Nitu - 10 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિતુ - પ્રકરણ 10

પ્રકરણ ૧૦ : પરિવાર



નિતુ અને કૃતિ એ બંને બહેનોનો વિચાર ધીરુભાઈ આખે માર્ગે કરતા રહ્યા અને બાબુના ઘેર પહોંચ્યા.

પોતાના ઘરમાં હિંચકા પર બેસીને આધેડ ઉંમરનો બાબુ સમાચાર જોઈ રહ્યો હતો. ધીરૂભાઇએ દરવાજે આવીને જોયું અને બાબુ તરફ જોઈને તેણે દરવાજો ખખડાવ્યો.

"બાબુ ઘેર છે કે?"

હાથમાં રિમોટ લઈને બેઠેલો બાબુ બોલ્યો; "હા છે ભાઈ, કોણ?" કહેતા તેણે માથું ઊંચું કરી દરવાજા તરફ જોયું.

"અરે ધીરુકાકા! આવો આવો..."

તે હસતા મોઢે અંદર ગયો અને તેને ગળે મળી બોલ્યો; "બઉ જાજે ટાણે દર્શન દીધા છે કાકા. બેસો બેસો..."

તે તેની બાજુમાં હિંચકા પર જ બેસી ગયા.

"હુ કેવું તને બાબુ? કામ જ એવું છે."

"હા, કાકા... તમારી વાત સાચી. સગપણ કરતા પહેલા માણસ એકસો જગ્યાએ વાત કરે છે. તોયે પાછા ડરે છે."

"હા તો ડરે તો ખરા જ ને! જમાનો જ એવો થઈ ગ્યો છે. મારો જીવ નથી હાલતો, બીક તો મનેય લાગે છે કે ફરી જો નિતુ હારે થયું એવું ક્યાંક મારી કૃતિ હારે નો થાય."

"એની ચિંતા તમારે નથી કરવાની કાકા. કૃતિ શું કાંઈ કોઈક અજાણી છે? રવજીકાકા ઈ મારાય એટલા જ માનીતા હતા. આખું ગામ તેને માન આપતું. અમારે ત્યાં જરીક એવોય કાર્યક્રમ હોય તો સૌથી પહેલા રવજીકાકાને અમે બોલાવતા. તો શું એની દીકરીને એમ કાંય હું નાખી દેવા જેવા ઘરમાં પરણાવું? ઈ તો મારીય દીકરી ને એની માટે હું થોડુંકેય ઓછું નહિ મેલું. ભલે આજ કાકાની હૈયાતી ના હોય, પણ એણે અમારા ઘણા કામ કરેલા અને આજ મારો વારો છે. આ તમારું કામ નથી, આ તો મારું કામ છે."

પોતાના ભાઈ રવજી માટે બાબુનું એટલું માન જોઈ ધીરુભાઈ બોલ્યા; "તું હજીય બદલાયો નથી હો."

"સંબંધમાં એકવાર બંધાયા ઈ બંધાયા. પછી એમાં બદલવાનું નો હોય કાકા."

એટલામાં બાબુની ઘરવાળી ચા લઈને આવી. બાબુ બોલ્યો; "લ્યો કાકા, ચા પીવો."

"અરે આ બધું હુ લેવાને કરો છો?"

"કાકા તમે સપરમે દા'ડે આવ્યા છો. એમ કાંય ખાલી નો જવાય."

બંનેએ ચા પીધી અને બાબુએ પોતાના ખિસ્સામાંથી કિપેડવાળો જૂનો ફોન કાઢ્યો. ફોન ખોલ્યો અને ઝીણી નજર કરી જોવા લાગ્યો. ફોન આંખની પાસે લઈ ગયો અને પછી બીજી તરફના ખિસ્સામાંથી જૂના ડાબલા જેવા ચશ્મા કાઢ્યા. ચશ્મા ચડાવી તેણે ફરી ફોન હાથમાં લીધો. એક નંબર કાઢ્યો અને ફોન લગાવી ફોન કાને રાખ્યો.

"હાલો, હા જીતુભાઈ. તો શું નક્કી કર્યું છે તમે?"

ધીરુભાઈ ચુપચાપ બેસીને તેની વાતને ધ્યાનથી સાંભળતા હતા અને તે ફોનમાં વાત કરતો હતો.

