Aatmja - 9 in Gujarati Women Focused by Mausam books and stories PDF | આત્મજા - ભાગ 9

The Author
Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

આત્મજા - ભાગ 9


આત્મજા ભાગ 9

હરખ સિંગના ઠાઠમાઠ અને જાહોજલાલીના કારણે તથા કીર્તિના સારા નસીબને કારણે કીર્તિના લગ્ન અમેરિકાના એક ઉદ્યોગપતિ સાથે થયા હતા. પૈસે ટકે કીર્તિને કોઈ વાતનું દુઃખ ન હતું.

લગ્ન પછી ઘણા દિવસે કીર્તિ તેના પિયરમાં આવી હતી. તેના આવવાથી ઘરમાં ખુશી છવાઈ ગઈ. તેના બે જોડિયા બાળકોના તોફાનથી આખા ઘરમાં રોનક આવી ગઈ. કીર્તિના આવવાથી કંચનબેન તો હરખમાં આવી ગયા હતા. હરખસિંગના ચહેરા પર પણ દીકરીને ઘણા દિવસે મળતા આનંદ છવાઈ ગયો હતો.

“ભાભી એક વાત કહું..! હું આવી ત્યારથી તમને જોવું છું. તમે કોઈ ચિંતામાં લાગો છો. શું વાત છે..? મને નહી કહો..?” કીર્તિએ રસોડામાં રસોઈ બનાવતી નંદિનીનો ચહેરો જોઈ કહ્યું.

“અરે તમે વિચારો છો એવું કંઈ જ નથી. મને વળી શી વાતની ચિંતા હોય..?” ખોટા ખોટા હાસ્ય સાથે નંદિનીએ કહ્યું. આમ કહી નંદિની તેના કામમાં લાગી ગઈ. તેનું મૌન કીર્તિને ચાડી ખાતું હતું કે તે કીર્તિથી કંઇક છુપાવી રહી હતી. નંદિનીને ડર હતો કે જો તે કીર્તિને ભુવાજીની વાત કરશે તો પ્રદીપની જેમ તેનો પણ વ્યવહાર પોતાની સાથે બદલાઈ જશે. આથી તે કીર્તિને કંઈ જ વાત કરવા ઇચ્છતી ન હતી.

ફ્રૂટ બાસ્કેટ માંથી સફરજન લઈ ખાતા ખાતા કીર્તિ રસોડામાંથી બહાર નીકળી ગઈ. નંદિનીને રાહત થઈ.

“હાસ..! જો કીર્તિબેન વધુ સમય રોકાયા હોત તો મને કેટલાય પ્રશ્નો કરી દીધા હોત. સારુ થયું તેઓ ગયા.” ચહેરા પર વળેલા પરસેવાને પોતાની સાડીના પાલવથી લુછતા નંદિની મનમાં જ વિચારવા લાગી.

પોતાના બેડરૂમમાં બેઠલ કંચન બહેનની નજર કીર્તિ પર પડી. તેમણે તરત જ બુમ પાડીને કીર્તિને પોતાના બેડરૂમમાં બોલાવી.

“આવ દીકરા.. બેસ..! મારે તને જરૂરી વાત કહેવી છે.” ધીમે રહી કંચન બહેને કહ્યું.

“એવી તો કેવી વાત છે કે તું આમ ધીમે ધીમે બોલે છે..?”

“તું સાંભળ તો ખરી..! તારી ભાભી નંદિની પેટથી છે. ચોથો મહિનો જાય છે.!” કંચન બહેન ધીમે ધીમે બોલે જતા હતા. તેઓની વાત સાંભળી કીર્તિ અચાનક જ બોલી ઉઠી.

“શું વાત કરે છે મમ્મી..! સાચું કહે છે..? ભાભી પેટથી છે..? તો તો હું ફોઈ બનીશ હેને...!” કંચનબેનની વાત સાંભળી કીર્તિ તો ખુશીથી ઉછળવા લાગી.

“બૂમો નહીં પાડ..! શાંતિ રાખ..!” ખુશીની મારી ઉભી થઇ ગયેલી કીર્તિને કંચન બહેને હાથ પકડીને નીચે બેસાડી.

“કેમ શું થયું..? સમાચાર જ એટલા સરસ છે, તો ખુશ થઈ જવાય ને..!” કંચનબેનનો ગંભીર ચહેરો જોઈ કીર્તિ એ નવાઈ સાથે કહ્યું.

