોટો પણ બતાવ્યો.

હું : શું કહ્યું તેમણે ?

શશિ : તેઓએ તારો ફોટો જોઈ એવું કહ્યું કે..

હું : હા, બોલને

શશિ : "આટલી સુંદર છોકરીને તું ક્યાંથી પટાવી લાવ્યો..?" એવું પપ્પા કહેતા હતા. " સાદા કપડાંમાં પણ તે આટલી સુંદર લાગે છે..! શશિ તારી દુલ્હન બનશે ત્યારે તે કેટલી સુંદર લાગશે ?" આવું મમ્મી કહેતી હતી.

To be continue