"હા હા, એના પરિવાર જોડે મારી વાત ચાલુ જ છે. તમે નક્કી કરો એ પ્રમાણે એને કઉં."

"ઠીક છે ઠીક છે. તમ તમારે આજે જ બધું ગોઠવી દઈએ. એટલે વાત આગળ ચાલતી થાય."

તેણે ફોન મૂકી ધીરુભાઈને કહ્યું; "જુઓ કાકા. આ જીતુભાઈને જ ફોન લગાવેલો. એને જોડે તો મારી વાત લગભગ અઠવાડિયાથી ચાલુ હતી. આ તમે બધા આવી ગયા છો એટલે હવે વાત આગળ વધારું છું. જીતુભાઈને મેં કીધું એટલે એ આજે જ તમને બધાને મળવા આવી જશે. હવે તમે ક્હો કે તમારે શું કરવાનું છે?"

ધીરૂભાઇએ વિચાર કરતા કહ્યું; "જો બાબુ, એ બધું તો બરોબર છે. આપડે એને મળીયે લેહુ. પણ હું તને ફરીથી પૂછું, આ છોકરો કેમ છે?"

"અરે કાકા, એની ચિંતા તમે ના કરો. કૃતિ દીકરી એ તો મારીય દીકરી. હું એનું ખોટું નહિ થવા દઉં!"

"તઈ એને કેજો પાછા કે આવે એટલે છોકરાને ભેગો લેતા આવે."

"કાકા, મેં એને બધાયને કીધું છે. એ લોકો બધા આવી જશે. તમે તમારી તૈય્યારીમાં રે'જો."

"ઠીક તારે. તારી ઉપર ભરોહો, હું જઈને ભાભીને સમાચાર આપું કે આજ મેં'માન આવવાના."

"હા, આવજો પાછા."

બાબુ પાસેથી રજા લઈને ધીરુભાઈ પાછા ઘેર આવવા નીકળી ગયા. મહેમાન માટે થોડો ઘણો નાસ્તો અને ઘરમાં ઘટતી વસ્તુ લઈને તે પાછા ઘેર આવ્યા. હાથમાં રહેલી સામગ્રી નિતુને આપી અને શારદાની બાજુમાં જઈને બેસી ગયા. શારદા તેને જોઈને બોલી; "કાં? હુ કીધું બાબુએ? વાત થઈ?"

ધીરૂભાઇએ કહ્યું; "હા ભાભી, બાબુ હારે હંધીય વાત થઈ ગઈ છે. એણે બહુ વખાણ કર્યા છોકરાના. કે'તો 'તો કે એની તો કેટલાય દા'ડા થી વાત હાલે છે. આપડી વાટે હતા. આજ હાંજે એણે બોલાવ્યા છે. એટલે મેં એને કહી દીધું કે કાંય વાંધો નહિ. ભલેને આવતા."

"નિતુ... એ નિતુ ..." કહી શારદાએ નિતુને સાદ કર્યા.

તે બહાર આવીને બોલી; "હા, મમ્મી!"

"દીકરા તે હામ્ભળ્યુ કાકાએ હુ કીધું?"

"હા મમ્મી. મેં તમારી બધી વાત સાંભળી."

ધીરૂભાઇએ તેને કહ્યું; "દીકરા હું જે સામગ્રી લાવ્યો છું એમાં કાંય ઘટતું હોય તો કહેજે અને બીજું કાંય લાવવાનું હોય તો પણ કહેજે. હાંજ પડી ગઈ છે અને ટેમ નથી આપડી પાહે. મે'માન આવશે તો એની આગતા સ્વાગતા તો કરવી જ પડશે ને!"

નિતુએ કહ્યું; "મેં જોઈ લીધું છે કાકા, બધું બરોબર રીતે આવી ગયું. હજુ કંઈ હશે તો હું ને કૃતિ બંને મેનેજ કરી લઈશું."

નિતુ અંદર ગઈ અને મહેમાન માટે વ્યવસ્થા કરવા લાગી. બહાર શારદા પણ ઘરની આડા અવળી પડેલી વસ્તુઓને વ્યવસ્થિત કરવા લાગી. સાંજ સુધીમાં દરેક તૈય્યારી પુરી થઈ ગઈ. જમી કારવીને મહેમાનોની રાહ જોવાવા લાગી. ધીરુભાઈના ફોનમાં ફોન આવ્યો કે મહેમાન આવે છે અને ફોન મૂકી તેણે શારદાને કહ્યું ; "અરે હાંભળો. બાબુનો ફોન હતો. મહેમાન નીકળી ગયા છે. એ પણ એની હારે જ છે. થોડીવારમાં આંયાં પોગી જાહે."