“તું પૂરી વાત સાંભળ.. પછી મને કહે કે આ ખુશીની વાત છે કે દુઃખની..?” કંચન બહેને કીર્તિ સામે જોઈને કહ્યું.

“હા બોલ..!”

“જ્યારે મને ખબર પડી કે નંદિની પેટથી છે. હું નંદિની અને પ્રદીપને લઈને આપણા ભુવાજી પાસે થઈ હતી. નંદિનીને જોઇને તેઓએ તરત જ કહી દીધું હતું કે તેના પેટમાં દીકરી અવતરી રહી છે અને આ દીકરી કુળનો વિનાશ નોંતરશે.” કંચન બહેને ધીમે ધીમે પૂરી વાત કીર્તિને કહી.

“અરે મમ્મી એવું ન...! ભુવાજી એ કહ્યું એટલે બધું સાચું જ પડે એવું ન હોય.” કીર્તિએ મમ્મીને ઠપકો આપતા કહ્યું.

“હા પહેલા તો મને પણ વિશ્વાસ નહોતો થતો. હુંને પ્રદીપ નંદિનીને હોસ્પિટલ લઈ ગયેલા. પેટમાં છોકરી છે કે છોકરો તે ચેક કરાવવા માટે. ડોક્ટરે પણ કહ્યું કે તેના પેટમાં છોકરી છે. તુ જ વિચાર ભુવાજીએ માત્ર જોઈને નંદિનીને કહ્યું હતું કે તેના પેટમાં છોકરી છે. ને અમે ચેકઅપ કરાવ્યું તો તેઓની વાત સાચી નીકળી. તો કુળનો વિનાશ થશે તે પણ વાત તેઓની સાચી હશે ને..!” કંચન બહેને કીર્તિને ચોખવટ કરતા કહ્યું.

“કંઈપણ પણ હોય મમ્મી પણ મને ભુવાજીની વાત પર વિશ્વાસ નથી બેસતો. કેમ કે કોઈ દીકરી પોતાના પરિવારના કુળના વિનાશનું કારણ તો ન જ બને.” કીર્તિએ પોતાની મમ્મીને સમજાવતા કહ્યું.

“અમને પણ થોડો એવો જ વહેમ હતો. પણ બીજી ઘટના એ બની કે જ્યારે અમને નંદિનીના પેટમાં દીકરી છે એવી જાણ થઈ ત્યારે ઘરે જ તારા બાપુને સાપ ડંખી ગયો, તેઓ મરતા મરતા બચ્યા. હવે તું જ કહે ભુવાજીની વાત સાચી છે કે નહીં..?” ધીમા ધીમા સ્વરે કંચન બહેને કીર્તિના મનમાં ભુવાજીની વાતનો વિશ્વાસ બેસાડી દીધો.

“તારી વાત તો સાચી છે પણ.. કંઈ નહીં જવા દે..! તો તે શું વિચાર્યું છે ?” કીર્તિએ મમ્મીને પૂછ્યું.

“અરે અમે તો કીર્તિને કસુવાવડ કરવા માટે ઘણી સમજાવી પણ તે એકની બે નથી થતી. પોતાના સંતાનને મારવા નથી ઈચ્છતી. મને તો આપણા પદીયાની ચિંતા છે. જો આમને આમ એક પછી એક ઘટના બનતી રહેશે તો આપણી આ જાહોજલાલી, આપણી આ મિલકત બધું જ વેરખેર થઈ જશે.” ચિંતા વ્યક્ત કરતા કંચન બહેને કહ્યું.

“ભાભીને પ્રદીપની, પોતાના પરિવાર ચિંતા નથી..?” કીર્તિએ પૂછ્યું. કીર્તિના આ પ્રશ્નથી કંચનબેનના મનમાં શાંતિ થઈ. કેમકે કીર્તિ કંચનબેનની વાતોમાં આવી ગઈ હતી. તે ભુવાજીની વાત પર વિશ્વાસ કરવા લાગી હતી.

“તેને ચિંતા હોત તો ક્યારનીયે માની ના ગઈ હોત..? આવી મોટી ભણેલી-ગણેલી.. મને કહે ભુવાજીમાં વિશ્વાસ ન કરો, ભગવાનમાં શ્રદ્ધા રાખો. આજકાલની છોકરી થઈ મને શિખામણ આપે છે બોલ..!" કંચન બહેનએ ગુસ્સો ઠાલવતા મોઢું બગાડી કહ્યું.

“મમ્મી તું ચિંતા નહીં કર.!ભાભીને હું સમજાવીશ.”

To be continue...

મૌસમ😊