Darr Harpal - 10 in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | ડર હરપળ - 10

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ડર હરપળ - 10


એનો અવાજ બહુ જ ગહેરો અને છોકરા જેવો હતો, પણ અંદર આત્મા દીપ્તિ ની હતી તો સૌને બહુ જ અજીબ પણ લાગતું હતું અને બહુ જ ડરવાનું પણ.

મેં મારા એક સાથી તાંત્રિકને ઈશારો કર્યો અને એ સૌ સાથે મળી ને મંત્રોચાર કરવા લાગ્યાં. આત્માની શક્તિ ધીરે ધીરે ઓછી થતી ગઈ અને નરેશ ઢીલો ઢસ થઈને નીચે પડી ગયો. એણે થાક લાગતો હોય એમ એ સાવ નિસહાય અને બિચારો લાગતો હતો, પણ સૌ કોઈ એને બહુ જ ઘૃણાથી જોઈ રહ્યાં હતાં. એણે કામ જ એવું કર્યું હતું તો. પ્યાર જેવી વસ્તુ માં ક્યારેય પણ જબરદસ્તી થાય પણ ના, અને જેમને આપને પ્યાર કરીએ શું એ પણ આપણને સામે પ્યાર કરે જ એવું જરૂરી છે?!

મેં મારી બધી જ શક્તિઓ લગાવી દીધી અને છેલ્લે એક ઉપાય એમને કહ્યો.

ઉપાય માટે એ સૌ તૈયાર જ હતાં, કારણ કે એમની પાસે પૈસા બહુ જ હતાં, પણ નરેશે બહુ જ મોટી ભૂલ કરી દીધી હતી.

મેં એમને જણાવ્યું કે આ આત્મા નો સામનો કરવો ખુદ મારા માટે પણ બહુ જ મુશ્કેલ છે, કારણ કે જ્યાં સુધી આ આત્મા એનો બદલો નહિ લઈ લે, એને રોકવી બહુ જ મુશ્કેલ છે. આત્મા સાથે જે કંઈ અન્યાય થયો છે એના લીધે જ એ બહુ જ ખતરનાક પણ થઈ ગઈ છે અને એટલે જ એના માટે ઉપાય પણ એવો જ થોડા અઘરો રહેશે, પણ એ ઉપાય કરવો જ પડે એમ છે.

મેં નરેશ પર પવિત્ર જળ છાંટ્યું અને એને એક ખાસ લેપ લગાવ્યો, આ લેપને લીધે આત્મા એના શરીરમાં પ્રવેશ નહિ કરે, અને એને તુરંત જ મેં એક જગ્યાએથી માટી લાવવા માટે કહ્યું, એ જગ્યા ખાલી મને અને નરેશને જ ખબર છે, એ કામ એટલું બધું અઘરું હતું એ પણ નરેશ જાણે છે, પળ પળમાં આત્માઓનો સામનો કરવો પડે એવી ખતરનાક એ જગ્યા હતી, પણ એ લેપને લીધે કોઈ પણ આત્મા નરેશ નાં શરીરનાં ના આવી શકે.

થોડીવાર અમે સૌ એ એની રાહ જોઈ, મેં કહેલાં સ્મશાનમાં જઈને એને એ મહાન વ્યક્તિની ચિતામાંથી કે જે થોડો સમય પહેલાં જ મરેલાં હતાં, એ બરેલું હાડકું લાવ્યો. જેટલું મોટું પાપ નરેશે કર્યું હતું, એનાથી બહુ જ વધારે પુણ્ય એ મરેલાં વ્યક્તિએ કર્યાં હતાં, અને એટલે જ એમના હાડકામાં એ શક્તિ હતી કે જે નરેશને બચાવી શકે એમ હતી, પણ એ સ્મશાનમાં પણ બીજી આત્માઓ હતી કે જેમનાથી બચવા માટે જ મેં એને લેપ લગાવ્યો હતો.

એ હાળકું લઈને આવ્યો તો અમે સૌ બહુ જ ખુશ થઈ ગયા.

મેં એ હાડકામાં અમુક મારી ઔષધીઓ મિશ્ર કરી અને એનો ભૂકો કરીને થોડાં મંત્રોચાર કર્યા અને મેં એ મહાન પુણ્યાત્મા ની શક્તિને ભેગી કરીને એ રિંગમાં એકત્રિત કરી દીધી. એ રીંગ પહેરેલા વ્યક્તિ પર બધી જ મુસીબતો જતી રહેશે અને નરેશ ખુદ એ મુસીબતો થી બચી જશે એમ હતું." તાંત્રિકે વાત પૂરી કરી તો હવે પરાગ માટે બધું જ ક્લીઅર થઈ ગયું.

"તો મતલબ એમ કે એ રીંગ નરેશે મને જ આપી કે જ્યારે પણ એને કંઈ કશું થાય તો બધી મુસીબત મારી પર આવે!" પરાગ ને બહુ જ ડર લાગી ગયો, પણ એને યાદ પણ આવ્યું કે નિધિ એ જ એની પાસે થી કઢાવી કાઢી હતી!

વધુ આવતા અંકે..

એપિસોડ 11માં જોશો: થોડીવારમાં નરેશ પણ ત્યાં આવી જાય છે.

વૃદ્ધ પત્ની આખી વાત સૌને જણાવે છે -

જ્યારે સુશાંત ભાઈ નરેશ ની તકલીફ લઈ ને એમના ખાસ મિત્ર મારાં પતિ પાસે આવે છે તો એક જમાનાનો મહાન તાંત્રિક બહુ જ અશક્ત અને નિસહાય હોય એમ લાગે છે, પણ દોસ્તી માટે એ આ જોખમ લેવા પણ તૈયાર થઈ જાય છે.