વાત સાંભળતા બધા ખુશ થયા અને વ્યવસ્થા ચેક થવા લાગી. શારદા પોતના વસ્ત્રો સરખા કરતી ધીરુભાઈ સાથે સોફા પર બેસી ગઈ. નિતુ પોતાની બહેન કૃતિને લઈને એની રૂમમાં જતી રહી. કૃતિ પોતાની બેગમાંથી નવા કપડાં કાઢીને પૂછવા લાગી; "દીદી આ કેમ લાગશે? હમણાં જ મમ્મી સાથે ગયેલી ત્યારે લાવેલી. હું આ પહેરું? ચાલશેને?"

"હા ચાલે જ ને. આ તો બહુ જ સરસ છે. એકદમ ઢીંગલી જેવી લાગીશ તું. ચાલ તું કપડાં પહેરીને તૈય્યાર થઈ જા અને પછી રસોડામાં આવજે. હું બધુ બનાવી રાખું છું. મહેમાન આવશે તો પાણી લઈને જવું પડશે." કહેતી તે ત્યાંથી ચાલી ગઈ અને કૃતિ પોતાના મન પ્રમાણે તૈય્યાર થઈ ગઈ. સફેદ રંગના ડ્રેસમાં તે ખુબ સુંદર લાગતી હતી. મસ્તક પર લાલ રંગનો કરેલો ચાંદલો કોઈનું પણ ધ્યાન ખેંચી લે તેમ હતો. તેને છુટા વાળ રાખવાની મનાઈ કરવામાં આવ હતી. છતાં તે છુટા વાળ રાખી તૈય્યાર થઈ. ખરેખર એ છુટા છટાદાર અને કાળા ભમ્મર વાળ, જાણે પહાડ પરથી પડતી નદી કોઈ નયન રમ્ય દ્રશ્ય ઉભું કરે તેવા લાગતા હતા. બાવીસ વર્ષની યુવાન કૃતિ કોઈ રાજાની રાજકુમારીથી પણ ચડયાતી દેખાતી હતી. તે પોતાની જાતને દેખાડવા રસોડામાં નિતુ પાસે દોડી ગઈ.

"દીદી! કેમ લાગે છે?"

નિતુએ તેના તરફ જોતા કહ્યું; "અરે વાહ, બહુ સરસ દેખાય છે મારી નાનકી. આજે છોકરાવાળા હા પાડીને જ જશે."

"એમ?" કહેતા તે શરમાવા લાગી.

"હા. પણ એ બધું બાજુમાં મૂક અને હું કહું છું એ સાંભળ. આ કાકા બધું લાવ્યા પણ હું એને કહેવું ભૂલી ગઈ કે ઘરમાં ખાંડ નથી. મહેમાન આવશે તો શરબત કઈ રીતે બનાવીશું? એક કામ કર, ફટાફટ જઈને છગનકાકાના ઘેરથી લઈ આવ."

"શું દીદી! મેં તમને કહેલું કે દુકાનથી જ લઈ આવું. પણ તમે નઈ માન્યા. હવે ફરી પેલા ચીપકું સાથે માથાકૂટ થશે." મોં લટકાવતી તે બહાર નીકળવાની હતી એટલામાં ધીરુકાકાએ તેમને બૂમ પાડીને ચેતવ્યા. "અરે નીતૂ બેટા, મે'માન આવી ગ્યા લાગેહ. ગાડી આવી છે."

કાકાના અવાજે મૂંઝવણ ઊભી કરી. દરવાજેથી જો બહાર જાય તો મહેમાન સામે ખરાબ લાગે. હવે કરવું શું? કૃતિએ પાછું ફરી નિતુને પૂછ્યું; "દીદી, હવે શું કરીશું?"

નિતુએ તેને રસ્તો આપતા કહ્યું; "એક કામ કર. અહીં દાદરથી ઉપર જા અને અગાશીમાંથી બાજુની અગાશીમાં જઈને ગીતાકાકીને સાદ કર. તે ત્યાંથી જ તને ખાંડ આપી દેશે."

ઘરના મેઈન દરવાજાની સામે હોલ હતો અને હોલ પછી રસોડું. ઉપર જવાનો દાદર તે રસોડાની પાછળ બનાવેલો હતો. જેથી તે ઘરના હોલમાંથી દેખાતો ન હતો. કૃતિ પોતાની દીદીના કહ્યા પ્રમાણે દાદર ચડીને બાજુના ઘરમાં ગઈ. ત્યાં જઈને તેણે સાદ કર્યો, "ગીતાકાકી... ઓ... ગીતાકાકી..."

ગીતાએ અંદરથી જ જવાબ આપ્યો; "હા, કોણ?"

"હું કૃતિ. કાકી ખાંડ જોઈએ છે."

"હું રસોડામાં છું, મારા હાથ બગડેલા છે. થોડીવાર પછી હું આવીને આપી જાઉં છું."

તેનો જવાબ લઈને તે પાછી ફરી અને બનેલી નિતુને કહી. આ બાજુ મહેમાન ઘરમાં આવી ગયેલા. જીતુભાઈ અને તેની પત્ની મધુ, સાથે તેઓનો એકનો એક દીકરો સાગર હતો અને તેની સાથે બાબુ. ચારેય અંદર આવ્યા કે શારદા અને ધીરૂભાઇએ તેઓને આવકારો આપતા ઘરમાં બેસાડ્યા. ખબર અંતર પૂછી શારદાએ રસોડા તરફ જોયું અને નિતુને ઈશારો કર્યો. તેણે પાણીના ગ્લાસ ભરેલી ટ્રે કૃતિને આપી અને બહાર મોકલી. તમામને પાણી આપી તે પાછી અંદર જતી રહી. જીતુભાઈના પરિવારે તેના પર નજર કરતા તેને જોઈ. તેની સુંદરતા અને કામ કરવાની ઢબ તેઓના મનમાં વસી ગઈ. જે પ્રમાણે બાબુએ જીતુભાઈના મોઢે વખાણ કરેલા, હકીકતમાં જીતુભાઈને કૃતિ તેનાથી પણ ચડિયાતી લાગી. થોડીવાર પછી શારદાએ ફરી ઈશારો કરી નિતુને શરબત લઈને કૃતિને મોકલવા કહ્યું. તેણે હા તો પાડી પણ અંદર બંને બહેનો મુંજાયેલી ઉભેલી. તેના ઇશારાને જોતા જીતુભાઈ સમજી ગયા કે નક્કી કોઈ ગડબડ છે. તેણે ધીરુભાઈને કહ્યું; "ધીરુભાઈ, જો તમને કોઈ વાંધો ના હોય તો એક વિનંતી છે. આજ-કાલ છોકરા છોકરીઓ જ એક-બીજાને પસંદ કરે છે. જો તમે કહેતા હોય તો કૃતિ અને સાગર એક બીજા સાથે વાત કરી લે અને એકબીજાને જાણી લે તો વધારે સારું."

"તમારી વાત હાવ હાચી છે જીતુભાઈ. અમને કોઈ વાંધો નથી. આજકાલ આપડે તો ક્યાં કાંય કરવાનું જ ર'યુ છે? એ વાત કરી લે તો વધારે હારુ. નિતુ ..." તેણે નિતુને બોલાવી. તે બહાર આવી અને બધાને નમસ્કાર કર્યા એટલે તેનો પરિચય આપતા તે ફરી બોલ્યા; "આ કૃતિની મોટી બહેન છે. નિતુ. બેટા સાગર અને કૃતિને વાત કરવા લઈ જાવ."

સાગર ઉભો થયો અને નિતુની સાથે ચાલવા લાગ્યો. તે દાદર તરફ ગઈ અને ઉપર જવા કહ્યું, કૃતિને પણ બોલાવી અને બંનેને લઈને તે ઉપર અગાશી તરફ ગયા. તેની અગાશીમાં તમામ પ્રકાની વ્યવસ્થા કરવામાં આવેલી. બેસવા ઉઠવા માટેની દરેક વ્યવસ્થા હતી અને અડધી જેટલી અગાશીમાં છાપરું બનાવેલું હતું જેની નીચે એક હિંડોળો પણ મુકેલો હતો. એટલે નિતુએ આ જગ્યા ઠીક છે એમ સમજી બંનેને ત્યાં લઈ ગઈ અને પોતે નીચે આવતી રહી. તેઓ બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. એકબીજાની પસંદ કે નાપસન્દ અને એકબીજાની જાણકારી કહેવા લાગ્યા. કૃતિને બીજી કોઈ પણ વાતની ચિંતા નહોતી. પણ તેના મનમાં એક જ પ્રશ્ન હતો કે છોકરો પોતાનાથી ઓછું ભણેલો છે, આ વાત કઈ રીતે ચાલશે?

આખરે તેણે થોડી હિમ્મત કરી પૂછી લીધું; "જો તમને વાંધો ના હોય તો મારે તમને એક વાત પુછવી છે."

સાગરે કહ્યું; "હા, પૂછો. એમાં મને શું વાંધો હોય?"

"તમે માત્ર બાર સુધી ભણેલા છો. એમાંય સેકન્ડ રેન્ક છે. જ્યારે હું ગ્રેજ્યુએટ થયેલી, એ પણ ફર્સ્ટ ક્લાસ સાથે. મને તો આ યોગ્ય નથી લાગતું. તમને લાગે છે મારે અને તમારે લગ્ન કરવા જોઈએ?"

કૃતિના આ સવાલનો જવાબ તેની પાસે નહોતો. તે કશું ના બોલ્યો, બસ જવાબ વિચારવા લાગ્યો. તે ફરી બોલી; "તમારી પાસે મારી આ વાતનો કોઈ જવાબ નથી. એ પણ તમારે વિચારવું પડે છે, તો આખી જિંદગી કઈ રીતે મેનેજ કરીશું?"

તેનો આ સવાલ યોગ્ય હતો અને તેનો જવાબ સાગર પાસે નહોતો. તે અંતે માત્ર એટલું બોલ્યો; "તમારી વાત સાચી છે. મેં આજ સુધી કોઈ છોકરી નથી જોઈ. તમે પહેલા છો અને કદાચ તમારે માટે હું પહેલો. યોગ્ય જ છે કે કદાચ તમે મને ના કહી બીજા છોકરા જોવાનું પસંદ કરશો. કારણ કે આ જ તમારી દ્રષ્ટિ છે. તમે ભણ્યા છો તો તમને પણ તમારી યોગ્યતા પ્રમાણે મેળવવાનો અધિકાર છે. જ્યાં સુધી મારી વાત છે, જો મને પૂછશો તો કહીશ કે હું એમાં નથી પાડવા માંગતો અને જો ઈચ્છા પૂછશો તો હું હા જ કહીશ. તમે મને પસંદ આવી ગયા છો. બાકી હવે તમારે વિચારવાનું."

"હમ્મ...! સારું છે કે તમે મારી ઈચ્છા સમજી ગયા છો. હવે મારે વધારે કશું કહેવાનું રહ્યું નથી. મારુ બસ થઈ ગયું."

કૃતિએ પોતાની વાત પુરી કરી એટલામાં બાજુની અગાશીમાંથી હરેશ હાથમાં એક મોટો વાટકો ખાંડનો ભરીને આવ્યો અને તેને આપતા બોલ્યો; "લ્યો, મમ્મીએ મોકલાવી છે."

ખાંડ લઈને આવેલા હરેશને જોઈને સાગર આશ્વર્ય સાથે કૃતિ તરફ જોવા લાગ્યો અને કૃતિ તેની સામે જોઈ અને હરેશ સામે જોવા લાગી. હરેશને પણ સાગરને જોઈને આશ્વર્ય થયું અને તે મંદ મંદ હસી રહેલા સાગર અને પોતાના તરફ થોડા ગુસ્સાથી જોતી કૃતિ સામે જોઈ રહ્યો.

કૃતિ અને સાગર બંને વાતો કરતા હતા કે હરેશે અચાનક ખાંડનો વાટકો આગળ ધરતા તેઓની વાત અટકાવી. હરેશના વ્યવહાર પર કૃતિનું મન થોડું બગડ્યું અને તે તેના હાથમાંથી ખાંડ લઈને નીચે જતી રહી. હરેશ સાગર સામે જોતા બોલ્યો; "શું થયું? અને તમે કોણ?"

સાગરે જવાબ આપ્યો; "અમે કૃતિને જોવા માટે આવ્યા છીએ."

"ઓહ.... અચ્છા! ઠીક છે, તમારું ચાલુ રાખો." કહેતો તે ચાલ્યો ગયો અને સાગર પણ તેના ગયા પછી નીચે ગયો.